શ્રી રાધાવતાર...
લેખક:- શ્રી ભોગીભાઈ શાહ
પ્રકરણ 5: નારદજી પામ્યા વરદાન...
વિચારો નું આકર્ષણ અને સૌંદર્ય.........
સારા વિચારો માણસને ખેંચે છે, પ્રેરે છે, શીખડાવે છે ,સહજ બનાવે છે અને મનની સુંદરતાને તનની, વ્યક્તિત્વની સુંદરતામાં પરિવર્તિત કરે છે એમાં પણ જ્યારે તેને દિવ્યતાનો સ્પર્શ થઈ જાય ત્યારે ત્યાંનું વાતાવરણ જ અલગ બની જાય છે.
જેવી આ રીતે આપણે ખુશ હોઈએ તો આસપાસની પ્રકૃતિ નાચવા લાગે છે તેમ રાધાજીની ખાલી વાતો જ વિચારો, શબ્દો દ્વારા વ્યક્ત થઈ તેમાં બધા અભિભૂત થઈ જાય છે, તેમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ આવી જાય છે આવી ભાવાનીભૂતિનો વધારે આસ્વાદ લેવાનું સદ્દભાગ્ય પટરાણી રુક્ષ્મણી અને નારદજીના ભાગે આવે છે.
દેવ્ યોગે પધારેલા નારદમુની પણ આવા ભવસાગરમાં નહાવાનું ચૂકતા નથી અને પોતે જોયેલા અનુપમ દૃશ્ય પાછળની ચમત્કૃતિ જાણવા શ્રીકૃષ્ણની પાસે અધીરા થાય છે.તો કેશવ પણ જાણે ફરી એકવાર ગોકૂળ પહોંચી ગયા. પોતાની હૃદયેશ્વરી પાસે અને ભીંજાયેલી આંખો તથા હૃદય સાથે જાણે નારદજી સામે પોતાનાં અપ્રિતમ રાધા એક્યને વ્યક્ત કરી બેઠા.
શ્રી કૃષ્ણ પોતે પોતાની વહી જતી અસ્ખલિત ધારાના પ્રવાહમાં નારદજીને તાણી ગયા અને જે માંગે તે આપવા તત્પર થઈ ગયા. નારદજી પણ આખરે તો નિખાલસ અને પોતાના કરતા સમાજના હિત માટે વિચારે અને તેમની આ મનોકામના પૂર્ણ કરી કૃષ્ણ ભગવાને .શ્રી રાધાજી વિના પોતાનું અસ્તિત્વ જ અઘરું છે તે સાબિત કરી શ્રી રાધાજીની પ્રેમલક્ષણા ભક્તિને સર્વ દુઃખોનું ઓસડ જાહેર કરી દીધું.
🍂 રાધે જ રાધે
સર્વ પીડા મુક્તિ
પ્રેમભક્તિ 🍂
આવા જ પ્રેમ ના માર્ગ પર ભક્તિ સુધી પહોંચેલા પટરાણી શ્રી રુકમણી જી પણ જાણે વાકચાતુર્ય થી નારદજીને મનની વાત કઢાવવા માટે ઉત્સાહી થયા. નારદજીનું લક્ષ્ય જાણે નક્કી થઈ ગયું.એક આદર્શ પ્રેમ સંબંધને તેના સાચા સ્વરૂપે દર્શાવો. શ્રી રાધાજીના અવતાર સાફલ્ય ને બધા યુગોમાં પ્રસ્થાપિત કરવું.તો આ પ્રસંગે લેખક શ્રી નારદજી ના પાત્ર દ્વારા હાસ્ય રસ વ્યંજીત કરવાનું ચૂકતા નથી શ્રી રુકમણી જી અને નારદજીના સંવાદો એક ઉચ્ચ પ્રકારની બૌદ્ધિક ભાષાશૈલી નું ઉદાહરણ પૂરું પાડે છે.
ત્યાં એટલામા પ્રેમના બીજા સ્વરૂપ વસુદેવજી અને દેવકીમાં પણ આ લીલાઓના અભિન્ન અંગ બની શ્રી લાલા ને યાદ કરે છે. લેખક શ્રી ની એક પછી એક પ્રસંગો ની કથા ગોઠવણી દાદ માગી લે છે. હજુ તો આપણે એક મનોરમ્ય દ્રશ્ય ભાવ ને માણીએ ત્યાં તો એક નવી જ ભાવના જાણે આપણને તરબતર કરવા તૈયાર હોય. વસુદેવજી અને દેવકિમાં નું એક નવું સંકલ્પ કાર્ય
'નવગ્રહ શાંતિ યજ્ઞ'........ જેમાં શ્રી કૃષ્ણ ભગવાન નારદજીને મુખ્ય પદે બિરાજમાન થવા મનાવી લે છે અને નારદજી સહર્ષ સ્વીકારી લે છે.
પ્રકરણ 6: વાસુદેવ ની વાસ્તવિક વ્યથા
લેખક શ્રી એક ઉત્તમ કક્ષાના અલૌકિક પાત્રને નિરૂપે છે તો સાથે સાથે તેમાં રહેલા માનવજાતિના ગુણોને યથા પ્રસંગે દર્શાવી અધ્યાત્મની સાથે-સાથે સાહિત્યરસ ને પીરસી વાચકવર્ગના મગજને પણ જકડી રાખે છે.
શ્રી કેશવ ના નારદજી સાથેના સંવાદ માં તેમની તેમના સ્વજનોના સ્વભાવની નિરીક્ષણ વૃત્તિ પણ દેખાય છે તેઓ તેમની મોહ માયાના આવરણને કારણે જ તેમના ખુદના માતા-પિતા જ પિતૃતર્પણ જેવી બાબતોમાં સ્વજનોની હાજરી અને શુભકામનાઓ ઝંખે છે તે બાબતે આશ્ચર્ય વ્યક્ત કરે છે. આ સાથે સાથે તેમના માતા-પિતાએ આયોજિત શાંતિ યજ્ઞ નું મહત્વ અને યોગાનુયોગ અર્જુન ની ઉપસ્થિતિ નું કારણ પણ નારદજીને ને જણાવે છે.
તો શ્રી રુકમણી જી પણ માનવ સહજ માયામાં લપેટાયા વિના રહેતા નથી. તેમને પણ એ જાણવાની ઉત્કંઠા છે જે શ્રીકૃષ્ણ ટાળવા માંગે છે પરંતુ કેશવ પણ રુક્મિણી જીને તેમનું સાચું સ્વરૂપ યાદ દેવડાવવા માગતા હોય તેમ કુંભ મેળા વિશે જણાવી મીઠી ટકોર કરે છે.
એક જ વિચાર બિંદુ માંથી વટવૃક્ષ બનેલી આ કૃતિમાં વાચકોને શ્રી રાધાજીના અવતરણની કથાનું રસપાન કરવા તો મળે જ છે, પણ સાથે સાથે અન્ય અધ્યાત્મ સાથે જોડાયેલા શ્રીકૃષ્ણના જીવનના અન્ય પ્રસંગો પણ લેખકની અનેરી શૈલીમાં અને ખુદ પાલનહાર કેશવની પવિત્ર વાણીમાં સાંભળવા મળે છે.
શ્રીકૃષ્ણના નારજી સમક્ષ પોતાના હૃદયની સાચી વ્યથા વ્યક્ત કરી બેસે છે શા માટે આઠે રાણીઓ દેવી યોગના મિલન ને કારણે ધરતી પર અવતરી હોવા છતાં ક્ષુલ્લક લાગતી નાની-નાની વાતો પર ચિંતા અને શંકા સેવે છે? શા માટે સહજ જિજ્ઞાસાથી પ્રેરાય રોહિણીમાં પાસે સ્વપ્ન રહસ્ય જાણવા દોડી જાય છે? અને દેવકીમાં વસુદેવજી અને અન્ય સંબંધીઓ બધા જ તેમના અને રાધાજીના સંબંધને ફક્ત માનવી ના સંદર્ભમાં જ મૂલવે છે?
જો પોતે હજી તો જીવે છે છતાં આવી બધી માયા માં શ્રીકૃષ્ણ અને રાધાજી ને અવલોકવામાં આવે છે તો તેમના મૃત્યુ પછી શું થશે? અને આ અદીઠ ચિંતા નું નિવારણ નારદજીને કરવા કહે છે.
તો શ્રી નારદજી પણ એક ભક્તને શોભે એવો સંવાદ કરે છે.નારાયણ નારદજીને આ સમગ્ર ધરતી પર રાધાજીના પ્રેમલક્ષણા ભક્તિનું સાચું ચિત્ર પ્રકાશિત થાય તે માટે વિનવે છે બધા જ માનવો રાધાજી શ્રીકૃષ્ણ માટે શું હતા તે પૂર્ણપણે જાણે અને તેમના સંબંધમાં રહેલી નિર્વિકારતાને સ્વીકારે તો જ તેમનું અવતારકાર્ય સાર્થક થશે..,....... અને આ વાત કરતાં કરતાં ભાવવિભોર થઈ જાય છે.
🍂 ઠલવે ચિંતા
વલોવતું હ્રદય
આંખોમા અમી 🍂
વાંચકોને જે બાબતની જિજ્ઞાસા છે તે કૃષ્ણના સ્વપ્ન રહસ્ય ની ઘટના કૃષ્ણ પોતે જ ખોલે છે સાથે સાથે યમુનાજીને એક પાત્ર તરીકે લઈ આવે છે. શ્રી રાધાજીએ યમુનાજીમાં કૂદકો લગાવ્યો તે ચિત્રની તાદૃશ્યતા ઊભી કરી યમુનાજી અને કૃષ્ણ જન્મની કથાને સાંકળે છે અને અભૂતપૂર્વ રીતે આ પ્રકરણને વિરામ આપે છે......