એ અવાજ કોઈક સ્ત્રીનો હતો. અવાજને સાંભળી દેવર્ષી આગળ વધ્યા.
આધિપત્યના જંગલને એક કિનારે, દેવર્ષી થોભ્યા. સામે એક લાંબા કદ વાડી કૃષિ પત્ની મોઢૂ ઊંધું રાખી ક્યાંક તેના દીકરા માટે રાડ પાડી રહી હતી.
દેવર્ષી નજીક આવ્યા, ત્યાં તે સ્ત્રી પાછળ ફરી. તે સ્ત્રી ગોરી કે કાળી નતી, હશેતો દેવર્ષીને ખબર ના પડી.
દેવર્ષીની આંખોની સામે પેહલા લોહી આવ્યું..
પછી આવી મૃત્યુ.
સુધાને ગામના લોકો શિવરાત્રી પર ભજન ગાવાનું ઘણું કેહતા. તેનો સ્વર એકદમ મીઠ્ઠો હતો. ભજન મંડળીનો ગાયક એને ત્રણ ભજન ગાવા દે. પછી સુધા ઊંઘવા જતી રે. સુધાને આ પંખો ફરી શિરોવેદના આપે છે.
કલાક થયો છે. થોડીક વા’ર પહેલા અવિરાજ પાછો આવ્યો હતો. તે એની સાથે થોડીક વાર બેસ્યો. અવિરાજ એને વાત કરતો હતો. સુધાને તેના શબ્દો વિચિત્ર રીતે સંભળાતાં, જાણે અવિરાજ પાણી માંથી બોલતો હોય. થોડીક વાર તે એની જોડે બેસ્યો. પછી દાકતરને મળવા જતોજ હતો ત્યાંતો દાકતર ત્યાં આવ્યો. દાકતર સાથે તે અત્યારે વાત કરે છે.
દેવર્ષીની મૃત્યુનું સપનું પેહલા સુધાના દાદાને આવ્યું હતું. તે સોમનાથના ગોર બ્રાહ્મણ હતા, જે આધિપત્યમાં ચાર વર્ષથી રેહતા હતાં. તેઓના પત્ની બીમાર હતા, બાર ધમ-ધમતો પવન ફુંકાતો’તો.
વરસાદ પણ પડતો હતો.
દેવર્ષીનું મુખ આખું લોહી લુહાણ હતું. એના મુખને વિષે વિચારતાજ સુધાના દાદા ગભરાય જતાં. ગામનું મંદિર જૂના સરોવર પાસેજ હતું, ત્યાંથી જંગલમાં જવાય. તેતો નિકળ્યાં, ધીમા વરસાદમાં, ગભરાતા ચાલતા, સરોવર આગળ પહોંચ્યા..
તરતજ અવિરાજનો રડતો અવાજ સંભળાયો. અવિરાજ નાનપણ પછી ક્યારેય સુધા આગળ રડ્યો ન’તો. અવિરાજની આંખો ભીની હોય તેમ લાગતી. તે એકદમ ગલૂડિયા જેવુ રડતો. પછી તે શાંત થઈ ગયો. સુધાને ખબરજ ના પડી કે શું થયું. જાણે અવિરાજ ખોવાઈ ગયો.
પછી સુધા ફરી વિચારવા લાગી,
સુધાના દાદા જ્યારે સરોવર પાસેથી પસાર થતાં હતા ત્યારે તેઓને એક વિચિત્ર દુર્ગંધે ઘેરી લીધી. ગયા વર્ષે ચોમાસામાં છોકરાઓએ દેડકા મારી નાખ્યા હતા, મજાકને મજાક માં. એના જેવીજ આ દુર્ગંધ હતી.
તેઓ સરોવર તરફ વળ્યા, અને સરોવર તરફ ઝાંકયુ તો જોયું..
દેવર્ષીનું શરીર તે સરોવરમાં પડ્યું હતું. એનું મૃતદેહ જોઇ તે પેહલા તો ગભરાયા. જોયુંકે આંખુ સરોવર એના લોહીથી ગંદુ થયું છે. ભગવાનનું નામ લેતાતે વિચારતા હતાંકે શું કરે.
સામે મોટા બા રે. મોટા બાતે મૂળ આધિપત્યના રહેવાસી. એમનું બા’રણું જ્યારે ખખડાવ્યું ત્યારે તેઓ ઊંઘતા હતા. ઇન્દ્ર તેમના દીકરા જેવો હતો. ગામ વાળા કેહતાકે ઇન્દ્રના બાપા મોટા બાનેં વચન આપી મરી ગયા હતા. વચન શું હતું, કોઈને ખબર ન હતી.
ઇન્દ્ર જાગ્યો, સુધાના દાદાની વાત પણ સાંભળી. સૂતા મોઢેતે સુધાના દાદા જોડે સરોવરે ગયો. સરોવરનું દ્રશ્ય જોઈ તે તો ઢળી પડ્યો. બેભાન થઈ નીચે પડ્યો.
સરોવર આધિપત્ય જેવુ નતું. ખાલી સરોવરેજ જમીન સારી અને સપાટ હતી. કંઈક વધારેજ સપાટ જાણે. સામે પાણી એવું લાગતું જાણે સામે કોઈ દીવાલ આવતી હોય. ઇન્દ્ર પછી ભાનમાં આવ્યો.
જ્યારે એને ગામવાળાઓને બોલાવવાનું કહ્યું, ત્યારે તો દિવાળી આવ્યાની જેમ હરખ માં આગળ વધ્યો. ગયો પછી સામે સુધાના દાદાએ ઊગતો સૂરજ જોયો. ઊગતો સુર્યને વ્હાલો દરીયો.. પણ પાણીની જગ્યાએ લોહી સામે વહતું આવે.
એ લોહી રેતીની સાથે અથડાવે. રેતીને પણ રંગ લાગે. જાણે હોળીની રેતી. જોતાં મન મુગ્ધ થાય, પણ લોહીથી નહીં.
આ પંખો ફરી કોઈકે ચાલુ કરી દીધો! શિરોવેદના અપાતાં આ ખમતોજ નથીને! સુધાના બાં આમ કહે. પણ સુધા આવું ના કહે. સુધાતો વિચારે. સુધા શું વિચારે? સુધા કોને વિષે વિચારે? સુધા.. હાં, સુધા છેને છેનેતે દૈત્ય વિષે વિચારે. દૈત્ય કેવો..