Pollen 2.0 - 10 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પરાગિની 2.0 - 10

પરાગિની ૨.૦ - ૧૦




પરાગ- તું એક જૂઠ્ઠી અને મક્કાર સ્ત્રી છે.. તે મને પ્રેગ્નન્સી વિશે ખોટું કહ્યુ... તુ ક્યારેય પ્રેગ્નન્ટ હતી જ નહીં..!

ટીયા રિની બાજુ જોઈ છે... તેને એવું લાગે છે કે રિનીએ પરાગને કહ્યું...!

ટીયા- આપણે શાંતિથી વાત કરીએ..!

પરાગ- તારો સામાન લઈ અહીંથી ચાલતી પકડ...! નીકળી જા અહીંથી...

ટીયા- તું આવી રીતે મને અહીંથી ના કાઢી શકે..!

પરાગ- શું??? આટલું બધુ જૂઠ્ઠું બોલે છે અને ઉપરથી મને કે છે કે હું તને આવી રીતે ના કાઢી શકું?? તને શું લાગ્યું આ વાત ક્યારેય બહાર નહીં આવે એમ? જૂઠ્ઠું કોઈ દિવસ છૂપાયને નથી રહેતું... ક્યારેય તો બહાર આવી જ જાય છે... તારામાં સહેજ પણ શરમ નામની વસ્તુ રહી જ નથીને..!

ટીયા- (રડતાં) એવું નથી.. મેં આ બધુ એટલે કર્યું કેમ કે હું બહુ જ પ્રેમ કરું છું તને...

પરાગને આ સાંભળી વધારે ગુસ્સો આવે છે અને તે ટીયાનો હાથ પકડી તેને ઓફિસની બહાર કાઢી મૂકે છે. રિનીએ પહેલી વખત પરાગને આટલા ગુસ્સામાં જોયો હોય છે. તેને કંઈ ખબર નથી પડતી કે શું કરવું અને શું નહીં..?

પરાગ ટીયાને કહીને આવે છે કે આજ પછી આ ઓફિસમાં પગ ના મૂકતી... મને તું દેખાવી ના જોઈએ....!

પરાગ તેની કેબિનમાં જતો રહે છે. ગુસ્સાના લીધે તેને ગરમી લાગી રહી હોય છે. તે એ.સી. ઓન કરી થોડી વાર એમ જ બેસી રહે છે.

રિની પરાગ સાથે વાત કરવા પણ નથી જતી કેમ કે તેને બીક હોય છે ક્યાંક પરાગ તેના પર ગુસ્સો ના ઊતારે...! રિની તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે. બપોરે પરાગને યાદ આવે છે કે રિની સાથે વાત કરવાની રહી ગઈ..! તે રિનીને ફોન કરી કેબિનમાં બોલાવે છે. રિની પરાગના કેબિનમાં જાય છે.

રિની પરાગને કહે છે, તમે ઠીક તો છોને?

પરાગ- હા, અત્યારે તો ઠીક છું..

રિની- તો બરાબર... તમને કેવી રીતે ખબર પડી કે ટીયા પ્રેગ્નન્ટ નહોતી?

પરાગ- જૈનિકાએ કહ્યું...! તને પણ ખબર હતી?

રિની- હા...

પરાગ- તો મને કહ્યું કેમ નહીં?

રિની- મારી પાસે કોઈ પ્રૂફ નહોતું.. અને જ્યારે મેં પહેલા એક વખત તમને ટીયાનું નાટક કહ્યું ત્યારે તમે મારી પર ભડક્યાં હતા... એટલે મેં નક્કી કર્યુ હતું કે પ્રૂફ વગર કોઈને આ વાત નહીં કહુ..! પછી હું પણ એ વાતને ભૂલી ગઈ..!

પરાગ- ઓકે... છોડ એ વાતને... તું કંઈ જમી?

રિની- ના બાકી છે...

પરાગ- તો ચાલ ક્યાંક બહાર જઈએ..

રિની- તમારી ફેવરેટ રેસ્ટોરન્ટમાં ટેબલ બૂક કરાવી દઉં?

પરાગ- હા... પાંચ મિનિટમાં નીકળીએ..!

રિની- હા..

રિની વોશરૂમમાં જઈ તેના વાળ અને કપડાં સરખાં કરી લે છે અને થોડીવાર બંને લંચ માટે બહાર જાય છે. હવે ઓફિસમાં બધાને ખબર પડી ગઈ હોય છે કે પરાગ અને રિની રિલેશનમાં છે અને જલ્દીથી મેરેજ પણ કરશે..!

રિની અત્યારે પરાગ સાથે ખુશીના પળ મનાવતી હોય છે પણ રાજકોટ- અમદાવાદ હાઈવે પર એક ગાડી પૂર ઝડપથી અમદાવાદ તરફ જઈ રહી હોય છે એટલે કે રિનીના દાદા અમદાવાદ જઈ રહ્યા હોય છે જે પરાગ અને રિની માટે કંઈક અલગ જ તોફાન લઈને આવી રહ્યા હોય છે.


આ બાજુ શાલિની હજી સુધી શાંત બેસી રહી હતી પણ તે શાંત બેસી રહે એ લોકો માંથી નહોતી..! શાલિનીને રિની પહેલેથી પસંદ નહોતી પણ રિની એક એમ્પ્લોય છે તે સમજી તે કંઈ નહોતી બોલતી... પરંતુ હવે તે પરાગ સાથે રિલેશનમાં છે અને જલ્દીથી પરાગ સાથે મેરેજ પણ કરી શકે છે તે જાણીને શાલિનીને ચેન નહોતુ પડતું... કેમ? કેમ કે જો પરાગ રિની સાથે મેરેજ કરશે તો ઘરમાં નવી વહુ આવશે અને જે ખાનદાની વસ્તુ શાલિનીને મળવાની હતી તે રિનીને મળશે..! પરાગનું માન વધી જશે અને સમરને કોઈ પૂછે પણ નહીં તેવું શાલિનીને લાગતું હતું..! જો ટીયા તેના ઘરની વહુ બનતે તો શાલિની તેના હાથ નીચે તેને દબાયને રાખી શકતે પણ રિની સાથે કંઈ થાય એવું નહોતું... તેથી તે કંઈ વિચારે છે અને એટલામાં જ એને સમાચાર મળે છે કે ટીયાની ફેક પ્રેગ્નન્સી વિશે પરાગને ખબર પડી ગઈ છે. શાલિનીને બહાનું મળી જાય છે એટલે તે સીધી કંપની પર જાય છે.

રિની પરાગ સાથે લંચ કરીને આવીને કામ કરતી હોય છે. શાલિની સીધી ઉપર જઈને રિનીને ગમેતેમ બોલવાનું ચાલુ કરી દે છે.

શાલિની- મેં તને કહ્યું હતું ને કે ટીયાની ફેક પ્રેગ્નન્સી વિશે કોઈને કહેતી ના... તે પ્રૂફ વગર જ પરાગને કહી દીધું?

રિની થોડી હોબતાઈ જાય છે પણ તો શાંતિથી કહે છે, મેડમ... જુઓ મેં પરાગને કંઈ નથી કહ્યું...

શાલિની- આ વાત ફક્ત તું અને હું જ જાણતા હતા... તો બીજું કોણ કહેવાનું?? અને મેં તને કહ્યુ હતું કે મારા ફેમીલી મેટરમાં તારે ઈનવોલ્વ થવાની જરૂર નથી..

ઓફિસના બધા જ લોકો ત્યાં ટોળું વળી ગયા હોય છે. પરાગને કેબિનમાં બધાનો અવાજ આવતા તે બહાર આવે છે. તે સાંભળે છે કે શાલિનીમાઁ રિનીને ગમે તેમ બોલે છે. પરાગ ત્યાં જાય છે અને રિનીને પૂછ છે, શું થયું રિની?

રિની- મેં કંઈ કર્યુ જ નથી અને શાલિની મેડમ મારી પર ખોટા આરોપ લગાવે છે... તમે જ કહો કે મેં તમને ટીયા વિશે કંઈ કહ્યું છે?

પરાગ- ના... કેમ?

રિની - આમને એવું લાગે છે કે ટીયાની ફેક પ્રેગ્નન્સી વિશે મેં તમને કહ્યું છે...!

પરાગ- મને તો જૈનિકાએ કહ્યું....

શાલિની છોભી પડી જાય છે.. તેને લાગે છે કે પોતે જે ઉતાવળ કરી છે રિનીને બહાર કાઢવાની તે તેને ભારે પડી શકે છે..!

પરાગ- એક મિનિટ.... તો તમને પણ ખબર હતી કે ટીયા પ્રેગ્નન્ટ નહોતી.. તો તમે પણ તેની સાથે જ મળેલા હતા એમ ને.... ગુડ ... મને આવી જ આશા હતી તમારી પાસેથી..! પરાગ આટલું કહી ત્યાંથી જતો રહે છે.

શાલિનીનો દાવ તેને જ ઊંધો પડે છે. તે ગુસ્સામાં રિનીને જોતી હોય છે.

રિનીને આજે શાલિનીનું અસલી રૂપ દેખાય આવે છે અને તે શાલિનીને કહીને જાય છે કે જે જોવું કરેને તેવું જ ભરે...! રિની સીધી પરાગના કેબિનમાં જતી રહે છે.

શાલિની પણ ત્યાંથી ચાલતી પકડે છે.

રિની પરાગ પાસે જઈ તેને શાંત કરે છે.

રિની- મેડમને મેં જ કહ્યું હતુ ટીયા વિશે...

પરાગ- રિની જેવું દેખાય છે એવું નથી હોતું.... તું હજી એમણે ઓળખતી નથી... એ બધી વાત મૂક... જો તારે કંઈ વાત કહેવી હોય, કોઈ આવી વાત હોય... કંઈ પણ એટલે કંઈ પણ વાત હોય તો પહેલા મને આવીને કહેજે.... ભલે પ્રૂફ ના હોય...! પછી હું મારી રીતે હેન્ડલ કરી લઈશ.

રિની- હા... તમને જ પહેલા કહીશ..! તમે હવે કામ પતાવો..!

દિવસ આમ જ નીકળી જાય છે. રિનીના દાદા એટલે કે વાસુદેવભાઈ પણ બધા તેમને વાસુદેવ દાદા કહીને બોલાવતા.. તેઓ અમદાવાદ ઘરે આવી પહોંચે છે. આવીને તરત જ બૂમ પાડે છે, ઓ રિનીની મમ્મી... ક્યાં છે રિની?

આશાબેન અને રીટાદીદી અંદર રૂમમાં જોડે બેઠા હોય છે.

આશાબેન- રીટા મારા સસરાનો અવાજ અહીં કેમ આવે છે?

રીટાદીદી- તમે બેસો હું જોઈ આવું...!

રીટાદીદી બહાર જઈને જોઈ છે તો સાચેમાં જ દાદા હોય છે. રીટાદીદી ફટાફટ અંદર જઈ આશાબેનને કહે છે, દીદી.... દાદા આવ્યા છે...

આશાબેન- હેં.... હવે આવી બની મારી... આ છોકરી મને મારીને જ રહેશે..!

આશાબેન ફટાફટ બહાર જાય છે અને તેમના સસરાંને પગે લાગે છે અને કહે છે, બાપુજી તમે ખબર કરી હોત તો.. જમવાનું બનાવી રાખતે ને..!

વાસુદેવ દાદા- તમને કહ્યું હોત તો બંને મા- દિકરી ક્યાંક ભાગી ગયા હોત...! ક્યાં છે રિની?

આશાબેન- નોકરીએ ગઈ છે...

વાસુદેવ દાદા- આટલું બધુ થયુત્ છતાં તમે એને નોકરીએ મોકલી?

એટલામાં નિશા આવે છે ઘરે...

નિશા- દાદાજી.... કેમ છો તમે?

આશાબેન નિશાને ચૂપ રહેવાનો ઈશારો કરે છે. નિશા સમજી જાય છે કે દાદા ગુસ્સામાં છે. દાદા નિશાને સોફા પર બેસવા કહે છે. આશાબેન દાદા માટે પાણી લઈ આવે છે. એશા પણ ઘરે આવી જાય છે. એશા જોઈ છે કે આશાઆંટી ગભરાયેલા હોય છે અને ગ્લાસ મૂકવાની ટ્રે લઈને ઊભા હોય છે. તે બોલ્યા વગર ડ્રોઈંગ રૂમમાં આવીને જોઈ છે તો દાદા અને નિશા સોફા પર બેઠા હોય છે. નિશા એશાને ચૂપ રહેવાનો ઈશારો કરે છે. એશા સમજી જાય છે. તે દાદાને પગે લાગે છે અને તબિયત પૂછે છે. દાદા એશાને પણ નિશા સાથે સોફા પર બેસાડી દે છે.

આજે રિનીને ઓફિસમાં મોડું થઈ જાય છે. પરાગ રિનીને તેની સોસાયટીની બહાર મૂકીને તેના ઘરે જાય છે.

રિની ઘરે પહોંચે છે. ઘરમાં એકદમ શાંતિ હોય છે. રિની ડ્રોઈંગ રૂમમાં જાય છે જ્યાં આશાબેન, એશા અને નિશા શાંતિથી બેઠા હોય છે.

રિની- તમે બધા આમ કેમ શાંતિથી બેઠા છો? કંઈ થયું છે કે શું?

ત્રણેય જણા સાથે જ રિનીને ઈશારો કરે છે કે પાછળ જો એમ..

રિની પાછળ ફરીને જોઈ છે ત દાદા બેઠા હોય છે. દાદાને જોઈ રિનીની આંખો પહોળી થઈ જાય છે.

રિની પહેલા તેના દાદાને પગે લાગે છે અને પછી કહે છે, તમે ક્યારે આવ્યા દાદા? તમારી તબિયત સારી છેને?

આટલું બોલતા જ રિનીની જીભ થોથવાઈ છે.

દાદા- આ બધી વાત પછી.. હું તને અહીં કંઈક પૂછવા આવ્યો છું... તને આવું બધુ કરવા અહીં મોકલી હતી?? મેં આ મારા હાથથી તને રમાડી છે અને મોટી કરી છે... તું આવુ બધુ કરીશ એવી મને આશા નહોતી...

આશાબેન- બાપુજી... એમાં રિનીનો કોઈ વાંક નથી..।।

દાદા- તમારે આનો પક્ષ લેવાની જરૂર નથી... કોઈ વચ્ચે નહીં બોલે.... રિની... આવું બધુ કરવા તને અહીં મોકલી હતી હા?? કોઈ પૈસાદાર છોકરાને પસંદ કરી તેની સાથે લગ્ન કરી લેવાના હા..? આખી દુનિયાને ખબર પડી ગઈ છે... બધા જ સમાચાર પત્રોમાં સમાચાર આવી ગયા છે... બધા સગા-વ્હાલા આપણી વાતો કરે છે... બધા હવે મહેણાં-ટોણાં મારશે...! શું ઈજ્જત રહી ગઈ મારી હા...? એક આ રિની પર જ મને આશા હતી... બાકી એનો ભાઈ તો સાવ નકામો છે જ...! ખબર છે શું લખ્યું છે પેપરમાં? પરાગશાહની નવી ગર્લફ્રેન્ડ... ફોટો સાથે છપાયું છે... હું કોઈને મારું મોં પણ નથી બતાવી શકતો...!


આ બાજુ સમરને ખબર પડે છે કે તેની મોમએ આજે ઓફિસમાં કારણ વગર બોલવાનું કર્યુ હતું... તેથી તે તેની મોમને કહેવા જાય છે, કે મોમ હવે બસ કરો તમે.... ભાઈને હેરાન ના કરશો..! પરંતુ શાલિની પર આ વાતની કોઈ અસર નથી થતી..!


રિનીના ઘરે હજી દાદા ને રિનીને બોલતા હોય છે, તમે ખબર છે કે હવે પહેલા જેવું આપણું કારખાનું નથી ચાલતું.... તારા પપ્પા આખો દિવસ મહેનત કરી તાપમાં બધા ઓર્ડર લેવા જાય છે... મહેનત કરી કમાય છે જેથી આપણા પરીવારને સુખ અને શાંતિ મળે...! પણ તું... તુએ શું કર્યું?

રિની રડતી રડતી બધુ સાંભળી રહી હોય છે.

દાદા- તુંએ બસ એ છોકરા સાથે ફરતી રહી... તને ક્યારેય પણ અમારો વિચાર ના આવ્યો?

રિની- દાદા... મેં કોઈ એવું ખોટું કામ નથી કર્યુ જેથી તમારે અને પપ્પાને નીચું જોવાનું થાય.... હું બસ પરાગને પ્રેમ કરું છું.... મેં એવું કંઈ નથી કર્યુ કે તમારી ઈજ્જત જાય..!

દાદા- મારે કંઈ જ નથી સાંભળવું... રિની તું જા તારી રૂમમાં... વહુ તમે અને રિની બંને તમારો સામાન બાંધી દો... કાલે આપણે અહીંથી જેતપુર જઈએ છે... હંમેશા માટે...!


શું પરાગ અને રિનીની લવસ્ટોરી આગળ વધશે કે પછી દાદા તેમને એક નહીં થવા દે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૧