Losted - 48 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 48

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

લોસ્ટેડ - 48

લોસ્ટેડ 48


રિંકલ‌ ચૌહાણ


જયશ્રી બેન ની આંખો ભીની થઈ ગઈ, જાણે કે બધી જ ઘટનાઓ એમની સામે ઘટી રહી હોય. મીરા જયશ્રી બેન માટે પાણી લઈ આવી, જયશ્રી બેન એક જ ઘૂંટ માં એક ગ્લાસ પાણી ગટગટાવી ગયાં.


"ફઈ હું જાણું છું કે તમારા માટે આવા ભૂતકાળ ને યાદ કરવું કેટલું અઘરું હશે, આપણે ફરી કોઈ વાર આ વાત કરીશું." આધ્વીકા એ જયશ્રીબેન ના ખભા પર હાથ મુક્યો.


"ના બેટા, તું અને મીરા મારા કારણે અનાથ થઇ ગઈ, જીજ્ઞા ના પિતા મારા કારણે છીનવાઈ ગયા, વિરાજ ભાઈ આખી જિંદગી જીવતી લાશ ના જેમ જીવ્યા મારા કારણે. હુ ક્યારેય તમારા બધા માટે કઈ જ ન કરી શકી પણ આજે તમને સાચી વાત જરુર થી જણાવીશ." જયશ્રી બેન ના ગળે ડુમો બાજી ગયો.


"મને માફ કરી દો જયશ્રી બેન, તમારી કોઈ ભુલ નથી. મે જે કહ્યું એના માટે મને માફ કરી દો અને તમારી જાત ને દોશી માનવા નુ બંધ કરો." આરાધના બેન એ હાથ જોડીને માંફી માંગી.


"સાચી વાત છે આરાધના કાકી ની........" હવા મા એક અવાજ ગુંજ્યો અને ધુમાડા થી ઓરડો ભરાઈ ગયો.


બધા ના દિલ માં થોડો ઘણો ડર પેઠો હતો, થોડી વાર માં ધુમાડો વિખરાયો અને સામે માનવ રુપે મિતલ દેખાઈ.


"મારા પપ્પા એ તમારી સાથે અને ભગવાન જાણે બીજી કેટલીયે સ્ત્રી ઓ સાથે ખોટું કર્યું હશે. ગુનો કરનાર સજા ને પાત્ર હોય છે પણ ગુના નો ભોગ બનનાર ક્યારેય સજા ને પાત્ર ન હોઈ શકે જયશ્રી ફઈ." મીતલ એ આત્મીયતા થી કહ્યું.


"પણ મમ્મા પપ્પા અને ફુઆ ના મૃ.... મતલબ રાજેશ કાકા ને અને એ ઘટના ને શું સંબંધ છે?" મીરા મૃત્યુ શબ્દ ન બોલી શકી.


"એ દિવસ પછી રાજેશ અમને વર્ષો સુધી જોવા ન મળ્યો, પણ એક દિવસ એ આવ્યો અને આવી ને પોતાની અમીરી ના વખાણ કરવા લાગ્યો. એમ પણ કહ્યું કે એ જયશ્રી બેન ને રાણી ની જેમ રાખશે, અમારે સમજદારી બતાવી જયશ્રી બેન અને સોહમ ભાઈ ના છુટાછેડા કરાવી દેવા જોઈને અને જયશ્રી બેન ના લગ્ન એની સાથે કરાવી દેવા જોઈએ." આરાધના બેન એ જવાબ આપ્યો.


"ત્યાર‌ પછી એ મારા સાસરે આવ્યો અને ત્યાં તમાશો કર્યો, મને અને સોહમ જી ને અલગ કરવા ના ઈરાદાથી પણ સોહમ જી એ મારો સાથ આપ્યો અને રાજેશ ને જેલ માં પુરવડાવ્યો. હવે એ કઈ જ નહી કરે એવી લેખીત ગેરંટી આપી એણે બધા ની માફી માંગી તો સોહમ જી એ એમની ફરીયાદ પાછી લઈ લીધી. અમે બધા ખુશ હતા કે આ બલા ટળી, આ ઘટના ઘટી ત્યારે મીરા 10 મહીના ની હતી, બે મહીના પછી મીરા ના પહેલા જન્મ દિવસ પર આખો પરિવાર ચિત્રાસણી જવા નીકળ્યો હતો પણ......" જયશ્રીબેન રડી પડ્યા.

"એ દિવસે રાજેશ પહેલે થી જ પુર્વ યોજના સાથે ચિત્રાસણી પહોંચી ગયો હતો. એની યોજના મુજબ એને ગાડી ને ટકકર મારી અને ત્યાં થી ભાગી ગયો. મે મારી આંખોથી એને જોયો હતો...." આરાધના બેન પણ‌ રડવા લાગ્યા.
"તો તમે પોલીસ પાસે કેમ ન ગયાં? કઈ કર્યુ કેમ નઈ? એ માણસ ને સજા કેમ ન અપાવી?" જીજ્ઞાસા ગુસ્સામાં બોલી.
"બેટા તમે બધાં બાળકો હતાં ત્યારે, ચાંદની પેટ હતી મને, એક સાથે આટલા લોકો ને ખોયા પછી હિમ્મત તુટી ગઈ હતી મારી. અને અમે પરિવાર ને સંભાળતાં કે કોર્ટ કચેરી ના ચક્કર લગાવતાં? મજબુરી હતી કે બધું જાણતા હોવા છતાં ય અમે કઈ જ ન કરી શક્યાં." આરાધના બેન એ રડતાં રડતાં જવાબ આપ્યો.

"પણ મારી કોઇ જ મજબુરી નથી માસી, છોડીશ નહી હુ રાજેશ ચૌધરી ને." આધ્વીકા એ દાંત કચકચાવ્યા અને ગુસ્સામાં ત્યાં થી નીકળી.
"સોનું બેટા થોભી જા, જીજ્ઞા સોનુ ને કઈક સમજાય દિકરા... એને રોક જા." જયશ્રી બેન ના ધબકારા વધી ગયા હતા.
"સોનુ ઊભી રે, હુ પણ આવુ છું, કારણ કે મજબુર હું પણ નથી." જીજ્ઞાસા જીવન ના ઓરડા માથી હોકી સ્ટીક લઈ આવી અને આધ્વીકા ની સાથે ગઈ.

ક્રમશઃ