instagram - a love story - last part in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ( અંતિમ ભાગ )

Featured Books
Categories
Share

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ( અંતિમ ભાગ )


તેજસ્વિની અને શાંતનું ના લગ્નની વાત ને એક વર્ષ થઈ ગયું હતું. આ તરફ તેજસ એક ખ્યાતનામ કવિ અને શાયર તરીકે ભારત ભર માં પ્રખ્યાત થઈ ચૂકયો હતો. મોટા મોટા મુશાયરા અને કવિ સંમેલન માં એને બોલવામાં આવતો હતો અને એ ભારત પૂરતું સીમિત ન હતું એને વિદેશોમાં પણ બોલવામાં આવતો હતો. તેજસે નોકરી છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ બસ આજ કામ કરતો હતો. એની ઘણી બધી પુસ્તક અને કવિતાઓ દુનિયાભર માં ખ્યાતિ પામી હતી.
એક દિવસ તેજસ ઉપર એક ફોન આવ્યો.
" જસન - એ - રેખતા " એ એક મુસાયરો ઓર્ગેનાઈઝ કર્યો છે લખનઉ માં અને અમે ચાહીયે છીએ કે તમે આવો અને તમારી કવિતાઓ અને શાયરીઓ દર્શકો ને સંભળાવો," સામે થી એક સ્ત્રી નો અવાજ આવ્યો.
" હું કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને ? મારી સપનું હતું કે "જસન - એ - રેખતા" ના મંચ પર મને પણ મારું હુનર દેખાડવાનો મોકો મળે. શું તમે કોઈ મઝાક તો નથી કરી રહ્યાં ને ? " તેજસે કહ્યું.
"ના સર, હું સાચું કહું છું જો તમે હા પડો તો તું તમને બધી માહિતી મેલ કરું," તેણીએ કહ્યું.
"જી જરૂર," હું જરૂર આવીશ, તમે બધી માહિતી મને મેઇલ કરી દો, હું તમને મારી આઈ ડી મોકલું છું," તેજસે કહ્યું.
"ઓકે સર, હેવ અ ગ્રેટ દે," એમ કહી પેલી સ્ત્રી એ ફોન મૂકી દીધો.
તેજસે એની આઈ ડી મેઈલ કરી આપી.
એના પર ઇવેન્ટ ને લગતી માહિતી મેલ માં આપવામાં આવી.
તેજસ બહુ ખુશ હતો કેમ કે એને એવા મંચ ઉપર જવાનો મોકો મળ્યો હતો જ્યાં મશહૂર વ્યક્તિ ઓ આવી ચૂક્યા હતા અને એના માટે આં ગૌરવ ની પળ હતી. તેજસ લખનઉ જવા માટે રવાના થયો.
રાતની મુસાફરી બાદ એ સવારે લખનઉ પહોંચ્યો, એક હોટેલ માં એનો રૂમ બુક થયો હતો ત્યાં જઈ એ ફ્રેશ થઈ ઇવેન્ટ માં જવા માટે નીકળ્યો.
ત્યાં પહોંચ્યા બાદ એનું સ્વાગત કરવામાં આવ્યું અને એને મહેમાન ખાના માં બેસાડવામાં આવ્યો.
થોડી વાર બેસી ને તેજસ કંટાળ્યો તો એને વોશ રૂમ જવાનું વિચાર્યું. વોશ રૂમ થી ફ્રેશ થઈને એ મહેમાન ખાના માં આવી જ રહ્યો હતો ત્યારે એની નઝર એક સ્ત્રી ઉપર પડી એનો અવાજ કદાચ તેજસ ને ઓળખીતો લાગતો હતો, એની પાસે જઈ તેજસે કહ્યું.
" તેજસ્વિની....." તેજસે કહ્યું.
" તેજસ....આવી ગયા તમે ," તેજસ્વિની એ કહ્યું.
"કેમ તને ખબર હતી કે હું અહીંયા આવવાનો છું," તેજસે કહ્યું.
" હાં જ તો, પ્રોગ્રામ આયોજન કરતાં ને તો ખબર જ હોય ને કોણ કોણ મહેમાન આવાનું છે," તેણીએ કહ્યું.
"ઓહ, એટલે સમગ્ર ઇવેન્ટ મેનેજમેન્ટ તમારું છે એમ ને, સરસ," તેજસે કહ્યું.
"અંકલ , આંટી કેમ છે ? તેજસે પૂછ્યું.
"હાં, મમ્મી પપ્પા મઝામાં છે," તેણીએ જવાબ આપ્યો.
"એને તમારા પતિદેવ કેમ છે ? તેજસે હસતાં હસતાં પૂછ્યું.
"જ્યાં પણ હશે ત્યાં સારા જ હશે," તેણીએ તેજસ તરફ થી નઝર હટાવતા કહ્યું.
"જ્યાં પણ હશે ત્યાં મતલબ શું છે એનો ? તેજસે પૂછ્યું.
"અમે હવે સાથે નથી, થોડા સમય પહેલા જ અમે બંને એ છૂટાછેડા લઈ લીધા," તેણીએ કહ્યું.
"પણ શા માટે ? એવું તો શું થયું ? તેજસે ગંભીરતાથી પૂછ્યું.
"એ જ્યારે વિદેશ માં અભ્યાસ કરતા હતા ત્યારે એમનું ચક્કર એક ત્યાં ની વિદેશી છોકરી જોડે હતું પણ એમણે મારાથી બધું અંગત રાખ્યું, અહીંયા શાંતનું એ નોકરી ઘણી શોધી પણ ન મળી તો એ છોકરી એટલે કે લિસા ના પપ્પા નો બહુ મોટો બિઝનેસ છે તો લિસા એ એમને ત્યાં બોલાવી લીધાં. થોડા સમય બાદ એમણે છૂટા છેડા માટે કહ્યું અને મે એની ખુશી માટે છૂટાછેડા કઈ લીધા. પરિવાર ને પણ મો બતાવી શકતી નથી માટે હું હવે અલગ રહું છું અને આત્મનિર્ભર છું," તેણીએ દુઃખી થયા વગર આત્મવિશ્વાસ સાથે કહ્યું.
"એટલું બધું થયું તો પણ તે મને કઈ પણ કહ્યું કેમ નહિ, હું એને સમજાવાની કોશિશ કરતો ને," તેજસે કહ્યું.
" જે વ્યક્તિ મારા લગ્ન અધૂરા મૂકીને જતો રહ્યો હોય, જેને મારી પરિસ્થિતિ જાણવાની પણ કોઈ દિવસ તસ્દી ન લીધી હોય એવા વ્યક્તિને શું કેહવુ મારે," તેણીએ ગુસ્સે થતા કહ્યું.
"મારી ભૂલ, અને હું માફી માગુ છું, મારી મનોસ્થિતિ તું નહિ સમજી શકે," તેજસે કહ્યું.
"છોડો એ બધી વાત, રાત ગઈ બાત ગઈ, તમે ક્યાં રોકાયા છો ? " તેણીએ પૂછ્યું.
"હું અહીંયા નજીક ની એક હોટેલ માં રોકાયો છું, તું ? તેજસે કહ્યું.
"હું અહીંયા એક મિત્ર ના ત્યાં રોકાઈ છું, બે - ત્રણ દિવસનું કામ છે એ પતાવીને બોમ્બે જતી રહીશ,તમે કેટલા દિવસ છો અહીંયા ?" તેણીએ કહ્યું.
"હું પણ બે - ત્રણ દિવસ અહીંયા જ છું, વિચારું છું કે લખનઉ ફરી લઉ," તેજસે કહ્યું.
તેજસ નો રોકાવાનો કોઈ પ્રોગ્રામ ન હતો પણ તેજસ્વિની ના કારણે એને પણ બહાનું બનાવી દીધું,
"હાં તો વાંધો નહિ, આપણે સાથે લખનઉ ની સેર કરીશું, ચાલો હવે પ્રોગ્રામ શુરૂ થશે, તમે તમારા રૂમ માં જતા રહો," તેણીએ એક કાર્ડ આપતા કહ્યું.
"હાં, બાય," તેજસે કહ્યું.
થોડીવાર પછી મુશાયરો ચાલુ થયો અને નામચીન શાયરો એ પોતપોતાની ગઝલો અને શાયરીઓ સંભળાવી, તેજસે પણ પોતાની શાયરી અને ગઝલો થી પ્રેક્ષકોનું મન મોહી લીધું. મુશાયરો પૂરો થયા બાદ તેજસ બહાર ઊભો રહીને તેજસ્વિની ની રાહ જોઈ રહ્યો હતો એટલામાં અજાણ્યા નંબર ઉપરથી તેજસ ઉપર ફોન આવ્યો અને તેજસે ફોન ઉઠાવ્યો.
"મારી રાહ જોશો નહીં, મારે હજી ઘણી વાર લાગશે, ઘણું કામ બાકી છે, આપણે સાંજે મળીયે," તેજસ્વિની એ કહ્યું.
"હાં, હું રાહ જોઇશ," તેજસે કહ્યું અને ફોન મુકાઈ ગયો.
આશરે રાત ના ૯ વાગ્યે હશે અને તેજસ્વિની નો ફોન આવ્યો.
"હેલો, શું કરો છો ? જમી લીધું કે બાકી છે ? તેણીએ પૂછ્યું.
"ના, હજી બાકી છે. તારા ફોન ની જ રાહ જોઈ રહ્યો હતો,"
તેજસે કહ્યું.
"હું તમને એક સરનામું મોકલું છું ત્યાં તમે પોહચો હું પણ ત્યાં જ આવું છું," તેણીએ કહ્યું.
"ઓકે, મોકલ," એમ કહીને તેજસે ફોન મૂકી દીધો.
તેજસ ઉપર એક મેસેજ આવ્યો જેમાં સરનામું લખ્યું હતું.
તેજસે ટેક્સી લીધી અને મોકલેલા સરનામા ઉપર પહોંચી ગયો જ્યાં એક જમવાનો ધાબો હતો. તેજસ ત્યાં ઉતર્યો અને ટેક્સી ના પૈસા ચૂકવ્યા . તેજસે ત્યાં જઈને જોયું તો તેજસ્વિની ત્યાં પહેલાથી જ પહોંચી ગઈ હતી.
" હાય, કેવી લાગી જગ્યા ? " તેજસ્વિની એ પૂછ્યું.
"સરસ છે, પણ મને કહેવું તો જોઈએ કે આપણે સાથે જમવા જઈએ છીએ," તેજસે કહ્યું.
"સરપ્રાઈઝ ને થોડું કહેવાય," તેણીએ કહ્યું.
"એ પણ છે," તેજસે કહ્યું.
"પણ અહીંયા જ કેમ ? બીજે કેમ નહિ ? તેજસે પૂછ્યું.
"કેમ કે અહીંયા ગુજરાતી જમવાનું મળે છે, અને મારે એ ટેસ્ટ કરવું છે આજે," તેણીએ કહ્યું.
"એવું છે, તો બરાબર," તેજસે કહ્યું.
ત્યારબાદ ગુજરાતી થાળી મંગાવવામાં આવી, દાળ, ભાત, શાક, રોટલી, અથાણું, પાપડ અને છાસ વગેરે વગેરે..
"હમમ, સ્વાદિષ્ટ છે," તેજસ્વિની એ જમતા જમતા કહ્યું.
"હોય જ ને ગુજરાતી ઓનું જમવાનું છે," તેજસે છાતી ફુલાવીને કહ્યું.
બંન્ને એ જમવાનું પતાવ્યું, બંન્ને નું પેટ ફૂલ થઈ ગયું હતું.
"હવે આના ઉપર આઈસ્ક્રીમ થઈ જાય તો મઝા આવશે," તેજસે કહ્યું.
"તમે તો મારા મન ની વાત છીનવી લીધી," તેણીએ કહ્યું.
ત્યારબાદ બંને રસ્તે ચાલતાં ચાલતાં આઈસ્ક્રીમ ની દુકાને ગયા, ત્યાં બંને એ કેન્ડી લીધી અને ખાધી.
"સમય સાથે બધું બદલાઈ જાય છે નય, તું પણ બદલાયેલી બદલાયેલી લાગે છે," તેજસે કહ્યું.
"સમય સાથે બદલાવું પડે છે, એ તેજસ્વિની ભોળી હતી, આં તેજસ્વિની સમજું છે જે દિલ થી નિર્ણય લેવાને બદલે દિમાગ ની વાત સાંભળે છે," તેણીએ કહ્યું.
"સરસ," તેજસે વળતો જવાબ આપ્યો.
બંન્ને એ ઘણી બધી વાતો કરી, રાત્રીનાં 12:30 વાગી ચૂક્યાં હતાં.
"હવે આપણે ઘરે જવું જોઈએ, ઘણું મોડું થઈ ગયું છે. કાલે હું કામ પતાવીને ફોન કરીશ પછી આપણે સાથે ફરવા જઈશું," તેણીએ કહ્યું.
"હું રાહ જોઇશ,બાય," એમ કહીને બંન્ને અલગ અલગ ટેક્સી પકડી પોત પોતાના ઘરે જવા રવાના થયા.
એક હસતો ચેહરો હવે દુઃખી રેહતો હતો. જે તેજસ ના માન્યા માં નહોતું આવતું. તેજસ્વિની સાથે થયું તે ઘણું ખરાબ હતું પણ હકીકત માનવા સિવાય બીજો રસ્તો પણ ન હતો. તેજસ્વિની ને પહેલાં જેવી કેવી રીતે બનાવવી એ તેજસ વિચારી રહ્યો હતો અને એના માટે એની પાસે બે દિવસ નો સમય હતો.
બીજા દિવસે બપોરે તેજસ ઉપર તેજસ્વિની નો ફોન આવ્યો.
"તમને ટેક્સ્ટ કરું છું ત્યાં થોડી વાર માં આવી જાઓ, આપણે ફરવા જઈએ છીએ," તેણીએ કહ્યું.
"ઓકે, હું આવું છું," તેજસે કહ્યું.
તેજસ તેજસ્વિની ના મોકલેલા સરનામા ઉપર પહોંચ્યો, ત્યાં એક ફ્લેટ હતો. તેજસ ને ત્યાં પહોંચતા જ તેજસ્વિની ઘરની બહાર આવી.
"હું અહીંયા રહું છું," તેજસ્વિની એ કહ્યું.
"બરાબર," તેજસે કહ્યું.
"આપણે ક્યાં ફરવા જવાનું છે ? " તેજસે પૂછ્યું.
"તમે ખાલી બેસી રહો હું તમને લઈ જઈશ," તેણીએ કહ્યું.
એને બંન્ને ટેક્સી માં બેસી જવા નીકળ્યાં.
પેહલા બંન્ને બડા ઈમામરા એ ગયા ત્યારબાદ છોટા ઇમામરા એ ગયાં. ત્યાં એમને એમણે ઘણાં બધાં ફોટાઓ લીધા, તેજસ્વિની હવે ખુશ જણાતી હતી. તેજસ જોડે મસ્તી કરતી અને એને હેરાન પણ કરતી.
ત્યારબાદ એ બંને રૂમી દરવાજે ગયા. સાંજ પડવા આવી હતી. દરવાજે ઉભા રહી બંન્ને એ અલગ અલગ પોઝ માં ઘણા બધા ફોટા પડાવ્યા. બંન્ને એ ખૂબ મઝા કરી. ફરી ફરીને બંન્ને ખૂબ જ થકી ગયા હતાં.
૮ જેવા વાગી ચૂક્યાં હતાં માટે બંન્ને એ સાથે જમવાનું વિચાર્યું, ત્યાં નજીક હોટેલ માં જઈ બંને એ ડિનર કર્યું. બંન્ને દિવસ દરમિયાન ની સારી ખરાબ પળોને યાદ કરી ક્યારેક હસતાં તો ક્યારેક ઝઘડતાં. તેજસ જે મુસ્કાન તેજસ્વિની ના ચેહરા ઉપર જોવા માંગતો હતો એ પાછી આવી રહી હતી માટે તેજસ ખૂબ ખુશ હતો.
ડિનર પતાવ્યા બાદ બંન્ને પોતાના ઘર તરફ રવાના થવાના હતા. ત્યારે તેજસ્વિની એ કહ્યું," કાલે તો હું આખો દિવસ ફ્રી છું, માટે કાલે આપણે આખો દિવસ ફરીશું અને ખરીદી પણ કરીશું," તેણીએ કહ્યું.
"ઠીક છે, જેવી તમારી ઈચ્છા મોહતરમાં," તેજસે હસતાં હસતાં કહ્યું.
"બાય, કાલે મળીયે," તેજસ્વિની એ કહ્યું.
"બાય," તેજસે કહ્યું. એને બંને ટેક્સી પકડી પોતપોતાનાં ઘરે જવા રવાના થયાં.
તેજસ રાતે સૂતાં સમયે તેજસ્વિની ના વિશે વિચારતો રહ્યો અને વિચારતા વિચારતા સૂઈ ગયો.
તેજસ્વિની પણ તેજસ ની કંપની માં ખુશ હતી અને એ પેહલા જેવી જિંદગી જીવી રહી હતી.
બીજા દિવસે સવારે બંને ફ્રેશ થઈને ફરી ફરવા નીકળ્યાં.
બંને હઝરત ગંઝ માર્કેટ ગયા ત્યાં બંને એ ખરીદી કરી, ત્યારબાદ અબીના માર્કેટ ગયા ત્યાં ખરીદી કરી, ખરીદી માં જ બપોર પડી ગઈ માટે ત્યાં જ એમણે નાસ્તો - પાણી કરી લીધો.
સાંજના સમયે બંન્ને જામાં મસ્જીદ એ પહોંચ્યા જે લખનઉ નું પ્રખ્યાત સ્થળ હતું.
જામા મસ્જિદ ની બનાવટ એક ઉત્તમ મુસ્લિમ સ્થાપત્ય નો નમૂનો હતો એનું નકશીકામ અને એના રંગો,એની બનાવટ આકર્ષક કરનારી હતી.
બંન્ને એ ત્યાં પણ ખૂબ જ ફોટોગ્રાફી કરી, ફરીને થાક્યા બાદ બંને પગથિયાં ઓ ઉપર આરામ કરવા બેસી ગયા. સાંજનો નઝારો ત્યાં થી સુંદર લાગતો હતો.
"બે દિવસ ક્યાં વીતી ગયા ખબર જ ન પડી," તેજસે કહ્યું.
"હા, ફરવામાં ને ફરવામાં માં સમય ક્યાં વીતી ગયો એની ખબર જ પાડી નહિ," તેણીએ જવાબ આપ્યો.
"હવે આગળ નું શું પ્લાનિંગ છે ? ," તેજસે કહ્યું.
તેજસે આમ પૂછતાં જ તેજસ્વિની ને એનો ભૂતકાળ યાદ આવી ગયો અને એ થોડી ગમગીન થઈ ગઈ.
"મારી શું ભૂલ હતી જો મારી જોડે આમ થયું ? " તેણીએ પૂછ્યું.
" તું શેની વાત કરે છે ? " તેજસે કહ્યું.
" હું મારી સાથે બનેની ઘટના વિશે કહું છું," તેણીએ કહ્યું.
"ઉપરવાળા ને ગમ્યું એ ખરું અને એ નિર્ણય તારો પોતાનો હતો, શાંતનું સાથે લગ્ન કરવું એ તારું સપનું હતું. એટલે એમાં બીજાનો દોષ નથી. જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે, માટે બધું ભૂલી જા અને નવી રીતે જિંદગી શરૂ કર," તેજસે કહ્યું.
"કોશિશ તો કરું છું પણ મારા થી થતું નથી, સમજ માં નથી આવતું હું શું કરું," તેણીએ કહ્યું.
કહેતાં કહેતાં એની આંખો માં આંસુ આવી ગયા, જેને જોતા તેજસ થી રહેવાયું નહિ અને એણે કહ્યું,
"મારો સાથ આપીશ જીવનભર ?" તેજસે પૂછ્યું.
" શું ?" તેણીએ પૂછ્યું.
" લગ્ન કરીશ મારી સાથે ?" તેજસે પ્રસ્તાવ મૂક્યો.
આ સાંભળતાં ની સાથે જ તેજસ્વિની એ તેજસ ના ગાલ ઉપર બંન્ને હાથો બે - ચાર તમાચો મારી દીધાં.
" તમને આજે પૂછવાનું દેખાય છે ? આજ સવાલ એક વર્ષ પહેલાં પૂછ્યો હોત તો મારી જિંદગી આવી ન હોત અને આજે આપણે આં ઓપચારિક્તા ના પૂરી કરવી પડત," એમ કહી તેજસ્વિની તેજસ ની છાતી એ વળગી ગઈ અને વધારે જોર જોર થી રડવા લાગી. તેજસ એને પોતાનાથી અળગી કરવાની કોશિશ કરતો પણ એણે તેજસ ને એવી રીતે પકડ્યો હતો કે છૂટે એમ ન હતું અને એ રડતી જ રહી.
તેજસે એને જોર થી અળગી કરી અને એનો ચેહરો હાથ માં લીધો અને પોતાના હોઠ એના હોઠોં ઉપર ધરી દીધા. તેજસ્વિની નું રોવાનું હવે બંધ થઈ ગયું હતું. બંન્ને એક બીજાને ચુંબન કરવામાં ખોવાઈ ગયા હતાં. થોડીવાર બાદ બંને અળગા થતાં જ તેજસ કઈ પૂછી રહ્યો હતો, ત્યાં તો તેજસ્વિની એ તેજસ ના મોં ઉપર હાથ રાખી દીધો એને કહ્યું.
" મારા નખરાં ને આખી જિંદગી ઉઠાવશો ? "...
" જો તું તમાચો ના મરવાની હોય તો," તેજસે હસતાં હસતાં કહ્યું. અને બંને એકબીજાને વળગી પડ્યાં.

* સમાપ્ત *