Life partner - 2 in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | જીવન-સંગીની - 2

Featured Books
Categories
Share

જીવન-સંગીની - 2

DipakChitnis(dchitnis3@gmail.com)

જીવન સંગીની-ધર્મપત્ની સંસારમાં જો તમારી પાસે હોય તો માની લો કે દુનિયામાં પરમાત્માએ તમને બધુ આપેલ છે હવે કોઇ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. રાજાની જેમ જીવવું અને જાહેરજીવનમાં માથુ ઉંચુ લઇને જીવવા પાછળ તમારી ધર્મપત્નીનો બહુ મોટો ફાળો છે. ઘરમાં બધાની સગવડ-અગવડ બધાનું ધ્યાન રાખવું તેને તે પોતાની ફરજ સમજે છે. ઘરમાં એકબીજાના ગુસ્સાને પણ તે જ સાચવીને પાર પાડે છે. ઘરમાં બીજાના સુખથી સખી અને દુઃખથી દુઃખી એમાં તે અગ્રેસર રહે છે. ઘરમાં રજાના દિવસે બધા રજા નો ઉપયોગ પુરેપુરો કરે પરતું આ ઘરની એક જ વ્યકિત એવી છે જે આજીવન તેના કાર્યમાં મશગૂલ હોય. તેને માટે કોઇ રવિવાર કે કોઇ તહેવારની રજા કયારેય ન હોય. તેને ઘરમાં રહેતા પતિથી માંડીને માતા-પિતા (સાસુ-સસરા) બાળકોના ચા, પાણી,નાસ્તો, જમવાનું ના હુકમો સામે તે કાયમ હાજર હોય.

જો ઘરમાં એકાદ દિવસ એવો હોય કે તેની હાજર ન હોય તો તે તુરત તેની ગેરહાજરી બધાને જણાઇ આવે છે.

બની શકે કે કાલે તમને જીવનસાથી તરીકે કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો.

આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે, એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ મનુષ્યછે, એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહીં કર્યો હોય, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી, એક એવી સિસ્ટમસાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી, એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં ૨૦-૨૫વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો. આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે.

પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો, એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામએ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે, એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્નીઆ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય.

તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણવા શીખી રહી છે. એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે, એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે, જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.

એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્ક હીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં. હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ ખુદ તમે કહેશો તો પણ નહિ,

કેમ કે તમને જ નહિ ગમે.

કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એનેપણ તમારી જેમ મોડું થઈ શકે છે.

એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે... બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો.

તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ,

તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે,

તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.એની તમારી પાસેથી અપેક્ષા રાખી શકે તે બીલકુલ વ્યાજબી છે જેને તમારે પણ અનુમોદન આપવું પડશે.

Dipak Chitnis (DMC)

dchitnis3@gmail.com