True beggar in Gujarati Letter by Bakul books and stories PDF | સાચા ભેખધારી

The Author
Featured Books
Categories
Share

સાચા ભેખધારી

મારી પ્યારી કલ્પના... કેમ છે તું? મજા માં હોઈશ...એના કરતાં મજાકિયા અંદાજ માં પૂછું તને તો કેવું ગમે કેમ?
હાય કલ્પુડી..!!! હાવ આર યુ .? તો કેવું લાગે કેમ? ☺️ અરે આ મારાં લેખક લેખિકા મિત્રો બધું વાંચી રહ્યા છે.. હું તો શરમાઈ ગયો જો...શું તું બી યાર... એક તો જલ્દી આવતી નથી મારી પાસે ને હું એકલો એકલો બેસી કેટલુંક લખુ? આવ કલ્પના આપણે કંઈક લખીએ... તને મારી પાસે ઓટલા પર બેસવાનું ફાવશે ને...?☺️
હા તો કલ્પના આજે આપણે સાચા ભેખધારી કોને કહેવાય..? તે વિશે કંઈક લખીએ... જેવું આવડે એવુ... હો ને?
લેખક મિત્રો તમે શું માનો છો ?
ખાખી બાવા,સંસાર ત્યાગ કરેલ સાધુ, તપસ્વી, વૈરાગી,સંતો, મહંતો, આચાર્યો, ગુરુઓ, ભગવાધારી બાવા વગેરે વગેરે ને સમાજ ના લોકો ભેખધારી માને છે સાચી વાત ને??
કલ્પના હું એવુ નથી માનતો..પરંતુ હું એવુ માનું છું કે માણસે સંસાર ત્યાગ કરવાની કોઈ જ જરૂર નથી. શું કામ પ્રકૃતિ ની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાર્ય કરવું? અને મને મન માં પ્રશ્ન એ થાય છે કે સંસાર ત્યાગ કરવાથી મનુષ્ય શું પ્રાપ્ત કરે છે ? આ બધું જ આત્મા ના કલ્યાણ માટે જ ને? પણ હું કહીશ કે આત્મા નું કલ્યાણ ક્યારે થયું ગણાય? એનું પ્રમાણ શું હોય કે આપણા આત્મા નું કલ્યાણ થઇ ગયું.. અથવા મોક્ષ મળી ગયો. જન્મ ના ફેરા ટળી ગયા..પણ શું કોઈ ના જન્મ ના ફેરા ટળ્યા એવુ કોઈ એ જોયું છે ખરુ? કે પછી જન્મ ના ફેરા જેવું કાંઈ હોતું જ નથી ?.... હા હોય તો ખબર તો પડવી જ જોઈએ ને...? આપણ ને કેમ ખબર પડે કે ગયા જન્મ માં આપણે શું હતા અથવા આવતા જન્મ માં શું હોઈશું? કે પછી આ જન્મ જિંદગી છે એ જ એક સત્ય છે? બીજું કાંઈ છે જ નહિ ??
મિત્રો મે હમણાં ઓફિસ થી ઘરે આવતા રેડિયો પર એક જ ફિલ્મ ના ગીતો આવે છે વિવિધભારતી પર એ કાર્યક્રમ સાંભળ્યો..એમાં નું એક ગીત મને બહુ જ સ્પર્શી ગયું ગીત ના શબ્દો હતા "સંસાર સે ભાગતે ફિરતે હો... ભગવાન કો ક્યા તુમ પાઓગે.. અપમાન રચૈતા કા હોગા.. રચના કો અગર ઠુકરાઓગે.. યેહ ભોગ ભી એક તપસ્યા હૈ.. તુમ ત્યાગ કે મારે ક્યા જાનો.." આ ગીત સાંભળી મને એ ફિલ્મ જોવાની તાલાવેલી લાગી.. ઘેર જઈ ફ્રી થઇ youtube પર ફિલ્મ જોઈ.. વાહ શું અદભુત ફિલ્મ બનાવી છે સર્જકે.. આ "મહોબ્બત આશક" ને બહુ જ ગમી.. મોટાભાગના સંગીતપ્રેમીઓ જે હશે એમને ખબર પડી જ ગઈ હશે.."ચિત્રલેખા" એ ફિલ્મ નું નામ.. ફિલ્મ ની કહાણી અદભુત છે.. એક અત્યંત સુંદર કોમલાંગી....... ( હા કલ્પના તારા જેવી જ તો... મારે છે શું કામ મને..અહીં બધા વાંચે છે... કોઈ ના પણ વખાણ કરું એ તારા થી તો સહન નથી જ થતું કેમ? તું પણ ખુબ જ સુંદર છે સૌંદર્ય થી ભરેલી, ખુબ રૂપાળી, ગોરી ને ગુલાબી, એવી મારી પ્રિયતમા તું છે બસ ... હવે રાજી.. બાપા બહુ ધબ્બા માર્યા તે તો...)........સૌંદર્ય નો ખજાનો જેને કહી શકાય એવી નૃત્યાંગના.. કળા ગાયન નૃત્ય ને જાણનારી અને ભોગવિલાસ માં માનનારી રાજનર્તકી ચિત્રલેખા...અને એક સંસારત્યાગી, ભગવા ધારી, કહેવાતા મહાજ્ઞાની,સાધુ એવા ગુરુ કુમારગીરી વચ્ચે ની ટક્કર કાબિલે દાદ છે.
કુમારગીરી ચિત્રલેખા ને રાજકુમાર દાસગુપ્ત થી દૂર રહેવા કહે છે. દાસગુપ્ત ના વિવાહ એક રાજકુમારી સાથે નક્કી થયેલ હતા એ કારણે સાધુ ચિત્રલેખા ના ભવન માં પધારે છે.સાધુ ના કઠોરવચનો રાજનર્તકી ના હૃદય સોસરવા ઉતરી ગયા ને એ ધૂસકે રડી પડી.. અહીં રાજકુમારી પણ દાસગુપ્ત સાથે લગ્ન કરી સંસાર માણવાના સપના જોઈ રહી હતી એને દાસગુપ્ત અને ચિત્રલેખા વચ્ચે ના પ્રણય ની જાણ થતા ભાંગી પડી.રાજકુમારી રાજકુમાર દાસગુપ્ત સાથે લગ્ન કરવા માંગે છે એની જાણ થતા પોતાના પ્રેમ નું બલિદાન દઈ ચિત્રલેખા ગુરુ ના શરણે ગઈ. અને ગુરુપદે સ્થાપી સાધુ ને પોતાના ભગવાન માની આશ્રમ માં સાધ્વી તરીકે જીવન વ્યતીત કરવા લાગી..હવે મજાની વાત એ છે મિત્રો કે.. ચિત્રલેખા ને સાધુ એ જે કઠોર વચનો કહ્યા હતા એના જવાબ માં ચિત્રલેખા એ જે વાક્યો સાધુ ને કહ્યા હતા એ સાધુ ને દિવસ રાત મન માં પડઘાતા હતા અને અંતે સાધુ કુમારગીરી પોતાની શિષ્યા એવી ચિત્રલેખા ને પામવા પ્રયાસ કરે છે. અને ચિત્રલેખા સાધુ ને ધૂત્કારી આશ્રમ છોડી ભાગી છૂટે છે અને દાસગુપ્ત ને મળી પોતાનો પ્રેમ પામે છે.
ફિલ્મ નો વિષય વિચાર માંગી લે તેવો છે કહાણી તો બહુ લાંબી અને અત્યંત રોચક છે.. આ ફિલ્મ મને એટલા માટે યાદ આવી કે આજના કહેવાતા સાધુઓ શું સાચા ભેખધારી છે..? જો ત્યાગ અને તપસ્યા જ સત્ય છે તો કુમારગીરી એ ચિત્રલેખા ને પામવા વલખા શીદ ને માર્યા? સાધુ ને સંસાર ની માયા લાગે તો શું સાધુ થવું જરૂરી હતું..? આતો ફિલ્મ ની કહાણી છે. પણ રિયલ લાઈફ માં પણ આપણે એવા દાખલા પેપર માં વાંચીએ જ છીએ કે ફલાણા સાધુ ફલાણી સ્ત્રી ને લઇ ને ભાગી ગયા.. સાચું ને મિત્રો..
મિત્રો હું તો આવા સાધુઓ, બાબાઓ, ગુરુઓ, ભગવાધારીઓ માં વિશ્વાસ નથી ધરાવતો. એ લોકો સાચા ભેખધારી નથી. આપણે શું એટલા બધા આધાર્મિક બની ગયા છીએ કે આપણ ને ધર્મગુરુઓ ની જરૂર પડે છે? આ બધા પ્રશ્નો નો ઉકેલ છે... શિક્ષણ.. આપણે એવા શિક્ષિત સમાજ નું ઘડતર કરવું જોઈએ કે સમાજ ને સાચું જ્ઞાન મળે. લોકો ગેરમાર્ગે ના દોરાય. સત્ય શું છે એ સાચી રીતે સમજાય. વિજ્ઞાન અને ટેક્નોલોજી ના આ યુગ માં આપણે ક્યાં સુધી ધર્મગુરુઓ ના આશીર્વાદ મેળવી ને ધન્ય થતા રહીશું?? ક્યાં સુધી..??એના બદલે તમારા શિક્ષક ને, માતાપિતા ને પગે લાગો એ જ તમારા સાચા ગુરુ છે. મારી દ્રષ્ટિ શિક્ષણ યજ્ઞ માં પોતાનું જીવન વ્યતીત કરી ને સમાજ ને શિક્ષિત બનાવવા નું ભગીરથ કાર્ય કરનારા શિક્ષકો સાચા ભેખધારી છે.
પૈસા મળે કે ના મળે પણ પોતાની મહેનત, ધગશ થી રાત દિવસ કાળી મજૂરી કરી ને અનાજ ઉગાડી ને પકવતા અને વિવિધ પાક જેવા કે દાળ,ચોખા, અનાજ, કપાસ વગેરે ઉગાડી ને જગત નું પેટ ભરતા એવા જગત ના તાત ખેડૂતો સાચા ભેખધારી છે
એક વૈજ્ઞાનિક કે પોતાના જીવન નો મહામુલો સમય ખર્ચી ને એક રિસર્ચ પાછળ પોતાનું જીવન વ્યતીત કરી દે છે અને જગત ને પોતાની શોધ થકી નવું અજવાળું આપે છે, વીજળી, કમ્પ્યુટર, ટેલિફોન વગેરે સંશોધનો અને આજકાલ ફેલાતી નિત નવી બીમારીઓ ની દવાઓ વગેરે શોધી ને જગત ને નવી ભેટ આપે છે એવા વૈજ્ઞાનિકો સાચા ભેખધારી છે...
આજના આધુનિક યુગ ની ભેટ જેમણે અથાગ પ્રયત્નો કરી પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે અને આપણને રેલવે, વિમાન, મોટરકાર, ઉદ્યોગો ને લાગતી મશીનરી, સ્ટીમર વગેરે ના સંશોધન કર્યા અને સફળ ના થયાં ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખ્યા અને રોકેટ યુગ બતાવ્યો એવા બાહોશ કાર્યદક્ષ ઈજનેરો સાચા ભેખધારી છે...
હજારો, લાખો બીમાર દર્દીઓ ની સારવાર કરનારા, અવનવા રોગો નો ઈલાજ કરનારા,અકસિડેન્ટ માં ઘવાયેલા અને ઘાતક બીમાર દર્દીઓ ની સર્જરી કરનારા અને દર્દીઓ ની સેવા કરવામાં પોતાનું જીવન વ્યતીત કરે છે એવા સર્જન, ડોક્ટર્સ, નર્સ વગેરે સાચા ભેખધારી છે...હું.. કોઈ પણ ડોક્ટર ઓપરેશન થીએટર માં થી સર્જરી કરી ને બહાર આવે અને એનો OT નો ડ્રેસ જોઉં અને એની આસપાસ એનો કાર્યદક્ષ સ્ટાફ જોઉં.. એ બધા ના ચહેરા પર નું કંઈક સારુ કરી છૂટવાની તમન્ના નું તેજ જોઉં એટલે મનોમન વંદન કરું કે સાચા ભેખધારી તો આ લોકો છે.. જે બીજા ના દુઃખ દર્દ મટાડવા આટલી મહેનત કરે છે અને એમાં જ જીવન નું શ્રેય સમજે છે... જય હો 🙏
ઘરબાર છોડી ને માતૃભૂમિ ની રક્ષા કાજે સરહદે માઇનસ તાપમાન માં પણ ખડે પગે ઉભા રહી પોતાની ડ્યૂટી નિષ્ઠાપૂર્વક બજાવતા અને પોતાના પ્રાણ નું બલિદાન દેશરક્ષા કાજે આપી દેનારા એવા શુરવીરો આપણા સૈનિક જવાનો સાચા ભેખધારી છે...
જય હિન્દ 🇮🇳
એવા નેતાઓ કે જે સાચા લોકસેવક બની રહ્યા અને દેશ માટે સાદાઈ થી આખું જીવન વ્યતીત કર્યું, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ,ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ અને આઝાદી ની લડાઈ માં ભાગ લેનાર સહુ લડવૈયા અને સહુ શાહિદવીરો સાચા ભેખધારી છે..
ઓહહ....! અરે ઓ કલ્પનાડી.... ઉઠ ઉઠ.. લખવાનું પૂરું થઇ ગ્યું હવે.ઉઠ.. હું અહીં લખવામાં પડ્યો છું ને આ તો જો મારાં ખભે માથુ ઢાળી ને મજા થી સૂઈ ગઈ.. વાહ કલ્પના આજે તો ઓટલે બહુ બેઠી મારી સાથે હો... જોયું તારા સાથ ની કમાલ.. એટલે જ કાયમ તને મારી પાસે બોલાવું છું ને....☺️
લેખક મિત્રો અને વાચક મિત્રો આ તો મે મારાં વિચારો લખ્યા છે.. અને મારી સમજણ પ્રમાણે લખ્યું છે. એમાં કોઈ ની ધાર્મિક લાગણી દુભાવવાનો લેશ માત્ર ઈરાદો નથી અને કદાચ એવુ કોઈ ને કાંઈ લાગ્યું હોય તો ક્ષમાપ્રાર્થી છું 🙏

બકુલ ની કલમે..✍️
આજનો ચિંતન લેખ
05-03-2021
00.05