Leave in Relationship Ananya - 1 in Gujarati Fiction Stories by Jignesh Shah books and stories PDF | લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-1

આવ બેસ મારે તારી જોડે વાત કરવી છે.
અરે મમા પછી શાંતિ થી વાત કરીશું ઉતાવળ શું છે? હું બે વિક અહીજ છું. મારે હાલ આશકા ને મળવા જવું છે.

અરે બેટા આવ્યા પછી મમ્મી પપ્પા જોડે સમય તો કાઢ, આમ ફ્રેન્ડ માં પડી રહીશ તો અમારો વારો કયારે આવશે. કનિકાબેન નિરાશ થઈ બોલ્યાં. તેમનાં મુખ પરનાં અણગમા ની અનન્યા એ નોંધ લીધી.

અનન્યા ને લાગ્યું મમ્મી વધારે પડતી સીરીયસ વાત કરવાની લાગે છે. તેને ડ્રોઇંગ રૂમ ની બારી ખોલતા
મમા તું કઈ કહેવા માગે છે?
જરૂરી છે?
પછી વાત કરીએ તો નહી ચાલે?
અનન્યા એ હાલ મિત્રતા નિભાવવા ના અભરખા હતાં, બહાના કાઢી બહાર જતાં રહેવું હતું, અનન્યા પુરા દોઢ વર્ષ પછી પરત ફરી હતી MBBS બનવામાં હવે તેને એક વર્ષ બાકી હતું.

બારી ખુલતા શિયાળા ના પ્રભાત ની ઠંડક પુરા રૂમ માં છવાઈ ગઈ માગશરમા થોડી ઠંડી વધારે હોય જેને આપણે ગુલાબી ઠંડી કહી શકીએ છે. તાળો તાજા હવા મન ની અંદર કનિકાબેન ના કાન સુધી પહોચેલી વાતો એ અકળામણ કરાવી દીધી હતી. હા બહુજ જરૂરી છે અને તારાં પપ્પા ના હોય ત્યારે તારી જોડે વાત કરવી છે. જો પપ્પા ને હજી આવતાં વાર છે. તેમનાં નિત્યક્રમ પ્રમાણે દસ વાગ્યે કલબથી આવશે, ત્યાં સુધી મારે તારી જોડે થી જાણકારી લેવી છે.

ઓહો મમ્મી આ ફરી તે ચાલું કર્યું મારે મૅરેજ હમણાં કરવાના નથી. અને હા મને ઈચ્છા પણ નથી. તું નાહક ની વાતોમાં સમય વેડફે છે.

એકજ વાત તારી મા જોડે હોય?
કેમ તમને જણ્યા ભણાવ્યા ગણાવ્યા પછી તમને ગમતી જગ્યા એ ભણવા મોકલ્યા અને હવે મોટા થઈ ગયાં એટલે અમારી વાત વાહિયાત લાગે?
બેટા તું હજી ડોકટર નું ભણે છે, અને આઇ એમ એ ડોકટર ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ ગોલ્ડ મેડા લીસ્ટ તને મારી વાત સામાન્ય સ્ત્રી ઘરરખ્ખુ હોય ને પુરા દિવસ ચોવટ ઓટલો ચોટલો ને રોટલામાં દિવસ વિતાવતી એક નારી લાગું છું? કનિકાબેન એકદમ આકળા થઈ ગયાં.

અનન્યા જાણતી હતી ગુજરાતી ફેમિલી માં માતા અને પત્ની નું આધિપત્ય લગ્ન ને વીસ પચ્ચીસ વર્ષ પછી વધી જતું હોય છે. પછી પુરૂષ ઠંડો અને પત્ની એક હથ્થું શાસન ચલાવતી થઈ જતી હોય છે. પતિ ને તો બાજુમાં બેસાડી નિર્ણય પોતે લેતી હોય છે.

અનન્યા ને ખબર હતી કે વાત તેની છે. તે જે ધારતી હતી તે નથી. આ તો ચેન્નાઇ ની ઉડતી હવા નો સુસવાટો છે. હવે તેને ઠુકરાવી જવું નક્કામું હતું. એક દિવસ તો આ વાવાઝોડાં નો સામનો કરવાનો જ હતો તો આજ કેમ નહીં.

ચલ બસ બેઠી છું, સોફા પર ધડામ કરતાં બેસી બંને પગ મમ્મીનાં ખોળા માં મુકયા બોલ શું હતું? શેની વાત કરવી છે?

તારૂ ભણવાનું કેવું ચાલે છે અનન્યા?
અનન્યા એ ગુડ કહી વાત ટુકાવી. ટેબલ પર પડેલા સફરજન ને મોટું બચકું ભરતા મમ્મી ના બીજા સવાલની રાહ જોતી રહી.
મે સાંભળ્યું છેકે તું લિવ ઈન રિલેશનશીપ માં કોઈ છોકરા સાથે રહે છે? કનિકાબેન વાત કરતાં વિસ્ફારિત નજરે અનન્યા ની સામે જોતાં રહ્યાં.

અનન્યા ના 27 વર્ષે ના કેરીયરમા પ્રથમ વખત મુજવતો પ્રશ્ન પુછાઈ ગયો હતો. તેને કનિકાબેન ની સામે જોતા થોડી ધડી વિચારમાં રહી પછી હળવેક થી સ્વર રૂધાતા શબ્દે હા બોલી.
તે મને કે પપ્પા ને વાત કરી કેમ નહીં અનન્યા?
ના એમા શું કહેવાનું મમ્મી હું સમજુ છું મોટી થઈ ગઈ છું મને બધી સમજ છે. આવી વાત તમને કેમ પુછુ? કહેતો…!! અનન્યા એ મમ્મી ને ઠંડી પાડવાં અકળામણ થી જવાબ વાળ્યો.

જો અનન્યા આ વાત શહેરમાં ફરતી મારી પાસે આવી છે. અમે સમજી શકીએ કે આપણે ફોરવર્ડ છીએ. વેલ એજયુકેટેડ ફેમિલી છીએ પણ તેનો અર્થ એ નથી કે તું ચેન્નાઇ કોઇ છોકરા જોડે રહે? કનિકાબેને અનન્યા ને જવાબ આપે તે પહેલા બીજો સવાલ ની રજુઆત કરી દીધી.
અચ્છા તમારે પ્રેમ હતો કે છે? તે તો કહે?
મા ની વેદના નાં આ સવાલ હતાં, તેના અંતરમાં પોતાની દિકરી જે ભારતની સંસ્કૃતિ ના સ્વીકારી શકે તેવા સંબંધો ની વેદના હતી. અને જરૂર શું છે આ લિવ ઈન રિલેશનશીપ ની? જો સાચ્ચો પ્રેમ છે તો વિશ્વાસ મુકી સંસ્કૃતિ નાં રિવાજ મુજબ લગ્ન કરી લેવા જોઈએ, અને જો પ્રેમ માં શંકા છે અણસમજ છે તો છેટા રહી મિત્ર બની સમજવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે લાગે કે જીવનભર હું આની જોડે રહી શકીશ સહન કરી શકીશ ત્યારે ગ્રંથી થી બંધાવું અને પછી સમર્પિત થવું વ્યાજબી કહેવાય. મનમાં કનિકાબેન વિચારો ની ગડમથલ હતી. તેમાંથી એક એક પ્રશ્ન અનન્યા ને પુછી રહ્યાં હતાં.

અરે મમ્મી એવું હોય તોજ સાથે રહ્યાં હોઇએ ને!!... તું સાવ રૂઢિચુસ્ત મણીબેન જેવી વાતો કરે છે. ડોકટર થઈ પણ તું હજી જુનવાણી વિચારો થી દબાએલી દેખાય છે. અનન્યા પોતાના બચાવ માટે પાળ બાંધતી જતી હતી.

હું રૂઢિચુસ્ત કહે મણીબેન કહે કે ગામડીઅણ કહે તે બધા કરતા પહેલા તારી મા છું એક સન્નારી છું અને ખાનદાની છું સમજી તું!! તારી વાત કર આ લિવ ઈન રિલેશનશીપ નુ સુઝ્યું ક્યાંથી?

ક્રમશ.

જીજ્ઞેશ શાહ