Pratiksha - 16 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રતિક્ષા - 16

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

પ્રતિક્ષા - 16

કંઈ કારણ વિના આનંદિત થવાનું સુખ..... અનેરી નું જીવન સત્ય જાણ્યું તો કવને પણ અનેરી જાણે હળવી થઈ ગઈ તેને એમ લાગ્યું જાણે અનિકેત સામે તે વ્યક્ત થઈ ગઈ.
પ્રેમ પરિણામ ની અપેક્ષા નથી રાખતો પછી ભલે તે પ્રેમ કવન નો હોય કે અનેરી નો હોય જો તેમાં અપેક્ષાનું તત્વ ઉમેરાય જાય તો પ્રેમનું તત્વ સંકોચાવા લાગે છે.
રજાઓ પછી ઋચા મેમ અને કવન ફરીથી કામમાં જોડાયા નવીન વિચારો અને દૃષ્ટિબિંદુ લઈને. ઋચા ના વિચારોમાં અનિકેત અને કવન ના વિચારોમાં અનેરી એક નવા પરિપ્રેક્ષ્યમાં....

કવન:-"કેમ છો ઋચા મેમ?"

ઋચા:-"બસ મજામાં તું કહે?"

કવન:-"બસ થોડી ચિંતા થાય છે."

ઋચા:-"શેની?"

કવન:-"મારી બેસ્ટ ફ્રેન્ડ અનેરી ની."

ઋચા:-"ફક્ત બેસ્ટ ફ્રેન્ડ કે વધારે?"

કવન:-"તમને શું લાગે?"

ઋચા:"અનેરી ની ખબર નથી પણ તારી આંખોમાં અનેરીનું સુખ જોઈ શકું છું."

કવન:-"સાચું જોયું મેમ તમે,જ્યારથી સમજણો થયો છું ત્યારથી મને તેના ભોળપણ ની ચિંતા થાય છે તે જેટલી ભોળી છે તેટલી જ દુનિયાને પણ ભોળી સમજે છે હું બસ આ તેના વિશ્વાસને ટકાવી રાખવા માગું છું."

ઋચા:-"શરૂઆતમાં આવું જ લાગે છે કવન હું અને અનિકેત પહેલીવાર મળ્યા ત્યારે જાણે એકબીજા માટે જન્મ્યા હોય તેવું લાગતું હતું પણ ધીમે ધીમે બધું અલગ લાગવા માંડ્યું અને તેમાં પણ હું મારી જાતને વધારે દોષિત માનું છું મને એવું લાગે છે કે મેં અનિકેતને બાંધી રાખ્યો છે એવી મારી આદર્શ જિંદગીમાં કે જેની કલ્પના કદાચ અનિકેતે કરી પણ નથી.....

કવન:-"એવું નથી મેમ,જીવનને જીવવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે બસ..... અને આ અલગ અલગ દ્રષ્ટિકોણ તો આકર્ષણનું કારણ બને છે...

ઋચા:-"અનેરી પણ આવું જ અનુભવે છે?"

કવન:-"અનેરી ને ઓળખવા માટે તો મારો એક જન્મ પણ ઓછો પડશે. મેમ પણ મારી મને ખબર છે અનેરી મારાથી અલગ દ્રષ્ટિએ વિચારે છે એટલે જ મને બધું જ સમર્પિત કરવાની ઈચ્છા થાય છે."

ઋચા:-"તે અનેરી ને તારા મનની વાત કરી?"

કવન:-"હા અને સાથે સાથે નિરાંતે સ્થિર મને વિચારવાનો સમય પણ આપ્યો..."

ઋચા:-"તને શું લાગે છે?"

કવન:-"હું આગળ કશું વિચારતો જ નથી મેમ અમારી મિત્રતા મા સ્વતંત્રતા મોખરે છે. અમારી મિત્રતા કદાચ કોઈ સંબંધમાં નહીં પરિણમે તો પણ મને એટલો વિશ્વાસ છે કે જ્યારે પણ હું આંખો બંધ કરીને અનેરી ને યાદ કરીશ ત્યારે અનેરીની નિખાલસતા મારી નજીક હશે."

ઋચા:-"અનેરી તે ખૂબ જ નસીબદાર છે."

કવન:-"અને અનિકેત સર પણ."

ઋચા:-"એ કેમ?"

કવન:-"નિરપેક્ષ અપેક્ષાઓ જ એકબીજાને જકડી રાખે છે તમારા અને સરના સંબંધોને એક નવા અભિગમથી ફરીથી વિચારજો મેમ. નજીક આવવાથી શું ઘટે છે એ દિશામાં નહીં પણ અલગ થઈ જશો તો શું મિસ કરશો એ વિચારજો તો અત્યાર ની નિકટતા હુંફાળી લાગશે."

ઋચા:-"થેન્ક્સ કવન નવી દ્રષ્ટિ આપવા માટે."

કવન:-"એકલું થેન્ક્સ નહીં ચાલે જમવા આવીશ તમારા ઘરે."

ઋચા:-"હું પણ એકલો જમાડીશ નહિ અનેરી ને પણ સાથે લાવજે."

કવન:-"ચોક્કસ."

💦 સબંધ સેતુ
જાણે અજાણે રચે
ઋણાનુબંધ 💦


એક અજાણ્યા બંધનથી ખેંચાઈ કવિતા અનેરી ના ઘરનું જાણે એક સભ્ય બની ગઈ .ચિંતનભાઈ સાંજે મનગમતી પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા.પુસ્તકાલયમાં આવતા નવા નવા વાચકોના સંપર્કમાં આવવા લાગ્યા અને વાચક વર્ગ કેમ વધે તે દિશામાં વિચારવા લાગ્યા અને કવિતા સાથે ખુલ્લા મને વાત કરવા લાગ્યા.

અને અનેરી મમ્મી ની વેદના ને ભૂલવવા માટે વધારે ને વધારે કોલેજમાં ધ્યાન આપવા લાગી અને અનિકેત સર ને ઋચા મેમ ના સંદર્ભમાં વિચારી મન પરોવવા લાગી. કોલેજના રિસર્ચ સંદર્ભે પાંચ દિવસ અન્ય શહેરમાં જવાનું થયું.

અનેરીનુ મન ન હતું, પપ્પા ની ચિંતા થતી હતી.પણ કવિતા મેમ ના આગ્રહથી તૈયાર થઈ.કવિતા મેમે અનેરી ની ગેરહાજરી માં ચિંતનભાઈ ના જમવાની જવાબદારી સ્વિકારી લીધી અને આ બાબતે કોણ જાણે કેમ અનેરી ને આંખો બંધ કરીને વિશ્વાસ કરવાનું મન થયું.એક વિચાર ચમક્યો,તરત જ કવન ને ફોન લગાડયો....

કવન:-"હેલ્લો?"

અનેરી:-"હેલ્લો ભૂલી ગયો કે શું?"

કવન:-"સારું હું યાદ તો આવ્યો."

અનેરી:-"સાંભળ મને એક વિચાર આવ્યો."

કવન:-"કઈ બાબતમાં?"

અનેરી::-"કવિતા મેમ ને ઓળખે ને?

કવન:-"હા, પણ તેનું શુ?"

અનેરી:-"પપ્પા અને કવિતા મેમ હમણાં સારા મિત્રો બની ગયા છે, અને કદાચ પપ્પા કવિતા મેમ ના લીધે જ આજે સ્વસ્થ થઈ શક્યા છે."

કવન:-" હા તોઆગળ બોલ ને શું?"

અનેરી:-"શું બોલું બુધ્ધુ?, ક્યારે તને આપોઆપ અડધું બોલીશને પૂરેપૂરું સમજાઈ જશે?"

કવન:-"હું તારા જેવો સ્માર્ટ નથી હજુ શીખું છું."

અનેરી:-"મને વિચાર આવ્યો પપ્પા ના રિ મેરેજ કરાવું તો?"

કવન:-"તું શું બોલે છે તેનું તને ભાન છે?"

અનેરી:-"હા સો ટકા છે. હું કોઈની પણ આંખોને સારી રીતે વાંચી શકું છું કવિતા મેમની આંખોમાં પપ્પા માટે જે લાગણી છે તે અલગ જ છે."

કવન:-"ઝડપથી કોઈ વિષે ખ્યાલ ન બાંધ અનેરી."

અનેરી:-"હવે તું મને સલાહ ન આપ. મારી મેળે વિચારવા દે,આ તો મને તારી સાથે વિચાર કરવાનું મન થયું એટલે કહ્યું."

કવન:-"ઓકે હું સમજી ગયો પણ જે કર તે સમજી વિચારી કરજે"

અનેરી:-"ઓકે મિસ્ટર સલાહકાર... થેંક્યુ વેરી મચ......


(ક્રમશ)