Adbhut bhet Prajruti ni in Gujarati Health by Bhavna Bhatt books and stories PDF | અદભુત ભેટ પ્રકૃતિની

Featured Books
Categories
Share

અદભુત ભેટ પ્રકૃતિની

* અદભુત ભેટ પ્રકૃતિ ની* લેખ... ૧૮-૭-૨૦૨૦ શનિવાર...

અણમોલ પ્રકૃતિ વિશે જાણીએ...
(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ છે.
અગર ખેતરમાં કે જમીનમાં બીજ નાખીએ તો કુદરત એને એક બીજ નાં અનેક ફળ ફૂલ આપે છે પણ જો આપણે જમીનમાં બીજ ના નાંખીએ તો ઘાસ-ફુસ થી ભરી દે છે.!
એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે !!!
(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:
જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.
સુખી સુખ વહેંચે છે.
દુઃખી દુઃખ વહેંચે છે.. જ્ઞાની જ્ઞાન વહેંચે છે. ભ્રમિત ભ્રમ વહેંચે છે.
ભયભીત ભય વહેંચે છે..
એમ પ્રકૃતિ પાસે તો માનવ ને આપવા અમૂલ્ય ખજાનો જ છે જે લેતાં આવડે તો લઈ શકાય..

(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:
આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો કારણકે,
ભોજન ન પચવાથી, રોગ વધે છે!!
પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!
વાત ન પચવાથી, ચુગલી વધે છે!!
પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!
નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!
ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!
દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!!
સુખ ન પચવાથી, પાપ વધે છે!!
વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!!
સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે...
પણ પ્રકૃતિ નાં ખોળે રમનારા માણસો ને પ્રકૃતિ ક્યારેય નુકસાન નથી પહોંચાડતી પણ તમે પ્રકૃતિ ને નુકસાન કરો તો પછી કુદરતી પ્રકોપ થી કોઈ બચી શકતું પણ નથી....
હવે પ્રકૃતિ એ આપેલી માનવને બે અનમોલ ભેટ વિશે જાણકારી મેળવીએ..
૧) અમૂલ્ય ભેટ નીલગીરી.
આ એક અદ્ભુત વૃક્ષ છે જે વનસ્પતિ જગતમાં ઘણા સૌથી મોટા, સૌથી નાના વગેરે જાણીતા છે પરંતુ યુકેલિટપ્ટસ કે નીલગીરીનું વૃક્ષ અજાયબીથી ભરેલું છે.
વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના યુકેલિપ્ટસ પાનમાં આ તેલ હોય છે. યુકેલિપ્ટસ બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના યુકેલિપ્ટસ ૯૨ મીટર ઊંચા થાય છે. ફૂલવાળા વૃક્ષોમાં તે સૌથી ઊંચા છે. યુકેલિપ્ટસના વૃક્ષો માઈનસ ૩ ડિગ્રી તાપમાનની તીવ્ર ઠંડી પણ સહન કરી શકે છે.
યુકેલિટરસના પાન ગોળાકાર થાય છે. પાનખરમાં અન્ય વૃક્ષોના પાન ખરી પડે છે. પરંતુ યુકેલિપ્ટસની ડાળીએ ખરી પડે છે. નીલગીરીના જંગલમાં જમીન પર આ ડાળીએ છવાઈ જાય છે. જંગલમાં આગ લાગવામાં નિલગીરીનો મોટો ફાળો છે. તેનું તેલ જ્વલનશીલ હોય છે. એટલે તરત સળગી ઊઠે છે. જો કે નીલગીરીનું થડ ખૂબ જ ગરમી સહન કરી શકે છે. દાવાનળ પછી યુકેલિપ્ટસ ઝડપથી ફરી ઉગે છે. વારંવાર આગનો ભોગ બનતા આ વૃક્ષો આગને કારણે જ ઝડપથી ફેલાય છે. યુકેલિપ્ટસના મૂળમાં ખાસ પ્રકારની ગાંઠો હોય છે.તે આગથી નાશ પામતી નથી. થડમાં પણ ગાંઠો હોય છે. આગ લાગે ત્યારે થડ ફાટે છે અને આ ગાંઠો ઊડીને દૂર સલામત જમીન પર પડીને ફરીથી ઊગે છે. આમ આગ તેનો વંશવેલો વધારવાનું પરિબળ બને છે. યુકેલિપ્ટસ તેલ ઉપરાંત તેના ગુંદર અને મધ માટે ઉપયોગી છે. તેના ફૂલોમાંથી મધમાખીઓએ બનાવેલું મધ એક દવાઓમાં વપરાય છે આમ નીલગીરી એક અદ્ભુત ભેટ છે પ્રકૃતિ ની..
૨) બીજી ભેટ સરગવો..
એક એવી વનસ્પતિ જેના બઘાં અંગો કામના છે, જેનાથી ત્રણસો જેટલા રોગ મટે છે. આયુર્વેદમાં એ એવી વનસ્પતિ છે કે જેના બઘાં અંગો કામ લાગે છે. આ વનસ્પતિમાં પેસ્ટ્રીસાઇડનું પ્રમાણ પણ હોતું નથી, કારણ કે તે વૃક્ષની ઉપર ઉગે છે. જૂના જમાનામાં લોકો તેનો શાક તરીકે ભરપૂર ઉપયોગ કરતા હતા અને આજે પણ દાળ કે સંભારમાં તેનો અચૂક ઉપયોગ કરે છે. આ વનસ્પતિ એટલે કે ધરતી ઉપર નું અમૃત... જે બધીજ જગ્યાએ મળે છે. હવે તો પાંદડા અને બીજના પાવડર પણ બજારમાં વેચાય છે. આયુર્વેદમાં સરગવાના ઉપયોગથી એક નહીં પણ ત્રણસો રોગ સામે ફાયદા હોવાનું નોંધાયું છે. દક્ષિણ આફ્રિકાના ઘણાં દેશોમાં કુપોષણથી પિડાતા લોકોને સરગવાની શીંગ ખાવા આપવામાં આવે છે. આ એક એવી વનસ્પતિ છે કે જેની છાલ, પાંદડા, ફુલ, જડ અને શીંગો એમ બઘું કામ લાગે છે. આ વનસ્પતિમાં ઓલિક એસીડ ભરપૂર છે. એ ઉપરાંત વિટામીન-સી, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન-એ, ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફાઇબર્સ, એલ્કેનોયડ, જિંક અને આયર્ન પ્રચૂર માત્રામાં છે. સરગવાના સેવનથી હાડકાં મજબૂત થાય છે. સ્પર્મનું પ્રમાણ વધારે છે. રોજ ખાવાથી વજન ઉતારવામાં ગુણકારી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારી આપે છે. શરીરના સાંધાના તમામ દુખાવા દૂર કરે છે. પ્રસૂતા પછીની નબળાઇ દૂર કરે છે. બ્લડસ્યુગર લેવલ અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે છે. કેન્સર પ્રતિરોધક છે. પથરીના રોગમાં રાહત આપે છે. થાઇરોઇડનો સ્ત્રાવ ઓછો કરે છે. હેર ટોનિક છે.
ત્વચા રોગ પણ મટે છે. શરીરની કોષિકાઓ માટે ગુણકારી છે. આયુર્વેદ કહે છે કે સરગવાના નવા ફુટેલા લાઇટ ગ્રીન પાન સૌથી વધુ ફાયદારૂપ છે. પાનમાંથી સૌથી વધુ હિમોગ્લોબિન મળે છે....
આમ સરગવાની સીંગ એ માનવ માટે સ્વર્ગ સમાન છે...
આમ અદભૂત બે ભેટ કુદરતે માનવીને આપી છે ...
આ બધું તો ગૂગલ એપ માં મળી રહે પણ આ મારાં દાદાજી ઓચ્છવ લાલ વૈદ નાં જૂનાં પૂરાણા ચોપડા માંથી મેં લખ્યું છે.......
ભાવના ભટ્ટ અમદાવાદ....