જે વાત આખી દુનિયા જાણે છે તે વાત મિલી હવે ઉર્સુલા સાથે શેર કરવામાં કોઇ સમસ્યા નથી અનુભવથી. મિલી ના મને કદાચ ઉર્સુલા પાસેથી પણ કોઈક ઉકેલ અથવા માહિતી મળી શકે છે.અને એટલે મિલી તેની volkswagen પિંકી white કાર બહાર કાઢે છે અને તેનો સેલ મારીને સીધી જ ઉર્સુલા ની બતાવેલી રેસ્ટોરન્ટ પર પહોંચી જાય છે. અફકોર્સ ડિનર લેવા માટે જ.અને ઉર્સુલા મિલી ની ફ્રન્ટલાઈન માં બેસીને જમતા જમતા મિલી ને ગૌતમના કોલ થી લઈને સન ની સિક્યુરિટી હટાવવા સુધીની એ ટુ ઝેડ બધી જ વાત કરી દે છે અને આમ સાંભળતાં-સાંભળતાં ક્યારેક મિલી ના પ્લેટ આસિસ્ટન્ટ તેના હોઠ થી એકાદ ઈચ દૂર પણ ફ્રિઝ થઈ જતા હતા. મિલી એટલો બધો આશ્ચર્ય અનુભવ કરતી હતી. કારણકે મિલી ના મને સન નુ આ
આમુલ પરિવર્તન કહેવાય. જેની તેણે ક્યારેય અપેક્ષા રાખી ન હતી પરંતુ, આવા ફ્રીઝડ એક્સપ્રેશન ની અંદર પણ એક પ્રોસિજર તો ચાલુ જ હતી, મિલી નો અનયુઝવલ ઈગો બ્રેક થવો અને તેના આત્માની વેદનાઓ વધવી. તેના આત્માની વેદનાઓ વધવા પાછળ પણ એક જ કારણ હતું કે સન તેની ડેડલાઇન થી પાછો ફરી ગયો હતો જે દુનિયાનો કોઈ પણ પુરુષ કરવા માટેનો અધિકારી છે.અને આ જ કારણે મિલી ને પલ પ્રતિપલ એવી વેદના પણ થતી હતી કે, i am losing સમથિંગ.
જ્યારે આ બાજુ સન સ્વયંને એટલો મોટો જવાબદાર માણસ સમજવા લાગ્યો છે કે તેની પાસે પ્લેનેટ ગ્રીન સિવાય બીજા કોઈના માટે સમય જ નથી .અને તેના મંતવ્ય તો તેણે કંઈક જબરદસ્ત કરી છૂટવું જોઈએ.અને આ માટે સને અન્ય કોઈને નહીં પરંતુ સ્વયંને જ પ્રોમિસ આપી હતી કે મધ્ય આફ્રિકા નો પ્રોબ્લેમ હું સોલ્વ કરીને જ જંપીશ.
સન તેની હોલીવુડ નેસ માંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો છે તેમ તો ના જ કહી શકાય અને સન પોતે પણ એટલો સીલી તો નથી જ કે તે હોલીવૂડને ફરગેટ કરે .કારણક આફ્ટર ઓલ આ રીયલ હીરો પણ રીલ હીરો ની જ દેન છે.અને આમેય પણ બધા જ ઇગો સરખા નથી હોતા. કેટલાક અહંકારો આત્માના અભેદ્ય કવચ સમાન હોય છે, કે જે પલ પ્રતિપલ આત્મસન્માનની રક્ષા કરતા હોય છે. સન નો ઈગો પણ કંઈક આવો જ છે. અને સન ની આવી રીયલ હીરો નેસ ની પાછળ આ ઇગો બહુ મોટો જવાબદાર રહ્યો છે.
સન જાણે છે કે માત્ર એક જ ડિફરન્ટ બેઇઝ આખેઆખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અને વર્કિંગ સ્ટાઇલને ડીફ્રન્ટ બનાવીને મૂકી દે છે. જો સન ની આજ B.A શીપ કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં હોત તો સંઘના ઓરલ્સ અને તેના એટીટ્યુડ્સ કદાચ different અને કેજ્યુઅલ જ હોતે. પરંતુ પ્લેનેટ ગ્રીન એક ઓર્ગેનાઇઝેશન છે અને તેના કોડ ઓફ કન્ડક્ટ ટોટલ ડિફરન્ટ છે. એટલે અહીં સન રીયલ ,B.A શીપ નો અનુભવ કરી રહ્યો છે. અને કદાચ એટલે જ તે વિચારો ની બાબતમાં બહુ જ આગળ નીકળી ગયો છે.
આ બાજુ પ્લેનેટ ગ્રીન ના પ્રોફેશનલ એનિમલ્સ ની મધ્ય આફ્રિકામાં આવન-જાવન વધી ગઈ છે અને બીજી બાજુ અર્ધલશ્કરી દળોના રિપોર્ટ પણ રાજવંશીઓ અને બ્રિટિશ ગવર્મેન્ટ ને મળવા લાગ્યા છે.
એટલે બે તત્વો પોતપોતાની રીતે થનગની રહ્યા છે એક તો પ્લેનેટ ગ્રીન ના એડમિનિસ્ટ્રેટિવ દિગ્ગજો મધ્ય આફ્રિકાને ટાર્ગેટ એચિવિગ place બનાવવા માંગે છે. અને રાજવંશીઓ ફરીથી મધ્ય આફ્રિકા પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કરવા માંગે છે. અને આ બંને તત્વો માટે હુકમ નો એક્કો અત્યારે એક માત્ર સન પેન્ટાગોન છે.