મિલી તેના સોર્સીસ દ્વારા આખી તપાસ કરાવે છે તો તેના પણ પગ નીચેથી ધરતી સરકી જાય છે.અને એક સેકન્ડ માટે વિચારી લે છે કે સને આ શુ મૂર્ખામી કરી? સન જેવો પ્રોફેશનલ અને egoistic માણસ આવુ રોંગ ડિસીઝન લઈ જ કેવી રીતે શકે છે!! પરંતુ મિલી તેના ૩૦ વર્ષના અનુભવ થી સન વિશે એ પણ જાણતી હતી કે વાસ્તવમાં અમારે સ્ટાર લોકોએ stardom નો ઈગો પાલવો જ પડતો હોય છે. નહિતર અમારો કોઈ ભાવ પણ નથી પૂછતું. પરંતુ તેનો અર્થ એવો તો નથી જ કે સન બિલકુલ જ હાર્ટલેસ છે. જો સન સાવ જ હાર્ટલેસ હોત તો હું તને આટલો ક્યારેય પણ પસંદ કરતી જ ના હોત. પરંતુ મિલી ને ફરીથી એ પણ વિચાર આવે છે કે જે માણસે તેની આખી કરિયરમાં એક પાંચ ફૂટનો કૂદકો સુધ્ધા નથી માર્યો તે આટલુ ભયંકર સત્ય જાણ્યા પછી પણ પ્લેનેટ ગ્રીન સાથે એટેચડ કેવી રીતે છે!! It's a strange.અને જ્યારે મિલી ને એવી ખબર પડી તે સને તેની પ્લેનેટ ગ્રીન provided સિક્યુરિટીને પણ હટાવી દીધી છે, અને પોતે જાતે જ ડિફેન્સિવ રહેવા લાગ્યો છે,. ત્યારે તો જાણે કે મિલી ના હૃદયના તાર ઝણઝણી જ ઊઠયા હતા.અને તે અંદર ને અંદર મલકાવા પણ લાગી હતી. અને અફકોર્સ સન માટે ના દ્રષ્ટિકોણ બદલાવાની આ શરૂઆત પણ હતી જ. મિલી એ તો સન પાસેથી માત્ર એક પાંચ ફૂટનો કૂદકો મારવાની જે અપેક્ષા રાખી હતી, પરંતુ જો આના થી વધારે મોટું દુઃસાહસ સન કરે તો મિલી ની આંખો પણ ભરાઈ જ આવવાની. તે સ્વાભાવિક જ હતું. પરંતુ સન માટે પ્લેનેટ ગ્રીન માટે કંઈ પણ કરી છૂટવુ તે મિલી ની સ્વાભાવિકતા કરતા પણ વધારે સ્વાભાવિક હતું. કારણકે પ્લેનેટ ગ્રીન માટેના સન ના ડેડીકેશન ની અંદર
મિલી અસ્થાને હતી. કદાચ મિલુ નુ જો સ્થાન હોત તો સન પ્લેનેટ ગ્રીન ને આટલી હદ સુધી ડેડીકેટેડ થઈ પણ ના જ શક્યો હોત.એ પણ એટલું જ પરમ સત્ય છે.અને એટલે જ જીવનમાં રુટિન્સ અને કેઝ્યુઅલ્સ ને જેટલું મહત્ત્વ આપીએ, તેટલું જ મહત્વ ક્યારેક એકસીડન્ટો ને પણ આપવું જ જોઈએ. કારણકે અનાયાસ કર્મો અકસ્માતો માંથી જ પ્રાપ્ત થતા હોય છે. જે ક્યારેક ક્યારેક માનવજીવનના અને માનવ સમાજ ના જુના પુરાણા સમીકરણો પણ બદલી નાંખતા હોય છે.
મિલી ના તેજતર્રાર દિમાગે એક અનુમાન લગાવી દીધું હતું કે આ આખા મામલામાં પ્લેનેટ ગ્રીન ને બહુ બહુ તો ઇકોનોમિકલી લોસ જાય તેમ છે, પરંતુ સન ની તો આખે આખી જિંદગી જ દાવ પર લાગી ગઈ છે.અને સન પોતે પણ આ આખી વાત ભલીભાતી જાણતો જ હતો અને એમ છતાં પણ સિક્યુરિટી હટાવવા જેવા ઉદ્દંડ અને અભિમાની નિર્ણયો લઇ રહ્યો છે. તો શું ખરેખર જ સન તેના આત્માનું જ અનુસરણ કરી રહ્યો છે કે પછી મને ઇમ્પ્રેસ કરવા માટે?
પરંતુ બીજી જ સેકન્ડે મિલને એક પુરુષના સ્ત્રી ની આગળ ઝુકવાની ડેડલાઇન સમજમાં આવી જાય છે.અને તે માની લે છે કે સન હવે કોઇપણ સંજોગોમાં મારી સામે ઝુકી શકે તેમ નથી તો પછી મને ઈમ્પ્રેસ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉભો હતો .અને આમ વિચારીને પણ મિલી ની ચિંતાઓ વધવા લાગે છે અને તે એક જ વાક્ય બોલ્યે રાખે છે સન આ તારું પાગલપન છે.પરંતુ જ્યારે જ્યારે મિલી પાગલપન શબ્દને બોલવાનો પૂરો કરતી ત્યાં જ તેના રુવાટા રોમાન્ચ થી ઊભા થઈ જતા.અને તેની અંદર ની રહેલી અપેક્ષક પૂર્ણ સ્ત્રી મંદ મંદ મલકાવા પણ લાગતી.અને ક્યારેક તો મિલી આવા વેલેન્ટાઈન એટમોસ્ફિયર માં પ્રવેશ કરવા માટે પણ એમનેમ જ બોલી નાખતી કે સન આ તારું પાગલ પન છે .અને પછી પોતે હસી પણ પડતી.