Sakaratmak vichardhara - 22 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 22

Featured Books
Categories
Share

સકારાત્મક વિચારધારા - 22

સકારાત્મક વિચારધારા 22

કેમ છે મિત્રો? કેવું ચાલે છે? તમારો જવાબ હશે "સરસ." તમને ખબર છે, મિત્રો આ "સરસ"
શાને લીધે?કારણકે, આપણી પાસે આજ કાલ ઘણી સગવડો છે.આમાંની એક સગવડ છે.વીજળી.વીજળીની શોધ એ ક્રાંતિકારી શોધ હતી.આજકાલ હમણાં થોડીવાર માટે વીજળીનો કનેકશન બંધ કરવા આવે તો એવું લાગે છે કે જાણે દુનિયા ઠપ્પ થઈ ગઈ છે.જી હા,આ વીજળી ની શોધે આ દુનિયાને પ્રકાશમય બનાવી પણ આ પ્રકાશ, આ વીજળીને આપણાં સુધી પહોંચાડવા માટે બલ્બ એટલેકે વિધુતગોળો બનાવ્યો થોમસ આલ્વા એડિસન એ.


જી, હા એજ થોમસ આલ્વા એડિસન જેમણે નવાણું વખત નિષ્ફળતા પ્રાપ્ત થવા છતાંય પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે સફળતા ના શિખર સર કર્યા પણ આ સફળતા ની પાછળ હાથ કોનો હતો? શું માત્ર થોમસ આલ્વા એડિસન ના પ્રયત્ન હતા?ના,તો પછી આટલા બધા પ્રયાસો નું માનસિક બળ ક્યાંથી આવ્યું.આજકાલ તો એક_બે પ્રયાસની નિષ્ફળતા બાદ લોકો આત્મહત્યા કરવા તરફ દોરાય છે પણ થોમસ આલવા એડિસન આટલી મોટી નિષ્ફળતા પચાવી પાડવાની માનસિક ક્ષમતા કેવી રીતે કેળવી હશે?

આવી અદભૂત માનસિક ક્ષમતા પાછળ તેમની માતાએ તેમને શિખવેલ સકારાત્મક અભિગમ કાર્ય કરતું હતું અને એજ માનસિક બળ પાડતું હતું.થોમસ આલ્વા એડિસન ને જ્યારે તેમની શાળા માંથી કાઢી મૂકવા આવ્યું હતું અને હાથ માં એક ચિઠ્ઠી સાથે આપવામાં આવી હતી. તમારા બાળકની મનોસ્થિતિ યોગ્ય ન હોવાથી અમે તેને ભણાવી શકીશું નહીં.આ ચિઠ્ઠી જ્યારે ઘરે આવીને તેમને તેમની માતા ને આપી અને પૂછ્યું કે ,"આ ચિઠ્ઠી માં અંદર શું લખ્યું છે."ત્યારે તેમની માતાએ ખૂબ સરસ જવાબ આપ્યો કે ,"આ ચિઠ્ઠી માં લખેલું છે કે,તમારો પુત્ર ખૂબ હોંશિયાર છે અમે તેને ભણાવવા સક્ષમ નથી આથી,તેને ઘરે જ રહેવા દો."તે દિવસ થી તેમનો અભ્યાસ ઘરેથી જ તેમની માતા દ્વારા શરૂ થયો પણ તે દિવસ જે દિવસ તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તે દિવસે જ તેમની માતા એ ચિઠ્ઠીમાં લખેલી વાત કહી દીધી હોત તો શું આ મક્કમ મનોબળ થોમસ આલ્વા એડિસન નું થયું હોત? તેઓ બલ્બ ની શોધ કરી શક્યા હોત.?ના, જ કરી શક્યા હોત

એક બાળક નું માનસપટલ કોરી સ્લેટ જેવું હોય છે.તેમાં જેવું લખો તેવું વંચાય.સકારાત્મક વિચારધારા લખીએ તો જીવનભર એ વંચાય.નકારત્મક વિચારો લખીએ એ જીવનભર તેનું જ પ્રતિબિંબ જોવા મળે. કુંભાર ચાક પર ઘડો ઘડવા માટે જેવો ઘાટ આપે એવો જ ઘડા નો આકાર રહેવાનો.

જીવન માં માત્ર જીતવું નહી,પણ હાર ને પચાવવાનું શિક્ષણ માત્ર ને માત્ર સકારાત્મક વિચારધારા જ શીખવી શકે છે અને એ વિચારધારા જ આપણી જીવનધારા ને તોફાનો વચ્ચે પણ શાંત રાખી શકે છે.


અંતે કહેવાનું એ રહ્યું કે ,અમુક વસ્તુ ભણવા થી નહીં પણ ઘડવા થી તૈયાર થાય છે.વિચારધારા ને પણ કેળવણી ની જરૂર પડે છે.આજે ડગલે ને પગલે માનવી હતાશા દલદલ માં ફસાતો જાય છે અને અંતે ડિપ્રેશન
નો ભોગ બને છે.આપણી આજની પેઢી ને જેટલી જરૂર ખોરાક ની છે એટલીજ જરૂર સકારાત્મક વિચાર ધારા ની છે.
" આ પથ્થર માં વસતા,
હીરા ની ચમક ને ભાખી લેજે.

આ અંધિયારી રાતો માં વસતા,
પ્રકાશમય રસ્તા ને શોધી લેજે.

તારા મન માં પણ સપનાં વસતા,
તું તારામાં છુપાયેલી શકિત ને ઓળખી લેજે.
આ કંટકપંથ માં વસતા,
ફૂલો ને તું ઓળખી લેજે."

મહેક પરવાની.


વાંચક મિત્રો, તમારો અમૂલ્ય સમય ફાળવવા અને સારા પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર.સકારાત્મક વિચારધારા અંગેના તમારા અભિપ્રાય જરૂર જરૂર જણાવશો.