The mystery of skeleton lake - 7 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૭ )

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૭ )

બીજી તરફ મહેન્દ્રરાય સ્વાતિને લેવા અમદાવાદ નીકળી ગયેલો . અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આજે ડો.રોયની દીકરી સ્વાતિ મોની રોય આવવાની હતી . મહેન્દ્રરાય સ્વાતિને મળ્યો નહોતો , માત્ર ફોટોગ્રાફ જોયેલો જે પેલી દીવાલ પર લાગેલો હતો . મહેન્દ્રરાયને ટ્રેનનો સમય ખબર નહોતી અને એ પણ ખબર નહતી કે સ્વાતિ કઇ ટ્રેન માંથી આવશે . તેથી એમને પુછપરછની બારીમાં બેઠેલા અધિકારી ને પૂછ્યું
" હિમાચલ પ્રદેશ થી આવતી ટ્રેન કેટલા વાગ્યે આવે છે ...?? અને કયાં પ્લેટફોર્મ પર ...!??"
"હિમાચલઠી કોઈ ટલેન નઠી ભઇ ......"
" આવા ને આવા હાલ્યા આવો છો ..અભણ છે ...!!?... આગળ નીકળ **** " પાનની પિચકારી મારતા જણાવ્યું .
મહેન્દ્રરાય અંદરથી ઉકળી ઉઠ્યો ...આજ સુધી આખા ગામના બાપ એવા મુખીએ પણ કોઈ દિવસ ગાડ આપી નહોતી અને આ બે ટકાનો માણસ પોતાને ગાડ આપે એ કેવી રીતે સહન થાય ...!!?? પણ અહીંયા એ પોતાનું ઋણ પૂરું કરવા આવ્યો હતો તેથી પોતાના પર કંટ્રોલ રાખ્યો . બે-ત્રણ માણસને પૂછ્યું પરંતુ " પેસા બોલતા હૈ ...!!" બધાનું લક્ષ્ય એક જ છે રૂપિયો .. કોઈને સમય નથી એવા કામ કરવાનો જેમાં રૂપિયા ના હોય " એક સજ્જન ટી.સી. આ મહેન્દ્રરાયને જોઈ રહ્યો હતો . એને નજીક આવીને કહ્યું
" સાહેબ , હું ક્યારનો તમને જોઈ રહ્યો છુ . તમે કોઇ ચિંતામાં લાગો છો કહો શુ મદદ કરી શકુ તમારી ...??!"
" સાહેબ હુ મારા માલિકની દીકરીને લેવા આવ્યો છુ , પરંતુ મને ટ્રેનનો સમય કે કઇ ટ્રેન માં આવશે એ નથી ખબર " મહેન્દ્રરાયે કહ્યું .
" ઓહ ..સમજ્યો . તો એ દિકરી ક્યાંથી આવે છે ..?"
" અઅ..હિમાલય પ્રદેશ...ના..ના ..હિમા...."
"હિમાચલ પ્રદેશ ...??"
" હા..હા.. હિમાચલ પ્રદેશ થી આવે છે "
" સાહેબ , સીધી હિમાચલ થી કોઈ ટ્રેન નથી . એ.... દીકરી ..શુ નામ એનું ..!??"
" સ્વાતિ રોય ...!"
" હા તો તમારી સ્વાતિ દિલ્લીથી આવતી ટ્રેન સર્વોદય એક્સપ્રેસમાં ૨:૨૫ વાગ્યે આવશે , પ્લેટફોર્મ નંબર .૨ પર " ટી.સી. એ કહ્યું
" તમારો ધન્યવાદ સાહેબ "
" અરે આભાર વ્યક્તિ કરીને શરમાવસો નહીં હુ મારી ફરજ પુરી કરી રહ્યો છુ ."
હજી ટ્રેન આવવાની ૩ કલાકની વાર હતી . તેથી મહેન્દ્રરાયે પ્રતીક્ષાકક્ષ તરફ જવાનું વિચાર્યું . રસ્તામાં બુક સ્ટોલ પરથી એક બુક ખરીદી " નો રિટર્ન " બસ પછીતો શુ રહસ્યથી ભરપૂર ચોપડી એક જ વારમાં વાંચી કાઢી . એક રહસ્યમય તળાવ અને ખજાનાની વાત હતી એ . જે તમને એક એક ક્ષણ જકડી રાખવા સક્ષમ હતી . એ વાંચતાજ મહેન્દ્રરાયના મગજ માં એક વીજળી જેવો ચમકારો થયો .
" ખજાનો...ખજાનો....ખજાનો.... આ બધું કોઈ છુપા ખજાના માટે તો નથી થઇ રહ્યુ ....!!? "
વર્ષો પહેલા ખીલજી ના આક્રમણની કથા સાંભળીને પોતે મોટો થયો હતો . ખીલજીનું આક્રમણ , નિર્દયતા અને સર્જેલો નરસંહાર , સોના-ચાંદી-ઝવેરાત અને કિંમતી મૂર્તિયોની લૂંટફાટ બધું જાણે પોતાની નજર સમક્ષ બન્યું હોય એવો અનુભવ કરી શકયો . એમાં પણ ભૂત મંડળીની લોકવાયકાઓ અને અનુભવાતાં અવાજો પોતાની ધારણા દ્રઢ કરી રહ્યા હતા. એક અજીબ ડર દેખાઈ રહ્યો હતો મહેન્દ્રરાયના ચહેરા પર .
"એક્સક્યુઝ મી ... કેટલા વાગ્યા ...!!??" પ્રતિક્ષાકક્ષ માં કોઈકે મહેન્દ્રરાયને અડકીને પૂછ્યું .
" આઆઆ... કોણ છે ..કોણ છે ... મેં કશુ નથી કર્યું.એ કશું નથી કર્યું... મેં તો પુસ્તકને ખાલી હાથમાં જ લીધું હતું .. હુ કશુ નથી જાણતો " જાણે કોઈ પ્રેતઆત્માં જોઈ લીધી હોય એમ મહેન્દ્રરાય બરાડા પાડી ઉઠ્યો .
" અરે રિલેક્સ ...રિલેક્સ ,આઇ એમ નોટ ઘોસ્ટ ...આઇ એમ હ્યુમન બિંગ લાઇક યુ .. ટચ મી ...ટચ મી ....ઇફ યુ આર નોટ બિલિવ ...."
એક સુંદર અવાજ આવ્યો જાણે સ્વર્ગની અપ્સરા ઉર્વશી પોતાના ગંધર્વને સંબોધી રહી હોય એવો અવાજ હતો . આ અવાજ સાંભળી મહેન્દ્રરાયનો ડર અને તંદ્રા તૂટી . સામે ધીમેકથી આંખો ખોલતા એક અભિભૂત કરનાર મુખડાના દર્શન થયા . કાજલ વાળી કાળી આંખો અને આંખ નીચેનો કાળો કુદરતી ડાઘ જાણે આંખનું કુદરતે આપેલું ઘરેણું હતું .કોયલ જેવો મીઠો અવાજ જોઈ કોઈ પણ એને કોયલ સાથે સરખાવ્યા વગર રહે જ નહી . એની આંખો પરના ચશ્માં એની નાદાનીયત અને મસ્તીખોર સ્વભાવ છુપાવવા અશમર્થ હતા . કોઈ પુરપાટ ઝડપે આવતી ગાડી અચાનક સામે આવી જતા શુ થાય ...!!? ધડકનો જરૂરથી વધુ તેજ થઈ જાય અને કદાચ પરસેવો વડે , અહીંયા સામે કોઈ ગાડી નહોતી આવી રહી છતાં તેજ ધડકનો અને પરસેવા પોતાની હાજરી નોંધાવી રહ્યા હતા . એની આંખો પરથી નઝર હટાવવી અશક્ય હતું , કદાચ એમ થઇ પણ જાય તો એના ઈન્દ્રધનુષની ખેંચાયેલી ફણ જેવા ગુલાબથી પણ વધારે ગુલાબી એવા મુલાયમ હોઠો એમ નજ થવા થવા દે.... ! એંના કાનમાં પહેરેલ ગોડ મોટી કડી કોઈને પણ ચકરાવે ચડાવી શકે એમ હતું . એના ઉડતા રેશમી ઝુલ્ફો જાણે દરિયામાંથી આવતા ઠંડા પવનમાં ઝુમી રહેલા મોજાની જેમ લહેરાતા હતા . ઢાકાના મુલાયમ મલમલથી પણ સુંવાળા ગાલને કેમ ભૂલી શકાય ...!!?? એ ગલગોટા જેવા ચૂંટલી ખેંચવાનું મન થઈ આવે એવા ગોલુમોલુ ગાલ ...આહા...શુ વાત કરવી એની . આટલું ઓછું હોય એમ પરંપરાગત વસ્ત્રો એની શોભા વધારી રહ્યા હતા .જાણે "સોને પે સુહાગા " , સ્વર્ગની કોઈ મોહિનીની જેમ વણાંક લેતી એની લચકદાર કમ્મર જાણે કોઈ મસ્તમગન શિલ્પીકારે પોતાના મુક્ત હાથે પોતાની પ્રેમિકાનું શિલ્પ કંડાર્યું હોય એવી હતી. અજંતા-ઇલોરા અને સૂર્ય મંદિરમા કંડારેલ શિલ્પોને જ જોઈલો અને જો કદાચ પણ નજર નીચી થઈ જાય તો એની જયપુરી જુત્તી ....એક આકર્ષણ જ હતું . ટૂંકમાં જો કોઈ આઠમી અજાયબીને માન્યતા આપવી હોયતો આ છોકરીને પ્રથમ પસંદગી કરવામાં આવે એ નિશ્ચિત હતું .....!!

" ઓ હેલ્લો .... આર યુ ધેર....!!? તમારી સાથે વાત કરી રહી છુ મિસ્ટર .... સમય પૂછ્યો ....!!"
" અરે હા ... બે અને પાંત્રીસ...."
" ધન્યવાદ...હૂ.....હલકો.." મોઢું બગાડીને જતી રહી .
" પહેલી નજરે પ્રેમ " જો આ વાત સાચી હોય અને ખરેખર વ્યવહારમાં પણ બની શકે એમ હોય તો કદાચ આને પહેલી નજરનો પ્રેમ કહી શકાય... , મહેન્દ્રરાયનો એ મોહિની તરફનો પ્રેમ…
આ આખી ઘટના એક મિનિટની અંદર બની હશે અને પોતે કોઇ પ્રતિક્રિયા આપે એ પેલા અચાનક કશું યાદ આવ્યું હોય એમ પ્લેટફોર્મ નંબર ૨ પર દોડ્યો . ૨:૨૫ વાગ્યે સર્વોદય એક્સપ્રેસ ટ્રેન આવવાની હતી . જેમાં સ્વાતિ આવવાની હતી . પોતાની બધી શક્તિ વાપરીને મહેન્દ્રરાય ત્યાં પહોંચ્યો . ત્યાં ટ્રેન હવે ઉપાડવાની તૈયારીમાં જ હતી . મહેન્દ્રરાય બધી બૉગી એરપોર્ટની જેમ બોર્ડ લઈને ફરી વળ્યો જેના પર લખ્યું હતું "મિસ.સ્વાતિ મોનીકા રોય " લખેલું હતું . બધી બૉગી ફરી વળ્યાં પણ ક્યાંય કોઈ સ્વાતિ દેખાઈ નહીં . અંતે ટ્રેન ઉપડી .
આજુબાજુ પણ થોડી વાર સ્વાતિને ગોતી . પરંતુ કોઈ ના મળતા પાછો પ્રતીક્ષાકક્ષ માં ચાલ્યો ગયો એમ વિચારીને કે કદાચ રાહ જોઈ થાકીને તે પણ અહીજ આવી હશે . ત્યાં જઈને પેલું જ મોઢું પેલી અપ્સરાનું જોયું . એને જોઈને એના શબ્દો યાદ આવ્યા "હલકો...." સ્વાતિ ન મળવાની નિરાશા અને આ શબ્દો થી ગુસ્સો આવતા પેલું બોર્ડ ખુરશી પર પછાડ્યુ . એના પર લખેલા શબ્દો પેલી યુવાન મોહિની એ વાંચ્યા "સ્વાતિ મોનીકા રોય " આ શબ્દો વાંચી એનાથી ખડખડાટ હસી જવાયું .હવે મહેન્દ્રરાયની ધીરજ ખૂટી રહી હતી , જો હવે એકાદી મિનિટ આમજ પસાર થઈ જાત તો કુકર ફાટવાની તૈયારી હતી .
" હેય ... તમે કોઈને ગોતી રહ્યા છો ....?? હું મદદ કરું ..!!? " ત્યાં જ કોયલ ફરી ટહુકી
" કોઈજ જરૂર નથી મિસ.હોશિયારી ....ધન્યવાદ હો... મારુ મગજ આમ પણ ગરમ છે ... તમેતો દૂર જ રહેજો હા..."
" હું એમ કહેતી હતી કે મારુ એક કામ કરશો .......? મને ડો.રોયની હોસ્પિટલ સુધી લિફ્ટ આપશો ...!!??"
" હે ..ડો.રોય .....!!!?? તમે કેવી રીતે જાણો છો એમને...? અરે તમે જ તો સ્વાતિ ..... !!? ઓહ હું પણ કેટલો મૂર્ખ છુ . માફ કરજો સ્વાતિ મેડમ, સાહેબ થોડા જરૂરી કામમાં રોકાયેલા હોવાથી હું આવ્યો છુ "
" કોઈ વાંધો નહીં .... નીકળીએ ...??"
" હા ..હા ચાલો નીકળીએ " મહેન્દ્રરાયને હવે હાશ થઈ .
મહેન્દ્રરાય સવારનો અહીં રોકાયેલો હોવાથી કંટાળી ગયો હતો એમાં પણ " નો રીટર્ન " ને મહેન્દ્રરાયને ગડમથલમાં નાખી દીધો હતો . મહેન્દ્રરાય પાસે રહેલી અપ્સરાને પણ જોવાનો એની પાસે સમય નથી જેને જોઈને એ થોડા સમય પૂર્વે જ સંમોહિત થઈ ગયો હતો .
અચાનક ચાલતા ચાલતા એની નજર એક જ્યોતિષ પર પડી જે પોતાની આગળ કપડું પાથરી એમાં થોડી ચિત્ર-વિચિત્ર ભાત વાળા પીડા થઈ ગયેલા કાગળો , થોડા કૂકરા , થોડી ગ્રહ વગેરેની વીંટીઓ વગેરે હતું . એમાં કુકરા પાડતો અને એક કાગળમાં જોઈને બધાને ભવિષ્ય કહેતો . મહેન્દ્રરાયની નજર આ કાગળ પર પડી . આ કાગળ કોઈ સંજ્ઞાત્મક ભાષામાં લખેલો હતો . આ જોઈને અચાનક એને પેલી પૌરાણિક પુસ્તક યાદ આવી .
" ઓહ....ભે*** " સ્વાતિ સાથે છે એ જાણી નીકળેલી ગાડ અંદર જ રહી ગઈ .
પેલા જ્યોતિષ પાસેના કાગળની સંજ્ઞા કે ભાષા પણ પેલા પુસ્તકને મળતી આવતી હતી . મહેન્દ્રરાયના આનંદનો પાર ના રહ્યો . એ ભિખારી જેવા દેખાતા જ્યોતિષની બાજુમાં અડીને બેસી ગયો. સામાન્ય સંજોગોમાં કોઈ મધ્યમ વર્ગના માણસને પણ જેની સાથે બેસવું ના ગમે એવો એ જ્યોતિષનો વેશ હતો . છતાં મહેન્દ્રરાય બાજુમાં બેઠો . જ્યોતિષ અચંબા પડ્યો કારણ કે આજ સુધી ગરીબ માણસો જ પોતાનું નસીબ જોવડાવા આવતા . જેને છેતરી એ પોતાનું પેટ ભરતો . આજે અચાનક ઘેડદાર કપડાંમાં આવેલા મહેન્દ્રરાયને જોઈને એ ગભરાઈ ગયો .' કદાચ પોલીસ પોતાના ધૂતવાના ધંધા વિશે જાણી છુપા વેશે પકડવા નથી આવીને..!!?' એવું જાણી ભાગ્યો પણ ભાગવા દે તે મહેન્દ્રરાય શેનો ..!!? આ કસરત વાળું કસાયેલું શરીર ક્યારે કામ આવવાનું હતું ....??!
" સાબ..મુજે જાને દો ....મેં અબસે યે ધંધા છોડ દુંગા સાબ ... ઘરપે બીવી બીમાર હૈ સાબ માફ કરદો સાબ...મેરે છોટે છોટે બચ્ચે હૈ ..સાબ ..મુજે કોઠીમેં મત ડાલો સાબ...."
"એ ચૂપ .....વો સબ છોડ મા****... એ કાગજ મેં ક્યાં લિખા હૈ પઢ શકતા હૈ ..!!?"
" નહીં સાબ , મેતો બસ વૈસે હી ... પહાડીમેં ગયા થા... વહાં એક બાબાજીને થોડા બહોત શીખાયા થા . ઉસકે પાસ એક કિતાબ થી ઉસિકા કાગજ ફાળ કે ભાગ આયા થા "
" બે ચુ** તુંમ સબ દુનિયા કો બનાના કબ બંધ કરોગે...?વૈસે ભી ઇન્ડિયા કા નામ ખરાબ હો રખા હૈ "
" માફ કરદો સાબ ... ફિર સે નહીં હોગા સાબ..."
એને પોતાની ગોખેલી લાઈનો બોલવાનું શરૂ કરી દીધું , ને દરેલ વખતે કોઈ સરકારી કર્મચારી , પોલીસ કે પછી અન્ય કોઈ પોતાના કર્મકાંડને પકડે તો આ વાત કોઈ કેસેટની જેમ બોલવાનું નક્કી જ કરેલું હોય . ગુસ્સે થઈને મહેન્દ્રરાયે જ્યોતિષને છોડી મુક્યો.
ચુપચાપ બંને સ્ટેશનથી બહાર નીકળી પડ્યા . આજનું કાલુપુર અને ત્રણ-ચાર દશકા પેલાનું કાલુપુર રેલવે સ્ટેશન કોઈ અલગ જ હતું. હાલ આખો રોડ ભરચક દેખાય છે , ચાલવા માટે રસ્તો પણ માંડ જડે ...ટી..ટી ...પો...પો ના ચિત્ર-વિચિત્ર હોર્નના ઘોંઘાટથી ભરાયેલો હોય અને પ્રદુષિત હવાની તો વાત જ શુ કરવી ..!!?? પાનમાં કાથા જેમ હંમેશા હવા પ્રદુષિત જ રહેતી .હાલ સ્ટેશન બહાર રહેલી નાસ્તાની લારીઓ બીમારીનું ખુલ્લેઆમ વેચાણ કરે છે . જ્યારે ત્રણ દાયકા પેલા આજુબાજુ કોઈ ટ્રાફીક નહીં . રોડ એકદમ ખાલીખમ ... ક્યાંક ક્યાંક બળદગાડા જોવા મળે તો ક્યાંય ક્યાંય કોઈ ફળની લારીઓ તો કોઈ જગ્યાએ સિંગચણા ની લારીઓ . ખાલીખમ રસ્તામાં હજી કયાંક માણસાઈ જીવતી હતી . જ્યારે આજકાલ રસ્તા ભરેલા છે પણ માણસોના હૃદય ખાલીખમ ....!!
ઢળતી બપોરે રસ્તો ચીરતી જીપ આગળ વધી રહી હતી . સ્વાતિ હજી પણ અંદર હસી રહી હતી અને મહેન્દ્રરાય હજી વિચારમગ્ન હતો કે આ બધું થઈ શુ રહ્યું છે ...!? અને મારી સાથે જ કેમ બની રહ્યું છે..?
' નો રીટર્ન ' ચોપડી વાંચવી અને પેલા જ્યોતિષનું મળવું પેલા કાગળની પુસ્તક જેવી જ ભાષા હોવી... આ બધું સંયોગ હતો કે કોઈ સંકેત ...!!? પેલો બાબુડો , પાગલ થઈ ગયેલો માણસ અને પેલા પુસ્તક વચ્ચેની કડી મળતી નહોતી . હવે મહેન્દ્રરાયે નક્કી કરેલું ' ચાહે કંઈ પણ થાય આ ખૂટતી કડી ગોતિને જ રહીશ .....'
" ખુહુ..ખુહ... તમે કોણ ... ??ઓળખ્યા નહીં .."
" હુ મહેન્દ્રરાય ....એક દર્દી સાથે ડોક્ટર રોયની હોસ્પિટલે સારવાર માટે આવ્યો છુ . ડૉ.રોય થોડા વ્યસ્થ હોવાથી હુ આવી ગયો "
"હમમ... ઠીક છે .."
" કંઈ તકલીફ તો નથીને ....બધું બરાબર છે ને ...અને પિતાજી ઠીક તો છેને.. !!??
" હા ,બધું બરાબર જ છે . મેડિકલ ઇમેર્જનસી હતી .અમારી સાથે આવેલા એક દર્દીને તાત્કાલિક મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવો પડે એમ હતું તેથી ...."
" એક દર્દીને ...મતલબ કેટલા માણસો એડમિટ છે ..??"
" બે દર્દીઓ ..."
" અચ્છા ...એમને થયું છે શુ ...!?? મહેરબાની કરીને કહી શકશો ...?"
" ચાલો આમ પણ રસ્તો લાંબો છે .... કાપવામાં સરળતા રહેશે " કહી મહેન્દ્રરાયે બોલવાનું શરૂ કર્યું " વાત કૈક એમ છે ને કે ....." થી શરૂ કરીને આજની રેલવે સ્ટેશન સુધીની બધી વાત કહી સંભળાવી સ્વાતિ જાણે ધ્યાનમગ્ન થઈ ગઈ હતી આ જોઈને જળ બની ગયેલી સ્વાતિ ટકોરતા કહ્યું.
" હેલો .... સ્વાતિ..... આર યુ ઓકે.....??"
" હમમ....આઈ એમ ફાઇન ....વિચારી રહી છુ ખરેખર આ શક્ય છે ..?? તમારો કહેવાનો મતલબ છે એ રાત્રે કોઈ એવી ઘટના બની છે જેનાથી બાબુડો આઘાત પામી બેહોશ થઈ ગયો અને બીજો મેન્ટલ થઇ ગયો .. !!?"
"હા ,બિલકુલ એમજ બન્યું હતું "
" એવું તો શુ બન્યું હતું એ કાળરાત્રી એ ...??" સ્વાતિ થી જિજ્ઞાસાવસ પુછાય જવાયું .
" વહી તો દિકકત હૈ મેડમજી ....!! અમને પણ જાણવાની ખૂબ ઈચ્છા છે એ રાત્રી વિશે ... અને ખાસ કરીને પેલા પૌરાણિક પુસ્તક વિશે ...,"
"પૌરાણિક પુસ્તક ...!!!? "
પુસ્તક વિશેની વાત નીકળતા એના મગજમાં ઝબકારો થયો ... પુસ્તક ... એના પિતાએ સાથે લઇ આવવા કહ્યું હતું . એને જીપની ઉભી રાખી અને અંદર ફંફોડતા એક બેગ મળ્યું જેમાં પેલું પૌરાણિક પુસ્તક અને કેમેરા હતો . અને સ્વાતિને આપ્યું
" આ જ પેલું પૌરાણિક પુસ્તક ......!? " સ્વાતિએ પૂછ્યું
" હા , આજ છે તે પુસ્તક કે જેની અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે , અને કદાચ બાબુડા અને પેલા પાગલની થયેલી હાલત પાછળનું કારણ પણ ....!!"
સ્વાતિ પુસ્તકને હાથમાં લઈને ચકાસી રહી હતી . આગળ-પાછળ ધ્યાનથી ચકાસ્યુ અંદરના પાના પણ ફેરવ્યા જાણે કોઇ સ્ત્રી બીજી કોઈ સ્ત્રીના લગ્નના ઘરેણાને નીરખીને જોઈ રહી હોય ...કૈક જિજ્ઞાસાથી , કૈક અપેક્ષા થી ... મને પણ આ મળી જાય તો કેટલું...!? સારું એવી આશા સાથે સ્વાતિ પણ જોઈ રહી હતી કે કદાચ સંજ્ઞારૂપી ભાષાને ઓળખવા કોઇક ખૂટતી કળી મળી જાય . એને પણ આગળ-પાછળના પૂંઠા જોયા જે જરૂર કરતા વધારે મોટા હતા . જેના પર ચિતરેલી ભાત જોઈને કહ્યું
"નક્કી આ ક્યાંકનો નકશો હોવો જોઈએ "
" હા , અમને પણ એમજ લાગે છે , પરંતુ કંઈ જગ્યાનો એની જાણકારી નથી "
" એમાં આડાઅવળી લીટીઓ રસ્તા છે , આ ત્રિકોણ આકાર ....અંઅઅ.... પર્વતો હોઈ શકે.....અને આ લંબગોળ શુ બતાવે છે...??"
" કદાચ જળાશય ..."
" હા બરાબર ... ..અને આ ૐ .... એ કદાચ કોઈ મંદિર હોઈ શકે છે ."
"જરૂરથી હોઈ શકે છે.... આમ પણ અમારાં ગામની નજીક જ પેલા પોળોના જંગલો આવેલા છે , જેમા સેંકડો વર્ષે જુના ખંડિત મંદિરો છે અને ઘણા રહસ્યો દફન છે "
" તો આ નકશો પણ કદાચ......" સ્વાતિ આવેશમાં . આવીને બોલી ઉઠી .
" હા પરંતુ એ (ગાંડો થઈ ગયેલો) વ્યક્તિ અહીંયા આવ્યો હતો કેમ !!?? એ પ્રશ્ન હજી પડકારરૂપ છે ."
જો એક વખત બે માંથી એકાદ વ્યક્તિ સાજી થઈ જાય તો જાણી શકાય કે એ રાત્રે શુ બન્યું હતું ..!!?? પેલો પાગલ થયેલો વ્યક્તિ ત્યાં શુ કરી રહ્યો હતો ...!?? આ પુસ્તકને એ ઘટના સાથે શો સંબંધ છે ..!!? સૌથી મોટો પ્રશ્ન કે આ નકશો છે ક્યાંનો ..? જો કોઈ એક કડી મળે તો આખી ઘટનાનો તાગ મેળવી શકાય એમ હતું .
" પેલો કેમેરા પણ સાથે જ મળેલો ....??" સ્વાતિએ પૂછ્યું
" હા , એ કેમેરા પેલા પાગલ થઈ ગયેલા વ્યક્તિના ગળે લગાવેલો હતો " એટલું જણાવી કેમેરા સ્વાતિને ધર્યો .
" કેમેરા ખુલી રહ્યો નથી ... Password protected .. હવે આ નવુ શુ છે પાછુ ..આનો પાસવર્ડ ..??"
" વહી તો દિકકત હૈ જનાબ...લડને નિકલ પડે હૈ હમ , ભૂલકર અપની તલવાર...."
"લડાઈ ...તલવાર....??" સ્વાતિને કંઈ સમજાયું નહી.
" મતલબ કે શોધખોળ કરવા તો નીકળી પડ્યો છુ કે એ રાતે શુ બન્યું હતું , પરંતુ હાથમાં એવા કોઈ નક્કર પુરાવા નથી કે જેનાથી આગળ વધી શકાય " મહેન્દ્રરાયે ફોડ પાડી
" ઇન્ટરેસ્ટિંગ.... મેં શેરલોક હોમ્સ ખૂબ વાંચી છે . એ વાંચતી સમયે મને વિચાર આવે છે કાસ ...હુ પણ ડિટેક્ટર હોવું .... કે પછી રૉ (RAW) કે મોસાદ જેવી એજેન્સી માં હોવું ...."
" પણ તમે તો ડૉક્ટર ....."
" હા , ડૉક્ટર બનવાની છુ .. પરંતુ શોખ બડી ચીઝ હૈ જનાબ..." કહીને ખડખડાટ હસવા લાગી . પછી એક લાંબું મૌન વિત્યું.
" જો તમને તકલીફના હોયતો હુ પણ આ શોધખોળમાં તમારી મદદ કરવા માંગુ છુ " મૌન તોડતા સ્વાતિ બોલી ઉઠી.
" હે..?" પોતાના કાન પર વિશ્વાસના હોય એમ મહેન્દ્રરાયે સ્વાતિ સામે જોયું .
" હા... મારે પણ જાણવું છે કે આ ભૂતપ્રેત ઇત્યાદિ સત્ય છે કે કેમ... અને પેલો તમારા પૌરાણિક ગ્રંથ વિશે મારે પણ જાણવું છે અને આ બધી શોધખોળનું પ્રત્યેક્ષ સાક્ષી બનવું છે "
" ઠીક છે ... ઘરે જઈને વિચારીએ "
આટલું કહીને મહેન્દ્રરાયે જીપ હંકારવાનું શરૂ કર્યું . ઉબળ-ખાબડ રસ્તાઓને વીંધતી જીપ આગળ વધી રહી હતી . ક્ષિતિજ પરનો સૂર્ય કેસરી રંગે રંગાયેલો હતો જે પોતાના અદ્રશ્ય થવાનો સંકેત આપતો હતો . ગામના ગોવાળો પોતાની ચરાવેલી ગાયો-ભેંસો નો કાફલો લઈને ગામ ભણી જઇ રહ્યા હતા .ગાયોને ગળે બાંધેલી ઘંટીઓ મધુર શ્વર સાથે રણકી રહી હતી અને રસ્તામાં વેરાતાં છાણની ગંધ ઠંડા વાતાવરણને ખુશનુમા બનાવી રહી હતી , પરંતુ બે વિચારમગ્ન આત્મા વાતાવરણને કોઈક અલગ જ માર્ગે લઈ જાવા માંગતી હતા. એક મન સ્વાતિની સુંદરતામાં ખોવાયેલું હતું અને બીજુ મન આ ઘટનાક્રમને વારંવાર દોહરાવી રહ્યું હતું ... કદાચ કોઈ કડી મળી જાય . સમય કેમ વીત્યો એ ખબર જ ના પડી .
અચાનક જીપનું બેલેન્સ ખોરવાતા મહેન્દ્રરાયે જીપને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીપ ઝાડ સાથે થોડી અથડાઈ ગઈ .બંને વાસ્તવિક પરિસ્થિતિમાં પાછા આવ્યા . નીચે ઉતરીને જોતા એક બાજુના ટાયરને પંકચર થઈ ગયું હતું ... કોઈ અણીદાર ખીલ્લીવાળું લાકડું ટાયરમાં પેસી ગયું હતું જેથી ઘણીબધી ખીલ્લીઓ ટાયરમાં ઘુસી જવાથી બેલેન્સ બગડ્યું હતું . એક સ્પેર વ્હીલ પડ્યું હતું પરંતુ એનો જેક હતો નહીં .મહેન્દ્રરાય કૈક જુગાડ કરવા મથે છે અને સ્વાતિ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, કદાચ ભગવાન પણ છોકરીની વાત જલ્દી માની લેતો હશે કે કેમ પરંતુ થોડી જ સેકૅન્ડો વીતી હશે ત્યાં એક બળદગાડું આવતું દેખાયું જેમાં બેઠેલા શારીરિક રીતે કસાયેલા શરીર ધરાવતા ખેડૂતો નજીક આવ્યા અને પૂછ્યું
" શુ થયુ સાહેબ ... ગાડી બંદ પડી ગઈ છે કે ..?"
" ના ના મોટાભાઈ , આ ટાયર પંચર થઈ ગયું છે . ગાડીમાં આજે જેક નથી . શુ તમે મદદ કરી શકશો ...?"
" જેક-બેકમાં અમને ખબર ના પડે સા'બ પણ મદદ જરૂર કરી શકીશું ...!!"
રસ્તો ગામડાનો હોય ભાગ્યેજ વાહનો કે બળદગાડા નીકળતા એથી બળદને ત્યાંજ ઉભા રાખી બે વિશાળ દેહાતી શરીર ધરાવતા પુરુષો બહાર નીકળ્યા . જીપનું જે બાજુનું ટાયર પંચર થયું હતું એ બાજુ ઉભા રહી બંનેએ એકબીજાને સંકેત આપ્યો અને આખી જીપ એક બાજુથી હવામાં ઉચકાઈ ગઈ .
" લો સાહેબ.. હવે તમતમારે બદલી નાખો મોટરનું પૈડું " બંને ભાઈની તાકાત જોઈને સ્વાતિ અને મહેન્દ્રરાય બંને દંગ ગયા .ના કોઈ કસરત કે ના કોઈ શક્તિવર્ધક ખોરાક છતાં આટલી બધી તાકાત ..!!? એ કોઈ અતિ શક્તિશાળી આત્માઓ હતી . કદાચ એજ તાકાત છે દેશની માટીમાં કે જે માણસ પોતાનું જીવન માટીને સમર્પિત કરી દે છે તે માટી માણસને અન્ન , ધન, વસ્ત્રાદિક થી પૂર્ણ કરી દે છે.
"મહેન્દ્ર જી ...જલ્દી ..." કોયલનો અવાજ સાંભળી મહેન્દ્રરાય પોતાના કામે લાગી ગયા .ટાયર બદલી બંને ખેડૂત ભાઈઓને ધન્યવાદ આપી જીપ ફરી હંકારી મૂકી .
દૂર એક કાળી એમ્બેસેડર ઉભી હતી . જેની અંદર બેઠેલા બે કાળા કપડાં પહેરેલા આદમી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અથવા કોઈ કારણોસર ત્યાં ઉભા હતા અને બસ જોવા ખાતર જોઈ રહ્યા હતા . ઉપર થી લઈને નીચે સુધી કાળા કપડામાં સજ્જ કોઈ યુનિફોર્મમાં હોય એવું લાગતું હતું . એમના મોઢા પરનો રંગ આ દ્રશ્ય જોઈને તંગ રહી ગયો હતો પેલા બે ખેડૂતોની તાકાત એમને અશક્ય લાગી રહી હતી એમના મોઢા પર થોડો ગુસ્સો હતો જાણે એ બન્ને એ પોતાના મહત્વપૂર્ણ કામમાં બાધારૂપ બન્યા હોય . જીપને આગળ વધતી તેઓ જોઈ રહ્યા , પાછળ પાછળ પેલું બદળગાડું જઇ રહ્યું હતું . આ જોઈ એક માણસે પોતાનો હાથ જોશથી ગાડીના હોર્ન સાથે અથડાવ્યો જાણે પોતે કોઈ મહાન કામમાં નિષ્ફળ ગયા હોય . હાથ ભટકાવવાની સાથે હોર્નનો તીવ્ર અવાજ થયો અને જાણે એ અવાજ પેલા બંને દેહાતી ભાઈઓને પણ સંભળાયો હોય એમ બન્ને એકસાથે પાછળ ફર્યા , બંનેના ચમકતા મુખારવિંદ કોઈ દેવરૂપ મનુષ્યની પ્રતીતિ આપતા હતા જાણે કાળી એમ્બેસેડર વાળાના મિશનને નિષ્ફળ બનાવ્યું હોય એમ બંને દેહાતી આમની નિષ્ફળતા પર લુચ્ચુ હાસ્ય વેરી રહ્યા હતા . આ વાત પેલા બે કાળા કપડાં વાળાના માનવામાં આવે એવી ન હતી . તેઓ સપનું જોવે છે કે હકીકત એ જોવા બંનેએ એક સાથે આંખો ચોળી જે સંયોગ હતો , આંખો ખોલતા જ પેલા બંને ભાઈઓ પણ ગાયબ હતા અને બદળગાડું પણ ....!!
પી...પી.... હોર્ન વગાડતા જ બાબુકાકા દરવાજો ખોલવા બહાર આવ્યા. દરવાજો ખોલતા જ દેખાયું કે , આખું મકાન જ ઝળહળી રહ્યું હતું . ઘણા બધા દિવડા અને રંગબેરંગી રોશનીથી ઘરને સજાવીને રાખ્યું હતું . જાણે ભગવાન રામ વનવાસ બાદ પાછા આવી રહ્યા હોય અને અયોધ્યાના નગરજનો એ એમના સ્વાગત માટે દિવડા પ્રગટાવ્યા હોય એવું લાગતું હતું .ભવ્ય સ્વાગત તો હોય જ ને , અંતેતો પોતાની એકલોતી વારસદાર આજે પધારવાની હતી . જેટલું કરે એટલું ઓછું હતું . કારણ કે આ સ્વાતિ જ હતી જેના લીધે ડૉક્ટર પેલા ધ્રાસકા માંથી બચી શક્યા હતા . જો સ્વાતિ ના હોત તો એકાદ હાર્ટ-એટેક તો ડૉ.રોયને આવી જ ગયું હોત .....!! જેટલી વાર સ્વાતિ આવતી એનું ભવ્ય સ્વાગત થતું . ઘરમાં બાબુકાકા અને ડોક્ટર સ્વાતિની પાછળ પાછળ ફરતા મારી દિકરીને શુ ભાવે અને દિકરીને શુ જોઈએ એ વાતનું હંમેશા ધ્યાન રખાતું .સ્વાતિ હોય ત્યારે ખરા અર્થમાં આ ઘર ઘર લાગતું , હર્યું-ભર્યું લાગતું જાણે કોઈ ઉત્સવ કે તહેવાર હોય . બાકીતો વેરાન વગડા જેવું જ લાગતું . ઘરમાં દરવાજામાં પ્રવેશતા જ સ્વાતિની આરતી ઉતારવામાં આવી . પછી એજ આરતી થી પોતાની ગુમ થઈ ગયેલી માતા , ભાઈ અને બહેનની આરતી ઉતારાઇ . દરેક વારની જેમ આ વખત પણ સ્વાતિની આંખોના ખૂણા ભીંજાઇ ગયા . કોઈ જોવે એ પેલા આખો સાફ કરીને પોતાનાં દાદા સમાન બાબુકકને પગે લાગી .
" જય શ્રી કૃષ્ણ , બાબુકાકા ......."
" જય શ્રી કૃષ્ણા બેટા ...કેટલા દિવસે આવી તું .... તને જોવા આંખો તડપતી હતી બેટા " અને બધાજ માઁ-બાપનો સામાન્ય પ્રશ્ન પૂછ્યો " કેટલી દુબડી થઈ ગઇ છે સ્વાતિ બેટા ...ત્યાં જમવાનું નથી આપતા કે શુ ...??"
" ના ..ના એવું કઇ નથી માય ડિયર કાકુ.... પેલા એ કહો ડૉ.રોય ક્યાં છે " પ્રેમથી કે પછી ટોણો મારતી વખતે સ્વાતિ પોતાના પિતાને પપ્પા કે પિતાજીને બદલે ડૉ.રોય કહીને સંબોધતી .
" બસ આવતા જ હશે બેટા ...તારો રૂમ સાફ-સુફ કરીને તૈયાર રાખ્યો છે . તું હળવી થઈને નીચે આવી જા ત્યાં સુધીમાં સાહેબ પણ આવી જશે "
" ઓકે ....બાબુકાકા .... " કહીને નીકળી ગઈ .
ડૉક્ટર થોડી જ વારમાં હાજર થયા . આજે એમના મોઢા પર કોઈક અલગ જ ભાવ વર્તાતો હતો . નહતો આ શોક કે નહોતું એ દુઃખ ..બસ સ્થિર ગંભીર ચહેરે તેઓ ઘરે પહોંચ્યા . સાથે બળવંતરાયની પણ કૈક એવીજ હાલત હતી . બંને શાંતિથી સોફા પર બેઠા . બાબુકાકા વાતાવરણને સમજીને બંને માટે એક મસાલેદાર ગરમ ચા લઈને આવ્યા . બસ ચાની ચૂસકીની ડૉક્ટરને હળવા કરવા પૂરતી હતી .
" પપ્પ્પ્પા......" સ્વાતિ પાછળથી આવીને ડૉ.રોયને ભેટી પડી .ચાની ચૂસકી મારતા પહેલા જ બદલાયેલા ભાવો બાબુકાકા નિહાળી શક્યા . મનોમન ભગવાનનો આભાર માનતા કે " કે મારા પ્રભુ ... તારો કેમ કરીને આભાર માનું ...??!! મારા સાહેબના પરિવારને વેર-વિખેર થતું બચાવ્યું છે મારા વાલા.... જો એ દિવસે કદાચ સ્વાતિ રૂપે તું ના આવ્યો હોત તો કદાચ...કદાચ મારા સાહેબ ગાંડા થઈ ગયા હોત..."
" બાબુકાકા ..તમે મને કીધું પણ નહીં કે સ્વાતિ આવી ગઈ છે ...??" બાબુકાકાનું મનોમંથન તોડતા ડૉક્ટરે કહ્યું
" અરે સાહેબ...તમે થોડા વ્યાકુળ દેખાયા... તો શુ થયું હશે ...?? એ વિચારમાં ભુલાઇ જ ગયું "
આજે ડૉક્ટરના મોઢા પર ખડખડાટ હાસ્ય હતું જે ભાગ્યે જ જોવા મળતું , જે પુત્રીના ઘરમાં આગમનના લીધે હતું એ સ્પષ્ટ હતું . ખરેખર સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે એ વાત દિવા જેવી સ્પષ્ટ છે . કોઈવાર મિત્ર બનીને ...કોઈક વાર માતા બનીને..કોઈક વાર પત્નિ બનીને તો કોઈ કોઈ વાર ભગિની બનીને હંમેશા સાથ આપતી રહે છે .સ્ત્રીનો પ્રેમ શુદ્ધ પ્રેમ હોય છે કારણ કે એમાં અપેક્ષા કે આશાને કોઈજ સ્થાન નથી હોતું .
" એ બધું છોડો ર્ડા.રોય ... આજે મને લેવા કેમ ના આવ્યા ...!!?"
" બેટા... તને તો ખબર છે ....ડૉક્ટર બન્યા એટલે પહેલી ફરજ દર્દીઓની સેવા આવે છે પછી પરિવાર...."
" બસ એજ સાંભળવું હતું મારે માય ડિયર ડેડું...!!"
રાત્રે જમીને પાંચે જણા બગીચામાં ગોઠવાયા . અલક-મલકની વાતો થતી રહી . ડૉક્ટર આજે ખરેખર ચિંતામુક્ત થઈને હસી રહ્યા હતા . પોતાની પુત્રીની વાતો કોઈ નાના બાળક જેમ બસ સાંભળી રહ્યા હતા . કદાચ ડૉ.રોય સ્વાતિની વાતો કરતા સ્વાતિનો અવાજ સાંભળતા હતા ... કેટલો દુર્લભ હતો એ અવાજ ....??!! ક્યાં પપ્પુ ..ડેડું ..જેવી કાલી-ઘેલી ભાષામાં બોલતી સ્વાતિ અને ક્યાં એકી શ્વાસે આખી વાત કરી નાખતી સ્વાતિ ...ખરેખર સ્વાતિ મોટી થઈ ગઈ હતી અને હવે થોડા વર્ષો પછીતો કોઈ યોગ્ય મુરતિયો જોઈને વળાવવી પણ પડશે અને ફરી જિંદગીમાં અંધકાર ફેલાઈ જશે . આ વાત ડૉ.રોય માનવા શકવા તૈયાર જ નહોતા . એમના મન સ્વાતિ હજી નાની બાળકી જ છે જેની પાછળ દૂધની બોટલ લઈને ડૉ.રોય દોડતા ...!! એને ખભે બેસાડી છેક શહેરની બહાર ભાગોળ સુધી લઇ જતા અને દર રવિવાર પોતાની જાતે સોજીનો શિરો અને અન્ય મનપસંદ ચીજો બનાવતા .
" પિતાજી ...શુ વિચારી રહ્યા છો ..?"
" કઈ...કઇ.... બેટા...આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને....!!??" આંખોના ખૂણા પર આવેલા બે બિંદુઓ લૂછતાં પૂછ્યું
" તમારી દિકરી બહાદુર છે .... તમને તો ખબર જ છે "
" હા ... દિકરી કોની છે અંતે તો....??'" કહીને બંને ખડખડાટ હસવા લાગ્યા
" ચાલો હવે સુઈ જઈએ બાકીની વાતો કાલે સવારે ...શુભ રાત્રી.."
" શુભ રાત્રી..." બાકીના સૌએ ઝીલી લીધું
" અને બળવંતરાય , તમે બંને થોડીવાર ઉભા રહો કામ છે થોડું "
" ઠીક છે ..."
બધાના ગયા પછી ડૉ.રોયે એક ઉંડો શ્વાસ લીધો અને પોતાની વાત શરૂ કરી ,
" વાત કોઈક એમ છે કે ..... અંઅઅ..... "
" ડૉક્ટર સાહેબ જે હોય એ સીધું જ કહી દો ..તો સરળતા રહેશે તમને પણ અને અમને પણ "
" જેવી તમારી ઈચ્છા ... વાત જાણે એમ છે કે આગળ કહ્યું એમ બાબુડો કોમામાં જતો રહ્યો છે હવે એ ક્યારે ઉઠે એ તો બસ ઉપરવાળાના હાથમાં છે ..કદાચ હમણાંજ એક કલાક માં ...કદાચ બે..ચાર દિવસ કે મહિનામાં .....કદાચ કોઈ દિવસ નહીં ..." ડોક્ટર બોલી ગયા .
" હેં...સાહેબ જે કરવું પડે એ કરો પણ આ બાબુડાને બેઠો કરો ...એકતો બિચારો ગામનો અનાથ બાળક છે , અને એ રાત્રે બનેલી રહસ્યમય ઘટનાની જાણકારી માટે ખૂટતી કડી પણ...!! "
" હુ પૂરો પ્રયત્ન કરી રહ્યો છુ ... એને જોઈને વર્ષો પહેલા ખોવાયેલ મારા બાળકની પ્રતીતિ થાય છે , રહી વાત રહસ્યમય ઘટનાની એ જાણવા હુ પણ આતુર છુ ..."
" અને પેલા પાગલનું શુ થયું ....?"
" હા , ઘણીબધી ઘટનાઓ માં જો કોઈ વ્યક્તિ ઘટના કે પરિસ્થિતિ થી આઘાત પામીને ગાંડા બની ગયા હોય તો એના મગજને હળવો ઇલેક્ટ્રિક શૉક આપતા એની યાદશક્તિ પાછી આવવાના ૪૦% ચાન્સ વધી જાય છે ..પરંતુ... "
" પરંતુ શુ ડોક્ટર સાહેબ...??"
" જો એ વ્યક્તિ મનથી જ હારી ગઈ હોય અને પોતાની રોજિંદી જિંદગીમાં પાછી આવવાના માંગતી ના હોય તો શૉક થી એનું મૃત્યુ પણ થઈ શકે છે .....!!" અને આગળ કહ્યું
" તમે બંને હાલ આરામ કરો ...કાલે વિચારીને જવાબ આપજો ...શુભ રાત્રી " આટલું કહીને ડૉક્ટર રોય પણ સુવા ચાલ્યા ગયા .
મહેન્દ્રરાય અને બળવંતરાય પોતાના કમરામાં જઈને સૂતો. દિવાલ ઘડિયાળ પરના ટકોર રાત્રીના ૨:૦૦ વાગ્યાનો સમય દર્શાવતા હતા પણ મહેન્દ્રરાયને કેમેય કરીને ઊંઘ આવતી નહોતી . આખા દિવસમાં બનેલા ઘટનાક્રમને વારંવાર સ્મૃતિપટ નિહાળી રહ્યો હતો . કશુક હતું જે ખટકતું હતુ , અયોગ્ય હતું જે કશુક અજુગતુ લાગી રહ્યું હતું . પરંતુ શુ ...!!? પકડ્યામાં આવતું નહોતું. એકવાર...બેવાર... પાંચવાર...આખી ઘટના નિહાળ્યા પછી
" ઓહ...ભગવાન શુ ખરેખર એ સત્ય છે જે મારી આંખોએ જોયેલું ...??!
દૂર પાછળ ઉભેલી કાળી એમ્બેસેડરનો એક ચહેરો જે કૈક પરિચિત જણાતો હતો , પરંતુ ટાયર બદલતા સમયે આવું કશું વિચારવાનો સમય નહોતો , તેથી યાદ ના આવ્યું કે એ ચહેરો ખરેખર પરિચિત છે કે કેમ ....!!? પણ એ ચહેરો કૈક ખટક્તો હતો , વારંવાર મનોમંથન કરતા જણાયું કે
"આતો..આતો પેલો જ્યોતિષ ...હરામખોર જ્યોતિષ ...!!? અહીંયા ...!!? " આટલું બોલી મહેન્દ્રરાય સફાળો જાગી ગયો.
" શુ થયું ...ઊંઘ નથી આવી રહી ..!?? કે કોઈ દુવાસ્વપ્ન આવ્યું ..!!?" બળવંતરાયે પૂછ્યું
" દુવાસ્વપ્ન...!!? એના માટે ઊંઘ આવવી પડેને ...!! આજે બનેલી ઘટના વિચારી રહ્યો હતો એમાં એક વાત ખટકે છે "
" કઈ વાત ...!!?" બળવંતરાયે પૂછ્યું


5
મહેન્દ્રરાયે આજે રેલવે સ્ટેશન પર બનેલી ઘટના કહી સંભળાવી . જ્યોતિષ જે રેલવે સ્ટેશન પર દેખાયો હતો અને કદાચ પેલી કાળી એમ્બેસેડરમાં પણ દેખાયો હતો . જો ખરેખર બંને વ્યક્તિ એક જ હતા તો બંને વચ્ચે કશો નક્કર સંબંધ જરૂર હોવો જોઈએ .

"જો એકવાર પીછો કર્યો હોય તો બીજીવાર પણ જરૂરથી પીછો કરવાની કોશિશ કરશે જ " બળવંતરાયે સૂચવ્યું .
વાત ખરેખર સાચી હતી. જો એકવાર એ કાળી એમ્બેસેડર અને પેલી વ્યક્તિ એ પીછો કર્યો હોય, તો એની પાછળ કોઈક ઉદ્દેશ્ય હશે. અને જો હજી સુધી એ ઉદ્દેશ્ય પૂર્ણ નહી થયો હોય તો જરૂરથી આ ઘટના ફરી બનશે એ પણ નજીકના સમયમાં જ . પરંતુ હવે વધુ સતર્કતાની આવશ્યકતા હતી કારણકે એ વ્યક્તિ કોણ છે ...!? શા માટે પીછો કરી રહ્યા છે ...!? એનો ઉદ્દેશ્ય કેટલો સારો કે ખરાબ છે ...!? એ વાતની હજી કોઈ માહિતી નહોતી . કદાચ એ પોતાના શુભચિંતકો હોઈ શકે અથવા એમના દુશ્મનો પણ.. પરંતુ હવે પ્રશ્ન એ હતો કે ઉદ્દેશ્ય શુ છે...!!?
બીજી તરફ સ્વાતિ પણ પડખા ફેરવી રહી હતી .એને પણ ઊંઘ આવતી નહોતી , બસ એક જ સવાલ એને કોરી ખાતો હતો કે શુ બન્યું હશે એ રાત્રે ...!? જેને બે સાજા સારા વ્યક્તિની આવી હાલત કરી ....!!? મેડિકલ સાયન્સમાં ઘણી ઘટના બનતી હોય છે જે કૈક વિશિષ્ટ , અવિશ્વસનીય હોય છે પરંતુ આ ઘટના તદ્દન સામાન્ય પ્રકારની હતી છતાં કૈક એવું બન્યું હતું જે સમજાતું નહોતું , અયોગ્ય હતું . પરંતુ શુ ...!!?? એનો કોઈ જવાબ હાલ મળી રહ્યો નહોતો .
શુ બન્યું હતું એ રાત્રી એ ...!!? એ જાણવાના ઉત્સુકોની સંખ્યામાં સ્વાતિ રોયનો પણ વધારો થયો હતો .
ડૉ.રોયને પુત્રીના ઘેર આવવાનો અત્યંત આનંદ હતો , સાથે પોતાની પ્રિય મોનીની ખૂબ યાદ આવી રહી હતી . બાબુડો કોમામાં હતો એટલે એનું રોજે ૬ વખત ચેકઅપ કરવું , પેલા પાગલ વ્યક્તિના અપડેટ લેવા બન્ને ને જેમ બને તેમ જલ્દી ભાનમાં લાવવા વગેરે જવાબદારીઓ પુરી કરવામાં કોઈ કચાશ તો નથી રહી જતી ને ...!!? પોતે એમના માટે વધુ સારું શુ કરી શકે ..!? એ ચિંતામાં એમને પણ ઊંઘ આવતી નહોતી .
આમ મોડી રાત્રી છતાં ચાર માણસો કોઈ નિશાચર ઘુવડની માફક જાગી રહ્યા હતા .બધાની પાછળ જવાબદાર કારણ એકજ હતું . એ રહસ્યમય ઘટના જે એ રાત્રે ઘટી હતી ....!
ખૂબ મોડી રાત્રી થઈ ગઈ હતી હવે તમરાઓ પણ પોતાનો કર્કશ અવાજ કરી થાક્યા હતા અને કદાચ સુઈ પણ ગયા હતા , દિવાલ ઘડિયાળ પર ત્રણ ટકોરા સંભળાઈ ચુક્યા હતા .હવે ધીમે ધીમે ચારે વ્યક્તિ વિચારોના વમળો માંથી મુક્ત બની રહ્યા હતા અને આંખોમાં ધીમે ધીમે ઊંઘથી ભરાઈ રહી હતી . ક્યારે આંખો ઊંઘી ગઈ (મગજતો હજુ વિચારમગ્ન જ હતું ....!!!) એની ખબર જ ના રહી .

(ક્રમશઃ )