સાપસીડી 13
વિજયની ઉજવણી જોરશોરથી ચાલી રહી હતી...સાથે સાથે હોદ્દા અને પોસ્ટની ખેંચતાણ પણ જોરોમાં હતી.
ચારે તરફ આજ હવા હતી. બધાને મહત્વના હોદા જોઈતા હતા. ખાસ તો જેમl ગ્રાન્ટ અને સતા વધુ હોય. મેયર, ડે. મેયર અને સ્ટે કમિટી ચેરમેન આમ તો વધુ મહ્ત્વની પોસ્ટ હતી. ત્યારબાદ જુદી જુદી કમિટીઓ ને તેના ચેરમેનની પોસ્ટ હતી.
માયા અને મયુરના લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી. મયુર દુબઈથી આવી રહ્યો હતો.લગ્નના દસ દિવસ પહેલા જ અને મહિનો રોકવાનો હતો. દરમ્યાન ગરબા રlસ માટે પાર્ટી પ્લોટ અને બાકી લગ્ન માટે રિસોર્ટ તેમજ જાન માટે પણ રિસોર્ટમાં બુકીંગ થઇ ગયું.
કેટલાક ખાસ ફકશન ને મહેમાનો માટે સ્ટાર હોટલમાં બુકીંગ કરી નાખવામાં આવ્યું. આમ તો બધા ટેન્ટટિવ બુકીંગો થઈ જ ગયા હતા. લગ્ન ધામ ધૂમથી કરવાનl હતા અને ખર્ચ કરોડોમાં હતો .પ્રતિકની બધી જ તૈયારી ઓ હતી.
વળી ચૂંટણીમાં જીત પછી કેટલાક મિત્રો અને મોટી વ્યક્તિઓ એ સ્પોન્સરશીપ કરી હતી. એટલેકે જુદા જુદા ખર્ચ તેઓ કે તેમના તરફથી ગિફ્ટ સમજવાનું હતું ,ચૂકવવાના હતા.
જીત પછીનો એક માસ તો હોદા લેવાના અને જીતના જશનમાં જવાનો હતો. દરમ્યાન લગ્નની તૈયારીઓ પણ કરી નાખવાની હતી.
તૃપ્તિ માટે ડે મેયર કે સ્ટે કમીટી ના ચેરમેન નું પદ માટે પ્રતિકે મહેનત કરવા માં કંઈ બાકી ન રાખ્યું. જો કે હરીફાઈ મોટી હતી. એટલે પતો ન ખાધો.
તૃપ્તિ બ્રાહ્મણ હતી એટલે પ્રતિકે માન્યું હતું કે ચાનસીસ સારા છે. જો કે આ તર્ક ન ચાલ્યો.
આખરે તૃપ્તિને પાર્ટી એ વોટર કમિટીમાં ડે ચેરમેન તરીકે મૂકી .તેનl થી સંતોષ મlનવો રહ્યો.
પ્રતીકને પોતાના અનુભવનો ઉપયોગ થાય તેવું કામ જોઇતું હતું .હોદ્દો પણ એ પ્રકારેજ મળે તેમ માનતો હતો. પ્રતિક ને પાર્ટીએ રોડ એન્ડ ડેવલપમેન્ટ કમિટીમાં ડે ચેરમેન તરીકે જવાબ દારી સોંપી.
બને યુવlન હતા અનુભવી અને પ્રોફેશનલ હતl. પહેલી વાર આ પ્રકારની ચૂંટણી જીત્યા હતા. અને પાર્ટીએ નાના હોદામાં પણ તેમને કામ અને જવાબદારી સોંપી હતી. પ્રતીક અને તૃપ્તિ એ કામ સારી રીતે કરી શકે તેવા આશીર્વાદ જ સેવા સમાજના વડીલો પાસે જઈને લીધા.
આખરે આ જ તો ખૂબી છે ઇન્ડિયા પાર્ટીમાં અને તેના કાર્યકરોમાં...જે પણ જવાબદારી સોંપlય, કામ સોંપાય તે દેશ માટે અને સમlજસેવા તરીકે કરવાનું હોય છે. વ્યક્તિગત મહ્ત્વકાંશાઓ ને અહીં સ્થાન નથી.
આ નાનો હોદો એ મોટી જવાબદારી બની જવાનું છે બને માટે ...અને તેમજ થયું ….
જે સિન્સિયર હોય તેના ભાગે હમેશા વધુ કામ આવતું હોય છે.આતો ટેક્નિકલ ને જાણકાર પણ હતા..બને કમિટીઓમાં શહેરમાં પુષ્કળ કામ પણ હતું અને બજેટ પણ મો માંગ્યું મળતું હતું.
પ્રતિકને તો અમદાવાદને દુબઇ બનાવવાનું સ્વપ્નું હતું.. બસ પછી તો પૂછવાનું જ શુ ….એને કોર્પોરેટર થઈને બેસવાનું નહોતું. હજુ તો આગામી વર્ષે આવતી વિધાનસભા માં લડવી હતી ચૂંટણી .અહીં જેમ થયું તેમ નરોડા ન મળે તો શહેરમાં ગમે ત્યાં અરે ગુજરાતમાં પણ તે કોઈ પણ સીટ ઉપર લડવા તેયાર હતો.
પણ એના સમાજના જ કોઈ સિનિયર તેની સામે આવીને ટિકિટ લઇ જતા હતા. આ વખતે એવું ન બને એ માટે એણે પ્રયત્નો કરવા રહ્યા. યુવા તરીકે તે પાર્ટીનો ચહેરો બનવા માંગતો હતો . કમ સે કમ પોતાના સમlજમl તો ખરું જ …
જે થોડો સમય સિટીમાં સતા મળી છે તેનો ઉપયોગ કરીને કઈક કરવું છે ,જેથી બતાવી શકાય ટિકિટ માંગતી વખતે.
મહાદેવના મંદિરે દર્શન કરી તૃપ્તિ દેશપાંડે એ તેના હોદા નો ચાર્જ લઈ લીધો .આમ તો તેની ઉપર મેયર, ડે મેયર ,સ્ટે કમિટી ચેરમેન અને વોટર કમિટીના ચેરમેન હતા .છતાં રસ લઈને તેણે સો પ્રથમ તો વડોદરામાં પાણીની અછતવાળા વિસ્તારો અને મુશ્કેલી વાળા મકાનોનો અંદાઝ મેળવવાનો પ્રયાસ કર્યો.
વહીવટીતંત્ર ને તેણે આ માહિતી એકત્ર કરીને આપવા જણાવ્યું.
એક અંદાઝ પ્રમાણે 25 ટકાથી વધુ વસ્તી પlસે પાણી માટેના નળ નહોતા. જેમ ના ઘરો ભાગીદારીમાં હતા. તેમને ઘરો અને મકાનોની જ સમસ્યા હતી. કl તો ફૂટપાથ તેમનું ઘર હતી કે ઝુંપડા માં રહેતા હતા કે કાચા મકાનો હતા. એટલે ગટર કે પાણીના કોઈ અલગ કનેક્શનો નહોતા.
પહેલી જ મિટિંગમાં તેના મેમ્બર્સ ની મદદથી તૃપ્તિ અને સાથીઓએ નિર્ણય લીધો કે પાણીના કનેક્ષન જ્યાં ઘરોમાં સ્વતંત્ર નળ નથી અને સહિયારા જોડાણો છે તેવા મકાનોમાં સંખ્યા ડબલ કરી નાખવામાં આવે .અને પાણી આપવાનો સમય પણ આવા વિસ્તlરોમાં ડબલ રાખવામાં આવે.
એટલે કે શહેરમાં જ્યાં દોઢ કલાક પાણી આપતું હતું ત્યાં બધે બે કલાકનો સમય થઈ ગયો અને સાંજનો એક કલાક વધારાનો એમ અલગ .મોટા ભlગના ગીચ અને અછત વાળા વિસ્તારોમાં આ વ્યવસ્થા કરી દેવામાં આવી.
એટલે જ્યાં નળ ઘરોમાં સ્વતંત્ર આપવા શકય નહોતા તે બધા વિસ્તારો કે ઝૂંપડપટ્ટીમાં ને કાચા મકાનોના વિસ્તારો માં પાણી નl નળ ડબલ કરી નખાયl અને સવાર સંlજ ત્રણ કલાક પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું.
શહેરમાં બધાને ઘર મળે અને તે પણ પાકl તો જ ટોયલેટ, ગટર કે સ્વતંત્ર પાણીના નળ જેવી વ્યવસ્થા થઈ શકે છે.તે તો હવે સ્વીકારવુ જ રહ્યું.
પરંતુ એની સતા કમિટીને નહોતી કે એટલું બજેટ પણ નહોતું.
આખરે કમિટી એ સર્વસમતે નિર્ણય લીધો કે અlનુ પ્લાનિંગ કરી યોજના ગાંધીનગર હાઇલેવલ ને મોકલવી. આખરે ક્યારેક તો આ બધાને પોતાના ઘર,ટોયલેટ અને નળ ,ગટરો જેવી વ્યવસ્થા મળવીજ જોઈએ.
કારણ એ ન થાય તો શહેરમાં સ્વચ્છતા બનાવવામાં પણ મુશ્કેલીઓ આવે છે.
આમ તો તૃપ્તિનું નામ ડે મેયર કે સ્ટે કમિટીના ચેરમેન માટે મુકાયેલ. તૃપ્તિ ને એટલે જ ટિકિટ અપાઈ હતી. તૃપ્તિની ફેવરમાં હતા સંગઠન વાળા પાર્ટીના તેમજ સેવા સમાજના અગ્રણીઓ …
પરંતુ છેક છેલ્લે મંત્રીશ્રી મંદાકીનીબેનનો
ગાંધીનગરથી ફોન આવ્યો અને આખીજ
વાત પલટાઈ ગઈ….મંત્રીશ્રીની ખાસ વ્યક્તિઓ આ હોદા પર ગોઠવવા માં આવી .
આવુ બધું રાજકારણમાં થયા કરે છે .કોઈ નવાઈની વાત નથી. ખાસ પોસ્ટ પર મહત્વની વ્યક્તિઓ હમેશા પોતાના માણસો ગોઠવવા માંગતા હોય છે..
છેલ્લે તૃપ્તિને ખાલી ડે. ચેરમેન તરીકે વોટર કમિટીમાં મૂકી દેવામાં આવી.
તૃપ્તિને આ બધાની જાણ પછીથી થઈ .સમસમીને બેસવા સિવાય બીજો કોઈ ઉપાય ન્હોતો. વિરોધ કરે તો બિલકુલ ફેકાઈ જાય. આ પાર્ટી માં કડક શિસ્ત હતી.
પાર્ટી માટે દેશ મહત્વનો હતો ,વ્યક્તિ નહીં. એટલે જ બધાએ મંદાકિની બેનની જીદ માન્ય કરી. આમ પણ મંદાકિની બેનની દીકરીને પણ પાર્ટીએ હજુ સુધી ટિકિટ આપી નહોતી. એટલે એમની આવી બધી વાતો માન્યl વગર
છૂટકો જ નહોતો.
પાર્લામેન્ટમાં સ્વરાજની દેશની ચૂંટણી ઓ પછી લગ્નવય મર્યાદાનું બિલ પાસ થઇ ગયું હતું.
21 વરસની વય અને 20 વરસ સ્ત્રી માટે એમ મર્યાદા નવા બિલમાં હતી. એટલે કે લગ્નની વય વધારી હતી. આ એક બહુ મોટા સામાજિક સુધારા તરીકે સિંહ સરકારે સામાન્ય ચૂંટણી પહેલા લીધેલું પગલું હતું.
સાથે સાથે સરકારે વટહુકમ પણ પાસ કરી દીધો હતો તે પ્રમાણે સાધુ
થવાની વયમર્યાદા જે બિલકુલ નહોતી તે પણ 20 વરસની કરી દેવામાં આવી હતી. અને વળી આ વય મર્યાદા બધાજ ધર્મોને લાગુ પડતી હતી.
એટલે કે સાધુ થવાની કે લગ્નની વધારેલી વયમર્યાદાઓ બધાજ ધર્મોમાં એકસાથે જ અમલમાં આવતી હતી.
આ સુધારાઓએ ચુસ્ત લોકોમાં સ્વાભાવિક રીતેજ હલચલ મચાવી દીધી હતી. ઊહાપોહ પણ મોટો થઈ શકે તેમ હતો.
સવાલ મોટા થયા હતા કે જેઓ નાની ઉંમરે સાધુ થઈ ચૂક્યા છે તેમનું શુ ? વળી જેમના લગ્ન 20 વરસ પૂર્વે થયા છે તેમને આજદિન સુધી તો માન્યતા અપાઈ પણ હવે પછી નહિ.
જ્યારે નlની ઉંમરે સાધુ થઈ ગયા હોય અને 20 વરસ થવામાં વાર હોય એવા માટે જાહેરાત હવે પછી થનાર હતી. અlના કારણે પણ સlરી એવી ઉત્તેજના સમાજના અlગેવાનોમાં હતી.
.