Sapna Ni Udaan - 18 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 18

હવે પ્રિયા સાથે બનેલી ઘટના ને પંદર દિવસ થઈ ગયા હતા. મહેશ ભાઈ અને સંગીતા બહેન ને એ પરી , વિશાલ અને તેમના પરિવાર સાથે શિમલા ફરવા ગયા હતા. પ્રિયા અને અમિત હોસ્પિટલ માં કામ હોવાથી જઈ શક્યા નહોતા. પ્રિયા એ આ વાત તેમને જણાવી નહોતી, અને અમિત ને પણ કહેવાની ના પાડી હતી , કેમ કે આ વાત સાંભળી તેઓ પોતાનો પ્રવાસ મૂકી ને તેની ચિંતામાં અહી પાછા આવતા રહેત જે પ્રિયા ને પસંદ નહોતું. આજે તેઓ સાંજ સુધીમાં અહી ઘરે પહોંચી જવાના હતા. પ્રિયા એ વિચાર્યું કે આજે બધા ઘરે આવે પછી બધાને સાથે જ આ વાત જણાવું.

પ્રિયા આજે ઘરે જ હતી. તે આજે બધા આવે તે પહેલાં તેમના માટે જમવાનું તૈયાર કરી રાખવા માંગતી હતી. તે હવે રસોડા માં જઈ ને રસોઈ બનાવવા લાગે છે. થોડી વાર થાય છે ત્યાં પ્રિયા ને એવું લાગે છે કે તેને કોઈ પાછળ થી જોઈ રહ્યું છે, તે તરત પાછળ જોવે છે તો ત્યાં કોઈ નહોતું. ત્યાં તે આગળ ના હોલ માં કોઈક નો પડછાયો જોવે છે. તે તરત ત્યાં જઈ બોલે છે," કોણ છે અહીંયા ? " પણ તેને આજુબાજુ કોઈ દેખાતું નથી .

જેવી તે પાછળ ફરે છે ત્યાં એક વ્યક્તિ તેનું મોઢું દબાવી તેને ઉપાડી લે છે તેને ચહેરા પર માસ્ક પહેર્યું હતું. તે પ્રિયા ને લઈ ઉપર ના રૂમ માં લઇ જાય છે. પ્રિયા તેને ઓળખી શકતી નથી . તે ઉપર ના રૂમ માં પહોંચે છે ત્યાં પ્રિયા તે વ્યક્તિ ના હાથ પર પોતાના દાંત વડે બટકું ભરી જાય છે. તે વ્યક્તિના હાથ માંથી પ્રિયા છુટી જાય છે અને પ્રિયા જમીન પર નીચે પડે છે. તરત પ્રિયા બાજુમાં પડેલ વાંસ હાથ માં લઇ તેને બતાવતા કહે છે,

" કોણ છે તું? અહી કેમ આવ્યો છે? અહીં થી ચાલ્યો જા નહીતો સારું નહિ થાય"
ત્યાં તે વ્યક્તિ બોલ્યો ," પ્રિયા .. cool down..
હું છું" એમ કરી તે માસ્ક ખોલે છે , પ્રિયા તેને જોઈ ચોંકી જાય છે.
તે અમિત હતો.

પ્રિયા : "તમે અહીંયા, અને આમ ચોર ની જેમ આવાની શું જરૂર હતી, હું તમને ઘર માં આવાની કંઈ ના પાડુ છું ".....
પ્રિયા નારાજગી બતાવતા અમિત ને કહે છે.

અમિત : અરે! હું તમને સરપ્રાઈઝ આપવા માગતો હતો અને તમે શું કર્યું.... આ જોવો મારા હાથ માંથી લોહી નીકળવા લાગ્યુ.. આટલું જોર થી કોઈ બટકું ભરે....
પ્રિયા : સોરી સોરી મને થોડી ખબર હતી કે તમે હશો..

પછી પ્રિયા તરત દવા લાવે છે અને અમિત ના હાથ પર લગાડી દે છે અને પાટો બાંધી દે છે.
પ્રિયા : હવે કેવું ફીલ થાય છે?
અમિત : હવે ઠીક છે, તમે દવા લગાવી દીધી એટલે બધું જ સારું થઈ ગયું.
પ્રિયા : તો બોલો શું કામ માટે અહી આવ્યા હતા?
અમિત : કામ કશું નહોતું, બસ તમારી યાદ આવતી હતી. એટલે વિચાર્યું કે એક મુલાકાત કરી જ આવું. ..અને હવે તો કલાકે કલાકે તમારો ચહેરો જોવાનું મન થાય છે , જ્યાં સુધી ના જોવ મને ચેન જ પડતો નથી...
પ્રિયા : ઓહ... પણ હું દર કલાકે તો તમારી સામે ના રહી શકું ને.
અમિત : હા મને ખબર છે એટલે જ હું આનાથી કામ ચલાવી લવ છું.
અમિત પોતાના ફોન ની સ્ક્રીન પ્રિયા ને બતાવતા કહે છે. અમિત એ વોલપેપર માં પ્રિયા નો ફોટો રાખ્યો હતો.

આ જોઈ પ્રિયા નો ચહેરો લાલ પડી જાય છે.પછી બંને હસવા લાગે છે.

પ્રિયા : ડૉ. અમિત હું વિચારું છું કે આપણા બંને ના સંબંધ ની વાત આપણે ઘરે કહી દેવી જોઈએ.
અમિત : ના.. ના એવી ભૂલ ના કરતા. હા મારા ઘરે હું વાત કરીશ. પણ તમે તમારા ઘરે આ વાત કોઈને કહેતા નહિ.
પ્રિયા : પણ કેમ?
અમિત : કેમ કે હું જાતે આવીને અંકલ પાસે તમારો હાથ માંગવા ઇચ્છું છું. હું તેમને વધુ સારી રીતે સમજાવી શકીશ.
પ્રિયા : thank you so much ડો.અમિત. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તમારી જેવો સાથી મળ્યો છે. I love you.
અમિત : I love you too my Jann.
અમિત : પ્રિયા હું તમને બીજી એક વાત પણ જણાવવા આવ્યો છું.
પ્રિયા : હા બોલો ને..
અમિત : એસ.જી.એમ.યુ તરફ થી ફ્રી હાર્ટ ચેકઅપ માટે કેમ્પ થવાનો છે. તે પણ અહીંથી ૫૦૦ કિલોમીટર દૂર એક નાના ગામમાં. એક સરેરાશ મુજબ એ ગામ ના ૭૦% લોકો ને હૃદય ને અનુરૂપ તકલીફો છે. એટલે આ વખતે ત્યાં કેમ્પ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પ પંદર દિવસ નો છે . મારે પણ આ કેમ્પ માં હિસ્સો લેવાનો છે. તો હું એટલા દિવસ તમને મળી નહિ શકું. અને ત્યાં નેટવર્ક નો પણ ઘણો પ્રોબ્લેમ છે એટલે ફોન માં વાત થાય ના થાય.

પ્રિયા : કેમ્પ થવાનો છે તો હું પણ તેમાં ભાગ લેવા ઇચ્છું છું.
અમિત : ના , પ્રિયા આ કેમ્પ માં માત્ર મેલ ડોક્ટર્સ જ જવાના છે. કેમકે તે જગ્યા એવી છે. ત્યાં વસ્તી વધુ છે અને પૂરતી સગવડ નથી. એટલે તમારું ત્યાં આવવું સારું નથી.
પ્રિયા : ઠીક છે, પણ મારા લાયક કોઈ કામ હોય તો મને જરૂર કહેજો.

તેમની વાત પૂરી થતાં જ દરવાજો ખુલે છે. અને મહેશભાઈ, સંગીતા બહેન, પરી , વિશાલ, વિશાલ ના માતા અને પિતા અંદર પ્રવેશે છે. તરત પ્રિયા અને અમિત નીચે આવી જાય છે. અમિત ને અહી જોઈ પરી મસ્તી કરતા બોલી,

" ઓહો.. દેવરજી તમે અહીંયા? કોઈ ને મળવા આવ્યા હતા કે શું?"
અમિત : ના ભાભી... નહિ હા... . તમે લોકો અહી આવવના હતા તો મે વિચાર્યુ હું પણ થોડો વહેલો પહોંચી ને તમારું સ્વાગત કરું.

પરી : "અચ્છા...તો હા... ના .. કેમ કરો છો. આટલા ગભરાઈ કેમ ગયા ? "
આમ બોલી પરી હસવા લાગી.
સંગીતા બહેન : શું પરી તું પણ ગમે તે બોલે છે. આ તેમનું પણ ઘર છે જ. અને તે આપણને જ મળવા આવ્યા હોય ને .
પરી : હા મમ્મી મને ખબર છે, હું તો મજાક કરું છું.
વિશાલ : અરે ! અમિત આ તારા હાથ પર શું વાગ્યું?
આ સાંભળી અમિત પ્રિયા ની સામે જોતા જોતા બોલે છે,
" કંઈ નહિ ભાઈ , એતો મારાથી કપ ફૂટી ગયો અને કાચ હાથ પર વાગી ગયો. પણ હવે હું ઠીક છું. પ્રિયા એ મને દવા લગાવી દીધી છે."
વિશાલ : તો વાંધો નહિ..

પછી બધા ફ્રેશ થઈ ને જમવા બેસે છે. પ્રિયા ની રસોઈ ના બધા ખૂબ વખાણ કરે છે. હવે બંને પરિવાર ભેગા મળી પોતાની પ્રવાસ ની વાત કરી રહ્યા હતા . ત્યાં પ્રિયા બોલી,

" સાંભળો , મારે તમને બધાને એક જરૂરી વાત કહેવી છે."

આમ બોલતા જ ત્યાં શાંતિ પ્રસરી ગઇ.
મહેશભાઈ બોલ્યા , " હા , બોલ ને પ્રિયા બેટા તું શું કહેવા માગે છો?"
પ્રિયા : તમે લોકો જ્યારે શિમલા જવા નીકળ્યા હતા પછી એક દિવસ રહી ને.......

( આમ કહી પ્રિયા પહેલાની બધી ઘટના બધાને જણાવે છે.)
પરી : પ્રિયા ! તું પાગલ થઈ ગઈ છે? આટલું બધું બની ગયું અને તું હવે અમને જણાવે છો?
સંગીતા બહેન : હા . બેટા તારે અમને જણાવું તો જોઈએ ને તારી જવાબદારી અમે લીધી છે. અમે તારા માતા પિતા ને શું જવાબ આપીશું?
મહેશભાઈ : હા , બેટા તે બસ એકવાર ફોન કર્યો હોત તો અમે તરત ત્યાંથી તારી પાસે આવી જાત.

પ્રિયા : બસ એટલે જ ના કીધું. હું જાણતી હતી કે તમે લોકો પોતાનો પ્રવાસ મૂકી મારી પાસે આવી જશો. હું તમને કોઈને દુઃખી કરવા નહોતી માંગતી.

પછી મહેશભાઈ અને સંગીતા બહેન અમિત નો ખૂબ આભાર માને છે.પરી પણ ઈમોશનલ થઈ જાય છે. વિશાલ અને તેના માતા પિતા પણ અમિત પર ખૂબ ગર્વ કરે છે. મહેશ ભાઈ રોહન ને પણ ફોન કરી તેનો ખૂબ આભાર માને છે. પછી બધા પોતાના ઘરે ચાલ્યા જાય છે. બીજા દિવસે અમિત પણ પોતાના કેમ્પ માટે રવાના થઈ જાય છે.

બીજા દિવસે પ્રિયા જ્યારે એસ.જી.એમ.યુ જાય છે તો જોવે છે કે હોસ્પિટલ ને સજાવવા માં આવી રહી હતી. બધા દોડી દોડી ને કંઇક તૈયારી કરી રહ્યા હતા. પ્રિયા ને આ બધું સમજાતું નહોતું. તે રોહન પાસે જાય છે અને તેને કહે છે,

" રોહન , આ બધું શું ચાલી રહ્યું છે? અહીં શેની તૈયારીઓ થઈ રહી છે?"
રોહન : " તને ખબર છે , ગુજરાત ના સૌથી મોટા હાર્ટ સર્જન , અહી આવી રહ્યા છે , તેમના સ્વાગત માટે આ બધી તૈયારી થઇ રહી છે"
પ્રિયા : " પણ તેઓ અહીં શું કરવા આવે છે?"
રોહન : " એ તો ખબર નહીં . પણ ડૉ.મિલન ચાવડા એ તેમના સ્વાગત માટે આ બધી તૈયારી કરવા કહ્યું છે. હવે તે જ આપણને જણાવશે કે આટલા મોટા સર્જન અહી શું કામ આવી રહ્યા છે."

( ડૉ. મિલન ચાવડા એસ.જી.એમ.યુ ના માલિક છે. આ આખી હોસ્પિટલ તેમની જ છે.)

તો આ હાર્ટ સર્જન કોણ છે? અને તેમનું સ્વાગત શા માટે થવાનું છે? આ પ્રશ્નો ના ઉત્તર જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '


To Be Continue...