ભાગ - 32
હમણાંજ શેઠ હસમુખલાલે, શ્યામને બીજી એક નવી હોટલ બનાવવાની કરેલ વાત, એ વાત આમ તો શ્યામ માટે બહું ખુશીની વાત હતી.
પરંતુ
શેઠ હસમુખલાલે આ વાતની સાથે-સાથે બીજી કરેલ એક વાત, કે બે વર્ષ માટે શ્યામે અજય સાથે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવાની, અને એ પણ વિદેશ જઈને.
આમ તો એ વાત પણ શ્યામના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેના પરીવાર માટે બહું સારીજ અને સાચીજ હતી.
પરંતુ
અત્યારે શેઠે કરેલ એ બીજી વાતથી શ્યામ અંદરથી ખૂબજ મૂંઝાઈ ગયો હતો.
અને એની મુંજવણ પણ ખોટી ન હતી.
મા વગરના શ્યામને પંકજભાઈએજ મોટો કર્યો હતો, અને એ પણ શ્યામની મરજી મુજબ, ક્યારેય પંકજભાઈએ શ્યામ પર કોઈ જાતનું દબાણ કરેલ નહીં.
આજ સુધી શ્યામ જે રીતે જીવવા માંગતો હતો, એ રીતેજ જીવ્યો છે.
પંકજભાઈએ એવી કોઈ મોટી રોક ટોક કે આનાકાની કરી નથી. અને આજે
આ બધુજ શ્યામ સમજે છે કે,
તેનાં પપ્પા તેની કેટલી દરકાર રાખે છે.
પોતાની ખોટી વાત પણ પપ્પાએ મારો વધારે વિરોધ કર્યો સીવાય સ્વીકારી છે.
મે મારા જીવનમાં હજી સુધી, આજદિન સુધી પપ્પા માટે એવું કંઈ ખાસ કર્યું પણ નથી.
આ બધુ વિચારી શ્યામ,
જે આજ સુધી તેનાં પપ્પા સામે કે પપ્પા માટે ખુલીને પોતાનો પ્રેમ પ્રગટ કરી શક્યો ન હતો, તે પ્રેમ આજે તેના હ્ર્દયમાં ઉભરાઈ રહ્યો હતો.
બે વર્ષ વિદેશ જવાની વાતમાં, એને અત્યારે માત્ર ને માત્ર તેનાં પપ્પાની ચિંતા થઈ રહી હતી.
કે
હું વિદેશ જઈશ તો પપ્પા એકલા પડી જશે.
બે વર્ષ જેટલો સમય એ કઈ રીતે કાઢશે ?
હા, વેદ, રીયા, એ બંનેનો પરીવાર અને શેઠ પણ.
આ બધાંજ અહી છે,
તેમની સાથેજ છે, પરંતુ એમની પાસે કોણ ?
ભલે કોઇના પણ જીવનમાં સાચી હમદર્દી બતાવવા વાળા, દિલથી હૂંફ આપવા વાળા, ધાર્યા કરતાં પણ વધારે મદદ કરવા વાળા હજારો હોય,
પરંતુ, એની સામે...
ભલે ઝઘડતુ, વાત ન સાંભળતુ કે ન માનતું, કોઈ આપણું સ્વજન આપણી પાસે હોય, તો તેની વાતજ અલગ હોય છે.
શ્યામ આજે પૂરેપૂરો, પ્રેમ, લાગણી, અને સબંધોના સાગરમાં ડૂબી ગયો છે.
એની લાગણી એની વિચાર શક્તિ આજે પરાકાસ્ટાની બહાર પહોચી ગઈ છે.
શું કરવું શું ના કરવું ? ની ગડમથલમાં ખોવાઇ ગયો છે.
પપ્પાને મુકીને બે વર્ષ વિદેશ જવું કે ના જવું ?
છેવટે
શ્યામ આ વાતનો ઉકેલ પપ્પા પર છોડી, એમને શેઠની વાત જણાવી, પપ્પા જે અભિપ્રાય આપે એ પ્રમાણે આગળ વધવાનું નક્કી કરે છે.
ઘરે આવી, શેઠે કરેલ વાત, શ્યામ તેનાં પપ્પાને કરે છે.
શ્યામ :- પપ્પા, આજે શેઠ કહેતાં હતાં કે,
આપણું શહેર વિકસી રહ્યુ છે, તો મારી ઈચ્છા છે કે, આપણે એક બીજી નવી હોટલ બનાવીએ.
પંકજભાઈ :- ( શ્યામના મોઢે આ વાત સાંભળી ખુશ થતા )
બેટા, આતો બહું ખુશીની વાત છે.
એમનાં માટે પણ, ને આપણાં માટે પણ.
( શ્યામનો ગંભીર ચહેરો, અને હાલની શ્યામની મનોસ્થિતિ સમજી નહીં શકતા, પંકજભાઈ શ્યામને પૂછે છે કે )
પંકજભાઈ :- બેટા શ્યામ, વાત શું છે ?
શેઠની આટલી સારી વાત, ખુશ થવા જેવી વાત, તું આટલી ગંભીરતાથી કેમ જણાવે છે ?
( શ્યામ હિંમત કરી શેઠે કરેલ બીજી વાત પણ તેનાં પપ્પાને જણાવવા પોતાની વાત હિંમત કરી આગળ વધારે છે. )
શ્યામ :- પપ્પા, નવી હોટલ બનતા સહેજે બે વર્ષ જેટલો સમય થાય, એટલે આ બે વર્ષ, મતલબ હોટલ બનીને તૈયાર થાય ત્યાં સુધી...
( શ્યામ અચકાઈ અચકાઈ ને બોલી રહ્યો છે. શ્યામનું ગળું અને દિલમાં પપ્પા પ્રત્યેનો પ્રેમ ભરાઈ ગયો છે. મોઢેથી શબ્દો નીકળી નથી રહ્યાં. આ જોઈ પંકજભાઈ શ્યામની નજીક આવે છે, ને શ્યામના ખભે હાથ રાખી )
પંકજભાઈ :- બોલ બેટા, શું વાત છે ? આમ ઢીલો કેમ પડી ગયો તુ ?
શ્યામતો પપ્પાનો હાથ તેનાં ખભે અડતાજ, નાના બાળકની જેમ રીતસર પપ્પાને ચોંટીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે.
વધું આગળ ભાગ 33 માં.