Daastaan - e - chat - 16 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | Daastaan - e - chat - 16

Featured Books
Categories
Share

Daastaan - e - chat - 16




થોડા દિવસ પછી,

સાક્ષી ની એક્ઝામ તો પતી ગઈ હતી. પણ એની વિહાન સાથે કોઈ જ વાત થઈ નઈ હતી. એ કઈક બીજા કામ માં વ્યસ્ત હતી.

છેલ્લા એક મહિનાથી બંને ની વાત થઈ નઈ હતી. વિહાન ને લાગ્યું સાક્ષી કોઈ દિવસ વાત નઈ કરે યા ફિર એને કઈક પ્રોબ્લેમ હસે એટલે મેસેજ નઈ કરતી.

પણ એક પણ દિવસ એવો નઈ હતો કે વિહાન એ સાક્ષી ને યાદ ના કરી હોય.

એક દિવસ વિહાન જોબ પર થી આવી ને જમી ને સુવા ની જ તૈયારી કરતો હતો ત્યાં બોવ બધા મેસેજ ની નોતિફીકેશન આવી.

" હાઈ કબીર સિંહ
કેમ છે?
મસ્ત જ હસે તું
ક્યાં છે અત્યારે સુરત કે પુણે ?
ભૂલી તો નઈ ગયો ને ?
તે કીધું કે નઈ તારી ડ્રીમ ગર્લ ને ? "


સાક્ષી ના આટલા દિવસ પછી મેસેજ જોઈ ને વિહાન બોવ જ ખુશ થઈ ગયેલો.

" હાઈ
હું તો મસ્ત છું.
પણ તું ક્યાં ખોવાઈ ગયેલી ?
પુણે છું. મારી જોબ ફાઈનલ થઈ ગઈ અહીંયા જ
ડ્રીમ ગર્લ પણ ગાયબ થઈ ગઈ હતી "

સાક્ષી : જોબ મારી પણ ફાઇનલ થઈ ગઈ ?

વિહાન : ક્યાં ?

સાક્ષી : બરોડા

વિહાન : ઓહ સરસ પાર્ટી

સાક્ષી : પેલા તારે આપવી પડશે.

વિહાન : હું તો ક્યાં ના જ કહું છું. અત્યારે ક્યાં છે સુરત ?

સાક્ષી : ના બરોડા

વિહાન : એકલી રહે છે ?

સાક્ષી : ના પીજી માં. બીજી એક છે મારી સાથે

વિહાન : જોબ માં પણ ?

સાક્ષી : ના. એ લેબ માં છે

વિહાન : અચ્છા ઓકે

સાક્ષી : 😊

વિહાન : ઈમોજી આવ્યું એમ ને ?

સાક્ષી : 🤭

વિહાન : હું કૉલ કરું ?

સાક્ષી : કર

વિહાન : ઓકે

થોડી વારમાં વિહાન કૉલ કરે છે.

વિહાન : તને ખબર છે એક મહિના થી હું તારી રાહ જોતો હતો કે ક્યારે તને કહુ કે મારી જોબ ફિક્સ થઈ ગઈ છે.

સાક્ષી : હમ

વિહાન : તું તો ઓનલાઇન જ નઈ આવતી હતી ને

સાક્ષી : કામ માં હતી

વિહાન : ઓકે

અડધો કલાક સુધી જોબ ની વાત ચાલે છે. પછી કઈક વાત નીકળતા,

વિહાન : તું લવ માં માને છે ?

સાક્ષી : કેમ આમ પૂછે છે ?

વિહાન : હા કે ના

સાક્ષી : ના પણ હા

વિહાન : શું બોલે છે સાક્ષી

સાક્ષી : લોકો ને બતાવવા વાળા અને ટાઈમ પાસ વાળા લવ માં નઈ માનતી.

વિહાન : તો કેવા લવ માં માને છે ?

સાક્ષી : સાચો. લવ માં તો માનતી નઈ હતી પણ લોક ડાઉન માં આટલી બધી નોવેલ વાંચ્યા પછી લાગ્યું કે લવ જેવું કઈક તો હોય છે.

વિહાન : તો તને થયો કોઈ વાર ?

સાક્ષી : ના

વિહાન : થાય તો

સાક્ષી : જો એ પર્સન સારો હસે તો કહી દઈશ

વિહાન : ગ્રેટ

સાક્ષી : તે કીધું કે નઈ

વિહાન : ના

સાક્ષી : કેમ ?

વિહાન : કહી દઈશ બોવ જલ્દી

સાક્ષી : સારું સારું

વિહાન : સુરત ક્યારે આવવાની

સાક્ષી : દિવાળી પર

વિહાન : એ પેલા

સાક્ષી : નક્કી નઈ

વિહાન : સારું

સાક્ષી : કેમ? શું થયું

વિહાન : ના એમજ પૂછ્યું

થોડી વાર વાત કરી એ લોકો એ પછી ફોન મૂક્યો.


વિહાન ખુશ તો હતો કે સાક્ષી સાથે આટલા દિવસ પછી વાત થઈ પણ એના દિલ ની વાત કહેવી કે નઈ એના માટે એ હજી પણ થોડા સમય ની રાહ જોતો હતો.


હવે થી તો દરરોજ સાક્ષી અને વિહાન ની પેલા ની જેમ રેગ્યુલર વાત થતી. પેહલા કરતા વાત થોડી વધારે થતી એ અલગ વાત છે. ક્યારેક ક્યારેક ફોન પર પણ વાત થઈ જતી.


વિહાન ને સાક્ષી વધારે ને વધારે ગમવા લાગી હતી. એક વાર તો એને એવું પણ વિચારી લીધું કે સાક્ષી જ્યારે મળશે ત્યારે જ કહી દઈશ પણ એને એ વિચાર પણ યોગ્ય ના લાગ્યો.

આ બાજુ સાક્ષી ને પણ વિહાન થોડો ગમવા લાગ્યો હતો. પણ એ સમજી નઈ રહી હતી કે આ શું થઈ રહ્યું છે એ.

એક દિવસ સાક્ષી અને એની રૂમ મેટ વાત કરતા હતા ત્યારે રૂમમેટ્સ એ કહ્યું,

રૂમ મેટ : તું રાતે કોની સાથે વાત કરે છે?

સાક્ષી : ફ્રેન્ડ ની

રૂમ મેટ : સાચે માં એ ફ્રેન્ડ છે ?

સાક્ષી : હા કેમ ?

રૂમ મેટ : તું વાત કરતી હોય ત્યારે ફેસ પર કઈક અલગ જ રીએકશન હોય છે

સાક્ષી : મતલબ

રૂમ મેટ : હમમ. મતલબ કે કઈક ગુડ વાઈબ્સ

સાક્ષી : અચ્છા

રૂમ મેટ : સાચે ને ? તને ગમે છે ને એ ?

સાક્ષી : એવું કંઇ વિચાર્યું નથી

રૂમ મેટ : યાર તું તારા બીજા ફ્રેન્ડ સાથે વાત કરે છે અને આની સાથે વાત કરે છે ત્યારે બોવ જુદું હોય છે

સાક્ષી : હા એની સામે બોલી દેવાય છે મસ્તી થઈ જાય છે

રૂમ મેટ : લવ ?

સાક્ષી : લવ ક્યાં આવ્યો આમાં

રૂમ મેટ : સાક્ષી તું એની સાથે જ્યારે વાત કરતી હોય છે ત્યારે કઈક વધારે ખુશ હોય છે

સાક્ષી : એ મને ખબર નથી

રૂમ મેટ : કઈ નઈ. પણ વિચારજે

સાક્ષી : શું છે આ. લવ કે કઈ નઈ એ

રૂમ મેટ : સારું


સાક્ષી ની રૂમમેટ ની વાત સાચી હતી. પણ સાક્ષી એ આ વસ્તુ ક્યારે પણ વિચારી નઈ હતી.

હા પણ એ વાત તો હતી સાક્ષી નો સપના વાલો રાજકુમાર અને વિહાન લગભગ સરખા જ હતા.

અમુક વાર સાક્ષી અને વિહાન વાત કરતા હોય ત્યારે સાક્ષી એ વિહાન શું વિચારે છે એ પૂછવાની ટ્રાય કરી પણ સાક્ષી ને કોઈ જવાબ ના મળ્યો.

વાત તો દરરોજ કરતા અને દોસ્તી પણ થોડી વધી ગઈ હતી.

ઓગસ્ટ મહિનો સ્ટાર્ટ થઈ ગયો હતો. અને કાલે ફ્રેન્ડશિપ હતો.

શનિવારે એ લોકો બધા દિવસ કરતા થોડી વધારે વાત કરતા હતા.


આજે બંને ની વાત ચાલતી હતી ત્યારે ,

વિહાન : સાક્ષી એક વાત પૂછું ?

સાક્ષી : હા બોલ

વિહાન : બેસ્ટ ફ્રેન્ડ સાથે લવ થાય ?

સાક્ષી : હા થઈ શકે અને એ બોવ લકી હોય છે જેને બેસ્ટ ફ્રેન્ડ લાઈફ પાર્ટનર તરીકે મળે

વિહાન : તને કેમની ખબર ?

સાક્ષી : વાંચ્યું છે યાર

વિહાન : પણ એ તો ખાલી બુક માં જ હોય છે ને ?

સાક્ષી : ના એવુ ના હોય. અમુક વસ્તુ રીયલ માં પણ હોય છે.

વિહાન : બેસ્ટ ફ્રેન્ડ ને કહેતા બીક લાગતી હોય તો ?

સાક્ષી : લાગવી ના જોઈએ

વિહાન : કેમ

સાક્ષી : એ બંને સમજતા હોય એક બીજા ને તો જ બેસ્ટ ફ્રેન્ડ હોય ને

વિહાન : હા એ તો છે

સાક્ષી : હમ


શનિવાર એ આજ ટોપિક પર વાત ચાલી અને રવિવારે એટલે કે ફ્રેન્ડ શિપ ડે ના દિવસે પણ થોડી આજ ટોપિક પર વાત ચાલી.

રવિવારે રાતે સાક્ષી એની રૂમ મેટ સાથે બહાર ગયેલા એટલે એ દિવસે એ લોકો ની વાત નઈ થઈ હતી.

બીજે દિવસે ,

આજે એ લોકો કૉલ વાત કરતા હતા. ત્યારે ,

થોડી વાત કર્યા પછી

વિહાન : સાક્ષી એક વાત કહું પણ જો હું ખોટો હોવ તો કહી દેજે

સાક્ષી : આજે કહેવી જરૂરી છે વાત ?

વિહાન : કેમ

સાક્ષી : મારા ફોન મા બેટરી લો છે. એટલે

વિહાન : પણ આજે માંડ બોલી શકવાની હિંમત થઈ છે. પછી ખબર નઈ ક્યારે બોલશે

સાક્ષી : ઓકે બોલ

વિહાન : સાક્ષી આપડી દોસ્તી લાઈફ માટે થઈ શકે ?

સાક્ષી : શું બોલે છે ? દોસ્તી થોડી કોઈ કરાર છે કે એક બે મહિના માટે યા ફિર એક બે વર્ષ માટે હોય ?

વિહાન : સાક્ષી તું બેસ્ટ ફ્રેન્ડ માંથી લાઈફ પાર્ટનર બનીસ ?

સાક્ષી : વોટ ? તું મસ્તી કરે છે ને વિહાન

વિહાન : ના સાક્ષી હું મસ્તી નઈ કરતો સાચે કહું છું.

સાક્ષી : તું કોઈ સારી છોકરી ને લાયક છે યાર

વિહાન : સાક્ષી તું બેસ્ટ છે

સાક્ષી કઈ બોલતી નથી.

સાક્ષી : વિહાન મારા ફોન ની બેટરી લો છે. ગમે ત્યારે બંધ થઈ જાય તો ચિંતા ના કરીશ

વિહાન : ઓકે. પણ મારો જવાબ

સાક્ષી : વિચારી ને આપીશ

વિહાન : આજે 2 ઓગસ્ટ છે. 3 સપ્ટેમ્બર સુધી રાહ જોઇશ

સાક્ષી : એ પેલા તને જવાબ મળી જશે.

વિહાન : હું રાહ જોવા તારા જવાબ ની

સાક્ષી : હમ

સાક્ષી આગળ બોલે એ પેલા ફોન કટ થઇ ગયો.

વિહાન ને પણ ખબર હતી કે બેટરી પતી ગઈ હસે એટલે ફોન કત થઈ ગયો.

વિહાન સાક્ષી ને યાદ કરતા સૂઈ ગયો.


સાક્ષી શું જવાબ આપશે ?