Indicisiveness in Gujarati Short Stories by Divya books and stories PDF | અવઢવ

The Author
Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

અવઢવ

( ડૉ.આભા MD.psychatric અને પ્રિયા હોસ્પિટલ ના counseling રૂમ માં બેસી ને વાત-ચીત કરી રહ્યા છે)
ડૉ.આભા : હેલ્લો બ્યુટીફુલ ગર્લ!
હાઇ...(ઉદાસ પ્રિયા એ જવાબ આપ્યો.)
શું study કરે છે પ્રિયા?
" 12 પાસ કર્યું હમણાં." પ્રિયા એ કીધું.
" સરસ! હવે ડૉક્ટર , એન્જિનિયર કે પછી બીજું કંઈ બનવું છે?"
પ્રિયા એ મોં નીચે કરીને ધીરે થી જવાબ આપતા કહ્યું ડૉક્ટર...
"Very nice! Future Dr.Priya."
પ્રિયા ના હાવભાવ જોઈને ડૉક્ટર આભા સમજી ગયા હતા છતાં પણ એક પ્રયત્ન કર્યો.
"કયા ડૉક્ટર બનવું છે? આયુર્વેદિક, હોમિયોપેથીક , એમ.બી.બી.એસ , ડેન્ટલ કે પછી ફીઝીયોથેરાપિસ્ટ?"
"હોમિયોપેથીક..."
" ખૂબ સરસ! તું ડૉક્ટર બનવા માંગે છે એ તો બહુ સારી વાત છે.તુ લોકોને મદદરૂપ થવા ઇચ્છે છે.તો પછી આ સુંદર પ્રિયા ઉદાસ કેમ છે?"
1મિનિટ ચૂપ રહ્યા પછી પ્રિયા જાણે મનની ભડાસ કાઢતી હોય તેમ ડૉ.આભા સામે દિલ ખોલીને કેહવા લાગી:
"મારે ડૉક્ટર બનવું છે... મમ્મી-પપ્પા નું નામ સમાજ માં રોશન કરવું છે. આસપાસ ના લોકોને , સગાં સંબંધીઓને , સમાજ ને મદદરૂપ થવું છે.પણ...!!!"
" પણ શું?"
" મારે એન્ટરન્સ એક્ઝામ માં ઓછા માર્ક્સ આવ્યા છે એટલે આજુબાજુના લોકો, સગાં સંબંધીઓ બધા જાણે અજાણે મને સંંભળાવ્યા કરે છે.- બાપાના પૈસા બગાડ્યા કરતા ઘરે બેસીને કોઈ નાનો અમથો કોર્સ કરી લો..., ઘરકામ શીખો એજ આગળ કામ આવશે વગેરે વગેરે...
આ બધા મહેણાં ટોણાં ના લીધે હુ કંટાળી ગઇ છું, હતાશ થઇ ગઇ છું અવઢવ માં મૂકાઈ ગઈ છું મને મારી ક્ષમતા પર શંકા થવા લાગી છે.
હું ડૉક્ટરી કરી તો શકીશ ને??
હૉસ્ટેલ માં ઘરથી દૂર એકલી રહી તો શકીશ ને?
પહેલા જ વર્ષમાં એટી આવશે તો? ટિચર વઢશે તો?
આ બધા સવાલો મને સતત મૂંઝવણમાં રાખે છે . જેના લીધે વગર કારણે ઘરના સભ્યો પર હું ગુસ્સો કરી દઉં છું. પછી મને મારા વતૅન પર ધૃણા થાય છે ઘણો પસ્તાવો પણ થાય છે ."
આ બધું સાંભળતા સાંભળતા ડૉક્ટર આભા વિચારો માં ખોવાઈ ગયા. તે 10 વર્ષ પહેલાં ના પોતાના ભૂતકાળના દિવસો માં પહોચી ગયા હતા. તેમને પોતાના ના બારમા ધોરણ પછી ના એડમિશન ના દિવસો યાદ આવી જાય છે.
"ડૉ.આભા ! કયા ખોવાઈ ગયા?" કેબિન માં જ બેઠેલા સિનિયર ડૉક્ટર પ્રભાકરે પૂછ્યું.
"કંઈ નહીં" (મનમાં તે સમય ના સગાંઓ ની વાતો , ટોણાં તેમના સ્મૃતિપટ ઉપર છવાઈ જાય છે)
ડૉક્ટર આભા પ્રિયા માં પોતાની જાતને જુએ છે અને તેને થાય છે કે 10 વર્ષ પહેલાં જો મને મારા મિત્રો એ સમજાવીને એ સ્થિતિ માંથી બહાર ના કાઢી હોત તો હું આજે આ જગ્યા પર ના હોત. મારે પણ પ્રિયા ને આ સ્થિતિ માંથી ઉગારવી જ રહી.
"જો પ્રિયા! લોકો આપણા વિશે શું વિચારે છે? આપણા માટે એમનો શું મત છે? એ શું સમજે છે એનાથી આપણા કરિયર ને કોઇ ફરક નથી પડતો.પરંતુ , આપડે આપણી જાતને શું સમજીએ છીએ , આપણે પોતાના પર કેટલો વિશ્ર્વાસ છે એ ચોક્કસપણે આપણા કરિયર ને અસર છે."
"તને તારી જાત પર વિશ્વાસ છે ને કે તું એક સારી ડૉક્ટર બનીશ?"
"હા.." ધીમા અવાજે પ્રિયા એ હુંકારો ભણતા માથું નમાવ્યું.
" કોઇ પણ ક્ષેત્ર ક્યારે નાનું નથી હોતું, તેના માટે કરેલી મહેનત ક્યારે એળે નથી જતી . આજે નહીં તો કાલે એ તમને ચોક્કસ સફળતા અપાવશે જ..."
માથું હલાવી પ્રિયા એ સંમતિ દર્શાવી.
" હું પણ એક સમયે તારી સ્થિતિ માંથી પસાર થઈ ચૂકી છું, અને આજે જો.."
" Thank you ડૉ.આભા !!! હવે મારી અવઢવ દૂર થઈ ગઈ છે. હવે હું મહેનત કરી એક સારી ડૉક્ટર બનીશ ને મમ્મી- પપ્પા નું નામ આગળ ધપાવીશ." જુસ્સા સાથે પ્રિયા એ કીધું.
"Good! Very good! પછી આજ આસપાસ ના લોકો તારા વખાણ કરશે."
"હમમ..." ખુશ થઇને પ્રિયા એ જવાબ આપ્યો.

એક સારા ને સાચા માર્ગદર્શન હેઠળ આજે પ્રિયા ડૉ.આભા ના રસ્તે પોતાના કરિયર ના આભ ને ચૂમવા નીકળી પડી છે.
- દિવ્યા.