રોજ સવાર ના લગભગ દસ વાગ્યા ની આસપાસ ઝારા ની મા એને ઉઠાવીને જ જંપતિ , આખી રાત વાંચીને તે ગાઢ નિદ્રા માં હોય એટલે મા ની દસ-પંદર બુમો પડ્યા બાદ માંડ માંડ એનાથી આંખો ઉઘેડાતી પણ આજ ની સવાર કાંઈક જુદી હતી, મા એ પુરા બે કલાક વેલા ઉઠાડી ને ઝારા ને હચમચાવી દીધી હતી. નાહી-ધોઈ ને, સવાર નો પહેલો માં ના હાથ નો નાસ્તો કરવા આઈ ત્યારે ચૂપચાપ નાસ્તો કરી રોજ ની જેમ વાંચવા બેસી ગઈ , ત્યારે આ જોઈ તેની માં એને સંભળાય એમ રસોડા માંથી મોટા અવાજે બોલી, "અરે સાંભળો છો આજે ઝારા ને યુનિવર્સિટી ની પરીક્ષા છે એને પૂછી જુઓ પેપર આપવા જવાની ઈચ્છા છે ખરી". આ સાંભળતા જ ઝારા તરત બોલી ઉઠી, "હવે મને સમજાયું કે આજે તે મને વહેલી કેમ ઉઠાડી, પણ મમ્મી તું ચિંતા ના કર મને બધું આવડે જ છે, 'કંપનીના સચિવ’ ની ડિગ્રી મેળવ્યા બાદ આ બેચલર ની ડિગ્રી વિશે કોઈ નઇ પૂછવાનું અને એમ પણ મને તો બધું આવડે જ છે. અરે! મને તો એમ થાય છે કે આવી સરળ ડિગ્રી કેમ બનાવી હશે, કેટલું સારું હોત જો આટલું જ સહેલું અમારે 'કંપનીના સચિવ’ ની ડિગ્રી માટે ની પરીક્ષા માં પૂછા તું હોત તો, બધા મારા ફ્રેન્ડ્સ અમે સાથે પાસ થઈ જાત, મજા મજા આવી જાત". મા એ જવાબ આપતા કહ્યું, "બેટાજી , જે તમારા માટે સહેલું છે એ કોઈ માટે અઘરું છે અને જે તમારા માટે અઘરું છે એ કોઈ માટે સહેલું પણ છે, આદર કરતા શીખો બેટા વિદ્યા નું , આવું બોલીને તું ડિગ્રી નઈ વિદ્યા નું અપમાન કરે છે".
"મને માફ કરો માતૃ શ્રી, કઈ પણ બોલો ભાષણ સંભળાવવા રેડી જ હોય છે તું." હ...હ....!
કલાક પછી ઝારા એ તેની બેગ માં હાલટિકિત, ટ્રાન્સપેરન્ટ પાઉચ વગેરે ઍકઝામ સ્પેશ્યલ સ્ટેશનરી મુકતા કહ્યું.
પપ્પા ચાલો ચલો હવે હું રેડી થઈ ગઈ છું!
' હા.., ચાલો બેટા! ' પપ્પા એ કહ્યું
મા દોડતી આવી રસોડા માંથી અને ઝારા એ હાલટિકિત બરોબર યાદ કરી લીધી છે એ બરાબર ચકાસયા બાદ એક નાનકડું અમથું ગોળ નું ઢેપું એને ખવડાવતા કહ્યું 'હા બેટા ચાલો જય શ્રીકૃષ્ણ! ધ્યાન થી પેપર લખજો અને હા! જલ્દી છૂટવાની લાય માં પાસ ન થવાય એવો ઘોટાળો કરી ન આવતી હો બેનબા.
'ના! હું તો નપાસ થઈ ન જ આઈસ! હુહુ...કરતા ઝારા હસી
હા... મમ્મી ખબર છે મને પણ બસ હવે કેટલું હોય આજ પૂરતું આટલું ભાષણ બરાબર છે અને મહેરબાની કરીને હવે હું પેપર આપીને આવું પછી શાંતિ રાખજે તૂટી ના પડતી મારા પર કે કેવું પેપર ગયું એન્ડ ઓલ થાત સ્ટફ. ઓકે?'
ઝારા અને તેના પપ્પા તેમના ટુ-વ્હિલેર પર સવાર થઈ ચૂક્યા.
'ઓકે....! બાય બેટા! છૂટીને ફૉન કરજે લેવા આવી જઈશ' મા સૂર્ય ના કિરણો માં માથા પર ચિંતા ની રેખા લઈ, હાથ એને સામું હલાવતા અને પછી હળવે થી સ્મિત દેતા એકી તસે દીકરી ને જતા જોઈ રહી.
*
પરીક્ષા પછી ઝારા એ તેની મા ને કોલ કરી લેવા બોલાવી અને તેની રાહ જોતી લગભગ ત્રણ-ચાર કાર્સ એક લેન માં પાર્ક થઇ જોઈ ત્યાં એમાની એક ગાડી ને ટેકો દઈ ફોન નું વોલપેપર ટાઈમપાસ માટે બદલતી કાર આગળ રાહ જોતી ઊભી રહી ગઈ.
લગભગ એકાદ મિનિટ માં એની બાજુ ની કાર આગળ ટેકો દઈ બે બહેનપણી ઓ વાતોમાં મશગૂલ કદાચ રાહ જોતી જ ઊભી રહી.
ઝારા એ તેમની સામું જોયું ને ફરી પાછી માથું નમાવીને ફોન માં બિઝી થઈ ગઈ, પણ એના કાન બાજુ માં ઉભેલી બંને કલબલ ને સાંભળતા રહ્યા.
એમાની એક બોલી, " એ તું કાલે મસ્ત તૈયાર થઈ તી હો! મેં ફોટા જોયા, તે સ્ટેટ્સ માં મુક્યાતા ને."
" હા...! એ મારા પપ્પા ના કાકા ના દીકરા એટલે મારા કઝિન કાકા ના લગન હતા"
"અચ્છા..!"
"બૌ મજા કરી તી અમે બધા ભાઈ-બહેનો એ મળી ને પણ સાચું કૌ તને તો વાંચવાનો ટાઈમ જ ના મળ્યો બોલ! પાસ થઈ જાઉં તોય ઘણું"
"હા! પણ ઘર ના લગ્નમાં તો આવું જ થાય. એ મિતાલી આ ફોટા માં તારી બાજુ માં આ તારો ભાઈ છે ને?"
"હાસ્તો વળી...! આ મારા મોટા પપ્પા નો દીકરો 'કેવલ' આને જ તો મારા પપ્પા ને સમજાવ્યાં તા"
" શેને કોલેજ માટે?"
" હા..! એ જ તો! મારા પપ્પા તો ક્યાંય સુધી કોઈનું માનતા જ નહોતાં એ કહેતા કે બારમું તો પાસ કરી દીધું હવે શું ભણવાનું, ચાલે એ તો લખતા વાંચતા આવડી જાય એટલે પછી આગળ કઈ બૌ મગજમારી કરવાની જરૂર નથી"
"હે...હાય! હાય...!તો પછી તારા ભાઈ એ કેવી રીતે તારા પપ્પા ને સમજાવ્યાં?"
"અરે! હું તો બૌ જ રડી! કેમ કે મારે તો કોલેજ કરવી જ તી. પણ મારા પપ્પા ને ચિંતા હતી કે બધા કેમ કોલેજ ની હવા માં આવતા જ અંતે બગડી જાય છે. એટલે એમ કોઈ લાફડા, ખોટી આદત, ખોટી સંગત માં પડે એના કરતાં ઘેર રહેવું શું ખોટું? એ કહે, 'બાપ છું દીકરી નું ભલું જ ઇચ્છીશ ને!' પણ પછી એ તો મારા આ ભાઈ એ એમને સમજાવ્યું કે હવે તો ગર્લ્સ કોલેજ હોય જ છે ને એમાં મોકલવા ની અને ઘરે બેસી રહેશે તો આમ રડતી રહેશે ને કંટાળશે એના કરતાં ત્યાં કોલેજ જશે તો કાઈ શીખી ને તો આવશે. શીખશે તો એક દિવસ કમાતી થશે અને પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત, આવડત અને મજબૂતી કેળવશે."
"ઓહ....!"
"અને દુનિયા એની નજરે એકલી ચાલી જોશે તો જ એ આ દુનિયાનો સામનો કરવા સક્ષમ અને તૈયાર થશે. છતાં પપ્પા ને સમજાવવા એટલું સહેલું નહોતું."
"પછી....શું થયું?"
"પછી! પછી....." મિતાલી જરા હળવું હસી અને આગળ ની એની વાત કરી. "પછી મેં કહ્યું કે માન્યું કે અત્યાર સુધી કોઈ દીકરીઓને બૌ ભણાવતું નથી આપડી નાથ માં પણ તમે પહેલ તો કરો અને મારે આગળ ભણવાની ઈચ્છા છે માટે હું આગળ ભણીસ પણ અને તમારી આબરૂ માં પણ વધારો કરીશ."
"માનવું પડે તારી હિમ્મત અને સાહસ ને બાકી આપડે તો હજુ આપડા બાપુ સામે કર્ફુયુ જ ચાલે છે."
બંને જોરથી થાહકો મારી હસ્યા અને એમને ઘેર થી લેવા આઈ ગયા હતા એટલે બંને એકબીજાની વિદાય લઈ ચાલતા થયા.
ઘેર પહોંચી મમી ના હાથ નું સ્વાદિષ્ટ ભોજન જમતા જમતા જ્યારે મેં આ વાત કરી ત્યારે મમી એ કહ્યું, "હં..... તો"
"તો મમી, તે જે સવાર ના પહોર માં ભાષણ જ્ઞાન આપ્યુતું ને એ મેં સિરિયસલી નહોતું લીધું. બટ નાઉ આઈ થિંક કે મારા કરતાં મોટો સંઘર્ષ તો એનો હતો. અને એને માટે 'બચલોર્સ' ડિગ્રી એ મારા 'કંપની સચિવ' કર્યા જેટલું જ મહત્વનું અને અઘરું છે.
'સાચે જ અમુક વાતો અમે સમજાઈએ તે ભાષણ લાગે પણ જ્યારે તમે એ પરિસ્થિતિ ની સામે ઊભા રહો ને ત્યારે જ ખરા અર્થ માં બધું જ અનુભવ સમજાવી દે.'
'હં....સાચેજ કોઈ ડિગ્રી નાની કે મોટી નથી હોતી. અને કેટલા પૈસા મેક્સિમમ કઈ ડિગ્રી કરવાથી મળે છે એ કઈ આપડી વૅલ્યુ ડીસાઈડ કરતી જ નથી. પૈસા આપડા સંઘર્ષ ની વેલ્યુ ડીસાઈડ કરી શકતાં જ નથી. ખરેખર પૈસા આપડા મૂલ્ય થી વધારે હોઈ જ કેવી રીતે શકે. યુ નો વ્હોટ મોમ, 'સમટાઈમ્સ યુ ડોન્ટ ચુઝ ધ તૃથ, ધ તૃથ ઇટસેલ્ફ ફાઇન્ડ્સ એન્ડ ચેસીસ ઓર ચુઝીસ યુ.'
Moral :
# Don't under-estimate anyone based on their degree. Because everybody is fighting a fight which we are unknown about