Me and his first visit - Part - 2 in Gujarati Love Stories by Chirag Kakkad books and stories PDF | મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 2

Featured Books
Categories
Share

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 2

છેલ્લા આંક માં આપણે ત્યાં અટક્યા હતા કે બંને લોકો એક cafe માં મળે છે, અને પોતાની વાત ચીત શરૂ કરે છે અને અંતે તેઓ છૂટા પડવાની તે ઘડી આવી ચુકી હોય છે. ચાલો સાથે જ જોઈએ આગળ શું થાય છે.
________________________________________________

... મેં વાત અટકાવી.
આ સાંભળતા જ તે બોલી, હું પણ એ જ કહેતી હતી, આપણૅ બીજી વાર જરૂર મળીયે અને ત્યારબાદ ભવિષ્ય નું નક્કી કરીએ, અને તે બહાને આપણૅ ફરી મળી શકીશું અને થોડી નવી યાદો પણ રહેશે.

મેં તરત કહ્યુ, ખુબ જ સરસ વિચાર છે... લાગે છે કે એક મહાન લેખિકા સામે બેઠો હોય.

... તે થોડું હસી અને બોલી. ના , એવું કશું નહિ બસ આ તો English school માં ભણેલી ને એટલે થોડું ઘણું સારું બોલતા આવડે છે.

( ત્યાં જ order દીધેલી coffee આવી ગઈ, બંને એ મોબાઇલ માં જોયું... )

અને જેમ જેમ સમય વીતિ રહ્યો હતો , તેમ તેમ કદાચ બંને નાં મન માં સરખો જ વિચાર ફરી મળવા નો ચાલી રહ્યો હતો. ત્યાં જ તે બોલી તમારી આવતી appointment કેટલી તારીખ ની book કરું ? અને થોડી smile કરી.

હું બોલ્યો, મન તો છે કે આ appointment જ પૂરી ન થાય. પરંતુ ... કોઈક મહાન કવિ એ કહ્યું છે કે, "દરેક મુલાકાત એ આપણી અમુલ્ય યાદી હોય છે, અને તે યાદીને માણવા માટે જ તો નવી મુલાકાત થાય છે."

વાહ વાહ... શું વાત છે, પણ આ ક્યાં કવિ કહ્યુ છે ? તે બોલી.

મેં કહ્યું, એ કવિ તમારી સામે જ બેઠા છે.
(અને બંને એ નાનું સ્મિત કર્યું)

હવે, બંને લોકો છૂટા પડતાં જ હતાં. હું પાર્કિંગ તરફ ગયો અને તે exit gate તરફ ચાલવા લાગી.

ત્યાં મેં પૂછ્યું , "તમને કોઈ આપત્તિ ના હોય તો શું હું તમને ઘર સુધી મૂકી જાવ ?"

નિકી બોલી, એમાં આપત્તિ તો કંઈ નથી પણ હમણાં જ મારી ફ્રેન્ડ મને તેડવા આવાની છે... હું એને જ call કરી રહી છું.

મેં કહ્યું, તમે વાત કરી લો તેમની જોડે હું તમને સલામતી સાથે ઘરે પહોંચાડી દઈશ.

અને તે બોલી, ના એવું કંઈ નથી. આ તો તમને ખોટું હેરાન ન થવું પડે ને એટ્લે... તમે આટલું સરસ રીતે પૂછ્યું છે, તો મને પણ તમને ના પાડી શકાશે નહિ અને તે મારી ભેગાં આવ્યાં.

તેને મને flirt કરતાં કહ્યું, ઘર તો જોયું જ હસે મારું હે ને.. અને થોડું હસી.

મેં કહ્યું, હજી તો નહિ જોયું પણ આજે જોઈ લઈશ. અને અમે તેના ઘર તરફ જવા માંડ્યા અને તેણે મને તેના ઘર નું રસ્તો દેખાડ્યો.

અમે તેના ઘરે પહોંચ્યા, સાંજ ના 7 - 7:30 વાગ્યા ની આસપાસ નો સમય સૂરજ પણ ડૂબી ગયો હતો, પરંતુ તેનો પ્રકાશ નો પડછાયો હજુ હતો અને મેં કહ્યું આજે આ સાંજ બહુ જ યાદગાર રહેશે. અને તે પણ આ વાત થી સહેમત હતી.

અને મેં કહ્યું, "ચાલો, ફરી મળીશું."

હા, ચોક્કસ. અને મને નાનું hug કર્યું. અને તે ઘર ના gate તરફ જવા લાગી.

અને હું પણ મારું Bike ચાલુ કરી ને ઘર તરફ જવા લાગ્યો. રસ્તે ફક્ત તે j વિચાર હતો કે આવતી મુલાકાત એ તેને પાકું મનાવી જ લેવી છે, અને ઘરે વિચારતાં વિચારતાં હું પણ મારા ઘરે પહોંચી ગયો.

ઘર માં ગયો અને room માં જઈ ને થોડો પલંગ પર આંખો બંધ કરીને સૂતો.

ત્યાં જ મારા OnePlus Nord ના ફોન માં તેનો મેસેજ આવ્યો... મેં તેના માટે અલગ જ mesaage tone રાખેલ હતી કારણ કે એને જલ્દી થી reply આપી શકું.