Treasure Theft: Chapter 4: Safe Place in Gujarati Fiction Stories by Samir Mendpara books and stories PDF | ખજાના ની ચોરી : પ્રકરણ ૪ : સલામત જગ્યા

Featured Books
Categories
Share

ખજાના ની ચોરી : પ્રકરણ ૪ : સલામત જગ્યા

પ્રકરણ ૪ : સલામત જગ્યા

ઉચ્ચા ઉછળતા દરિયાના મોજાઓ સૂસવાટા મારતા પવન સાથે કિનારા પર આવેલા ખડકો સાથે અથડાઇ રહ્યા છે આ જગ્યા છે સ્પેનના દક્ષિણ પશ્ચિમ છેડે આવેલ હોપીન અખાતની.

હોપીન ગામની બાજુમાં આવેલ આ અખાત તેના તોફાની દરિયા ને કારણે જાણીતો છે અખાત ત્રણ બાજુએ ઊંચા ટેકરા જેવા ખડકો થી ઘેરાયેલો છે. અખાત નો આકાર અર્ધગોળાકાર છે અખાત નો ઘેરાવો ઘણો મોટો છે જાણે કે કોઈ મોટું તળાવ હોય પૂર્વ તરફથી વાતા પવન અખાતમાં પણ દરિયાને શાંત થવા દેતા નથી એ ઘુઘવાટા મારતા અખાતના પેટાળમાં કશુંક છુપાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

જેક જાણતો હતો કે એને ખજાનો ક્યાં છુપાવવો આટલા મોટા ખજાના માટે જમીન પર કોઈ જગ્યા સુરક્ષિત ન હતી એટલો મોટો કોઇ કિલ્લો પણ ન હતો જ્યાં ખજાના હથિયાર અને જરૂરી સામાન એકસાથે સમાવી શકાય અને કિલ્લાને જીત્યા પછી પૂરો ખજાનો લૂંટાઈ જાય જ્યારે હોપીન અખાતમાં બે ગણી સુરક્ષા આપી શકાય ત્રણ બાજુ જમીન પર સેના દ્વારા અને એક બાજુ દરિયામાં જહાજો દ્વારા કિલ્લો જીત્યો તો ખજાનો તમારો જ્યારે અહીં ચોરને ખજાનાને દરિયામાંથી બહાર પણ કાઢવો પડે એમ હતો.

"જલ્દી જલ્દી હાથ ચલાવો માત્ર ૨૦ દિવસમાં આ જગ્યા તૈયાર કરી નાખવાની છે" બ્રુનો ખડકો પર તોપ અને દીવાલ ચણી રહેલા મજુરો પર બૂમો પાડી રહ્યો છે રામીરો અને વિડાલ ચૂપચાપ થઈ રહેલા કામ ને નિહાળી રહ્યા છે જોન એ બંનેને હોપીન અખાતમાં થતાં કામ પર ધ્યાન રાખવા મોકલ્યા છે જોનને જેક અને બ્રુનો પર બિલકુલ ભરોસો નથી તેણે બંનેને જાસૂસી કરી લૂંટારા જેક ની પૂરી માહિતી આપવાની કામગીરી પણ સોંપેલી.

૨૦ દિવસ અથાક મહેનત કર્યા પછી કામ પૂરું થાય છે ખડકોની બનેલી એ જગ્યા હવે જાણે સેનાની કોઈ મોટી છાવણી હોય એવી જણાઈ રહી છે.

અખાતના કિનારાની ત્રણ બાજુ ની જમીન પર કુલ છ મોટી તોપો ને મોટા પથ્થરો ના માંચડા પર લગાવવામાં આવી છે જે તોપો ચારે તરફ ગોળા વરસાવવા માટે ફરી શકે છે આ કોઈ નાની તોપો નથી ૧૦ ફૂટ લાંબી તોપો નો એક ગોળો મોટા જહાજને ડુબાડવા માટે પૂરતો છે ચારે તરફ ફરી શકતી તોપો જમીન પર સેના પર અને બીજી તરફ ફરી દરિયામાં જહાજ પર ગોળા ફેંકી શકે છે દર બે તોપો ની વચ્ચે એક એક એમ કુલ ત્રણ મોટી છાવણી બનાવવામાં આવી એક છાવણીમાં ૧૦૦ એમ કુલ ૩૦૦ યોદ્ધાઓ જમીન પર સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા અને દરિયાઈ સુરક્ષા માટે હોપીન અખાત માં બે જહાજો હંમેશા ચોકી ફેરો કરતા રહે છે.

રાજા લુઈસના કહેવા પર એક છાવણીની જવાબદારી રામીરો અને વિડાલ ને સોંપવામાં આવી પરંતુ તેમની નીચેના યોદ્ધાઓ બધાજ જેક ના માણસો હતા બીજી બે છાવણી બ્રુનો ની દેખરેખમાં હતી.

આશરે ૭૦ ફૂટ ઊંડા અખાતના પેટાળમાં ખજાનાને સુરક્ષિત ગોઠવવામાં આવ્યો ખજાનાને પેટાળમાં ગોઠવવા માટે એક ખાસ ક્રેન ફિટ કરવામાં આવી પુરા ખજાનાને પેટાળમાં પહોંચાડી દીધા બાદ એ ક્રેન ને તાળું લગાવવામાં આવ્યું જે ની ચાવી માત્ર જેક પાસે હતી જરૂરી ઉપયોગ માટે અને રાજા લુઈસ નો હિસ્સો આપવા માટે થોડા સમયે માત્ર જેક દરિયાના પેટાળમાં ઊતરી ખજાનાના જરૂરી હિસ્સાને બહાર કાઢતો હતો પુરા ખજાનાને દરિયામાં પહોંચાડયા બાદ માત્ર જેક ખજાના સુધી પહોંચી શકતો હતો બીજા કોઈએ પુરા ખજાનાને કદી ફરી જોયો ન હતો

કેટલો ખજાનો કાઢવામાં આવે છે જેક કેટલી વખત ખજાના સુધી જાય છે એની તમામ વિગત રામીરો અને વિડાલ મેળવતા હતા એના માટે એમણે જેક ના અમુક માણસોને લાલચ આપી પોતાના તરફ કરી લીધા હતા જેક ના માણસો વચ્ચે પણ પોતાની છાવણીમાં રામીરો અને વિડાલ ની ધાક વધી હતી એ બંને લુઇસ અને જોનને બધી વિગતો પહોંચાડતા હતા પરંતુ રાજા લુઇસ એ બંનેને માત્ર વિગતો એકઠી કરવા કહેલું જેક ના કામમાં કોઈ દખલ ન કરવા જણાવેલ.

આમ પૂરો ખજાનો જેક ને સોંપી દેવા છતાં જોન પોતાના ખાસ માણસો દ્વારા ખજાનાની દેખરેખમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યો હતો બધું બરાબર ચાલી રહ્યું હતું છતાં જોન જેક પર આંધળો ભરોસો કરવા નહોતો ઈચ્છતો જો જરૂર પડે તો જેક સામે બાંયો ચડાવી શકાય એ માટે જોન ધીમે-ધીમે તૈયારીઓ કરતો રહે છે.