06
આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે હાલના પ્રસિદ્ધ લેખકની સલાહ લેવા બે લેખકને ફોન કરે છે પણ કશો ફાયદો થતો નથી. કોઈ અજાણી છોકરીને મળવા અજય મોલે આવી પહોંચે છે. તે છોકરી કે જેનું નામ નવ્યા હોઈ છે તે અજયને પ્રેમ કરતી હોય છે તેવું અજય ને કહે છે. પણ અજય નવ્યા ને આજે પહેલી વખત જોતો હોઈ છે. આગળ જાણવા મળે છે કે અજયની ફેસબૂક આઈડી પરથી નવ્યા સાથે વાતચીત થઈ હોય છે. અજય નવ્યાના પ્રપોઝનો અસ્વીકાર કરે છે. ત્યારે અજયને જાણવા મળે છે કે નવ્યા ઘર છોડીને આવી હોય છે. હવે આગળ...
એક તો મારા મનમાં એ વિચાર ચાલી રહ્યો હતો કે મારી આઈડીનો ઉપયોગ કરીને કોઈકે નવ્યા ને પ્રપોઝ કર્યો હતો. તેની મને આજે જાણ થાય છે. હું ક્યારનો એ વિચાર કરી રહ્યો હતો કોણ હશે મારી આઈડી નો આવી રીતે ખોટો ઉપયોગ કરી શકે.
બીજું એ કે મારી સામે બેઠેલી નવ્યા કે જે થોડી વારેને થોડી વારે મને ઝટકા આપી રહી હતી. પહેલા તો તે મને પ્રેમ કરે છે તે કહીને ઝટકો આપ્યો. બીજુ એ કે મેં સામેથી પ્રપોઝ કર્યો હતો. અને બાકી હતું તો મારી આઈડી પરથી તેને પ્રપોઝ કર્યો હતો. ઉપરાઉપરી એક પછી એક ચોંકાવનારી બાબતો નવ્યા કહેતી હતી. પણ જ્યારે મેં એક સારા વ્યક્તિ ની માફક નવ્યા ને સાચું કહ્યું ત્યારે તેણે જે વાત કહી તે સાંભળીને મારી પગ નીચેની ઘરતી ખસી ગઈ. કાપો તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ માં હું પડી ગયો.
મારી સામે બેઠેલી ભોળી દેખાતી નવ્યા ઘર છોડીને આવી હતી. તે પણ એક ફેસબૂક ના પ્રેમ થી. મેં આજ પહેલા પણ ઘણી વખત સમાચારમાં ફેસબુકના પ્રેમ વિચે સાંભળ્યું હતું. ત્યારે મને એમ થતું કે આ બધું ખોટું હશે. આમ કોઈ કોઈને જાણ્યા વિના કોઈ સાથે ઘર છોડીને ભાગી કેવી રીતે જાય. હાલો છોકરાનું તો સમજ્યા પણ કોઈ છોકરી આવું પગલું કેવી રીતે ભરી શકે. પણ આજે તેમાનું એક ઉદાહરહ મારી સામે હતું.
"તું ઘર છોડીને આવી છો?" મેં ખુરશી પર બેસતાં કહ્યું. આ સાંભળીને નવ્યની આંખો અને તેનું મુખ નીચે તરફ શરમથી ઝૂકી ગયું.
"હા," મારા પ્રશ્નનો જવાબ થોડી વાર શાંત રહ્યા બાદ એક શબ્દમાં કહ્યું.
"પણ શા માટે." મારા સવાલ હવે પુરા થવાના નામ ન હતા લેતા. પણ મારે જાણવું હતું કે નવ્યા એ આ શા માટે કર્યું. શું તેને મારી આઈડીનો ઉપયોગ કરતો હતો તેણે ઉશ્કેરી હતી. કે કંઈક બીજું કારણ હતું.
"હું તને પ્રેમ કરું છું માટે." નવ્યા એ કહ્યું. આ બોલતી વખતે તેની આંખોમાં પાણી આવવા લાગ્યું હતું. જે હું સાફ સાફ જોઈ શકતો હતો.
"મારી આઈડીનો ઉપયોગ જે વ્યક્તિ કરતો હતો તેના કહેવાથી તે ઘર છોડવાનો નિર્ણય લીધો હતો." મારા મનમાં જે હતું તે હવે હું નવ્યા ને પૂછવા લાગ્યો હતો.
"ના, તને તો ખબર પણ ન હતી કે હું તને પ્રેમ કરું છું." નવ્યા એ કહ્યું.
નવ્યા ઘર છોડીને આવી હતી. તે પણ મારા કહેવાથી. એક મિનિટ મારા નહીં પણ મારી આઈડી નો જે ઉપયોગ કરી રહ્યો હતો તેના કહેવાથી. મને એવું લાગતું હતું. પણ નથી એવું ન હતું. કારણ કઈંક બીજું જ હતું. હવે મને નવ્યાની અંગત જિંદગી મ પડવાની ઈચ્છા થઈ હતી. આખરે કોઈ છોકરી કોઈ ને પ્રપોઝ કર્યા વિના ઘર છોડીને ન નીકળે.
જો નવ્યા કહેતી હોઈ કે મને એટલે કે મારી આઈડીનો જે ઉપયોગ કરે છે તેને નવ્યા તેને પ્રેમ કરે છે તેની જાણ જ ન હોય તો તે વ્યક્તિ નવ્યા ને ઘર છોડીને જવા માટે કહી પણ ના શકે. જો નવ્યા ફક્ત પ્રપોઝ કરવા ઘર છોડ્યું હોય તે પણ નહિવત છે. કોઈ પણ પ્રપોઝ કરવા માટે ઘર ના છોડે તેટલી તો મને ખાત્રી હતી.
કદાશ નવ્યા ખોટું બોલી રહી હોય. જેનાથી હું પીગળી ને તેનો પ્રપોઝ એક્સેપ્ટ કરી લહુ. પણ જેવી રીતે નવ્યા કહી રહી તેના પરથી એવું તો લાગી રહ્યું ન હતું કે નવ્યા ખોટું બોલી રહી હોય.
એક છોકરી આવી રીતે ઘર છોડીને નીકળી જાય તેની પાછળ ઘણા બધા કારણ હોઈ શકે. બસ મારે હવે નવ્યા એ ઘર કેમ છોડ્યું તેનું કારણ જાણવું હતું. એક જિજ્ઞાસા મારામાં જાગી હતી.
"અજય તને મળી ને સારું લાગ્યું. ચાલ હવે હું નીકળું છું." ક્યારનો હું છુપ બેઠેલો જોઈને નવ્યા જવા માટે કહેતા બોલી.
"પણ ક્યાં જઇશ. પોતાના ઘરે." મેં કહ્યું.
"ના."
"તો પછી ક્યાં?"
"હું જાણતી નથી."
"મારે તારે આ કરવા પાછળનું કારણ જાણવું છે." મેં કહ્યું.
"કારણ તો મેં તમને કહી દીધું છે."
"તે તો ફક્ત કહેવાનું કારણ છે. મારે સત્ય હકીકત જાણવી છે." મેં કહ્યું.
"તમે જાણી ને પણ કરશો શું?"
" હું તમને મદદ કરી શકીશ." મેં કહ્યું.
"પણ મને હવે તમને તકલીફ આપવી ગમશે નહીં." નવ્યા એ કહ્યું.
"તકલીફ તો મારા કારણે તમને હાલ થઈ રહી છે." મેં કહ્યું.
"ના તમારા કારણે મને કોઈ સમસ્યા નથી ઉભી થઈ. આમ પણ તમે મને જાણતાં પણ નથી." નવ્યા.
"નહીં, સાચું કહું તો જો મેં મારી આઈડીનો સાવધાની પૂર્વક ઉપયોગ કર્યો હોત તો કોઈ બીજો વ્યક્તિ આવી રીતે તમારી સાથે ગેમ ન રમત." મેં કહ્યું.
"તે કોઈ ગેમ ન હતી મારા જીવન નો આધાર બની રહ્યો હતો." નવ્યા પોતાના ભૂતકાળ માં જતા કહ્યું.
"મને શરૂ થી કહો. કદાચ હું તમારી કોઈ મદદ કરી શકું. અને તમારી મદદ થી હું મારી આઈડીનો ઉપયોગ કરીને તમારી સાથે રમત રમી હતી તેને પકડવા ઓછું છું." મેં કહ્યું.
"હું તમને મારા વિચે શરુ થી બધું કહીશ એની પહેલા તમે મને તમારા વિચે થોડું કહો. જેનાથી મને તો ખ્યાલ આવે કે તમે હકીકતે કેવા વ્યક્તિ છો. કે હું જેની સાથે આટલા દિવસો ચેટ કરતી હતી તેવું વ્યક્તિત્વ છે કે પછી તેનાથી અલગ." નવ્યા એ મારા વિચે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. મને નવ્યા નો બીહેવીયર સમજાય રહ્યો ન હતો. તે એક ફેસબૂક લવ સ્ટોરી પુરી કરવા માટે અહીં આવી. તે પણ ઘર છોડીને. હવે તે ક્યાં જશે? ક્યાં રહશે? તેનો તેને પણ ખ્યાલ ન હતો. અને તેને મારા વિચે જાણવું હતું.
"મારું નામ અજય છે."
"એ તો મને ખ્યાલ છે."
"એ કેવી રીતે?"
"તારી આઇડીમાં લખ્યું હતું. એટલું તો વાંચતા મને આવડે છે." આટલું બોલી ને નવ્યા હસવા લાગી. નવ્યાને જોઈને હું પણ હસવા લાગ્યો. થોડીવાર નવ્યા અને હું માસ્ત રીતે બિન્દાસ હસતા રહ્યા. પણ અચાનક નવ્યા કશુંક યાદ આવતા તેના આંખ મા પાણી આવવા લાગ્યું. મને થયું કે નવ્યા ને પોતાના દુઃખના દિવસો યાદ આવી ગયા છે. તેને હસાવા માટે મેં મારા વિચે કહેવાનું શરૂ કર્યું. મેં મારૂ પૂરું નામ, માતા પિતા અને ઘર વિચે જણાવ્યું. અને છેવટે હું નવલકથા લખી રહ્યો છું તે પણ કહ્યું.
"તમે પણ નવલકથા લખી રહ્યા છો. આગામી નવલકથા પ્રતિયોગીતામા ભાગ લેવા માટે." નવ્યા એ જ્યારે આ કહ્યું ત્યારે મારા મનમાં બે સવાલો પેદા થયા.
"તમે પણ મતલબ કે તમે પણ." મેં કહ્યું. જ આશ્ચર્ય પમાડે તેવું હતું.
જેનો જવાબ મારી ઈચ્છા પ્રમાણે હા મા આવ્યો. નવ્યા પણ નવલકથા લખી રહી હતી.
"સાચે માં તમે નવલકથા લખો છો. તમે પણ એક રાઈટર છો." નવ્યા એ કહ્યું.
"હા, હું નવલકથા લખું છું. પણ હું એક લેખક છું તેવું ના કહી શકું." મેં કહ્યું.
નવ્યા એક લેખક હતી. હું પણ લેખક બનવા ઈચ્છતો હતો. પણ અમુક કારણ સર હું નવલકથા લખી શકતો ન હતો. તેના સમાધાન માટે મેં પ્રયાસ પણ કર્યો હતો. પણ કશો ફાયદો થયો ન હતો. પણ સામે જ્યારે નવ્યા લેખક હતી તેનાથી મને તો મારી સમસ્યાનું સમાધાન મળશે તેવી આશા ઉતપન્ન થઈ.
"તમે હાલ કઈ નવલકથા લખી રહ્યા છો." અમે બંને એક સાથે બોલી ઉઠયા અને થોડા એકબીજા સામે જોઈ ને શરમાયા અને અમે બંને એક સાથે આમારી નવલકથાનું નામ બોલ્યા.
"અધૂરી નવલકથા."
ક્રમશઃ
શું અજય પોતાની નવલકથા પૂર્ણ કરી શકશે? નવ્યા નું પોતાનું ઘર છોડીને આવવા પાછળ નું કારણ શું હશે? આખરે અજયની આઈડીનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું? શું આગળ જતાં નવ્યા અને અજય ના સબંધ પ્રેમમાં પરિવર્તન થશે? નવલકથા પ્રતિયોગીતા આખરે શું છે? આવા જ પ્રશ્ન ના જવાબ માટે વાંચતા રહો અધૂરી નવલકથા.
આ નવલકથા દર શુક્રવારે માતૃભારતી એપ પર પ્રકાશિત થશે તેની નોંધ લેવી. અને આપને આ નવલકથા કેવી લાગે છે તેના પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી. આ નોવેલ અંગે ના પ્રતિભાવ આપ મારા whatsapp નંબર 7043834172 પર પણ આપી શકો છો.
જય શ્રી કૃષ્ણ..