Dil A story of friendship - 18 in Gujarati Fiction Stories by Dr Jay Raval books and stories PDF | દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-18: સપનોની ઉડાન

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-18: સપનોની ઉડાન

ભાગ-18: સપનોની ઉડાન


ઇશીતાએ પોતાના આંસુ લૂછયા અને કહ્યું," ઇનફ ડેડ. બસ બહુ થયું. હવે હું એક શબ્દ પણ નહીં સાંભળું." કાવ્યાની આગળ આવીને રાજદીપ સામે નિડરતાથી ઉભી રહીને ઇશીતાએ બોલવાનું શરૂ કર્યું. " બસ. અત્યાર સુધી બહુ મનમાની કરી લીધી તમે, પણ હવે નહીં. અત્યાર સુધી તમે જે કંઈપણ કરવા કહ્યું, એ બધું જ મેં કર્યું. કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર કર્યું. પણ હવે એવું નહીં થાય. તમે ક્યારેય એકવાર પણ મારે શું કરવું છે, મારે શું જોઈએ છે એ પૂછ્યું છે? મારા મનની ઈચ્છા શું છે એ જાણવા ક્યારેય પ્રયત્ન કર્યો છે? હું કેવી પરિસ્થિતિમાં છું શું એ જાણ્યું છે?" કહીને ઇશીતા જવાબની અપેક્ષાએ રાજદીપની સામે જોતી રહી. તે એની માં પાસે આવીને કહેવા લાગી," જ્યારથી નાની હતી ત્યારથી મમ્મીને તમારો પડ્યો બોલ ઝીલતા જોઈ છે. તમે કહો ઉઠ, તો ઉઠે. તમે કહો બેસ, તો બેસે. આ બધું જોતા હું મોટી થઈ અને મારા મનમાં ને મનમાં એવી જ ગાંઠ બંધાઈ ગઈ કે આ બધું જે થઈ રહ્યું છે એજ બરાબર છે અને હું પણ એ ગાડરિયા પ્રવાહમાં વગર સવાલ કર્યે તણાઈ ગઈ. શું એક છોકરી કે સ્ત્રી હોવું એ અભિશાપ છે? શું એક સ્ત્રીને પોતાની મરજીથી જીવવાનો કોઈ અધિકાર નથી? શુ સ્ત્રીને પોતાના સપના પુરા કરવાનો કોઈ અધિકાર નથી? શું સ્ત્રીને હરવાફરવાનો, પોતાના શોખ પુરા કરવાનો કોઈ અધિકાર નથી? અલબત્ત, શું સ્ત્રીને જીવવાનો જ કોઈ અધિકાર નથી?" આખાયે મંડપમાં નિરવતા છવાઈ ગઈ.

તે રાજદીપની પાસે ગઈ અને ફરી બોલવા લાગી,"આજે એક સ્ત્રી છે તો તમે બધા છો, સ્ત્રી વગર તમારું કોઈ જ અસ્તિત્વ નથી. જેટલું આદર સન્માન પુરુષોને મળે છે, સ્ત્રીઓ એટલા જ આદર સન્માનને લાયક છે. સ્ત્રી શું ઝંખે છે? એશો-આરામ? ભોગવિલાસ? ના, સ્ત્રીઓ માત્ર તમારો વિશ્વાસ, તમારો પ્રેમ, તમારી હૂંફ અને તમારા તરફથી તેને મળતું સન્માન ઝંખે છે. શું આટલી વસ્તુ પણ તમે એમને ના આપી શકો? એ પોતાના સપના પુરા કરવા માગે છે, શુ તમે એટલી છૂટ ના આપી શકો? એક પુત્ર જ્યારે મોટું કામ કરે તો એ તમારા સન્માનમાં ખૂબ વધારો કરી દે, પણ શું એ કામ સ્ત્રી ના કરી શકે? શું એક છોકરી મોટું કામ કરીને તમારા મસ્તકને ઉંચુ ના કરી શકે? અરે એકવાર તમે છોકરીઓને છોકરાઓ જેટલી સમાન તક તો આપીને જોવો, એ શું નું શું કરીને બતાવશે એ તમે વિચાર્યું પણ નહીં હોય. તમે એને એવું વાતાવરણ તો આપો, એને એટલી હૂંફ તો આપો. પછી જોવો કે એ તમારું નામ ઉંચુ કરે છે કે નહીં. બસ એક તકની જરૂર હોય છે પપ્પા." કહીને ઇશીતાએ અશ્રુભરી આંખો લૂછી.

"અત્યાર સુધી મને એ તક તમારા તરફથી ક્યારેય મળી નથી. હું કંઈ વધારે નહોતી માંગતી, હું માત્ર મારો હક માંગી રહી હતી. જે હક તમે ભાઈને આપ્યો છે એજ હકની શું હું અધિકારી નથી? મેં ક્યારેય મોટી અપેક્ષાઓ નથી રાખી, બસ મારી મરજીથી જીવવાની એક તક માંગી હતી, પણ એ મને ક્યારેય મળી જ નહીં. હું મારા સપનાઓની એ દુનિયામાં ઉડાન ભરવા માંગતી હતી, પણ તમે તો એ પહેલાં જ મારી પાંખો કાપી નાખી. જ્યારે મને તમારા તરફથી હૂંફ અને પ્રેમની જરૂર હતી ત્યારે ક્યારેય એ મળ્યો જ નથી, બદલામાં મને હંમેશા સજા જ મળી છે. બદલામાં તમારા તરફથી ક્યારેક કટુ વચનો, તો ક્યારેક તમાચો, બસ આ જ મળ્યું છે. કદાચ હું છોકરી છું ને એટલે. હું જો છોકરો હોત તો કદાચ તમને મારી કોઈપણ સિદ્ધિ , ના હાસિલ કરવા પણ પર ગર્વ હોત. અત્યાર સુધી આ બધી જ વસ્તુ મેં વિના કોઈ દલીલ સ્વીકારી લીધી. પણ આજે મારી જ જિંદગીનો આટલો મોટો ફેંસલો, તમે મારી જ મરજીની વિરુદ્ધ કરી રહ્યા છો એ હું નહીં થવા દઉં. આ લગ્ન તો હું નહીં જ કરું, તમારાથી થાય એ કરી લેજો. મારી અંદર પણ એક રાજપૂતનું જ લોહી છે, ભાન થોડું મોડું થયું પણ થયું ખરું." કહીને તે અટકી. કાવ્યા આંખો પહોળી કરીને ઇશીતાને જોઈ રહી. ઇશીતા માટે તેના મનમાં સન્માન વધી ગયું. દેવ અને લવ પણ ઇશીતાનું આ રૂપ જોઈને ખુશ થઈ ગયા. દેવે ઇશીતાને જોઈને મનમાં વિચાર્યું," ફાઇનલી, ફાઇનલી આટલા વર્ષોનો એ તમામ બળાપો આજે નીકળી રહ્યો છે. અમારી મહેનત રંગ લાવી. આજે તારા એક એક દર્દનો હિસાબ થશે. યુ વિલ ગેટ વોટ યુ આસ્ક ફોર."

રાજદીપ શરમથી માથું નીચું કરીને ઉભો રહી ગયો. ઇશીતાની માં ઇશીતાની સામે આવી, પોતાની દીકરીને વળગી પડી અને કહ્યું," બેટા, આજ સુધી મારી બોલવાની હિંમત નહોતી થઈ, પણ બોલવું જરૂરી હતું. મારું એ કામ આજે તે પૂરું કર્યું છે. મને તારી ઉપર ગર્વ છે. તું આજે એ તમામ સ્ત્રીઓ માટે ઉદાહરણ છે જે દબાઈને જીવી રહી છે. જે પોતાના હક માટે લડી નથી શકતી. એવી તમામ સ્ત્રીઓમાટે તું પ્રેરણાસ્ત્રોત છે. તું અહીંથી જતી રહે, આ ઘર છોડી દે. અહીં કોઈ તને સરખી રીતે જીવવા નહીં દે. હું જેવી રીતે જીવી છું એ રીતે તારે નથી જીવવાનું. જા દીકરી જા, તારા સપનોની દુનિયામાં ઉડવા માટે આ પાંજરું તોડી નાખ. હું તારી સાથે છું. મારા આશિર્વાદ તારી સાથે જ છે." ઇશીતાએ એની મમ્મીનાં ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા.

એટલામાં દેવ ઉપર આવ્યો. એક બાજુ કાવ્યાએ અને બીજી બાજુ દેવે ઇશીતાનો હાથ પકડી લીધો. ત્રણેયજણા સ્ટેજ પરથી એકબીજાના હાથ પકડીને ઉતરવા લાગ્યા. ઇશીતા અટકી," આજ પછી તમે મને તમારી પુત્રી માનો કે ના માનો, એ મને ખબર નથી પણ એક દિવસ આ જ પુત્રી ઉપર તમને ગર્વ જરૂર થશે. મને રોકવાનો પ્રયત્ન નહીં કરતા, કારણકે હું હવે રોકાવાની નથી. તમે મને આ હક આપો કે ના આપો, મેં મારો હક આજે મેળવી લીધો છે." કહીને ઇશીતાએ ફરીથી આગળ ચાલવા માંડ્યું અને કાવ્યા અને દેવનો હાથ પકડી લીધો. ત્રણેય નીચે ઉતરી ગયા. લવ પણ તેમની સાથે જોડાઈ ગયો અને ચારેય લોકો એક અતૂટ બંધન બનાવીને ત્યાંથી નીકળી ગયા. ઇશીતા કોઈના પણ જવાબની આશામાં રોકાયા વગર ત્યાંથી નીકળી ગઈ. એક અલગ જ આત્મવિશ્વાસ તેના ચહેરા ઉપર આજે ઝળહળી રહ્યો હતો. આજે એક નવી ઇશીતાનો જન્મ થયો હતો. ઇશીતાએ કાવ્યા અને દેવ સામે જોઇને સ્માઈલ કર્યું. કાવ્યાએ ધીમે રહીને તેના કાનમાં કહ્યું,"પ્રાઉડ ઓફ યુ." આખા મંડપમાં સન્નાટો છવાઈ ગયો. ઇશીતાએ તેના પગમાં રહેલી બેડીઓ આજે તોડી નાખી. આજે તેણે મજબૂરીઓરૂપી પાંજરું તોડી નાખ્યું અને પોતાનાં સપનાઓની દુનિયામાં મુક્ત મનથી ઉડવા લાગી.

કાવ્યાએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું હતું. એક પરફેક્ટ વેડિંગ, જેની ચર્ચા બંધ નથી થઈ રહી. બીજા દિવસે આખા સુરતમાં આ જ લગ્નની લોકોના મોઢા ઉપર ચર્ચા થઈ રહી હતી.

******************************

છ મહિના પછી...

"જલ્દી કરો, હમણાં એની એન્ટ્રી થશે. લાઇટ્સ અને સાઉન્ડ ચેક કરી લીધો છે ને? કંઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. જલ્દી કરો હમણાં એ આવી જશે. એની એન્ટ્રી છે હમણાં." કાવ્યાએ રઘવાયા થઈને તેની ટીમને કહ્યું.

"કામ ડાઉન કાવ્યા, કામ ડાઉન." દેવે કાવ્યાને શાંત કરતા કહ્યું.

એટલામાં લવ દોડતો દોડતો બેક સ્ટેજ આવ્યો અને કહેવા લાગ્યો," ભાઈ બહાર ભીડ તો જો. ગજબ પબ્લિક ભેગી થઈ છે. હું બહુ એક્સાઇટેડ છું." લવે ખુશ થતા કહ્યું.

કાવ્યા અને દેવે બહાર ડોકિયું કર્યું. હજારોની સંખ્યામાં માનવમેદની એકઠી થયેલી હતી. ચારે બાજુ ચિચિયારીઓ અને સીટીઓનાં અવાજો સંભળાઈ રહ્યા હતા. "ઇશીતા...ઇશીતા..." ની બુમો તેમને સંભળાઈ. તો કેટલાક લોકો ઇશીતાનાં પોસ્ટર્સ લઈને ઉભા રહ્યા હતા. આ જોઈને કાવ્યાએ કહ્યું,"આઈ કાંટ બિલિવ." કહીને ખુશીમાં તે દેવને વળગી પડી.

એટલામાં લાઇટ્સ ઓફ થઈ ગઈ. પબ્લિકનો અવાજ બંધ થઈ ગયો. આ અંધકાર વચ્ચે એક સફેદ પ્રકાશ પ્રસર્યો અને એ પ્રકાશમાં ઇશીતા પોતાના ગિટાર સાથે સ્ટેજ પર આવી પહોંચી. તેણે માઇક હાથમાં લીધું અને બૂમ લગાવી, "હે...લો...સુ...ર...ત... મેક સમ નોઈસ." આ સાંભળીને પબ્લિક ગાંડીતુર બની ગઈ. ચારેબાજુ ઇશીતાના નામની બુમો સંભળાવા લાગી.

ઇશીતાએ પાંચ સેકન્ડ માટે આંખ બંધ કરી અને પછી ખોલીને બોલવાનું શરૂ કર્યું," આ મારો પહેલો લાઈવ કોન્સર્ટ છે અને મને એ વાતનો અત્યારે ખૂબ આનંદ થઈ રહ્યો છે. પણ મારો કોન્સર્ટ શરૂ કરતાં પહેલાં હું મારા જીવનની એક નાનકડી સ્ટોરી કહેવા માગું છું. આજથી છ મહિના પહેલા હોસ્પિટલનાં બેડ ઉપર હું જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી હતી. ત્યારે મને સહેજ પણ અણસાર નહતો કે ભવિષ્યમાં મારા માટે આ લખ્યું છે. હું આજે તમને એ લોકોથી પરિચિત કરાવવા માંગુ છું જેમના લીધે આજે હું, સિગિંગ સેન્સેશન ઇશીતા, તમારી આગળ ઉભી છું. જેમના કારણે આ બધું શક્ય બન્યું છે. આવા ત્રણ લોકોને હું સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું. દેવ, એ વ્યક્તિ જેણે મારા સપનાઓમાં અને મારામાં વિશ્વાસ બતાવ્યો, મારામાં રહેલી આ ક્ષમતાને સૌથી પહેલી પરખી અને જેણે મને જણાવ્યા વગર, મારી જાણ બહાર 'દિલ' નામની યુટ્યૂબ ચેનલ બનાવી અને જેમાં મારા રેકોર્ડ કરેલા જુના બધા જ વિડિઓ અપલોડ કરી દીધા, જેને એક મહિનામાં મિલિયન્સ વ્યુઝ મળ્યા અને જેના કારણે હું ઇશીતા માંથી સિગિંગ સ્ટાર ઇશીતા બની. પ્લીઝ વેલકમ, દેવ." દેવ સ્ટેજ ઉપર આવ્યો અને લોકોએ તેને બુમો પાડીને વધાવી લીધો. બાજુમાં સ્ક્રીન ઉપર દેવ અને ઇશીતાનાં જુના ફોટો પ્રદર્શિત થવા લાગ્યા.

"લવ, આ એ વ્યક્તિ છે જેણે એ વખતે મારો સાથ આપ્યો છે જ્યારે મારી સાથે કોઈ નહતું અને જેણે મારા વિડિઓઝનું શૂટિંગ કર્યું. પ્લીઝ વેલકમ, લવ." લવ સ્ટેજ ઉપર આવ્યો અને પબ્લિક ચિચિયારીઓ પાડવા લાગી. સ્ક્રીન ઉપર તેના અને ઇશીતાના ફોટોઝ આવવા લાગ્યા.

"એન્ડ લાસ્ટ, બટ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પર્સન ઓફ માય લાઈફ જેણે મને લડતા શીખવ્યું, ડરનો સામનો અને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવ્યું. પ્લીઝ વેલકમ, માય લેડી ઈંસ્પીરેશન, કાવ્યા." અને કાવ્યા સ્ટેજ ઉપર આવી. ક્યાંય સુધી તાળીઓ વાગતી રહી, બુમો પડતી રહી, ચિચિયારીઓ થતી રહી. ચારેયજણા સ્ટેજ ઉપર એકબીજાનો હાથ પકડીને ઓડિયન્સનું લાઈવ રિએક્શન જોઈ રહ્યા.

ઇશીતાએ ગિટાર વગાડવાનું શરૂ કર્યું અને આગળ રેમ્પ ઉપર આવી.
"ચીયર્સ ફોર ઓલ ધ ગર્લ્સ આઉટ ઘેર... ચીયર્સ ફોર ઓલ ધ બોયઝ...
લેટ્સ સેલિબ્રેટ ફ્રેન્ડશીપ ફર્સ્ટ." કહીને તે પાછળ ફરી અને દેવ, લવ અને કાવ્યા સામે જોઇને તેણે કહ્યું," ધીસ વન ઇઝ ફોર યુ ગાઈઝ." કહીને ગિટાર વગાડતા વગાડતા તેણે ગાવાનું શરૂ કર્યું.


" यारों दोस्ती बड़ी ही हसीन है
ये ना हो तो क्या फिर
बोलो ये ज़िन्दगी है

कोई तो हो राजदार
बेगरज तेरा हो यार
कोई तो हो राजदार

कोई तो दिलबर हो यार
जिसको तुझसे हो प्यार
कोई तो दिलबर हो यार

तेरी हर एक बुराई पे डांटे वो दोस्त
ग़म की हो धुप तो साया बने तेरा वो दोस्त
नाचे भी वो तेरी ख़ुशी में
अरे यारों दोस्ती बड़ी ही हसीन है
ये ना हो तो क्या फिर
बोलो ये ज़िन्दगी है
कोई तो हो राजदार
बेगरज तेरा हो यार
कोई तो हो राजदार

तन मन कर तुझपे फ़िदा महबूब वो
पलकों पे जो रखे तुझे महबूब वो
जिसकी वफ़ा तेरे लिए हो

अरे यारों दोस्ती बड़ी ही हसीन है
ये ना हो तो क्या फिर
बोलो ये ज़िन्दगी है
कोई तो दिलबर हो यार
जिसको तुझसे हो प्यार
कोई तो दिलबर हो यार"


ગાઈને ઇશીતા અટકી અને ત્યાં હાજર રહેલા તમામ લોકોએ તેને વધાવી લીધી. આજે બધા જ લોકોને ઇશીતાની ટેલેન્ટનો પરચો મળી ગયો. ચારેય એકબીજાને ભેટી પડ્યા અને ઇશીતા ખુલ્લા આકાશ સામે મુખ રાખીને ભગવાનનો આભાર માનતા મનમાં બોલી,"થેંક્યું સો મચ ગોડ, ફોર ગિવિંગ મી ધીસ ફેમિલી."

(સમાપ્ત)