આભાસી સોનું
વર્ષો જૂની વાત છે. કંચન સમી ધરતી ની ગોદ માં સમાયેલું નાનું ગામ એટલે હીરાપુર. અહીનો મુખ્ય વ્યવસાય ખેતી. પણ સાથોસાથ થોડા વેપારી કુટુંબ પણ રહે. બધા હળીમળીને આનંદ પૂર્વક રહેતા. આ ગામમાં વેપારી સમૂહ નાં મોભી તીલક્દાસ નું નામ સમગ્ર પંથક મા ખુબ માનભેર લેવાતું. ખુબ ઉદાર,માયાળુ અને પ્રમાણિક વેપારી. તેમના પુત્ર મોહનમાં પિતા નાં આ ગુણો જાણે વરસા માં આવેલા .પરંતુ કેહવાય છે ને સમય નું ચક્ર જરૂર ફરે છે, ખુબ શાલીન એવા મોહન નાં લગ્ન લીલા સાથે થયા. તામસી પ્રકૃતિ ની લીલાનો ઘર કંકાશ વધતો ગયો. આખરે સમજુ તીલક્દાસે એક કઠોર નિર્ણય લીધો અને મોહન ને કુટુંબ થી અલગ થવું પડ્યું .
મોહન વેપાર અર્થે બહારગામ જાય .અને લીલા પણ આવવાની જીદ કરે. આખરે એક દિવસ લીલા ની જીદ થી કંટાળી મોહને તેને પણ સાથે લઇ જવાનો નિર્ણય કર્યો .આમ પણ લગ્ન બાદ તે લીલા ને ક્યારેય બહારગામ નહોતો લઇ જઈ શક્યો .લીલા તો પતિ સાથે બહારગામ જવાની રાહ જોઈ ને જ બેઠી હતી. આમ બંને ઉપડ્યા એક દિવસ સફર પર....
મોહક અને આહલાદક વાતાવરણે સફર નાં આનંદ માં જાણે વધારો કરી દીધો હતો .રાતવાસો કરી વહેલી સવારે બંને આગળ વધ્યા .હવે જંગલ નો રસ્તો પગપાળા જ પસાર કરવાનો હતો .આગળ આવતા નગર માં મોહન ને જવાનું હતો. જેમ જેમ જંગલ પસાર થતું ગયું વચ્ચે આવતા પહાડો ,ઝરણા ,વનરાજી જોઇને લીલા અલગ જ રોમાંચ અનુભવતી હતી.આખરે મધ્યાહન સમયે થાકીને બંને જણા એક વૃક્ષ નીચે આરામ કરવાનું વિચાર્યું .પણ લીલા ને કશોક અવાજ કાને અથડાતો હતો .લીલાએ મોહનને એ દિશા માં જવા મનાવી લીધો .કંટાળા માર્ગે આગળ જતા એક ઝરણું દેખાયું .બંને જણા ઝરણા માં ખુબ નાહ્યા .બંને નો થાક ઉતરી ગયો. આમ પણ ત્યાં આજુબાજુ કોઈ ન હતું .ત્યાબાદ સાથે લીધેલા ભાથા માંથી ખાઈ વ્રુક્ષ ની શીતળ છાયામાં આરામ કરવા લાગ્યા .મોહન ને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ .પણ લીલા નું મન તો નયન રમ્ય દ્રશ્યો થી અભિભુત હતું .અચાનક ...
જોર થી એક અવાજ આવ્યો. મોહન સફાળો બેઠો થઇ ગયો .ઝરણા ની સામે ની ગુફા થી એક ભેખડ ઘસી આવી ,અને સોનેરી કિરણો નો પ્રકાશ ગુફા પર પડ્યો .મોહ ને વરેલી લીલાએ ત્યાં જવા નો હઠાગ્રહ કર્યો. ઝરણા ને પસાર કરી લીલા અને મોહને ઉજ્જડ ગુફા પર પહોચ્યા .કંટાળી ઝાડ થી ઘેરાયેલી ગુફા માં આછો પ્રકાશ હતો .અને ચારે તરફ શૂન્યાવકાશ હતો. પેહલા તો બંને ડરી ગયા .પણ મોહન હિમંત કરી આમ તેમ જોવાનું શરુ કર્યું .અનાયાસે તેનો હાથે પત્થર પર સરકી ગયો. પત્થર ખસતાં ભેંકાર ગુફા માં પ્રકાશ છવાઈ ગયો .સામે ચમકતી ધાતુ ને હીરા નો ઢગલો પડ્યો હતો .બંને ગેલ માં આવી ગયા . હર્ષ થી નાચવા માંડ્યા .અને વિચારવા લાગ્યા કે આપનું તો નસીબ ખુલી ગયું .પણ આ શું ...?
થોડી વાર માં ધડામ દઈને બીજી ભેખડ ઘસી .જાણે ધરતીકંપ થયો. ભેખડ ઘસતા બીજો ખંડ ખુલી ગયો .લીલા તો પાગલો ની જેમ બીજા ખંડ મા શું છે એ જોવા દોડી . ત્યાં સુવર્ણ ધાતુ નો ઢગલો પડ્યો હતો. આજે તો ઈશ્વરે ભારે કૃપા કરી એમ સમજી બંને ખુબ ખુશ થયા . પરંતુ લીલા નું મન પ્રથમ ખંડ માં પડેલી ચમકીલી ધાતુ માંથી હટતું ન હતું .પારખું મોહને બીજા ખંડ માં પડેલા સોના નાં પરિવહન વિષે વિચારી રહ્યો હતો. આ બાજુ જુદા –જુદા અલંકારો થી લીલા પોતાનો દેહને સજાવી રહી હતી. લીલા ત્યાંથી હટતી ન હતી . મોહને ખુબ સમજાવ્યું કે આ ધાતુ શું છે એ આપને ખ્યાલ નથી, પણ બીજા ખંડ ની ધાતુ ચોક્કસ સોનું છે .તું આ પડતું મુક. આપણે આ લઇ ને જવું જોઈએ .પણ ....બધું વ્યર્થ ...લીલા મોહ માં આધળી બની ચુકી હતી .અંતે બંને વચ્ચે ખુબ ઉગ્ર ઝગડો થયો .પણ લીલા એક ની બે ન થઇ .સમય પણ પસાર થઇ રહ્યો હતો .સમય પસર થતાં બીજા ખંડ ની દીવાલ વળી ઘસી .અને એ ખંડ બંધ થઇ ગયો.હવે મોહન પાસે લીલા ની જીદ સામે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો નહતો .આખરે લીલા અને મોહન આ ચમકીલા અલંકારો અને હીરા લઇ ને આગળ વધ્યા .દિવસ ઢળતો જતો હતો અને નગર હજુ દુર હતું. મોહન ખુબ ઉદાસ હતો .લીલા પર તેને ખુબ ગુસ્સો આવી રહ્યો હતો .તેને વિચાર્યું કે આ રીતે સોના ની રક્ષા માટે આ જાળ ભૂતકાળ મા કોઈ એ ગોઠવી હશે અને મારી અબુધ પત્ની આ જાળ નો આબાદ શિકાર બની ગઈ છે. પણ આ અલંકારો થી સારું એવું ધન મળશે એવી મોહન ને આશા હતી .આ બાજુ લીલા મોહમય નાચતી કુદતી આગળ ધપતી હતી .એટલામાં લીલા ને યાદ આવ્યું કે હજાર સોના મોહરોથી ભરેલી પોટલી જે તેને કંદોરા સાથે બાંધી હતી એ અલંકારો પેરવાની ખેવના માં ત્યાં જ રહી ગઈ. મોહન ને આ જોતા જ ખુબ ગુસ્સો આવ્યો .પણ એ ગુસ્સો ગળી ગયો. આખરે મોડી રાતે તેઓ નગર માં પોહ્ચ્યા .અને રાતવાસો કરી બીજા દિવસે સવારે વેપાર અર્થે બજાર માં નીકળ્યા .બધી ધાતુઓ એક વેપારી પાસે મૂકી .પારખું સોની એ તપાસ કરી ને મંદ હસ્યા અને કહ્યું કે આ તો બનાવટી ધાતુ છે ,મોહન તો જાણતો જ હતો .પણ લીલા નું મો ઉતરી ગયું .પ્રવાસ અર્થે રાખેલ સોના મોહરો પણ હવે નાં હતી .લીલા એ બધા બનવાટી અલંકારો ઉતારી વેપારી સામેં મુક્યા. અને થોડું ધન આપવાની આજીજી કરી . મોહન પોતાના નસીબ ને કોસી રહ્યો હતો ને લીલા નિસ્તેજ નજરે એ ચમકીલી ધાતુ સામે જોઈ રહી હતી .
બોધપાઠ :- લાલચ માણસ ની દુર્દશા કરે છે પણ મોહ આંધળો હોઈ છે એ લાલચ થી પણ મોટું નુકશાન કરે છે .