An untoward incident Annya - 13 in Gujarati Fiction Stories by Darshana Hitesh jariwala books and stories PDF | An untoward incident અનન્યા - ૧૩

Featured Books
Categories
Share

An untoward incident અનન્યા - ૧૩

આગળના ભાગમાં મર્યા પછી પણ ગૌરી સોહમ સાથે લગ્ન કરવા ઇચ્છે છે, સોહમની ના માટે તે ઝંખનાને દોષી માને છે. તે તેના શરીરમાં પ્રવેશવા જાય છે, પણ તેની શકિતને કારણે તેનું કઈં ચાલતું નથી. તેની આત્માને મુક્તિ આપવા ઝંખના ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરે છે, પણ સોહમ ગૌરીની તકલીફ જોઈ શકતો નથી.. તેથી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, ગૌરી નિત્યક્રમ મુજબ સોહમને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી જળ અભિષેક કર્યા પછી લગ્ન કરવા કહે છે.. પણ અભિષેક પછી ગૌરી સોહમના હાથમાં ઝંખનાનો હાથ આપી, બીજા જન્મમાં મળીશું, કહી તેનો આત્મા તેજોમય પ્રકાશનો પુંજ થઇ સૃષ્ટિમાં ભળી જાય છે. હવે આગળ..

*******

બેચેન હૃદયે યાદોના વાવાઝોડાં આજે કેમ છે..?
ઉત્સાહી બન્યો પવન એ દિશાએ આજે કેમ છે..?
ભૂલાયેલું શમણું ને આંખોમાં બેકરારી કેમ છે..?
જીવતરમાં મોંઘા ભાવના આ તમાશાઓ કેમ છે...?

સોહમ, મેં આટલા વર્ષો પછી તમારા મોઢેથી ગૌરી નામ સાંભળ્યું છે.!? "કેમ રાત્રે સૂઈ નથી ગયા.?" અને "આ શું..?" મને આપેલું પ્રોમીસ પણ તોડ્યું.. અને એવું તો, "શું કારણ હતુ કે ઊંઘ ન આવતા રાત ભર આટલી બધી સિગારેટ પીવી પડી..!"

ના (ગુડ મોર્નિંગ,) ના (જય શ્રી કૃષ્ણ...) આમ, "ઊઠતાંની સાથે સવાલો કરી રહી છે..?"

"આ મારા સવાલોનો જવાબ નથી..!" સોહમ..

મારે જવાબ આપવો પણ નથી.. "જો તું પ્રોમીસ તોડી શકે છે, તો હું પણ તોડી શકું છું.."

ઓહ..! "તો તમે આ વાતથી નારાજ છો.! તમે મારા મનની પરિસ્થતિને તમે સમજી શકતા નથી..! હું સૂઈ નથી શકતી. અનન્યાનાં વિચાર મારા મગજ ઉપર હાવિ થતા જતા હતા.. મને કોઈ સૂઝ પડતી ન હતી.." __

તો એટલા માટે તે ગાયત્રી સાધના શરૂ કરી, તને ગુરુજીએ પણ ના પાડી હતી.. છતાં, પણ તને સાધનાની જરૂર પડી.. રાતે ઊંઘ નથી આવતી, તો દવા લેવી જોઈએ.. ફાલતુમાં આવા ડ્રામા કરવાની શી જરૂર પડી તારે..!

સોહમ, "આટલા વર્ષોથી તમે મને મેડિસિન આપતા રહ્યા, છતાં પણ કોઈ ફરક પડતો નથી, મને આત્મા આજે પણ દેખાય જ છે.. આ વાતનો છે કોઈ જવાબ છે તમારી પાસે..!? તમે મને કહો છો કે હું ગુરુજીની વાત ભૂલી ગઈ છું.. વાત તો તમે ભૂલી ગયા છો.."

હું કોઈ વાત ભુલ્યો નથી..! તને ખબર છે ને ગૌરીની ઘટના પછી તારી શક્તિમાં વધારો થયો હતો.. અને તારી આસપાસ આત્માઓની કતાર લાગતી હતી, તેઓની મદદ કરતા તારા શરીરમાં અશક્તિ આવી જતી હતી. આથી મમ્મી-પપ્પાએ અને મેં લગ્ન કરતી વખતે શરત કરી હતી કે આ પાગલપન તું છોડી દેશે.. તેના માટે આપણે સદગુરૂ ધરમસિંહ મહારાજના સાનિધ્યમાં પણ ગયા હતા. __

તો, તમે ભૂલી ગયા છો, તેમણે પણ કહ્યું હતું કે શાંતિ તો થઈ જશે.! પણ જો મારી આસપાસ કોઈ પાક આત્મા હશે.. તો સપનાનાં માધ્યમથી તે કોઈ ઇશારો કરે.. જે દિવસે તે દેખાવાનું શરૂ થાય, પછી તેની મદદ કરવી પડશે.( શું ખબર તેમણે આ વાત પહેલાથી ખબર હોય..!?) આ જાણતા હોવા છતાં તમે સાઈકોલોજિસ્ટ પાસે મારી ટ્રીટમેન્ટ કરવો છો..

હા, ડોક્ટર વ્યાસ પાસે તારી ટ્રીટમેન્ટ ચાલે છે.. તેમણે કહ્યું હતું, "આ એક મનનો વહેમ છે, મેડિકલ સાયન્સ આત્માને માનતી નથી, આ એક જાતની મગજની બીમારી છે.. તેના માટે મક્કમ મનોબળની જરૂર છે.. ત્યારે તો તું માની ગઈ હતી..અને એટલા માટે જ મારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે તૈયાર થયા હતા.. આ વાત તું ભૂલી ગઈ છે હું નહિ..

સોહમ, "મને દુઃખ થાય છે કે તમે આટલા વર્ષો પછી પણ મને જાણી શક્યા નથી.! તમને મારી પર વિશ્વાસ જ નથી.."

ઝંખુ, "વિશ્વાસ વગર તારી સાથે આટલા વર્ષ નથી કાઢ્યા.!

વિશ્વાસ કરવામાં અને સાથ આપવામાં ફરક હોય છે, સોહમ.. આ શક્તિ તો કુદરતી છે, ક્યારે.!?, કેવી રીતે.!? મારામાં આવી એ ખબર નથી, પણ જ્યારથી હું સમજતી થઈ છું.. ત્યારથી આ શક્તિ મારી પાસે છે. હું તને પ્રેમ કરું છું.. એટલા માટે જ મેં મારી શક્તિ પર બંધન લગાવ્યું.. કદાચ તમને આ નહીં સમજાશે..! તમે ફક્ત મને દોષ આપી શકો છો, પણ મારા મનની વાત તો કદી સમજી શકશો નહિ, મારા પર શું વિતી રહી છે, એ તો કદી જાણી શકાશે નહિ, મને માફ કરી દો, કાલે મેં આ ગાંડપણ કર્યું.. એમ બોલતા બોલતા તો તેની આંખોમાંથી આંસુ આવી ગયાં.

સોહમ, "આંસુ લૂછતાં કપાળે ચૂમીને તેને ભેટી પડ્યો. હું તારી આંખમાં આંસું ક્યારેય જોઈ શકું નહિ.. પણ આ તારું પાગલપન, તારી તકલીફ મારાથી જોઈ શકાતી નથી.. આપણો પરિવાર ફ્કત લોકોની નજરે સુખી અને સંપન્ન દેખાય છે. આટલા વર્ષોથી ફક્ત મારા મનમાં એક જ ચિંતા છે કે હું તને ખોવી ના દઉં..!"

આ આપણા પ્રેમની શક્તિ છે, "જે મને તમારી સાથે જોડી રાખે છે.." હું તમને અને અમિતને ખૂબ જ ચાહું છું.. તમે જ મારી દુનિયા છો.. પણ, "શું ગુરુજીની વાત યાદ છે તમને..?"

હા, યાદ છે, તેમનાં એક એક શબ્દ યાદ છે.. તેમણે કહ્યું હતુ કે આ શક્તિ ક્ષીણ નહિ થાય તો તમારા આવનાર પહેલા સંતાન આવશે, આપણું તો પહેલું સંતાન અને છેલ્લું સંતાન અમિત જ છે, "હું નથી ઈચ્છતો તેને પણ આપણા જેવી તકલીફોનો સામનો કરવો પડે.."

સોહમ, એટલે જ તો આપણે શાંતિ કરાવી હતી, એ તમે પણ જાણો છો..

હા, "હું જાણું છું.." અને "આજે પણ સારી રીતે યાદ છે, જ્યારે પહેલી વખત તને પ્રેગ્નન્સી રહી હતી, હોસ્પિટલમાં જ્યારે આપણે ચેકઅપ કરાવવા માટે ગયા હતા, ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી વખતે એક સ્ત્રીનું મૃત્યુ થયું હતું," તેને રડતાં જોઈ તને દયા આવી, તેથી તને તેના પ્રત્યે લાગણી થઈ.. તેની નજીક જતાં તને ખબર પડી ગઈ હતી કે તે આત્મા છે..

બાળકને તે પોતાનાં આલિંગનમાં લઈને તેની મમતા લૂંટાવી ના શકવાનો તેને ઘણો રંજ હતો.. તું તેને જોઈ શકે છે, આ જાણી તેની આજીજી માની, તે તેને મારી જાણ બહાર તારા શરીરમાં પ્રવેશ આપ્યો હતો, અને પછી તે આત્માને આદત પડી ગઈ.. છાયાની જેમ સતત તારી સાથે રહેવા લાગી, જો ગુરુજીની મદદ ના મળી હોત, "તો આજે તું મારી પાસે નહિ હતે.." આ સમયમાં આપણે આપણું પહેલું સંતાન ખોવી દીધું હતું..

જાણું છું સોહમ.. એ વાતનો મને ઘણો જ પસ્તાવો છે.. એટલા માટે જ તો આટલા વખતથી હું 'દવા અને દુઆ' બંને કરું છું... મને ભગવાન પર પૂરો ભરોસો છે. આપણી આ સમસ્યાનું નિવારણ જરૂર થશે.!

મારું અનુષ્ઠાન કરવું, (જો તમને ના ગમ્યું હોય તો મને માફ કરજો..) હું તમને દુઃખી જોઈ શકતી નથી.. "આજે આ છેલ્લી વાર મારી ભુલ મને માફ કરો.. અને મને પ્રોમિસ કરો કે હવે પછી તમે ક્યારે પણ સ્મોકિંગ નહિ કરશો..!"

પ્રોમિસ હોય છે જ તોડવા માટે... જો તું તોડશે તો હું પણ તોડીશ..

ત્યાં તો પક્ષીઓનો કલરવ, મંદિરોમાં શંખ નાદ, અને સૂરજની રોશની બલકાનીમાં પથરાઈ.

(ગુડ મોર્નિંગ) માસી કરતા ગુંજન તેઓના બેડરૂમમાં પ્રવેશી..
તેને જોઈને બંને જણા ચોકી ગયા..

બંને સાથે બોલ્યા, વેરી ગુડ મોર્નિંગ, "તું આટલી જલ્દી ઉઠી ગઈ.!"
(ક્રમશઃ)

*******
શું ગુંજન માસીનું રહસ્ય અમિતને કહી દેશે..?
શું અમિત ને ઝંખનાની શક્તિ મળશે..!?
શું ઝંખના પોતાનું પ્રોમિસ તોડશે..!?

દર મંગળવારે માતૃ ભારતી પર...
An untoward incident (અનન્યા)
વાંચી અભિપ્રાય આપશો એવી આશા સાથે દર્શના જરીનાં 🙏જય શ્રી કૃષ્ણ 🙏 🌺🌺રાધે રાધે🌺🌺