'શિસ્ત( Discipline ) અને સત્યવચન ' જેના નામ માંજ મણ ભાર રહેલો છે એ શબ્દના અર્થનો કેટલો ભાર હશે .....!!? ખરેખર એ વાતની કલ્પના કરી શકાય એમ નથી .હજારો-લાખો વર્ષે પૂર્વથી ભારતીય સંસ્કૃતિ શિસ્ત અને સત્યવચન નામક બે પરિબળો પર ટકી છે . શિસ્ત અને સંબંધની માનવ જીવન પરની અસર શુ છે ...!? ચાલો જોઈએ .
જેમ ગાડાંને ચલાવવા માટે બે પૈડાની જરૂર પડે છે એમજ શિસ્ત અને સત્યવચન ગાળાના બે પૈડાં સમાન છે તેવી જ રીતે જીવન રૂપી ગાડાંને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે એની સાથે શિસ્ત અને સત્યવચન નામના બંને પૈડાંઓ જોડવા પડે છે , એ પૈડાં વગર એ ગાડાંનો ચાલક એટલે કે મનુષ્ય ગમે તેટલી મહેનત કરે પરંતુ વ્યર્થ છે . અને અંતે તો એ ચાલક શિસ્ત અને સત્યવચન નામના પૈડાં વગર થાકીને બેસી જશે અને સમય થયે પંચભૂતિમાં સમાઈ જશે. થોડો સમય ઘરના સભ્યો શૉક પાડશે અને પછી તો જાણે એવા કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ નહતું એવું લાગે છે . આવું કેમ થતું હશે કે કોઈ વ્યક્તિ ખૂબ ટૂંકું જીવન જીવવા છતાં લોકો એને હજારો વર્ષ સુધી ભૂલી શકતા નથી જ્યારે અમુક માણસોના મૃત્યુ સમયે એને કાંધ આપવા વાળા પણ મળતા નથી ...!? બસ , કારણ એજ છે . જે માણસ શિસ્ત અને સત્યવચનને જીવન જીવવાની રીત બનાવી પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગી બનાવી લે છે એ માણસ ઇતિહાસમાં અમર થઈ જાય છે , ઇતિહાસ જાણે એના નામની સોનાની તકતી બનાવી સૌને બતાવ્યા કરે છે જ્યારે શિસ્ત અને સત્યવચન સાથે ' બાપે માર્યા વેર ' જેવું વર્તન કરતા મનુષ્ય ઇતિહાસમાં વિલીન થઈ જાય છે અને કોઈને જાણ પણ થતી નથી. તો ચાલો આજ બે પરિબળનું જીવનમાં મહત્વ અને એનો વ્યવહારિક જીવન માં યોગ્ય ઉપયોગ કરી પોતાના જીવનને સફળ બનાવવાની રીત જોઈએ .
' શિસ્ત અને સત્યવચન , એક માઁના બે દિકરા
શિસ્તથી જીવન શીતળ બને ,
સત્યવચન વચનથી શુદ્ધ દેહ થાય ,
મળી બંને એક સાથે જીવન સોહામણું બને '
આગળ કહ્યું એમ શિસ્તનું જીવનમાં નિયમિત પાલન કરવાથી બધા કાર્ય યોગ્ય રીતે પાર પડે છે . એક બાળક માઁના ઉદર માંથી જન્મ લે ત્યારથી શિસ્ત સાથેનો એનો સંબંધ શરૂ થઈ જાય છે . એને જન્મ પછી ફરજીયાત પણે રડાવવામાં આવે છે એ પણ શીસ્તનો જ એક ભાગ છે .......!! નવાઈ લાગીને ...!?? આ એક હકીકત છે કારણ કે શિસ્ત એ કોઈ કોઈ કાયદો નથી કે કોઈ ઉપર બડજબરી પૂર્વક ઠોકી દેવામાં આવે , પરંતુ શિસ્ત એક સુંદર અને સુઘડ જીવન જીવવા અપનાવવા યોગ્ય સિદ્ધાંતો . જન્મ પછી બાળકને ફરજિયાત રડાવવામાં એટલે આવે છે કારણકે માતાના ઉદર માઁ લાંબા સમય સુધી રહેવાથી એના ફેફસાને યોગ્ય પ્રાણવાયુ મળતો નથી , જેથી જનમ્યા પછી બાળકને ફરજીયાતપને રડાવવાથી એના ફેફસા ફૂંકાય છે અને વધારે પ્રાણવાયુની જરૂર પડે છે જેથી ફેફસા યોગ્ય કામ કરવા લાગે છે . આજ કારણથી જનમ્યા પછી બાળકને રડાવવાની શિસ્ત આપડે શિષ્ત આપડે હજારો વર્ષોથી પાડતા આવ્યા છીએ . આપણી આસપાસ સવારે ઉઠીયે ત્યારેથી રાત્રે પોઢીયે ત્યાં સુધીનું આપડા દ્વારા થતું કોઈ પણ કાર્ય ધ્યાનમાં લો . એ દાંતણ કરવું હોય કે દેહધાર્મિક ક્રિયા હોય , દેહસુદ્ધિ હોય કે પૂજાપાઠ દરેક પાછળ કોઈ શિસ્ત છુપાયેલી હોય છે . એ કાર્ય યોગ્ય શિસ્ત સાથે કરવાથી કાર્યની ગુણવત્તામાં હજારો ગણો વધારો થઈ જાય . દાખલા તરીકે સવારે ઉઠીને દાંતણ-સ્નાન કરવાની આપડી ભારતીય સંસ્કૃતિમાં શિષ્ત છે . એનો મતલબ શુ ....!!? પહેલા જ્યારે આ કહેવાતા ' ટૂથપેસ્ટ ' શોધાયા નહોતા ત્યારે આપડે કણજી કે લીમડાના દાતણ કરતા , કણજી અને લીમડામાં માં રહેલા આયુર્વેદિક તત્વો દાંતને મજબૂત બનાવતા . આખી રાત ઊંઘ લઈને સવારે ઉભા થઈએ ત્યારે થોડી શુસ્તી વર્તાય છે આ શુસ્તી દૂર કરી પોતાના દૈનિક કાર્યો કરી શકાય એના માટે સ્નાનવિધિનું મહત્વ છે . એવીજ રીતે એક શિસ્ત છે જેના અનુસાર આપણું (હિન્દૂ ધર્મનું) અઠવાડિયું રવિવારથી શરૂ થાય છે , એની પાછળ શિસ્ત એ હતી કે જો અઠવાડિયું જ ઉર્જામય રીતે શરૂ થશે તો આખું અઠવાડિયું ઉર્જામય જશે . બસ આજ મહત્વ છે શિસ્તનું , જીવનને સુખી , સુંદર અને શાંતિમય પસાર કરવું હોય તો જીવન તો જીવનરૂપી ગાડાંની સાથે શિસ્ત રૂપી પૈડું જોડવું જ રહ્યું , જેથી જીવનરૂપી ગાડાં વડે સરળતાથી સમય કપાઈ શકે .
શિસ્તરૂપી એક પૈડું તો આપડા જીવનરૂપી ગાડાં સાથે જોતરી દીધું છે , તો હવે ચાલો સત્યવચનરૂપી બીજા પૈડાં વિશે જાણકારી મેળવીએ અને જીવનના ગાડાં સાથે જોડીને એને સરળતાથી આગળ ધપાવવા મદદ કરીએ . તો ચાલો સત્યવચનનું મહત્વ અને જીવનમાં ઉપયોગીતા વિશે જોઈએ .
सत्यमेव जयते । - હંમેશા સત્યનો જ વિજય થાય છે .
સત્યમેવ જયતે આપડો રાષ્ટ્રીય નારો છે જે આપડને ચિલ્લાઈને કહી રહ્યો કે અંતે વિજયતો સત્યનો જ થાય છે . ઘણીવાર અસત્યવચન આપણે પહેલી ખરાબ પરિસ્થિતિમાં બચાવનાર દેવતા લાગે છે જે એક ટૂંક સમયનો ફાયદો છે . પરંતુ ધીરેધીરે અસત્યવચન બોલવું એ ધીમા ઝેરની માફક આપણા મનમાં ભરાઈ જાય છે અને પોતાની ઝેરી અસર કરવાની શરૂવાત કરે છે . પછી નાનીનાની વાતોમાં વગર કારણે ખોટું બોલવું એ માણસની આદત થઈ જાય છે અને કોઈ વાર ખૂબ મોટું નુકશાન લાવે છે . દેશના સ્વતંત્ર કરવામાં અનેક ક્રાંતિકારીની સાથે જેનું મહત્વનું યોગદાન હતું એવા ગાંધીબાપુ પાસે રહેલા બે અમોઘ શસ્ત્ર માનું એક હતું સત્ય ( અને બીજું અહિંસા ) . સત્યવચન બોલવામાં સામાન્ય લાગતા આ શબ્દોમાં ગજબનું તાકાત રહેલી છે જે ખૂબ મોટા અકલ્પ્ય કામો સરળતાથી કરાવી આપે છે. અહીંયા સત્યના પૂજારી કહેવાતા ગાંધીજીના બાળપણનો એક કિસ્સો ટાંકી રહ્યો છું જે સત્યવચનમાં રહેલી તાકાત જણાવે છે .
સમય એ હતો જ્યારે મોહનદાસ ગાંધી સ્કૂલના અભ્યાસ કરી રહ્યા હતા . એમની સંગત બદલાઈ જવાથી તેઓ માંસ-ધુમ્રપાનના રવાડે ચડી ગયા હતા . એના માટેના પૈસા મેળવવા ઘરે ચોરી કરવા લાગેલા . એકવાર તો પૈસા ના મળતા પિતાના સોનાના કળા માંથી થોડું સોનુ ચોરી કરી હતી . પરંતુ સત્યવચની રાજા હારિશ્ચંદ્રનું નાટક જોતા એમનામાં સાચું બોલવાની પ્રેરણા મડી . એક રાત્રે પિતા કરમચંદ સુતા હતા એમની પાસે જઈને બધું કબુલતનામું લખી દીધું , આ વાંચી કરમચંદ ખૂબ રડ્યા પરંતુ મોહનદાસને માફ કરી દીધા . બસ ત્યારથી જ મોહનદાસ કરમચંદ ગાંધી થી મહાત્મા ગાંધી બનવાની સફર શરૂ થઈ ગઈ. આજ તાકાત છે સત્યવચનની જે એક સામાન્ય માણસની રાષ્ટ્રપિતા બનાવી શકવાની તાકાત ધરાવે છે . શુ તમને નથી લાગતું જે આપડે પણ જીવનરૂપી ગાડાં સાથે આ સત્યવચનરૂપી બીજું પૈડું જોડીને બાકી રહેલા જીવનને સરળ અને સુગમ બનાવવું જોઈએ ....!??
ચાલો આપડે પ્રણ લાઈયે કે ચાહે ગમે તે થાય આપડે શિસ્ત અને સત્યવચનનો યોગ્ય રીતે અમલ કરીને જીવનને સ્વર્ગ જેવું બનાવવા માટે પ્રયત્ન કરીએ .
અસ્તુ , જય હિન્દ , ધન્યવાદ