Koobo Sneh no - 61 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 61

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 61

🌺 આરતીસોની 🌺

પ્રકરણ - 61

વિરાજના જીવનમાં દિક્ષાનું મુઠ્ઠી ઊંચેરુ સ્થાન હતું. એની સજ્જનતા અને સમજદારી પાછળ અમ્માના દીધેલ સંસ્કાર સ્થાપિત હતાં. સઘડી સંઘર્ષની......

❣️કૂબો સ્નેહનો❣️

ભયંકર ત્સુનામિનો સામનો કરી રહેલ વિરાજનું મન અત્યારે 'રિપોર્ટ કોનો ખરાબ આવ્યો હશે.?' ના વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાંજ એના મોબાઇલ ફોનમાં દિક્ષાની રિંગ વાગી. વિરાજને અત્યારે વાત કરવાની કોઈ ઇચ્છા ન હતી તોયે રિસીવ બટન ક્લિક કર્યું.

"હેલો.. દિક્ષા."

"વિરાજ કેમ છો, બધું બરાબર ચાલે છે.? તમારી બહુ ફિકર રહ્યા કરે છે."

"હા દિક્ષુ.. બધું બરાબર જઈ રહ્યું છે. ચિંતા ન કરો.."

"થોડી સાવચેતી રાખજો. તમે સારા એટલે આખી દુનિયા સારી એવું નથી હોતું, એટલે જ છાસવારે તકલીફોનો સામનો કરવો પડે છે. દુનિયાદારીની સમજ કેળવવી સહેલી નથી તો અઘરી પણ નથી."

"અત્યારે બીજી વધારે વાત નહીં થઈ શકે દિક્ષુ. હું જ તને સામેથી ફોન કરીશ." નતાશા આજુબાજુ જ ફરતી હોવાથી એટલું કહીને ફોન કપાયો. એનું મગજ બીજે અટકી પડ્યું હતું. બીચ પર જવા નીકળ્યા પછી આખા રસ્તે વિરાજ ચૂપકીદી સેવી બેસી રહ્યો. મન મસ્તિષ્ક સાથે વિચારોની ગડમથલ ચાલતી રહી હતી.

'કોના રિપોર્ટ વિશે નતાશાને ડૉક્ટરે મેસેજ કર્યો હશે? શું એ મારા વિશે કંઈ હશે? છેલ્લે હૉસ્પિટલમાંથી રજા આપી ત્યારે ડૉક્ટરે મારા માટે કંઈક જણાવ્યું લાગે છે જે એ મારાથી છુપાવી રહી છે. અત્યાર સુધીમાં એણે એ મેસેજ જોઈ તો લીધો જ હશે! ફોન કરીને ડૉક્ટર સાથે પણ વાત તો કરી જ લીધી હશે."

વિરાજ અત્યાર સુધીમાં પહેલી વાર એની સામે નજર મિલાવી બોલ્યો, ''નતાશા, તુમ શોપીંગ કરને નીકલી તબ કિસીકા ફોન આયા થા. ફોન તુમ ઘર પે ભૂલ ગયી થી.'"

''વ્હોટેવર, ફીર બાદમે બાત કર લેગે. તુમ્હારા સાથ ઔર યે લોંગ ડ્રાઇવ કા મજા કિર્કિરા કરના નહી ચાહતે હમ.''

''હા.. પર કિસીકો કુછ અરજન્ટ કામ ભી તો હો શકતા હૈ.'' વિરાજ એના મોઢામાંથી ઓકાવા માટે વાત વધારે જતો હતો.

"જો ભી હો. આઇ કૉલ બૅક ટુ મોરો.. ઇન્ફેક્ટ આજ તો બિલકુલ હી નહિ. આપ, હમ ઔર યે સુહાના સફર.. આજ હમારે બિચમે ઔર કોઈ નહિ." એજ ચિરપરિચિત અંદાજમાં વિરાજની વાતોને ઉડાવી નતાશા ડ્રાઇવ કરતાં કરતાં બોલે જતી હતી.

"મુસ્કુરાને કે બહાને હરરોજ ખોજા કરો વર્ના,

જિંદગી રુલાને કે મૌકે કી તલાશ મે રહતી હૈ."

વારંવાર આવતા ફોન કટ કરતી નતાશાનું કાર ચલાવવામાં રોડ પર ધ્યાન ઓછું ને વિરાજ પર એનું ધ્યાન વધારે હતું.

"તું થાકી ગઈ હોઈશ નતાશા. વન થર્ટી પર એક્ઝિટ લઈ લે ફ્રેશ થઈને હું ડ્રાઇવ કરી લઉં છું." વિરાજે આવતો ફોન રિસીવ કરે તો કંઈ જાણવા મળે એ ઇરાદે એક્ઝિટ લેવાનું કહ્યું. પણ એ પછી નતાશાએ મોબાઇલ ફોન સાઇલેન્ટ કરીને પર્સમાં જ સરકાવી દીધો હતો. પહોંચ્યા પછી છેક રાત્રે અગિયાર વાગે નતાશાના મોબાઇલ ફોનમાં રિંગ રણકી ઊઠી. પહેલાંતો નતાશા રિંગો સાંભળતી ફોન સામે જોઈ રહી, છેલ્લી રિંગે ફોન ઊપાડીને ફોન પર વાત કરતી કરતી નતાશા રૂમની બહાર નીકળી ગઈ.

"યસ મી.એલેક્ઝા.."

આજે કોઈ પણ હિસાબે એ ડૉક્ટર કોના માટે અને શું કહેવા માંગે છે એ જાણવા માંગતો વિરાજ એની પાછળ પાછળ નીકળ્યો. એને એ શોધતો હતો ને કાને વાત અથડાઈ,

"મી.એલેક્ઝા ઇટ્સ નોટ પૉસિબલ ! જસ્ટ નાવ આઇ રિચ. આઇ એમ કમિંગ આફ્ટર વન વીક. એન્ડ એમ નોટ વોન્ટ લોસ્ટ ધીસ ઑપોર્ચ્યોનિટી."

સામે છેડે કંઈક બોલાયા પછી નતાશાએ જવાબ વાળ્યો,

"ધેન ઓકે, હાઉ મચ ડેય ફોર કૅમો?"

ફોનમાં સામે કોઈ જવાબ અપાયો અને

"ઓકે. વી મીટ ઓન નેક્સ્ટ વીક. આફ્ટર ફાઇવ ડેયઝ."

કહીને ફોન બંધ થયો. નતાશા ઘડીક કંઈક વિચારોમાં ત્યાં જ થાંભલા માફક ખોડાઈ ગઈ હતી. વિરાજને ત્યાંથી સરકી જવાનો પૂરતો સમય મળ્યો. નતાશાનો ફોનિક વાર્તાલાપ વિરાજના શરીરમાં ધ્રુજારી છોડી ગયો હતો.

મસમોટો એક નિઃશ્વાસ નીકળી ગયો હતો. એને સમજતા વાર ન હતી લાગી. 'કૅમો થેરાપી ફક્ત કૅન્સર પેશન્ટ જ લે છે. નતાશા આગળ ચોખવટભર્યો ભારપૂર્વક ખુલાશો કરવો જ રહ્યો.' એવું નક્કી કરી એ રૂમમાં આવ્યો.

થોડીવારમાં પોતાની જાતને સંભાળી નતાશા રૂમમાં આવી. કંઈ જ થયું ન હોય એમ એના વર્તન પરથી લાગતું હતું. ચંચળ અને અસંસ્કારી નતાશા આજે ઠાવકી દેખાઈ રહી હતી. કોઈ અકળામણ એના કપાળને પ્રસ્વેદબિંદુ બનીને ઠંડીમાં પણ સતાવી રહ્યાં હતાં. જિંદગી કઈ ક્ષણે કયો વળાંક લઈ લે ક્યાં કોઈનેય ખબર હોય છે!! વિરાજથી ધીરજ ન રહી એણે પૂછી જ લીધું,

"કિસકા કૉલ થા?"

"ઑફિસ સે મેરે કલિંગ કા ! કોઈ ફાઇલ નહિ મીલ રહી થી ઈસલિયે કૉલ કિયા થા." ખુદને સુરેખ રાખીને નતાશા ઉતાવળે બોલી ગઈ. અને બેડ પર સૂઈ રહેલા વિરાજની બાજુમાં એય લાંબી થઈ. એના ખભે માથું ઢાળી સૂઈ ગઈ. એણે શર્ટના બે બટન વચ્ચેથી હાથ નાખી છાતી પર હાથ ફેરવી હળવી ચૂંટલી ખણી. પણ આજે વિરાજને એના બીહેવીયરમાં અજુગતો ફેરફાર લાગ્યો.

"આજ તો આપ બડે રોમેન્ટિક લગ રહે હો."

કહીને વાળમાં હાથ પ્રસરાવતી પડી રહી. વિરાજને દરવખતની જેમ મૃતપ્રાય થઈ પડી રહેવા સિવાય કંઈ જ કરવાનું ન હતું. નતાશાએ એને વધારે ભીંસમાં લીધો. એ વધારે ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. આવું કેટલીયે વખત થયું હશે એમ આજે પણ વિરાજ પહેલાની જેમ કોઈ મચક આપતો ન હતો. એના મગજમાં તો કૅમો થેરાપી જ ઘુમતી હતી.

"કૅમો કિસકો લેની હૈ?"

"અચ્છા જી.. તો આપ હમારી બાતેં સુન રહે થે?"

"બાતેં નહિ.. મેંને ડૉક્ટર કા મેસેજ ભી રીડ કર લિયા હૈ. મે સબ જાનતા હૂં. લેકિન આપકે મુહ સે સુનના ચાહતા હું, બોલો."

"અરે યાર.. ડોન્ટ માઇન્ડ. કુછ ભી તો નહિ હૈ. હમ ઑફિસ કી દૂસરી કુછ બાત કર રહે થે."

"મુજે સબ પતા હૈ. સચ બતા દો. વરના મેરી સૌગંધ હૈ આપકો."

વિરાજ ક્યાંય સુધી એના બદલાતા હાવભાવ જોતો રહ્યો. નતાશા ચૂપચાપ આંખોની પાંપણો ઢાળી એના જમણા ખભે માથું નાખીને છાતી પર હાથ પ્રસરાવતી હજુ પડી જ રહી હતી ને વિરાજે જમણો હાથ એના બરડા પર ફેલાવી ભીંસમાં લીધી. એ ચોંકી ઊઠી. આજે એક ભીંસે વિરાજની હરેક ઉપેક્ષા ભૂલાવીને નતાશાને અનહદ કરી દીધી હતી. એ કોકડું વળીને વેલ માફક એને વળગી રહી.

"ઓફફફફ... આપ એસેહી મુજે પાગલ કર દેતે હો. ઔર જ્યાદા પ્યાર કરને કે લિયે હમે મજબૂર કર દિયાના?"

"સચ્ચી બાત નહિ બતાયેગી તબ તક નહિ છોડેગેં."

"અચ્છા.. તો ફીર આપકી યે ઇચ્છા પૂરી હોને વાલી નહિ હૈ. પર આજ હમારી ઇચ્છા શાયદ પૂરી હોને વાલી હૈ યે પક્કા હૈ."

"ઓલરેડી અપના બર્થડે ભી હમસે છુપાયા હૈ. હમારી કોઈ ફિકર હી નહિ હૈ આપકો. વરના હમારી સૌગંધ પે સબકુછ બતા દેતી."

ત્યાં જ નતાશાના ફોનમાં મેસેજ ટોનનો અવાજ આવ્યો. એણે બેડ પર જ નજીક પડેલા કુશન પર મૂકેલો ફોન લાંબા હાથે ખેંચી સ્ક્રીન પર ઝળકેલો કોઈ મેસેજ વિરાજને ન દેખાય એમ વાંચવા લાગી.

વિરાજે નતાશાના હાથમાંથી સટાક મોબાઇલ ફોન ખેંચીને બોલ્યો, "લાઓ મેં ભી તો દેખું કિસકા મેસેજ હૈ ઔર ક્યાં..."

વિરાજના આગળના શબ્દો હવામાં ઝૂલતાં રહ્યાં એ બે મેસેજ વાંચીને. ફરહાન મન્સૂદ નામથી સેવ કોઈના મેસેજો હતા.

"સલામવાલેકુ.. વક્ત કે સાથ સબ સંભલ જાયેગા બેટી. માન જાઓ મેરી બાત ઔર જલ્દી આ જાઓ. જીદ મત કરો."

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 62 માં બીજો એવો શું મેસેજ હતો જે વાંચીને વિરાજના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અને આખેઆખો એ ધ્રુજી ઉઠ્યો હતો.

-આરતીસોની©