ASTIK THE WARRIOR - 10 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-10

Featured Books
Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-10

"આસ્તિક"
અધ્યાય-10
જરાત્કારુ બેલડી પવનહંસ દ્વારા પાતાળલોક પહોંચી ગઇ. પાતાળલોકમાં વાસુકીનાગ સહીત અનેક નાગ એમને સત્કારવા હાજર હતા. એમનું દબદબા ભર્યું સ્વાગત થયું મહેલમાં પધરામણી થઇ. થોડો આરામ લીધો પછી જરાત્કારુ દેવે વાસુકીનાગને બોલાવ્યા.
જરાત્કારુ દેવે કહ્યું "ભાઇ વાસુકી તમને એક ખુશકબર આપવાની છે. વાસુકી નાગે નમ્રતાથી પૂછ્યું ભગવન ખુશખબર માટે તો તરસુ છું જણાવો ભગવન શું ખુશખબરી છે ?
જરાત્કારુ દેવે કહ્યું તમારી બહેનને.... તમે મામા બનવાનાં છો. એજ ખુશખબરી છે. વાસુકીનાગ એકદમ આનંદીત થઇ ગયાં અને બોલ્યાં. વાહ વાહ સમગ્ર નાગલોકને પાતાળલોકને આપે ખુશ કરી દીધાં ખૂબ આનંદનાં સમાચાર છે હવે આજે તો જાણે બધાંજ અમારાં અરમાન પુરા કરી દીધાં.
ભગવન તમારી આજ્ઞા હોય તો પાતાળલોકમાં ઉત્સવ કરવા માંગુ છું. રાજકુમારી જરાત્કારુને વાસુકી નાગે કહ્યું બહેનાં તમે તો આજે આખું કુળ ઉગારી લીધું. આનો ધામ ધુમથી ઉત્સવ કરવા માગું છું આપ લોકો રજા આપો પછી. રાજકુમારી જરાત્કારુએ ભગવન સામે નજર કરી પછી કહ્યું. મારો ખોળો ભરવાની સંસ્કાર વિધી થાય ત્યારે ઉત્સવ કરો એક સાથે બે ઉત્સવની ઉજવણી થશે. થોડો સંયમ જાળવો.
ભગવન જરાત્કારુએ કહ્યું "વાસુકી અમારાં આશ્રમનું કામ કેટલે પહોચ્યુ છે ? આ ઉત્સવ પછી અમે તરતજ અમારાં આશ્રમે પ્રસ્થાન કરીશું ત્યાંજ રહીશું પછી પુત્ર જન્મ... હજી ભગવન વાક્ય પુરુ કરે પહેલાં વાસુકીનાગ ભગવનનાં ચરણે પડી ગયો. ખૂબ લાગણી અને પ્રેમથી કહ્યું ભગવન તમારી સેવા કરવા અમને તક આપો. આપનો આશ્રમ ભવ્ય રીતે બની ગયો છે તમારી આજ્ઞા અનુસાર ગોમાતાનાં છાણ મૂત્ર દૂધથી બનાવ્યો છે ખૂબ પવિત્ર રીતે તૈયાર કર્યો છે તમારી સૂચનનુ પુરુ પાલન થયું છે. પણ ભગવન પુત્ર જન્મ સુધી આપ અમારી સાથે રહો એવી યાચના કરુ છું પછી પ્રેમથી તમને વિદાય આપીશું અહીં મહેમાની સેવા અને સાચવણી થશે પીયરમાં એમની પ્રસુતા થાય એવું ઇચ્છું છું. આપની પાસે આ મારી આખરી યાચના છે. આપને આશ્રમ જોવો હોય તો હું જરૂર આપને બતાવવા લઇ જવા તૈયાર છું.
જરાત્કારુ ભગવને એક પળ વિચાર કરીને કહ્યું "તમારો પ્રેમ હું જાણું છું અનુભવુ છું પણ મારાંથી વધારે અહીં નહી રહેવાય રાજકુમારીને અહી રહેવું હોય તો રહી શકે છે મારે મારાં નિત્ય નિયમ અને તપ કરવાનાં છે હું આશ્રમે સીધાવીશ.
આ સાંભળી રાજકુમારી જરાત્કારુ દુઃખી થઇ ગયાં. એટલે કહ્યું ભગવન તમારી નિશ્રા વિના મને નહીં ગમે. મારી પ્રાર્થના છે કે આપ પણ મારી સાથે રહો પુત્ર જન્મ પછી આપણે સાથેજ આશ્રમે નિવાસ કરીશું.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી તમારે હવે સેવા અને આરામની જરૂર છે મારું અહીં રોકાવાનું કોઇ પ્રયોજન નથી તમે અહીં સુખથી રહો મને જવા માટે રજા આપો.
રાજકુમારી જરાત્કારુએ વાસુકીની સામે જોયું અને વાસુકીએ ભગવન જરાત્કારુનાં પગ પકડી લીધાં અને કહ્યું ભગવન આટલી આખરી કૃપા કરો. આપ પણ અહીં બહેનાં સાથે રહો. તમારાં સાથ સહવાસી જરૂર છે અને આપની ખૂબ સેવા કરીશું. આપ અહીં બધાંજ નિત્ય નિયમ તપ કરો તમને કોઇ વિક્ષેપ નહીં કરે એવી વ્યવસ્થા ગોઠવુ છું.
ભગવન જરાત્કારુએ કહ્યું "પહેલાં આપણે આશ્રમ જઇએ હું બધું જોઇ લઊ... તમે મને વિવશ કરી રહ્યાં છો.
રાજકુમારી જરાત્કારુએ કહ્યું દેવ તમારી હાજરી જરૂરી છે મારાંમાં જે તમારો અંશ ઉછરી રહ્યો છે એને તમારે બધાં શાસ્ત્ર ભણાવવાનાં છે જ્ઞાન આપવાનું છે તમારાં વિના બધુ શૂન્ય છે.... આપ કૃપા કરી મારી સાથે રહો તમને વિનંતી કરું છું પછી સાથેજ અહીંથી જઇશું
ભગવન જરાત્કારુએ આંખો બંધ કરી અને સમાધિમાં જઇ પછી આંખો ખોલીને કહ્યું. તમારી અને મારી બંન્નેની ઇચ્છા હું પૂર્ણ કરું શું માસનાં પ્રથમ 15 દિવસ જે શુકલપક્ષ ગણાય છે સુદનાં 15 દિવસ પૂનમ સુધી હું આપની સાથે રહીશ પછી વદ-કૃષ્ણ પક્ષનાં 15 દિવસ હું આશ્રમે રહીશ. એટલે મારું પણ સચવાશે.
રાજકુમારી જરાત્કારુએ સજળ નયને સંમતિ આપી જરાત્કારુએ કહ્યું આજે એકમ છે પૂનમ સુધી હું રહીશ પછી વદમાં આશ્રમે જતો રહીશ. વાસુકી નાગે પણ ભગવાનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને ખૂબ આનંદીત થયો. એણે ભગવન જરાત્કારુનો આભાર માન્યો.
******************
આમ દિવસો વિતતાં ગયાં. પૂનમ આવી અને ભગવન જરાત્કારુએ પૂનમનો હવન અને કર્યો અને ભસ્મની પ્રસાદી રાજકુમારી જરાત્કારુનાં કપાળે અને પેટ પર લગાવી અને કહ્યું દેવી હવે પછીનાં 15 દિવસ પછી હું આવીશ. આ પંદર દિવસે મેં જે શાસ્ત્રનું ગ્રહણ કરાવ્યું છે એનું મનન કરજો મનને શાસ્ત્રમાં કેન્દ્રીત કરજો પછી આવીને આગળ શ્રવણ કરાવીશ.
રાજકુમારી જરાત્કારુ ભગવન જરાત્કારુનાં પગે પડી ગયાં એમની આંખો ચોધાર આસુએ રડી ઉઠી એમનાં પગને અશ્રુથી પખાળી દીધાં અને બોલ્યાં ભગવન સતત આપની નિશ્રામાં સહવાસ કર્યો છે આ કાળા 15 દિવસ હું કેમ કરીને વિતાવીશ ? આવો વિરહ કદી નથી મળ્યો હું કેમ કરીને સહી સકીશ ?
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી મિલન-વિરહ એ સિક્કાની બે બાજુ છે મિલન પછીનો વિરહ પણ અમર પ્રેમજ છે. એમાં પ્રેમની યાદો મમળવવાની હોય છે એનાંથી પ્રેમ વધુ પવિત્ર અને પ્રજવલિત થાય છે એ ના ભૂલો કે તૃપ્તિ પછીનો ત્યાગ વધારે મહાન છે. એટલેજ કુદરતે પણ ચન્દ્રની કળા એવી બનાવી છે એમાંથી સંદેશ અને જ્ઞાન મળે છે... મિલન ફરી થવાનું છે જે અત્યાર કરતાં વધુ પ્રેમાળ અને સોહામણું હશે વધુ નજદીક લાવશે. તમારો પ્રેમ હું સમજુ છું પણ આ વિરહ પણ પ્રેમની પરીક્ષાઓ લેશે. એમાં આપણે બંન્નેએ સફળ થવાનું છે.
એક સરખા દિવસો ઉદાસીનતા લાવે એનાં કરતા વિયોગ કરીને વધુ નજીક આવીશું. મને વિશ્વાસ છે તમે આ સમજશો. મારું માત્ર શરીર તમારાંથી દૂર જઇ રહ્યુ છે. આત્મા નહીં.
દેવી તમને એક વાત સમજાવું. આપણાં બંન્નેનાં શરીરમાં આત્મા છે બંન્ને જુદા જુદા દેહમાં છે. એટલેજ પ્રબળ આકર્ષણ છે ભલે આત્મા એક થઇ ગયો છે પણ ખૂબ મીઠું ખાધા પછી કડવું પણ સારુ લાગે છે. દેવી તમે નિશ્ચિંત રહો મારુ શરીર અહીંથી દૂર ગયાં પછી તમે મને અત્યાર કરતાં પણ મને તમારાંમાં વધારે નજીક અનુભવશો મારું વચન છે. પ્રેમમાં આવી ક્ષણો જરૂરી છે.
રાજકુમારીએ કહ્યું તમે મને સમજાવી રહ્યાં છો પણ મન સમજે કદાચ પણ આત્મા વિરહ સ્વિકારતો નથી ભગવન તમે કહ્યું છે એ સત્યજ હશે પણ આ વિરહની ક્ષણો મારી સામે આવીને ઉભી છે મારાંથી સહેવાતી નથી હું તમારાં સ્તવનમાંજ હોઇશ એક એક ક્ષણ તમારું નામ લેતી હોઇશ તમારાંમાં રહી તમનેજ જીવીશ તમે કહો છો એમ તમનેજ અનુભવીશ એમ કહીને આક્રંદ કરવા લાગ્યાં.
ભગવન જરાત્કારુએ એમનાં માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યાં અને વાસુકીને હુકમ કર્યો કે મને મારાં આશ્રમે પહોચાડો અને પવનહંસમાં બેસીને ભગવન જરાત્કારુ આશ્રમે જવા નીકળી ગયાં.
રાજકુમારી ખૂબ વ્યથિત થઇ ગયાં ભગવન જરાત્કારુએ વિદાય લીધી અને એમનું શરીરનું લોહી જાણે ફરતું બંધ થઇ ગયું શરીર ઠડું પડવા માંડ્યું એમનાં મુખેથી દેવ દેવ દેવ એજ સ્મરણ રહ્યું.
સેવિકાઓ એમની સેવામાં લાગી ગર્ભાવસ્થામાં રાજકુમારીની આવી દશા જોઇ ચિંતામાં પડી ગઇ. બીજા દિવસ પરોઢ થતાં પહેલાં રાજકુમારી ઉઠી ગયાં સ્નાનાદિ પરવારીને ભગવન જરાત્કારુનું સ્મરણ કરવાં લાગ્યાં.
એમનાં વિરહમાં આત્મા જાણે તરફડતો હતો. ત્યાં જરાત્કારુ ભગવાનનો એહસાસ થયો એમને થયું એમનાં શરીરમાં ભગવનનો પ્રેમ પ્રસરી રહ્યો છે તેઓ આંખ બંધ કરીને એમનેજ જોવા અનુભવવા લાગ્યાં. એમની અશ્રુભરી આંખોએ જોયું ભગવન એમની નજર સમક્ષ છે એમને એમનાં સ્પર્શનાં અનુભવ થઇ રહ્યો છે આનંદીત થયાં અને વધુ ને વધુ સ્મરણ કરવા લાગ્યાં.
ભગવનનાં ગ્રહણ કરાવેલાં શાસ્ત્રનું મનન કરવા લાગ્યાં એમને આનંદનો અનુભવ થવા લાંગ્યો.
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----11