Love Bites - Chapter-22 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-22

Featured Books
Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-22

પ્રકરણ-22
સ્તવને આશા સાથે વાત કરી..... આશાએ સ્તવનને કેવાં અનુભવ કેવી પીડા થાય છે. એનો પ્રશ્નો કર્યા. સ્તવને બધાંજ સાચાં જવાબો આપ્યાં. પછી બંન્ને જણાંએ ફોન બંધ કરી સૂવા પ્રયત્ન કર્યો. થોડાં સમયની નીંદર પછી જાણે એને કોઇ બોલાવી રહ્યું હોય એવો અનુભવ થયો સ્તવનને બધી જૂની યાદ કોઇ અપાવી રહ્યુ છે. એવું લાગ્યું પણ એને કોઇ દેખાયુ નહીં... પાછો સૂવા પ્રયત્ન કરે છે અને ફરીથી કોઇ બોલ્યું સ્તવને સ્પષ્ટ સાંભળ્યું અને એણે પૂછયું કોણ ?
અંધારું ધાયું હતું બધેજ સાવ નિસ્તસ શાંતિ હતી કોઇ બીજો અવાજ નહોતો. બોલનારનો અવાજ સ્પષ્ટ થયો કેમ તને યાદ નથી ? તું મને જોઇને મારી પાછળ દોડેલો ? યાદ આવ્યું એ સમયે હું ગભરાઇ હતી... મનેજ નથી સમજાતું કે મારી સાથે શું થાય છે ? હું પણ જીવીત છું છતાં જાણે ગત જન્મમાં રખડી રહી છું તું મને સતત તડપાવી રહ્યો છે તારી મારી દશા સરખી છે બીજું જીવન જીવીને પણ આપણો સાથ સાથનો જન્મ ભૂલાતો નથી ક્યું બળ હજી તારાં તરફ ખેંચે છે ખબર નથી તેં તો બધી પીડા ભૂલીને બીજીનાં હાથ પકડવાની તૈયારી કરી લીધી છે પણ હું ક્યા જઊં ? શું કરું તે આપેલી નિશાની હજી તાજી છે મને પીડા આપે છે... શું કરુ ? એમ કહી જોર જોરથી રડતી ડુસકા લેતી હોય એવાં અવાજ આવ્યાં. સ્તવને લાઇટ ચાલુ કરી ફરીથી એને જોવાં અનુભવા પ્રયત્ન કર્યો એણે કહ્યું "મને કંઇ યાદ નથી મને અગમ્ય અનુભવ થાય છે પીડા થાય છે પણ કંઇ જ કોઇજ યાદ આવતી નથી પીડાઇને પણ જવાબ મળતો નથી તું કોણ છે ?
સ્તવન બોલ્યો એનો કોઇ પ્રતિભાવ ના આવ્યો બધેજ જાણે શાંતિ પથરાઇ ગઇ. સ્તવનનાં મનમાં વિચારોનું તુમુસ યુધ્ધ છેડાઇ ગયું આ બધું શું છે ? કાલે આશાને મળવાનું છે વિવાહ નક્કી થશે પછી પણ આવા અનુભવ થશે ? એની નીંદર હરામ થઇ ગઇ એ સવાર પડવાની રાહ જોવા લાગશે....
************
સ્તુતિ આજે સવારે વહેલીજ ઉઠી ગઇ. ઉઠીને સ્નાનાદી પરવારીને તૈયાર થઇ ગઇ. એણે જોયું પાપા પૂજામાં બેઠાં છે તુષાર હજી ઉઠ્યો નથી માં નહાઇ ધોઇને કીચનમાં ચા નાસ્તાની તૈયારી કરી રહી છે. એણે માં પાસે જઇને કહ્યું "માં મારે ખાસ કામ છે હું વહેલી કામ પતાવીને આવું છું મારે લેપટોપમાં મારી ફેન્ડને ત્યાંથી સોફટવેર ડાઉનલોડ કરાવવાનાં છે પછી એ જોબ કરે છે નીકળી જશે. મેં ફોન કરીને કહ્યું છે હું આવું છું.....
માં આષ્ચર્યથી જોઇ રહી ને કહ્યું "આટલાં વહેલાં ? તારાં પાપા હજી પૂજામાં છે એમને પૂછીને જા દીકરા એકદમ એવું શું કામ યાદ આવ્યું તને ? ચા નાસ્તો કરીલે પહેલાં...
સ્તુતિએ કહ્યું "માં પ્લીઝ પાપા પૂજામાં છે હજી એ પરવારે પહેલા તો હું જઇને આવી જઇશ.. એમનું એકટીવા લઇને જઊં છું હમણાંજ જઇને આવું છું. એમ કહી માં નો જવાબ સાંભળ્યા વિનાં એ બહાર નીકળી ગઇ. માં એને આશ્ચર્યથી જોઇ રહી કંઇ બોલીજ ના શકી.
સ્તુતિએ એક્ટીવા પર બેસી ખબે બેગ ચઢાવીને નીકળી ગઇ એનાં મનમાં કોઇ નિર્ણય નક્કી થઇ ગયો હતો. એ સવાર સવારમાં નીકળી ગઇ રસ્તા પર ટ્રાફીક નહોતો પુરપફાટ એક્ટીવા દોડાવી રહી હતી અને થોડાં સમયમાં અઘોરીજીનાં આશ્રમે પહોચી ગઇ.
આશ્રમમાં નિરવ શાંતિ હતી મહાદેવનાં મંદિરમાં પૂજન ચાલી રહેવું શંખનાદ સંભળાઇ રહ્યો હતો. એ અંદર પ્રવેશી ગઇ. બાબાનાં આશ્રમમાં પ્રવેશી અને બાબાનાં રૂમ તરફ આગળ વધવા ગઇ અને ત્યાંજ એક સેવકે રોકી... અરે બહેન તમે કોઇ છો ? આમ બાબનાં રૂમ તરફ ના જઇ શકો મનાઇ છે. બાબા અત્યારે ધ્યાનમાં છે.
સ્તુતિ નિશ્ચય કરીને આવી હતી એનાં પગમાં એનાં નિશ્ચયનું જોર હતું એણે કહ્યું પ્લીઝ મને બાબાની મુલાકાત કરાવો મારે ખૂબ અગત્યનું કામ છે. સેવકે કહ્યું એ શક્યજ નથી પછી સમય લઇને આવજો આમ તમે અંદર ના જઇ શકો બાબાજીની આજ્ઞા નથી. ત્યાંજ અંદરથી અઘોરીબાબાનો અવાજ આવ્યો "સેવક એ છોકરીને રોકીશ નહીં આવવા દે અંદર અને સેવક સામેથી હટી ગયો. સ્તુતિએ બહાર ચંપલ કાઢીને સ્ફુર્તિથી અંદર પ્રવેશી ગઇ સેવકે દરવાજો પાછો બંધ કરી દીધો.
અઘોરીબાબા આંખ બંધ કરી ધ્યાનમાં બેઠાં હતાં. સ્તુતિ એમની બરાબર સામે પલાઠીવાળીને બેસી ગઇ એનાં હાથ નમસ્કાર મુદ્રામાં જોડાયેલા હતાં. આંખો ખૂલ્લી રાખીને બાબાને જોઇ રહી હતી.
બાબાએ આંખો ખોલી વિશાળ આંખોમાં સ્તુતિની આંખો પરોવાઇ અને એની આંખો રડી ઉઠી. બાબાએ કહ્યું બોલ શું કહેવું છે તારે ? શું કહેવા આવી આટલી સવારે ?
સ્તુતિએ કહ્યું "બાબા હું અહીં આવીને ગઇ ત્યારથી ચેન થી તમે કહ્યું નદી કિનારે તાંત્રિક વિધી કરવી પડશે ? શેની વિધી ? મારામાં શું ખામી છે ? મને શું નડી રહ્યું છે ? હું કેમ આટલી હેરાન પરેશાન થઇ રહી છું ? તમે તો જ્ઞાની છો ત્રિકાળ જ્ઞાની છો મારી પીડા કેમ શાંત નથી કરતા ? મારાં પાપા માં બધાં મારાં કારણે દુઃખી છે હું પોતે મારાથી દુઃખી છું હવે મને ગઇ રાતથી પીડા ખૂબ વધી ગઇ છે ? કારણ શોધી ઉપાય કરો આમ હું હવે નહીં જીવી શકું બાબાકૃપા કરો મારો ઇલાજ કરો.
બાબાએ શાંત નજરે કહ્યું "તારે જાણવું છે તારી પીડાનું કારણ ? તું સાંભળી શકીશ ? પચાવી શકીશ ? તારે પીડાનો ઉપાય કરવો છે ? તારી પીડા પછી ઓછી થઇ જશે ? તારાં કર્મ તારો પીછો નથી છોડતાં.... તું પોતેજ તારી પીડાનું કારણ છે.. કારણ જાણી એનો ઉપાય કરવો એ મારું કર્મ છે અને કોઇ શરણું શોધી મારે પાસે આવે પછી તો મારે ઉપાય કરવો પડે ઉકેલ કાઢવો પડે... મને મારી ફરજ પણ ખબર છે. પણ... છોકરી તું તારી પીડાનું કારણ તું જાતે નહીં સાંભળી શકે.. વધારે પીડાઇશ. તારાં જેવો કેસ મારી પાસે જવલ્લેજ આવે છે.
બાબાએ આગળ વધતાં કહ્યું "ઇશ્વરે પણ જબરી લીલા ગોઠવી છે આ સૃષ્ટિની એનાં દીધેલાં નિયમો કર્મ સાથેનાં તમને સારાં ખોટાં ફળ આપે છે.
સ્તુતિ શાંતિથી સાંભળી રહી હતી બાબાનાં શબ્દો અને ચેતવણી સાંભળી એ ધુસ્કે ને ધુસ્કે રડી પડી એણે હાથ જોડી કરગરતા કહ્યું મને ખબર નથી મારાં કર્મ કે કોઇ એવી ક્ષણ... હું શા માટે એવું કર્મ કરુ કે જેની આવી સજા ભોગવું.. બાબા જે કહેવું હોય એ કહો મને પીડામાંથી મુક્ત કરો મારાંથી નથી સહેવાતું.
બાબા અઘોરનાથ થોડીવાર એની સામે જોઇ રહ્યાં પછી એને પૂછ્યું તું ઘરે કીધા વીના આવી છે ને મારી પાસે ? ખોટું બોલીને તારી પીડાનો ઉકેલ લેવા ? તારે તારાં કર્મ જાણવા સાંભળવા માટે એવું કઠણ કાળજું છે ? હજી એ સમય નથી પાક્યો થોડી પીડા સહી લે યોગ્ય સમયે હુંજ તને બોલાવીશ તારી બધી હકીકત કહી સંભળાવીશ પછી તું કહીશ એમ વિધી વિધાન કરીશુ તારાં કારણે બીજો જીવ પણ પીડાય છે તને ખબર છે ? એનો કોઇ વાંક નથી છતાં ?
"હું માનું છું જીવનકાળ દરમ્યાન ઘણાં કર્મ આપણે કરીએ છીએ. પણ એવું કર્મ ના થવું જોઇએ કે જેનાથી બીજો જીવ શિક્ષા પામે એ પણ તમારી પ્રેમ લાગણીને વશ થઇને ? વધુ આજે નથી કહેતો પણ એક શીખ આપું છું તારાં ભલા માટે તું હજી ખૂબ નાની છે... આવનારા દિવસો થોડાં કર્મ થકીનું ફળ ભોગવી લે થોડો તારો ભાર ઓછો થશે પછી તારી વિધી શક્ય છે. હમણાં હું કંઇ પણ તને કહીશ એનાંથી તારી અશાંતિ વધશે... હમણાં પાછી જા થોડું દુઃખ ભોગવી લે ઉપાય હમણાં શક્ય નથી પણ હાં તારી આ શારિરીક પીડા ઓછી જરૂર થશે એ ઉપાય હું આજે કરી આપું છું.... મને ડર છે ખબર છે કે હજી તું ઘણું કરીશ જે તારે... કંઇ નહીં હું તને પછી બોલાવીશ. એમ કહીને બાબાએ આંખો બંધ કરી દીધી સ્તુતિ રડતી આંખે ઉભી થઇ ગઇ અને ઘરે જવા બહાર નીકળી બાબાએ એમની આંખોથી જોયુ કે એનાં શરીર આસપાસ કાળા કુડાળાં ફરી રહેલાં અને એ નિરૂપાય થઇને જાણે જોઇ રહ્યાં એમણે ચપટી ભસ્મ લઇને હવામાં ઉડાવી અને.......
વધુ આવતા અંકે - પ્રકરણ -23