LOVE BYTES - 21 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-21

Featured Books
Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-21

લવ બાઇટ્સ
પ્રકરણ-21

સ્તવને આશાનો મેસેજ વાંચેલો અને બધાંજ કુટુંબીજનો સામે વાંચી સંભળાવેલો બધાનાં મનમાં આનંદ છવાયેલો કે સારું થયું કે બધી ચિંતા મટી ગઇ હવે બંન્ને કુટુંબો વચ્ચ સંબંધ સ્થપાશે. આશા ધાર્યા કરતાં વધું સમજદાર નીકળી હતી.
સ્તવન એનાં રૂમમાં આવ્યો ત્યારે મોડી રાત્રી થઇ ગઇ હતી એનાં રૂમમાં આવ્યો ત્યારે બધાં હજી વાતોનાં મૂડમાં હોય એમ વાતોજ કરી રહેલાં. પણ એને આશાનો મેસેજ વાંચ્યા પછી આશાને સામોજ મેસેજ કરવો હતો. એણે મેસેજ લખવા માટે ફોન હાથમાં લીધો અને ત્યાંજ એનાં ફોનમાં રીંગ આવી અને... એને ગભરામણ થઇ કે ચોક્કસ પેલો અગમ્ય ફોન આવ્યો એણે સ્ક્રીનમાં જોયું તો આશાનો નંબર હતો અને આનંદ સાથે આશ્ચર્ય થયુ એણે તરતજ ફોન ઉપાડ્યો.
આશાએ કહ્યું "તમારી નીંદર તો નથી બગાડીને ? અને હસી. સ્તવનને કહ્યું "નીંદર બગાડી નહીં રાત્રી સુધારી દીધી પણ તું હજી સૂતી નથી ? તારો મેસેજ વાંચીને મેં બધાને સંભળાવ્યો બધાં ખૂબ ખુશ થઇ ગયાં છે એ લોકો તો હજી નીચે વાતો કરે છે પણ હું તને મેસેજ કરવા ઉપર આવી ગયો.
આશાએ કહ્યું બધાં તો ખુશ થયા પણ તમે ? સ્તવને કહ્યું એય તને પહેલી જ નજરે પસંદ કરી લીધેલી. મારું દીલ જીતી લીધું છે તેં ખૂબ સમજદારી બતાવી મને સાથ આપવા વચન આપ્યું મને તો ખુશી સૌથી પહેલી થઇ હતી. સાથેજ મનમાં થયું કે મને સમજનાર પાત્ર મળ્યું... આઇ મસ્ટ સે આઇ એમ બ્લેસ્ડ. આશાએ કહ્યું હું પણ ખૂબ લકી છું કે મને તમારાં જેવું પાત્ર મળ્યું છે. મને પણ પહેલી નજરેજ પસંદ આવી ગયેલાં.
"સ્તવન તમને સાચું કહું આ કાચી ઊંમરે કોઇનાં પ્રેમમાં પડી જવાય બધી લાગણીઓ ઉભરાતી હોય.. મને થયું ઇશ્વરે મને પ્રેમ અને સાથીદાર બંન્ને એકજ પાત્રમાં આપી દીધો હું તો તમારાં પ્રેમમાંજ પડી ગઇ છું પછી વચ્ચે કંઇ આવે એ કેમ સહેવાય ? હું તમને બધીજ રીતે સાથ આપીશ ખૂબ પ્રેમ કરીશ વધારે ના બોલાવશો શરમ આવે છે....
સ્તવને કહ્યું "પ્રેમમાં પડવાની પ્રક્રિયા તને જોયા પછીજ સમજાઇ છે મને તારાં ઘરેથી આશ્રમ પહોચ્યાં ત્યાં સુધી તારાંજ વિચારો અને તારોજ ચહેરો નજર સમક્ષ રહ્યો છે પ્રેમની તાકાત કેવી છે એ પણ સમજાઇ ગઇ આઇ લવ યુ આશા. તે મારાં મન હૃદયમાં આશા જગાવી દીધી છે. હવે કંઇ વચ્ચે નહીં આવે. બસ તું અને તુંજ મારાં દીલમાં સ્થાપીત થઇ ગઇ છે.
આશાએ કહ્યું "વાહ તમે તો કવિ થઇ ગયાં કહેવું પડે પ્રેમ શાયર બનાવી દે કવિરાજ તો બે ચાર લીટી કવિતાની પણ સંભળાવી દો રાત્રી મારી મીઠી મીઠી થઇ જાય.
સ્તવને કહ્યું "તારાં પ્રેમનું માધ્યમજ એવું છે કે હું સાચેજ કવિ થઇ જઇશ સોફ્ટવેરમાં પણ પ્રેમનાં શબ્દો ઉતારી દઇશ. શું કહું સાચેજ પ્રેમ સ્ફૂરી રહ્યો છે કંઇક છે જે મને તારાં તરફ આકર્ષીત કરે છે. એક મીનીટ મને સ્ફૂરી રહ્યું છે સાંભળ.
દીલ હતું સાવ કોરું તારું નામ જો લખાઇ ગયું.
જન્મો જન્મનાં સાથ આપવા એ તૈયાર થઇ ગયું.
કરું એટલો પ્રેમ તને જાણે દીલ મારું છલકાઇ ગયું.
કેમ જશે હવે હરપળ વિરહમાં પૂછવાનું મન થઇ ગયું.
હવે આવતી કાલની સવારની દીલ રાહજ જોઇ રહ્યું.
આશાએ કહ્યું "વાહ વાહ તમે તો સાચેજ કવિ થઇ ગયાં. મને તો તમારાં જેવું. બોલતાં નહીં આવડે પણ એટલુ ચોક્કસ કહીશ કે હું તમારાં પ્રેમમાં... પ્રેમ રંગમાં રંગાઇ જઊ. આઇ લવ યું સ્તવન. વિધીનાં એવાં સોનેરી લેખ લખાયાં છે આપણે મળી ગયાં અને સાથ આપવાનાં કોલ કહેવાઇ ગયાં.
સ્તવને કહ્યું સાચેજ ઇશ્વરે આપણાં લેખ સમજીને સમય કાઢીને લખ્યાં છે બસ કાલ થવાની રાહ જોઊં છું અને કાલે રજા પણ મૂકી દેવાનો છું સાથે આખો વખત ફરીશું. નિકટતાનાં પાઠ ભણીશું.
આશાએ કહ્યું "પણ મિહીકાબહેનને સાથે લાવજો એ પણ ખૂબ મીઠાં સખી બની ગયાં છે મારાં એમની સાથે પણ મારે નીકટતા કેળવવી છે ખૂબ બ્હેનપણાં કરવાં છે.
સ્તવને કહ્યું ચોક્કસજ લઇને આવીશ મારે ખૂબ વ્હાલી બ્હેનાં છે એને પણ ખૂબ આનંદ થયો છે એણે તો ક્યારનું બધાની સામેજ નોંધાવી દીધુ છે કે કાલે હું તમારી સાથેજ આવીશ. આવું સાંભળી આશા હસી પડી....
હાં હાં એમને લઇનેજ આવજો.. બીજી વાતો પછી કરીશું સ્તવન તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછું ? જવાબ આપજો. સ્તવને કહ્યું "હાં હાં નિઃસંકોચ પૂછને હવે તો તારાં બધાંજ હક્ક શિરોમાણી છે પૂછ તારે જે પૂછવું હોય એ.
આશાએ કહ્યું "તમને શું તકલીફ થાય છે ? દોરા પડે ત્યારે ? કોણ દેખાય ? કોણ સંભળાય ? કોણ છે એ પાત્ર ?
સ્તવન થોડીવાર ચૂપ થઇ ગયો... પછી બોલ્યો "આશા મને કોઇ અગમ્ય ખેંચાણ થાય કોઇ વ્યક્તિ... આઇ મીન છોકરી પોકારતી હોય બોલાવતી હોય એવું સંભળાય ક્યારેક દેખાય છે તો હું... વિવશ થઉં છું એને સાંભળવા એની પાછળ દોરાવા... મને નથી ખબર પડતી કોણ છે ? કેમ દેખાય છે ? બાબાજી કહે છે ગત જન્મનું ઋણ બાકી છે. શું ઋણ બાકી છે ? પણ તારાં સાથ પછી મને એક સધિયારો રહેશે કે તું સાથે છે તો એ પણ નહીં દેખાય નહીં સંભળાય....
સ્તવનને સાંભળીને આશા થોડીવાર વિચારમાં પડી ગઇ બંન્ને બાજુ ચૂપકીદી છવાઇ ગઇ. કોઇ કંઇ બોલ્યું નહીં. આશાએ રડમસ અવાજે કહ્યું "કોણ છોકરી છે ? તમને ક્યારેય કોઇ સાથે સંબંધ હતો ? કોઇ એવું પ્રેત છે ? કે જીવીત છે ? વહેલી તકે વિધી કરાવાતી હોય તો કરાવી લો. બાકી હું ખૂબ મજબૂત મનોબળ વાળી છું તમારી આસપાસ કે તમારાં મનમાં કે વિચારોમાં પણ એને નહીં ફરકવા દઊં હવે તમે ફક્ત મારાં છો એનો પીછો છોડાવી દઇશ.... એ નક્કી જ.
સ્તવને કહ્યું "આશા કોઇ સાથે પ્રેમ નથી કોઇનાં કદી સંપર્કમાં નથી આવ્યો કંઇક અગોચર છે મનેજ એની ખૂબ પીડા છે. એ જીવીત કે મૃત છે કે પ્રેત છે નથી ખબર પણ મને વિવશ કરે છે હું સહીજ નથી શકતો આશા...
સ્તવને આગળ કહ્યું હું વિધિ કરાવીજ લઇશ ચિંતા ના કરીશ કે કદી મારી વફાદારી પર શંકા ના કરીશ હું હવે સાથેજ ફરી તારો છું ફક્ત તારો . કોઇ વિચારો પોષીષ નહીં કોઇ કલ્પનાઓ કરીશ નહીં વધુ રૂબરૂ મળીશ તને કહીશ. આશાએ કહ્યું "કંઇ નહીં મારે જાણવું હતું જાણી લીધું. તમે ચિંતા ના કરશો હવે શાંતિથી સૂઇ જજો અડધી રાત્રી વિતી ગઇ છે કાલે રૂબરૂ મળીએ તમે મારાં ઘરે મિહીકાબહેનને લઇને આવી જજો પછી સાથે નીકળીશું મંમી-પપ્પાને સારું લાગશે. ચાલો આપણે આપણાંમાં પરોવાઇને સૂઇ જઇએ બાય સ્તવન લવ યુ. કહીને ફોન મૂકાયો.
સ્તવન ફોન બાજુમાં મૂકીને વિચારમાં પડ્યો. કે મેં આશાને બધુંજ સાચું કીધું છે ક્યાંય કંઇ છુપાવ્યું નથી. કાલે મળીશ ત્યારે હજી જે પૂછશે સાચુંજ કહીશ. અને એમ વિચાર કરી લાઇટ બંધ કરી અને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
થોડાં સમય સુધી આશાની વાતો અને એનાં વિચાર કરતો ક્યારે સૂઇ ગયો એને ખબરજ ના પડી.
"ઉઠ સ્તવન ઉઠ... તું મને ભૂલી ગયો ? તું બીજા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો ? ભૂલી ગયો આપણો પ્રેમ ? કેટલી પીડાઓ સહી છે ? કેટલો પ્રેમ કર્યો છે આપણે જન્મો જન્મ સાથનાં કોલ આપેલાં.તારાં વિના હું નથી જીવી શકતી નથી મરી શક્તી અને તું... મને ભૂલી ગયો ? અને રડવાનો અવાજ આવ્યો.
સ્તવન સ્તવન.... જો જો તારાં કરેલાં બાઇટ્સ તારાં ચુંબનનાં નિશાન હજી લીલાં છે હજી મને એ સખે જીવવા દેતાં નથી સૂવા દેતાં... મારાં જીવ શરીર પર તારીજ નિશાનીઓ છે હજી જાણે કાલની વાત હોય એમ મને બધુજ યાદ છે તારો પ્રેમ પામવા જો મારી મેં શું દશા કરી છે ? ઉઠ સ્તવન આમ તું મને ભૂલી ના શકે.... સ્તવન.....
સ્તવન સફાળો પથારીમાં બેઠો થઇ ગયો એણે અંધારામાં જોવા પ્રયત્ન કર્યો એને કંઇ દેખાઇ નહોતું રહ્યું પણ આખા શરીરે પરસેવો વળી ગયેલો હૃદયનાં ધબકાર વધી ગયેલાં... એનાંથી બોલાઇ ગયું કોણ છે તું ? મને કેમ પરેશાન કરે છે ? તું ક્યારેક દેખાય ક્યારેક નથી દેખાતી તું મારો પ્રેમ છે ? ક્યારે મળેલાં ? શું નામ તારું ?
એને કોઇ જવાબ નથી મળી રહ્યો. સ્તવન થોડી વાર એમજ બેસી રહ્યો. પછી ઉભા થઇ લાઇટ કરી બધે જોયાં કર્યું. કોઇ નહોતું એણે પાછી લાઇટ બંધ કરી સૂવા પ્રયત્ન કર્યો અને ત્યાં ફરીથી.......
વધુ આવતા અંકે - પ્રકરણ -22