34.
(શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને "ગરુડા તલવાર" પર સંસ્કૃત ભાષામાં લખાયેલાં મંત્રનાં આધારે ખ્યાલ આવે છે, કે શિવરુદ્રા પોતે જ રાજા હર્ષવર્ધનનો પુનઃજન્મ છે. ત્યારબાદ તેઓની નજર સમક્ષ રહેલો પેલો રહસ્યમય દરવાજો આપમેળે ખુલી જાય છે. ત્યારબાદ તેઓ તે દરવાજામાં પ્રવેશે છે. તે દરવાજામાં પ્રવેશતાની સાથે તેઓનાં આશ્વચર્યનો કોઈ જ પાર નથી રહેતો કારણ કે હાલ તેઓ એ ગુફામાં જે કઈ દ્રષ્યો જોઈ રહ્યાં હતાં, તેવાં આબેહુબ દ્રષ્યો શિવરુદ્રા પાસે રહેલાં પૌરાણીક નકક્ષામાં દર્શાવવામાં આવેલાં હતાં.આ ગુફામાં એક કુંડ આવેલ હતો, જેમાં દિવાલની ઉપર તરફ આવેલાં ધોધમાંથી ટીપે - ટીપે પાણી એક્ઠું થઈ રહ્યું હતું, જ્યારે રાત્રીનાં સમયે ચંદ્રની રોશની સીધી જ આ કુંડ પર પડી રહી હતી ત્યારબાદ શિવરુદ્રા મનોમન વિચારોની વમળોમાં અટવાય જાય છે. બરાબર એ જ સમયે તેઓનાં કાને "અલક નિરંજન...હર..હર...મહાદેવ...હરભોલે...!" - એવો અવાજ સંભળાય છે.
"અલક નિરંજન...હર..હર...મહાદેવ...હરભોલે...!" - એવો અવાજ સાંભળતાની સાથે જ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો નવાઈ અને આશ્વચર્ય સાથે આ અવાજ જે દિશામાથી આવી રહ્યો હતો, તે દિશામાં પોત - પોતાની નજરો દોડાવે છે. ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે આ અવાજ પેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ પાછળ જે પેલું આસન આવેલ હતું, ત્યાથી આવી રહ્યો હતો. આથી આ અવાજ કોનો હશે ? એ જાણવાની આતુરતા અને તાલાવેલીને લીધે તે બધાં પેલાં આસનની આજુબાજુમાં નજર દોડાવે છે.જ્યારે આ બાજુ શિવરુદ્રાને આ અવાજ ક્યાંક સાંભળેલો હોય તેવું મહેસુસ થઈ રહ્યું હતું, પરંતુ આ અવાજ ક્યાં સાંભળેલ છે. એ હાલ શિવરુદ્રાને યાદ નહોતુ આવી રહ્યું. એવામાં એકાએક ઝબકારા સાથે અને આછાં ધૂમાડાં સાથે તે લોકોને પેલાં આસન પર કોઈ તેજસ્વી વ્યક્તિ દ્રશ્યમાન થાય છે.
"ઓહ ! માય ગોડ...બાબા...તમે...અહી...?" શિવરુદ્રા મોટાં અવાજે પોતાને એકાએક યાદ આવી ગયું હોય તે રીતે પેલાં આસન પર બેઠેલાં તેજસ્વી વ્યક્તિની સામેની તરફ જોઈને અવાક થતાં બોલી ઉઠે છે.
"સર..! આ તો એ જ બાબા છે ને...કે જે આપણને જુનાગઢમાં મળ્યાં હતાં ?" આકાશ જુની યાદો તાજા થઈ આવતાં એકાએક શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.
"યસ ! વત્સ ! મે તમને અગાવ જે પ્રમાણે જણાવેલ હતુ કે, "જ્યારે પણ આપ મને સાચા વિશ્વાસ અને શ્રધ્ધા સાથે યાદ કરશો ત્યારે ભલે હું દુનિયાનાં કોઈ પણ ખુણામાં હોવાછતાં પણ તમારી નજરો સમક્ષ હાજર થઈ જઈશ..!" - બાબા શિવરુદ્રાને પોતે આપેલ વચન યાદ કરાવતાં જણાવે છે.
"યસ ! બાબા ! એ બધું તો ઠીક છે...પણ તમે અહીં..?" શિવરુદ્રા બાબા સામે વિસ્મયતાં ભરી નજરે પુછે છે.
"યસ ! વત્સ ! એનાં બે કારણ છે...!" બાબા પોતાની વાતની શરૂઆત કરતાં જણાવે છે.
"પણ...બાબા...એ બે કારણો કયાં કયાં છે ?" આલોક બાબાને અધવચ્ચે જ અટકાવતાં અટકાવતાં પુછે છે.
"વસ્ત ! એનું પહેલુ કારણ એ છે કે, "શિવરુદ્રાએ મને સાચા ભક્તિભાવ અને શ્રધ્ધા સાથે યાદ કરેલ હતો !" બાબા શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને જણાવતાં બોલે છે.
"તો ! બાબા ! બીજુ કારણ કયું છે ?" શિવરુદ્રા હેરાનીભર્યા અવાજે બાબાની સામે જોઈને પુછે છે.
"બીજુ કારણ એ છે કે હાલ તમે લોકો જે અવિશ્વનીય, ડરામણી, અલૌકીક અને ઘણાં બધાં કોયડાઓ અને ઊતાર ચડાવો ભરેલ રસ્તાઓની સફર ખેડીને અહીં સુધી આવી પહોચેલાં છો...તે તમારો અંતિમ પડાવ છે...!" બાબા શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને વાસ્તવિકતાં જણાવતાં જણાવતાં બોલે છે.
"તો ! શું ! અમે બધાં ફરી અમારી દુનિયામાં પરત ફરીશું ?" આલોક પેલાં અઘોરીબાબાની સામે જોઇને પુછે છે.
"હા ! ચોક્ક્સ ! કેમ નહી..! પણ વત્સ મારું આમ એકાએક સ્મરણ કરવાં પાછળ તમારું શું તાત્પર્ય રહેલું છે..?" બાબા શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.
"બાબા ! માર મનમાં હાલ એક જ વસવસો રહેલો છે...કે હાલ અમે અમારા કોઈપણ પ્રકારનાં અંગત સ્વાર્થ વગર જ દુનિયાની ભલાય માટેનું સદકાર્ય કરવાં માટે, એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર જ તૈયાર થઈને રાજી થઈ ગયેલાં હતાં. તો એમાં મારી વ્હાલી શ્લોકા કે જે એકદમ નાદાન અને નિર્દોષ છે તેને શાં માટે કાળનો ભોગ બનવાની નોબત આવી પડી..? જ્યારે શ્લોકા તો મારા દ્વારા અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મની સ્થાપનાં કરવાનાં ભગીરથ કાર્યમાં મને એકપણ પ્રકારનો પ્રશ્ન પુછ્યાં વગર જ જોડાય ગઈ હતી...?" આંખોમાં દુ:ખ અને હતાશા સાથે શિવરુદ્રા અઘોરીબાબાની સામે જોઈને પુછે છે.
"વત્સ ! તારી વ્યથાં અને મનોદશા હું હાલ ખુબ જ સારી રીતે સમજી અને જાણી શકું છું. તારો અને શ્લોકાનો પ્રેમ તો અમર હતો...છે...અને આવનાર વર્ષોમાં પણ રહેશે જ તે...! તારી અને શ્લોકાની જોડી સ્વર્ગમાં બેસેલાં ખુદ વિધાતાએ જ પોતાનાં હાથો વડે લખેલ છે. તો પછી કોઈની શું ઓકાત છે કે જે તને તારી શ્લોકાથી વિખુટા પાડી શકે?" બાબા કોઈ રહસ્ય જણાવી રહ્યાં હોય તેમ શિવરુદ્રા અને તેનાં મિત્રોની સામે જોઈને જણાવે છે.
"પણ...બાબા..તમારી વાતો માત્ર સાંભળવામાં જ સારી લાગે એવી છે, પરંતુ હાલ હું શ્લોકાનાં વિરહની જે પીડા અનુભવી રહ્યો છું, એ કેટલી કષ્ટદાયક અને પીડાદાયક છે..એ હાલ માત્રને માત્ર હું સમજી શકું છું." શિવરુદ્રા થોડા ગુસ્સા સાથે બોલી ઊઠે છે.
"વત્સ ! શ્લોકાથી તારૂ અલગ પડવુ એ તમારા પ્રેમની પરીક્ષા કે કસોટી સમાન જ હતું, જે તે સફળતાપુર્વક પાર પાડેલ છે...!" બાબા મુળ વાત પર આવતાં જણાવે છે.
"વત્સ ! શ્લોકા ઘણાં ક્લાકો પહેલાં મૃત્યુ પામી હોવાં છતાપણ તું તેનાં મૃતદેહને અહિં સુધી લઈ આવ્યો. એ જ બાબત તું શ્લોકાને કેટલી હદે પ્રેમ કરી રહ્યો હોઈશ એ બાબતની ચાડી ખાઈ રહી છે..બાકી તો હાલ આ સ્વાર્થી દુનિયામાં કોઈ વ્યક્તિ તેનાં પ્રિય પાત્રથી વિખુટા પડે તેનાં થોડાં જ દિવસોમાં પોતાનાં માટે અન્ય કોઈ પાત્ર ચોક્ક્સથી શોધી જ લે છે...પરંતુ તે એવુ જરાપણ કર્યુ નહી...જે શ્લોકા પ્રત્યે રહેલ તારો અપાર પ્રેમ દર્શાવી રહી છે...માટે શ્લોકા તને ફરી પાછી મળશે જ તે...!" બાબા શિવરુદ્રાને સાંતવના આપતાં આપતાં જણાવે છે.
"પણ...કયારે બાબા..? હમણાં થોડીવાર પહેલાં તો તમે પોતે જ અમને જણાવ્યું કે આ અમારી સફરનો અંતિમ પડાવ છે." શિવરુદ્રા બાળઝીદે ચડતાં પુછે છે.
"વત્સ ! તને તારી શ્લોકા આ અંતિમ પડાવમાં જ મળશે...તારે માત્ર હું જેમ કહું તેમ જ કરવાનું રહેશે...!" બાબા શિવરુદ્રા સામે શરત મુકતાં જણાવે છે.
"હા..મને મંજુર છે..!" શિવરુદ્રા અધિરાઈ સાથે બોલી ઉઠે છે.
"વત્સ ! આ માટે તારે શ્લોકાને લઈને તમારી જમણી બાજુએ જે કુંડ આવેલ છે, તે કુંડમાં શ્લોકાનાં મૃતદેહને થોડી જ મિનિટો સુધી ડુબાડી રાખવો પડશે...!" બાબા શ્લોકાને ફરી સજીવન કરવાં માટેનો ઉપાય જણાવતાં બોલે છે.
"બાબા ! તું શું એમ કરવાથી મારી શ્લોકા ફરીથી સજીવન થઈ જશે ? શું હું શ્લોકાને ફરી પાછો મળી શકિશ ? શું હુ ફરી મારી શ્લોકા સાથે વાતોચીતો કરી શકીશ ? શું શ્લોકા ફરી મારી સાથે શરારત ભરેલ નિર્દોષ મસ્તી કરશે..? શું હુ ફરી પાછો મારા સુખ અને દુખ ભરેલ વાતો શ્લોકા સાથે વહેંચી શકિશ ?" શિવરુદ્રા મનોમન ખુશ થતાં થતાં સ્મિતભર્યા ચહેરા સાથે અઘોરીબાબાની સામે જોઇને એકસાથે ઘણાંબધાં પ્રશ્નો કરી બેસે છે.
"હા ! વત્સ !" જેવી રીતે કોઈ માતાં તેનાં બાળકને વ્હાલ સાથે સમજાવે તેવી રીતે અઘોરીબાબા હાલ અધિરા બનેલાં શિવરુદ્રાને પ્રેમપુર્વક સમજાવતાં બોલે છે.
ત્યારબાદ શિવરુદ્રા શ્લોકાનાં મૃતદેહને લઈને તેઓની જમણી બાજુએ આવેલ કુંડ પાસે લઈ જાય છે. ત્યારબાદ અઘોરીબાબાએ પોતાને જે પ્રમાણે જણાવેલ હતું તે મુજબ શ્લોકાનાં મૃતદેહને પેલાં કુંડનાં પાણીમાં ડુબાવી દે છે, અને આતુરતાવશ થઈને ક્યારે શ્લોકા ફરી સજીવન થઈને "શિવા" એવું બોલીને પોતાને ગળે વળગાવી લે..અને પોતે તેને વ્હાલથી પોતાનાં બાહોપાશમાં ઘેરી લે...! એવામાં જોતજોતામાં એકાએક તે કુંડનાં શાંત અને સ્થિર પાણીમાં પરપોટા થવાં માંડે છે, ત્યારબાદ એકાએક શ્લોકા એ કુંડમાં બેઠી થાય છે, અને પોતાનાં મોં માં રહેલ પાણી, પોતાનો ચહેરો કુંડની એક તરફ કરીને ઊબકા સાથે બહાર કાઢે છે, ત્યારબાદ શ્લોકા "શિવા - આઈ લવ યુ" એવું બોલીને પોતાની બાજુમાં કુંડને અડીને જ બેસેલાં શિવરુદ્રાને ગળે વળગી જાય છે. આ જોઈ શિવરુદ્રા, આલોક અને આકાશની ખુશીઓનો કોઈ જ પાર નથી રહેતો, આ જોઈ હતાશા અને નિરાશા ભરેલ તે બધાંની આંખોમાં જાણે સુખ અને ખુશીઓનું ઘોડાપુર આવ્યું હોય તેમ એકદમ ચમકી ઉઠી હતી. હાલ તે લોકોએ પોતાની સગી આંખો વડે જે કંઈ દ્રશય જોયું, તે દ્રશય કોઈ ચમત્કારથી કમ નહોતું. ત્યારબાદ શિવરુદ્રા શ્લોકાનો હાથ પકડીને પેલાં અઘોરીબાબાની બરાબર સામે લઈને આવે છે, અઘોરીબાબાને અહિં જોઈને શ્લોકાનાં આશ્વચર્યનો કોઈ જ પાર ન હતો.,
"ડિયર ! શ્લોકા જો તને હાલ ફરી નવું જીવન મળ્યું છે. તે માત્રને માત્ર આ અઘોરીબાબાને જ આભારી છે, બાકી અમે લોકોએ તો તને ક્યારની ગુમાવી બેસેલ હતી...!" શ્લોકા અને પોતાની સાથે અત્યાર સુધી જે કઈ ઘટનાઓ ઘટેલ હતી. તે ઘટનાઓ વિશે શ્લોકાને ટુંકમાં જણાવતાં શિવરુદ્રા બોલે છે.
"બાબા ! શ્લોકાને ફરી નવજીવન અને મને મારો પ્રેમ પાછો અપવવા બદલ અમે તમારા ખુબ જ ઋણબંધ રહીશું...આપનો ખુબ ખુબ આભાર...!" શિવરુદ્રા અને શ્લોકા અઘોરીબાબાનો આભાર માને છે. ત્યારબાદ શ્લોકા અને શિવરુદ્રા અઘોરીબાબાને પ્રણામ કરીને નમસ્કાર કરે છે.
"પણ ! બાબા ! આ કેવી રીતે શકય બન્યું ?" આલોક હેરાની સાથે અઘોરીબાબાની સામે જોઈને પુછે છે.
“વત્સ ! તમે શ્લોકાને જે કુંડમાં ડુબાડી હતી તે કુંડનું પાણી કોઈ સામાન્ય પાણી નથી, પરંતુ તે વાસ્ત્વમાં "એકદમ પવિત્ર પાણી કે જેને તમે "હોલી વોટર" તરીકે ઓળખો છો તે છે", જે સ્વર્ગમાંથી થઈને ચંદ્ર પર પહોચે છે, અને ચંદ્ર પર પહોચ્યાં બાદ "ચંદ્રદેવ" પોતાનાં નામ અને ગુણ મુજબ તે પવિત્ર પાણીમાં શીતળતા ઉમેરે છે, અને પોતાનાં કિરણો સાથે પાણી આ ગુફાની ઉપરની સપાટી પર વહેતાં ધોધની આરપાર થઈને બુંદો સ્વરુપે સીધું જ આ કુંડમાં જમાં થાય છે...!" બાબા શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને હોલી વોટરનું રહસ્ય સમજાવતાં જણાવે છે.
"ઓહ ! આઈ સી...!" આકાશ એકાએક બોલી ઉઠે છે.
"આકાશ ! તું કહેવાં શું માંગે છો ?" આલોક આકાશની સામે જોઈને પુછે છે.
"સર ! મે તમને થોડીવાર પહેલાં પેલો પૌરાણીક નક્ક્ષામાં જોઈને પુછેલ હતું કે, " આ ધોધ તો ઠિક છે, પરંતુ આ નકક્ષામાં આ ધોધની ઊપરની તરફ ચંદ્ર જેવી આકૃતિ દોરેલ છે, જેનાં કિરણો બીજે કયાંય નહિ..પરંતુ સીધે સીધાં માત્ર પેલાં ધોધની નીચેની તરફ રહેલાં કુંડમાં જ પ્રવેશી રહ્યાં હોય તેવું દર્શાવેલ છે...એનો શું અર્થ થતો હશે ?" એ પ્રશ્નનો ઊત્તર હાલ બાબાએ આપણને પેલાં કુંડ અને હોલી વોટરનું જે રહસ્ય જણાવ્યું તેમાંથી મળી ગયેલો છે.
"ઓહ ! યસ ! મને યાદ આવી ગયું..!" આલોક આકાશની વાત સાથે સહમતિ દર્શાવતાં બોલે છે.
"બાબા ! તમે વાસ્તવમાં કોણ છો..? તમે કોઈ સામાન્ય અઘોરીબાબા તો નથી જ એવું મારૂ દ્ર્ઢપણે માનવું છે...હું માનું છું ત્યાં સુધી તમે કોઈ મહાન દિવ્યાત્માં કે પરમાત્માં હોય તેવું હાલ હું અનુભવી રહ્યો છું, માટે મને વાસ્તવિકતાથી વાફેક કરવાની મારા પર કૃપાદ્રષ્ટી કરો...!" શિવરુદ્રા પોતાનાં મનમાં ચાલી રહેલ મુંઝવણ બાબાને જણાવતાં પોતાનાં બંને હાથ જોડીને આજીજી ભરેલાં અવાજે વિનંતી સાથે પુછે છે.
"વત્સ ! તું મારો પરમભક્ત છો...રાવણ દાનવ હોવાછતાં પણ તે મારો પરમ શિવભક્ત હતો, જો હું તેને મારા દર્શન આપી શકતો હોય, તો તું તો સામાન્ય મનુષ્ય સ્વરૂપે મારો પરમ શિવભક્ત છો...માટે...હું તને તો દર્શન આપી જ શકું, આમપણ તારી આ ઈચ્છાપુર્તિ કરવી એ મારી પણ ફરજ બને છે..! - આટલું બોલતાની સાથે જ અઘોરીબાબાની ચારેબાજુએ ધુમાડો છવાય જાય છે, જોત જોતામાં તે અઘોરીબાબા અદ્રશ્ય થઈ જાય છે, એ સાથે જ એક દિવ્ય રોશની પ્રકટે છે, અને તેઓની નજર સમક્ષ "દેવોનાં દેવ મહાદેવ" પોતાનાં વિરાટ સ્વરૂપે પ્રગટીને દર્શન આપે છે, આ જોઈ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને ખ્યાલ આવી ગયો હતો કે, પોતાનાં આ સફરની શરૂઆતથી માંડીને અંતિમ પડાવ સુધી "ભોળાનાથ" ડગલેને પગલે તેઓની સાથે જ રહ્યાં હતાં, અને આ સફરમાં આવેલાં પડાવો કે આફતોમાંથી તેઓનો આબાદ બચાવ કરી રહ્યાં હતાં. આ જોઈ શિવરુદ્રા, શ્લોકો, આલોક અને આકાશ દુનિયાભરમાંથી પોતાની જાતને સદનસીબ ગણી રહ્યાં હતાં, કે જેઓને જીવતે જીવતાં "દેવોનાં દેવ મહાદેવ" નાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું હતું..આથી તે બધાં હાલ જે જગ્યાએ ઊભેલાં હતાં, ત્યાં જ જમીન પર સૂઈને પોતાની બંને આંખો બંધ કરીને "મહાદેવ" ને દંડવત પ્રણામ કર્યા.
"વત્સ ! વાત્સવમાં તું શિવરુદ્રા નહીં પરંતુ રાજા હર્ષવર્ધનનો જ પુનર્જન્મ છો, રાજા હર્ષવર્ધન જ્યાં સુધી જીવીત હતાં, ત્યાં સુધી એટલે કે પોતાનાં છેલ્લાં શ્વાસ સુધી મારા અંશ સમાન આ "દિવ્ય અને તેજસ્વી" રુદ્રાસનું રક્ષણ કરતાં રહ્યાં, પરંતુ એકાએક તેઓ હૃદયરોગને કારણે જ્યારથી મૃત્યુ પામ્યાં ત્યારથી માંડીને આજદિવસ સુધી હું ખુદ આ દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષનું રક્ષણ કરતો આવ્યો છું, જે જવાબદારી હાલ હું ફરી તારા માથે સોંપી રહ્યો છું...હવે તારે જ રુદ્રાક્ષને યોગ્ય સ્થાને કે જગ્યાએ સાચવવો પડશે…!" કોઈ આકાશવાણી થતી હોય એ પ્રકારનો અવાજ તેઓને સંભળાય છે.
આંખો ખોલતાની સાથે જ તે લોકોનાં આશ્ચર્યનો કોઈ જ પાર ના રહ્યો, કારણ કે પેલાં અઘોરીબાબા પોતાનાં વાસ્તવિક સ્વરૂપનાં દર્શન આપીને એકાએક જ અદ્રશ્ય થઈ ગયાં હતાં, થોડીવાર પહેલાં જે સ્થળે "મહાદેવે" પોતાનાં વિરાટ સ્વરૂપનાં દર્શન આપેલ હતાં, તે જગ્યાએ પહેલાં પડાવ વખતે તેઓથી વિખૂટી પડી ગયેલી "મહારાણી સુલેખા" ની આરસની મૂર્તિ આપમેળે જ પ્રગટીને હાજર થઈ ગઈ, જયારે બાકી બધું અગાવની માફક ફરી પાછું નોર્મલ બની ગયું હતું.
ત્યારબાદ આલોક શિવરુદ્રા અને તેનાં અન્ય સાથી મિત્રોને "મહારાણી સુલેખા"ની આરસની મૂર્તિ વિશે વધુ માહિતી આપતાં જણાવે છે કે આ મૂર્તિ કોઈ સામાન્ય આરસની મૂર્તિ નથી પરંતુ ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સપોર્ટ માર્કેટમાં આ મૂર્તિની કિંમત કરોડો રૂપિયા છે….એટલી આ મહારાણી સુલેખાની આરસની મૂર્તિ પેશ કિંમતી મૂર્તિ છે.
બરાબર એ જ સમયે તેઓની ડાબી બાજુએ રહેલ જર્જરીત ભેખડ આપમેળે જે ધસી પડે છે, એ સાથે જ પંદર વિસ લોકોનું ટોળું વાયુવેગે તેઓની તરફ આગળ ધપી રહ્યું હોય, તે માફક તેઓનાં ચાલવાનાં પગલાંઓનો અવાજ તેઓનાં કાને સંભળાય છે.
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"