Shivarudra .. - 33 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | શિવરુદ્રા.. - 33

Featured Books
Categories
Share

શિવરુદ્રા.. - 33

33.

(શિવરુદ્રા પોતાની કુશાગ્ર બુધ્ધિ દ્વારા પોતાનાં અને અન્ય સાથી મિત્રો પર આવી પડેલ આફતમાંથી ઉગારે છે. ત્યારબાદ શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો પેલા ફ્લોટીંગ આઈલેન્ડ દ્વારા "રામસેતુ" જેવાં પુલની રચનાં થઈ હતી, તેનાં દ્વારા તે બધાં તેઓની સામે રહેલાં અનોખા અને રહસ્યમય આઈલેન્ડ પર આવી પહોચે છે. ત્યાં તેઓની સાથે એક અવિશ્વનીય અને અમાનનીય ઘટનાઓ ઘટે છે.ત્યારબાદ શિવરુદ્રા જમીન ચિરીને બહાર આવેલ "ગરુડા તલવાર" ની મદદ દ્વારા દરવાજાની આસપાસ કિડિ મકોડાની માફક ઉભરાયેલાં ઝેરી સાપો શિવરુદ્રા અને તેનાં અન્ય સાથી મિત્રોને આગળ વધવાં માટે કેડી જેવો રસ્તો કરી આપે છે. ત્યારબાદ શિવરુદ્રા ગરુડા તલવાર પોતાનાં સાથે લઈને હાલ આકાશ અને આલોક જે જગ્યાએ ઉભેલાં હતાં ત્યાં આવી પહોચે છે. શિવરુદ્રાનાં હાથમાં રહેલ આ ગરુડા તલવાર જોઈને આલોક આશ્ચર્યચકિત અને અચંભિત બની જાય છે. ત્યારબાદ આલોક શિવરુદ્રા આકાશને પોતે "ગરુડા તલવાર" વિશે વધું માહિતી જણાવે છે. બરાબર એ જ સમયે આકાશની નજર "ગરુડા તલવાર" નાં હાથાનાં ભાગ પાસે સંસ્કૃત ભાષામાં લખેલ લખાણ પર પડે છે. આથી "ગરુડા તલવાર" પર સંસ્કૃત ભાષામાં રહેલ લખાણ વાંચવાં માટે તલવાર ઊંચી કરે છે.

આ બાજુ શિવરુદ્રા પોતાની નજર સમક્ષ રહેલ "ગરુડા તલવાર" પર સંસ્કૃત ભાષામાં જે લખાણ લખેલ હતું તે લખાણ વાંચવામાં વ્યસ્ત બની જાય છે, જ્યારે આ બાજુ આકાશ અને આલોક એકચિત થઈને ધ્યાનપુર્વક શિવરુદ્રા "ગરુડા તલવાર" પર સંસ્કૃત ભાષામાં લખેલ લખાણ મોટેથી વાંચવા માંડે છે. જ્યારે આલોક અને આકાશ એકદમ સ્તબ્ધ બનીને મુકપ્રેક્ષક બનીને માત્ર સાંભળી રહ્યાં હતાં, જેમ અભણ લોકોને "કાળા અક્ષર ભેંસ બરાબર હોય..!" તેમ હાલ શિવરુદ્રા જે કઈ વાંચીને બોલી રહ્યો હતો. તે હાલ આકાશ અને આલોકની સમજ બહાર હતું.

"શિવા સર ! તમે હમણાં જે કઈ વાંચ્યુ તેનુ જરાક ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને મને સમજાવશો ?" આકાશ હેરાનીભર્યા અવાજે શિવરુદ્રાની સામે જોઈને આજીજી કરતાં જણાવે છે.

"ડિયર...આકાશ તમે સંસ્કૃત ભાષા નથી જાણતાં - એ જ સારુ છે..!" શિવરુદ્રા હતાશા સાથે એક નિસાસો નાખતાં બોલે છે.

" કેમ ? શિવા ! આવું બોલી રહ્યો છે ?" આલોક હતભ્રત થતાં થતાં બોલે છે.

"યસ ! ગાયઝ ! આ તલવાર પર લખાણ જ એવું લખેલ છે કે જેણે મને હાલ મોટી દુવિધા કે મુંઝવણમાં મુકી દિધેલ છે... આ "ગરુડા તલવાર" સંસ્કૃત ભાષામાં જે કાઈ લખેલ છે તેનો અર્થ એવો થાય છે કે, "यह गरुड़ तलवार विक्रमादित्य के परिवार की शाही तलवार है, जिसे योग और साधना द्वारा बनाया गया है, जिसका उपयोग केवल राजा हर्षवर्धन ही कर सकते हैं।" 

શિવરુદ્રા નિરાશા સાથે આલોક અને આકાશની સામ જોઈને બોલે છે.

“તો ! સર...આનો અર્થ શું થાય..?" આકાશ હેરાનીભર્યા અવાજ સાથે શિવરુદ્રાને પુછે છે.

"યસ ! ડિયર આકાશ હું પણ હાલ એ જ મુંઝવણમાં છું, આ તલવાર પર જે પ્રમણે લખ્યુ તે જો સાચો હોય તો, મારાથી આ તલવાર કેવી રીતે ઊચકી શકાય !" પોતાની મુંઝવણ જણાવતાં શિવરુદ્રા આકાશને જણાવે છે.

"તો ! શિવા...આ બાબત સ્પષ્ટ અર્થ એવો થાય છે કે.."કાં તમે રાજા હર્ષવર્ધનનાં વશંજ હોવા જોઈએ અથવા તમે પોતે રાજા હર્ષવર્ધનનો પુનઃ જન્મ હોવાં જોઈએ...!" આલોક શિવરુદ્રાને પોતાનો અભિપ્રાય જણાવતાં બોલે છે.

"પણ મારો જન્મ એક બ્રાહ્મણ પરીવારમાં થયેલો હોવાથી તમે જણાવેલ બંને શક્યતાઓમાંથી પહેલી શકયતાનો કોઈ જ અવકાશ રહેતો નથી...!" શિવરુદ્રા હેરાનીભર્યા અવાજે આલોકનીસામે જોઈને બોલે છે.

"તો ! સર...શું તમે રાજા હર્ષવર્ધનનો પુનઃ જન્મ છો...!" આકાશ આશ્વર્ય સાથે બોલી ઉઠે છે.

"કદાચ...!" શિવરુદ્રા પોતાનું માથું હલાવતાં હલાવતાં મુંઝાયેલાં અવાજ સાથે બોલે છે.

"જો ! શિવા ! હાલ આપણી સાથે જે કઈ ઘટનાઓ ઘટી તે જોતાં મને "તારુ રાજા હર્ષવર્ધનનો પુનઃજન્મ હોવાની બાબત પર વિશ્વાસ આવી રહ્યો છે." આલોક આકાશ અને શિવરુદ્રાની સામે જોઈને બોલે છે.

"એ કેવી રીતે..?" શિવરુદ્રા અચરજભર્યા અવાજે આલોકને પુછે છે.

" જેવો તું આ અનોખા આઈલેન્ડ પર રહેલાં દરવાજાની નજીક આવ્યો..એ સાથે જ ગરુડા તલવારનું આપમેળે એકાએક જમીન ચીરીને આવી રીતે બહાર આવવું, ગરુડા તલવાર તારા દ્વારા ઉંચકાવીને પેલાં ઝેરી સાપો તરફ ઉગામવી, તને જોઈને પેલાં દરવાજાની આજુબાજુમાં રહેલાં અસંખ્ય સાપોનું તને ફેણ ચડાવીને નમન કરવું, ત્યારબાદ તેઓનુ આપમેળે દરવાજા પાસેથી ખસી જવું, અને ત્યારબાદ દરવાજા સુધી પહોચવાં માટે કેડી જેવો રસ્તો કરી આપવો..! - આ બધી બાબતો તું પોતે જ રાજા હર્ષવર્ધનનો પુનઃ જન્મ હોવા તરફ ઈશારો કરી રહી છે, જેમાં કોઈ બેમત નથી...!" આલોક શિવરુદ્રાને ગળે વાત ઉતારવાં સમજાવતાં બોલે છે.

"યસ ! આલોક ! તારી વાતમાં લોજીક તો છે..!" શિવરુદ્રા આલોકની વાત સાથે સહમત થતાં થતાં બોલી ઉઠે છે.

શિવરુદ્રા આલોક અને આકાશને જ્યારે આ બાબત વિશે જણાવી રહ્યો હતો, બરાબર એ જ સમયે તેઓની સામે રહેલ પેલાં રહસ્યમય દરવાજામાંથી "કરરરરરરડડડડ..! એવો અવાજ આવે છે. અને જોત જોતામાં એ દરવાજો આપમેળે જ ખુલી જાય છે. આ જોઈ શિવરુદ્રા, આકાશ અને આલોકની નિરાશ અને હતાશ થયેલ આંખોનાં કોઈ એક ખુણામાં ખુશીઓ ચમકી ઉઠે છે.

"ગાયઝ ! અત્યારે આપણે અહીં ઊભાં રહીને વાતો કરવાં કરતાં પેલાં રહસ્યમય દરવાજામાં પ્રવેશવું વધું ઊચિત રહેશે એવું મારું માનવું છે." આલોક શિવરુદ્રા અને આકાશની સામેની તરફ જોઈને બોલે છે, 

"યસ ! સર ! યુ આર રાઈટ...એવું પણ બની શકે ને કે એ દરવાજામાં પ્રવેશ્યાં બાદ હાલ આપણે જે પ્રશ્નોથી ઘેરાયેલાં છીએ તેનાં ઉત્તરો આપણને ત્યાં મળી જાય." આકાશ આલોકની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

"ઓકે ! લેટ્સ ગો...!" શિવરુદ્રા બાજુની શિલા પર મૃત: પ્રાય હાલતમાં રહેલ શ્લોકા તરફ આગળ વધતાં વધતાં આલોક અને આકાશની સામે જોઈને બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા શ્લોકાને પોતાનાં હાથમાં ઊચકે છે, જ્યારે આ બાજુ આલોક અને આકાશ પેલાં રહસ્યમય દરવાજા તરફ આગળ વધવાં લાગે છે, જ્યારે શિવરુદ્રા તેઓની પાછળ પાછળ શ્લોકાને પોતાનાં હાથોમાં ઊચકીને આગળ ચાલવાં લાગે છે. શિવરુદ્રા જ્યારે શ્લોકાને ફરીવખત પોતાનાં હાથમાં ઊચકે છે એ સાથે જ શ્લોકા સાથે વિતાવેલ યાદગાર પળો યાદ આવી જતાં. તેની આંખો ફરી નમ બની જાય છે, અને તે ફરીપાછો શ્લોકાથી અલગ થવાનાં દુઃખને લીધે ઉદાસીનતા અનુભવવાં લાગે છે.

થોડીવારમાં આલોક અને આકાશ પેલાં રહસ્યમય દરવાજામાં પ્રવેશે છે, તે દરવાજામાં પ્રવેશતાની સાથે જ આલોક અને આકાશ એકદમ અવાક બની જાય છે, તેઓ એ જે દ્રશ્ય જોયું તેનાં પર તેઓની આંખોને કોઇપણ કાળે વિશ્વાસ નહોતો આવી રહ્યો. આથી તેઓ હેરાની ભરેલ નજરો અને આશ્વર્ય સાથે તેઓની પાછળ આવી રહેલાં શિવરુદ્રા તરફ જોવે છે. આલોક અને આકાશને પોતાની તરફ આવી અચરજભરેલ નજરે જોતાંની સાથે જ શિવરુદ્રાને એ બાબતનો ચોક્ક્સથી ખ્યાલ આવી ગયેલો હતો કે પેલાં દરવાજાની અંદર જરુર કોઈને કોઈ એવી વસ્તુ આવેલ હશે કે જેને લીધે આકાશ અને આલોક પોતાની તરફ આમ વિસ્મયતા સાથે જોઈ રહ્યાં છે.આથી શિવરુદ્રા થોડુ ઝડપથી ચાલીને આકાશ અને આલોક હાલ જે જગ્યા પર ઊભેલાં હતાં, ત્યાં ઝડપથી પહોચે છે.

પેલાં રહસ્યમય દરવાજામાં પ્રવેશતાની સાથે જ શિવરુદ્રાની આંખો પણ આશ્વર્ય સાથે પહોળી થઈ જાય છે. કારણ કે હાલ તેની નજર સમક્ષ કોઈ નવો પડાવ આવ્યો હોય તેમ સામેની તરફ ગોળાકાર એક મોટી શિલા આવેલ હતી, જેની ફરતે ગોળાકાર સ્વરુપે એક મોટી ખિણ આવેલ હતી, જેમાથી આપમેળે આગ સળગી રહી હતી. આ શિલાની બરાબર વચ્ચે એક સ્તંભ આવેલ હતો. આ સ્તંભની બરાબર ઊપરની તરફ એક નાની એવી કાચની પેટી હતી, જેની અંદર રુદ્રાક્ષ રહેલ હતો. આ રુદ્રાક્ષની આજુબાજુમાં દિવ્ય અને તેજસ્વી વલયો આવેલાં હતાં. કાચની પેટીમાં રહેલ રુદ્રાક્ષ એટલો તેજસ્વી અને દિવ્ય હતો કે તેની તેજસ્વી રોશની પ્રસરાયને આખી ગુફાને પ્રકાશિત કરી રહી હતી. આ શિલાની બરાબર આગળની તરફ કોઈ રાજા મહારાજાની દિવ્ય અને મોટી પ્રતિમા રાખવામાં આવેલ હતી. જ્યારે આ શિલાની પાછળની તરફ જાણે કોઈ મહાત્મા કે દિવ્યાત્માનું આસન હોય તેવું આસન આવેલ હતું. આ આસનની આગળની તરફ એક ધૂણી ધખાવેલ હતી. જેમાંથી હજુપણ હળવો હળવો ધૂમાડો નીકળી રહ્યો હતો. આ ધૂણીની બાજુમાં મનુષ્યની ખોપરી અને હાથપગનાં હાડકાં જેવાં ઘણાં અસ્થિઓ પડેલાં હતાં, જેની બાજુમાં અબીલ ગુલાલ, કંકુ, ચંદન, અગરબતી, અલગ અલગ પ્રકારનાં ફુલો, જાત જાતનાં ફળો, કમંડણ, ચીપીયો અને એક પૌરાણીક ત્રિશુળ આવેલ હતું. જ્યારે આ શિલાની જમણી બાજુએ ઉપરની તરફ રહેલ દિવાલમાંથી જાણે તે દિવાલની બરાબર ઊપરની તરફથી કોઈ ધોધ પ્રચંડ વેગ સાથે વહી રહ્યો હોય તેવો અવાજ આવી રહ્યો હતો. ઊપર રહેલ આ દિવાલનાં એક ખુણામાંથી પાણી ટપકી રહ્યું હતું, જે નીચે રહેલાં કુંડની અંદર ટીપે - ટીપે જમાં થઈ રહ્યું હતું. જ્યારે આ શિલાની ડાબી બાજુએ એક ઊંચી ભેખડ આવેલ હતી, જે એકદમ જર્જરીત હાલમાં હોય તેવું માલુમ પડી રહ્યું હતું.

"યસ ! ગાયઝ ! આ આપણી રહસ્યમય અને અવિશ્વનીય મુસાફરીનો અંતિમ પડાવ છે." શિવરુદ્રા પોતાની ચારે તરફ રહેલ વસ્તુઓ, જગ્યાઓ અને રચનાઓનું બારીકાઈ ભર્યુ અવલોકન કર્યા બાદ એક અલગ જ પ્રકારનાં આત્મવિશ્વાસ સાથે ખુશ થતાં થતાં આકાશ અને આલોકને જણાવે છે.

"પણ...શિવા...તું...આ...વાત આટલાં બધાં આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છો ?" આલોક શિવરુદ્રાનાં ખુશ થયેલાં ચહેરા તરફ જોઈને પુછે છે.

"મિ. આલોક...આ શિવા લોજીક વગરની કોઈ વાત કયારેય કરતો જ નથી...!" શિવરુદ્રા શ્લોકાને બાજુમાં રહેલ જમીન પર સુવડાવીને, પોતાનાં ખભે લટકાવેલ બેગમાંથી પૌરાણિક નકક્ષો કાઢી આલોકનાં હાથમાં આપતાં બોલે છે.

"ઓહ ! માય ગોડ...!" આલોક પૌરાણિક નકક્ષા પર નજર કર્યા બાદ નવાઈ સાથે બોલી ઊઠે છે.

"શું...થયું...સર...!" આકાશ આલોકની સામેની તરફ જોઈને પુછે છે.

ત્યારબાદ આલોક પોતાનાં હાથમાં રહેલ પેલો વર્ષો જુનો પૌરાણિક નકક્ષો આકાશનાં હાથમાં થમાવે છે, જે જોઈને આકાશ પણ આશ્વર્યમાં ગરકાવ થઈ જાય છે. કારણ કે તેઓ હાલ એ પૌરાણિક નકક્ષામાં રહેલ અંતિમ પડાવ પર આવી પહોચેલ હોય છે. તે નકક્ષાનાં અંતિમ પડાવની આસપાસ જે કોઈ ચિત્રો, દ્રશ્યો કે આકૃતિઓ દોરેલ હતી. તે બધી જ આકૃતિઓ હાલ તેઓ પોતાની નજર સમક્ષ હકિકતમાં નિહાળી રહ્યાં હતાં. જે આબેહુબ નકક્ષામાં દર્શાવ્યાં મુજબ જ હતું. આથી આકાશ એ પૌરાણિક નકક્ષાનું એકદમ ધ્યાનપુર્વક નિરીક્ષણ કરવાં લાગે છે. એવામાં એકાએક આકાશ નકક્ષામાંથી પોતાની નજર ઊંચી કરીને શિવરુદ્રા અને આલોકની સામે જોઈને નકક્ષો દર્શાવતાં પુછે છે.

"સર ! આ નકક્ષામાં જે ધોધ દર્શાવેલ છે, એનાં જ વહેવાનો હાલ આપણને અહીં અવાજ સભળાય રહ્યો છે. એમાં કોઈ બેમત નથી...પ...ણ...પ...ણ..!" આકાશ થોડુક ખચકાતાં બોલે છે.

"પણ...પણ...શું...આકાશ ?" શિવરુદ્રા આકાશની માસુમ આંખોમાં આંખો પરોવીને પુછે છે.

"સર...! આ ધોધ તો ઠિક છે, પરંતુ આ નકક્ષામાં આ ધોધની ઊપરની તરફ ચંદ્ર જેવી આકૃતિ દોરેલ છે, જેનાં કિરણો બીજે કયાંય નહિ..પરંતુ સીધે સીધાં માત્ર પેલાં ધોધની નીચેની તરફ રહેલાં કુંડમાં જ પ્રવેશી રહ્યાં હોય તેવું દર્શાવેલ છે...એનો શું અર્થ થતો હશે ?" આકાશ શિવરુદ્રા અને આલોકને પોતાનાં મનમાં રહેલ મુંઝવણ જણાવતાં બોલે છે.

"ડિયર આકાશ તારી વ્યથા અમે સમજી શકીએ છીએ પણ હાલ મારી કે આલોક પાસે તારી મુંઝવણનો કોઈ ઊપાય હોય તેવું હું નથી માનતો...!" શિવરુદ્રા લાચારી ભર્યા અવાજે આકાશને જણાવે છે.

"તો...હવે...આપણો આગળનો શું પ્લાન છે..? હવે આપણે આગળ શું કરીશું ? શું આપણે આ રહસ્યમય અને અવિશ્વનીય મુસાફરીનાં અંતિમ પડાવને અગાવની માફક સફળતાપુર્વક પાર કરી શકીશું ? શું શ્લોકા મેમને આપણે આવી જ હાલતમાં પાછા આપણી દુનિયામાં પરત લઈને ફરીશું...?" આમ આકાશ એકસાથે એક જ શ્વાસમાં આલોક અને શિવરુદ્રાની સામેની તરફ જોઈને ઘણાંબધાં પ્રશ્નો પુછી લે છે.

જ્યારે આ બાજુ શિવરુદ્રા મનોમન પેલાં અઘોરીબાબા કે જેઓને મળ્યાં બાદ જ તેનાં જીવનમાં આવી રહસ્યમય, ડરામણી, ચિત્ર- વિચિત્ર, અમાનનીય, અવિશ્વનીય ઘટનાઓ ઘટવાની શરુઆત થયેલ હતી, તેઓને યાદ કરવાં માંડે છે, અને વિચારે છે કે, "જો ! પોતે પેલાં અઘોરીબાબાને ક્યારેય મળ્યો જ નાં હોત, તો હાલ પોતે, આકાશ, અને મારી વ્હાલી શ્લોકા કોઈ અલગ જ જીવન વિતાવી રહ્યાં હોત, અને મારે મારી વ્હાલી શ્લોકાથી દુર થવાની ક્યારેય નોબત જ નાં આવી હોત ! આમાં બિચારી નાદાન અને નિર્દોષ શ્લોકાનો શું વાંક હતો કે ઈશ્વરે શ્લોકાને પોતાનાંથી અલગ જ કરી દિધી..? શ્લોકાની આવી હાલત થવાં પાછળ માત્રને માત્ર હું પોતે જ જવાબદાર છું." આમ શિવરુદ્રા પેલાં અઘોરીબાબાને યાદ કરતાં કરતાં પોતાની જાતને કોશી રહ્યો હતો. બરાબર તે જ સમયે…

"અલક નિરંજન...હર..હર...મહાદેવ...હરભોલે...!" એવો અવાજ શિવરુદ્રાકાને અને તેનાં સાથી મિત્રોનાં કાને પડે છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"