21.
આજથી લગભગ છસો દસ વર્ષ પહેલાં.
સ્થળ : સૂર્યપ્રતાપગઢ.
સમય : વહેલી સવારનાં નવ કલાક.
સુર્યપ્રતાપગઢ આજે સોળે કળાએ ખીલી ઉઠયું હોય તેવું લાગી રહ્યું હતું, જાણે આખે આખું ગામ કુદરતનાં રંગે રંગાય ગયું હોય તેવું લાગી રહ્યું હતું. હાલ ચોમાસા દરમ્યાન પડેલાં ધોધમાર વરસાદને કારણે નદીઓ, નાળાઓ, બંધો અને ઝરણાઓમાં જાણે નવો પ્રાણ ફૂંકાય ગયો હોય તેમ નવાં જુસ્સા સાથે ખિલખિલાટ કરતાં વહી રહ્યાં હતાં. સુર્યપ્રતાપગઢની ફરતે આવેલાં ડુંગરોએ જાણે લીલા રંગની ચાદર ઓઢી લીધેલ હોય, તેમ ચારે કોર મનમોહક અને આંખોને ઠંડક પહોંચાડે તેવી હરિયાળી છવાય ગયેલ હતી. જ્યારે આ બાજુ સૂર્યપ્રતાપ મહેલની રાજસભામાં બધાં જ રાજાઓ, રાજ્ય અધિકારીઓ, સેનાપતિ, આમંત્રિત મહેમાનો રાજ દરબારમાં રહેલ ખુરશી પર બેસીને દરબારની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે દ્વારપાળ મોટા અવાજે બોલે છે.
“મહા પરાક્રમી, મહાવીર, મહા તેજસ્વી, મહા યશસ્વી, મહા જ્ઞાની, મહા બળવાન, કે જેની કીર્તિઓ ફૂલોની માફક ચારે દિશાઓમાં દૂર દૂર સુધી ફેલાયેલ છે, સૂર્યપ્રતાપગઢનાં જીર્ણોધારક, કડક ન્યાયનીતિ ધરાવતાં, એવાં પ્રજાપાલક, પ્રજા વત્સલ અને પ્રજા પ્રેમી, રાજા વિક્રમાદિત્યનાં ચોથા વંશજ એવાં મહારાજા શ્રી હર્ષવર્ધન પધારી રહ્યાં છે.”
આ સાંભળી રાજદરબારમાં બેસેલ સૌ કોઈ રાજા હર્ષવર્ધનને માન આપવાં માટે પોત - પોતાની ખુરશી પરથી ઊભાં થઈ જાય છે, થોડીવારમાં રાજા હર્ષવર્ધન પોતાનાં દરબારમાં પ્રવેશે છે. લાલ જાજમ પર ચાલતાં - ચાલતાં તેઓ પોતાનાં સિંહાસન સુધી દાદરા ચડીને પહોંચે છે, અને ત્યારબાદ પોતે સિંહાસન પર બિરાજમાન થઈને તેની શોભામાં વધારો કરે છે, ત્યારબાદ રાજા હર્ષવર્ધન બંને હાથનાં ઇશારા દ્વારા સૌ કોઈને પોત - પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાં માટે ઈશારો કરે છે, આથી સૌ કોઈ પોતાની ખુરશી પર સ્થાન ગ્રહણ કરી લે છે.
ત્યારબાદ રાજા હર્ષવર્ધન તેમનાં રાજ મંત્રીને આજની રાજસભા શરૂ કરવાં માટે સંમતિ આપે છે, ધીમે - ધીમે મંત્રી સભાની શરૂઆત કરે છે, જ્યારે આ બાજુ રાજા હર્ષવર્ધન દરેકની રજૂઆત અને દલીલો ધ્યાનપૂર્વક સાંભળે છે. બધાની દલીલો અને રજૂઆતો સાંભળ્યા બાદ રાજા હર્ષવર્ધન દ્વારા પોતાની કુશાગ્રબુધ્ધિ અને ત્વરિત નિર્ણય શક્તિનાં આધારે જે વ્યકિત કસૂરવાર સાબિત થયેલ હતી, તેમને તેમનાં ગુના પ્રમાણે સજા ફટકારવામાં આવે છે.
જ્યારે એક તરફ રાજસભા ચાલી રહી હતી, બરાબર એ જ સમયે શંકરાચાર્ય કે જે રાજા હર્ષવર્ધનનાં રાજગુરુ હતાં. તેઓ હાંફળા - ફાંફળા થતાં થતાં રાજસભામાં પ્રવેશે છે. શંકરાચાર્યનાં ચહેરા પર ચિંતા તાઓને લીધે ઉપસી આવેલી લકીરો સ્પષ્ટ પણે દેખાય રહી હતી, તેઓની આંખોમાં ડર દેખાય રહ્યો હતો.તેનાં ચહેરા પર માયુસી, હતાશા કે ઉદાસી છવાય ગયેલી હતી, તેમનો શ્વાસ ફૂલી ગયેલ હતો, કપાળ પર લગાવેલ ચંદન અને કંકુથી કરેલ ટીળકમાં કરચલીઓ ઉપસી આવેલ હતી.
શંકરાચાર્યને આવી રીતે એકાએક આવતાં જોઈને રાજા હર્ષવર્ધન અને સમગ્ર સભામાં રહેલ તમામ વ્યક્તિઓ તેમને માન અને આદર આપવાં માટે પોતાની ખુરશી પરથી ઊભાં થઈ જાય છે, આ બાજુ શંકરાચાર્ય એકદમ ઝડપથી ચાલતાં - ચાલતાં રાજા હર્ષવર્ધન પાસે પહોંચી જાય છે. રાજા હર્ષવર્ધનની નજીક પહોંચીને તેઓ તેમનાં કાનમાં કાંઇક કહે છે. શંકરાચાર્ય પાસેથી આ વાત સાંભળીને પળભર માટે રાજા હર્ષવર્ધનનાં ચહેરા પર ડર અને ગભરામણ છવાય જાય છે. થોડુંક વિચાર્યા બાદ રાજા હર્ષવર્ધન સિંહાસન પરથી ઊભાં થઈને બોલે છે.
“સેના અધ્યક્ષ ! હાલ દુશ્મનોએ આપણાં રાજ્ય પર હુમલો કે ચડાય કરવાનું કાવતરું ઘડેલ છે, તેઓ ક્યારે ? કઈ જગ્યાએથી ? અને કેવી રીતે હુમલો કે આક્રમણ કરી બેસશે ? તેનાં વિશે હાલ કાંઈ કહેવું મુશકેલ છે, માટે તમે તત્કાળ આપની સમગ્ર સેનાને યુદ્ધ માટે તૈયાર કરી દો !” રાજા હર્ષવર્ધન આટલું બોલીને રાજસભા દરખાસ્ત કરી દે છે, પછી શંકરાચાર્ય રાજા હર્ષવર્ધન સાથે તેમનાં રાજખંડમાં પ્રવેશે છે.
“ગુરુદેવ ! મને આખી બાબત વિગતવાર જણાવવાની કૃપા કરો !” હર્ષવર્ધન વિનંતી કરતાં બોલે છે.
“વત્સ ! હાલ આપણાં સૂર્યપ્રતાપગઢ પર જે હુમલો થવાં જઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ બીજું કઈ નહીં પરંતુ પેલો દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ જ છે !” શંકરાચાર્ય હર્ષવર્ધનને મૂળ વાત જણાવતાં જણાવતાં બોલે છે.
“ગુરુદેવ ! એ તમે આટલાં આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો ?” હર્ષવર્ધન અચરજ પામતાં પૂછે છે.
“જી ! વત્સ ! જે રાજા આપણાં સૂર્યપ્રતાપગઢ પર હુમલો ચડાય કરવાં માટે આવી રહ્યો છે, તેનું નામ છે, “પ્રિન્સ પ્લૂટો” જેની ગણના ઈજિપ્તનાં ખૂંખાર, ક્રૂર અને ઘાતકી રજાઓમાં થાય છે. પ્રિન્સ પ્લૂટો એકદમ નિર્દયી અને દયાવિહીન રાજા છે. હાલ લગભગ તેમણે ખૂબ જ ક્રૂરતા અને પોતાની વિશાળ સેનાને કારણે હાલ લગભગ અડધી દુનિયા પર પોતાનું સમ્રાજ્ય સ્થાપિત કરેલ છે !” શંકરાચાર્ય પ્રિન્સ પ્લૂટોનો પરિચય આપતાં હર્ષવર્ધનને જણાવે છે.
“પણ ! આચાર્ય ! તેને આ દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષની બાતમી કોને આપી હશે.?” હર્ષવર્ધન હેરાનીભર્યા અવાજે શંકરાચાર્યને પૂછે છે.
“વસ્ત ! એનાં વિશે હાલ કઈ કહેવું શક્ય નથી.. એવું પણ બની શકે કે, “આ બાતમી આપનાર આપણાંમાંથી જ કોઈ હોય શકે, આ વિશ્વાસઘાતું વ્યક્તિ આપણી આસપાસ જ ક્યાંક હોવો જોઈએ !” શંકરાચાર્ય રાજા હર્ષવર્ધનને સાવચેત કરતાં કરતાં જણાવે છે.
“તો ! ગુરુદેવ ! હવે મારે શું કરવું જોઈએ ?” હર્ષવર્ધન બંને હાથ જોડીને ગુરુદેવને વિનમ્રતા સાથે પૂછે છે.
“બસ હવે ! એકમાત્ર ઉપાય છે !” થોડુક વિચાર બાદ ગુરુદેવ બોલે છે.
“કયો ઉપાય ગુરુદેવ ?” હર્ષવર્ધન ચિંતાતુર અવાજે પૂછે છે.
"शौर्यम..दक्षम..युध्धेय..! बलिदान परम धर्म !" શંકરાચાર્ય પોતાનાં બંને હાથ વડે હર્ષવર્ધનને આશીર્વાદ આપતાં બોલે છે.
“જો ! આજ્ઞા ! ગુરુદેવ !” રાજા હર્ષવર્ધન શંકરાચાર્યને નમન કરી આભાર વ્યક્ત કરતાં બોલે છે।
ત્યારબાદ શંકરાચાર્ય રાજખંડમાંથી બહાર નીકળી જાય છે. જ્યારે આ બાજુ રાજા હર્ષવર્ધન પોતાની કમરમાં રહેલ પાણીદાર તલવાર “ગરુડા” મ્યાનમાંથી બહાર કાઢે છે અને દુશ્મનોને ધૂળ ચાટતાં કરી દેવાનું મનોમન નક્કી કરે છે. આથી રાજા હર્ષવર્ધન દ્વારપાળને “રાયસંગ”ને પોતાનાં રાજખંડમાં તાત્કાલિક બોલાવવા માટે હુકમ કરે છે. રાયસંગ એ હર્ષવર્ધનની સેનાનો સેનાપતિ હતાં, આખી સભામાંથી એકમાત્ર “રાયસંગ” જ એવાં હતાં કે જેના પર પોતે આંખો બંધ કરીને વિશ્વાસ કરતાં હતાં, કારણ કે રાયસંગ જ્યારથી હર્ષવર્ધનનો રાજા તરીકે “રાજ્યાભિષેક” થયો ત્યારથી માંડીને અત્યાર સુધી પોતાની સાથે જ હતાં, બીજા શબ્દોમાં કહીએ તો જેમ બાહુબલીને કટપ્પા પર અતૂટ અને અડગ વિશ્વાસ હતો તેમ રાજા હર્ષવર્ધનને રાયસંગ પર વિશ્વાસ હતો. થોડીવારમાં રાયસંગ હર્ષવર્ધનનાં રાજખંડમાં પ્રવેશે છે.
“મહારાજ હર્ષવર્ધનનો જય હો!” રાયસંગ પોતાનું મસ્તક ઝુકાવીને પોતાનો હાથ ઊંચો કરતાં બોલે છે.
“રાયસંગજી ! મારા આખા દરબારમાં એકમાત્ર તમે જ એવાં વ્યક્તિ છો કે હું જેનાં પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકું છું !” હર્ષવર્ધન રાયસંગની સામે જોઈને બોલે છે.
“જી ! મહારાજ ! એ જ તમારી મહાનતા છે અને મારા સદનસીબ !’ રાયસંગ પોતાનું મસ્તક ઝુકાવતા બોલે છે.
“રાયસંગજી ! તમને એ બાતમી તો મળેલ હશે કે હાલ આપણાં રાજ્ય પર ઈજિપ્તનાં પ્રિન્સ “પ્લૂટો” બદઈરાદા પૂર્વક વિશાળ સેનાં સાથે આક્રમણ કરવાં માટે સુર્યપ્રતાપગઢ તરફ આગળ વધી રહ્યો છે ?” હર્ષવર્ધન પોતાની વાતની શરૂઆત કરતાં પૂછે છે.
“જી ! મહારાજ ! તમે માત્ર હુકમ આપો ! મારી આ તલવારનાં એક ઝટકા સાથે હું તેનું માથું વાંઢી નાખવાં માટે તૈયાર છું, મારુ આ શરીર અને આત્મા તમારા શરણમાં જ છે.” રાયસંગ મ્યાંનમાથી તલવાર કાઢતાં કાઢતાં ગુસ્સા સાથે બોલે છે.
“રાયસંગજી ! તમારા આ જુસ્સાને અને ખુમારીને હું સલામ કરું છું, અત્યાર સુધી મે તમારી હાજરીમાં ઘણાં જ યુદ્ધ કર્યા છે, જે બધાં જ યુદ્ધમાં અત્યાર સુધી મને વિજય મળેલો છે, જે માત્રને માત્ર મારી પાસે રહેલાં તમામ વીર યોધ્ધાને જ આભારી છે, પણ “પ્રિન્સ પ્લૂટો” સાથેનું પહેલું યુદ્ધ એવું હશે કે જેમાં તમે મારી સાથે નહીં હશો !” હર્ષવર્ધન રાયસંગને હળવાં અવાજે જણાવતાં બોલે છે.
“મહારાજ ! મારા પર આવો અન્યાય ના કરો !” રાયસંગ આજીજી કરતાં બોલે છે.
“રાયસંગજી ! આ વખતે તમારે મારા માટે જ લડવાનું છે, અત્યાર સુધી આપણે બહારનાં દુશ્મનો સાથે યુદ્ધમેદાનમાં લડેલા છીએ, આ વખતે તમારે આપણાં ઘરમાં જ લડીને દુશ્મનને પાડી દેવાનો છે !” હર્ષવર્ધન રાયસંગને હુકમ આપતાં જણાવે છે.
“મહારાજ ! મને કઈ સમજાયું નહીં !” રાયસંગ વ્યાકુળતા સાથે હર્ષવર્ધનને પૂછે છે.
“પ્રિન્સ પ્લૂટો ! સુર્યપ્રતાપગઢ પર આક્રમણ કરી રહ્યો છે, તેનું મુખ્ય કારણ તેની રાજ્ય સીમાનો વિસ્તાર વધારવાનું નહીં પરંતુ મારી પાસે રહેલ એક દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ છે, જેમાં અપાર દિવ્ય શક્તિઓ રહેલ છે, જે શક્તિઓનાં આધારે આ દુનિયાનો વિનાશ અને સર્જન બને શક્ય છે, પણ જો આ રુદ્રાક્ષ પ્રિન્સ પ્લુટોના હાથે ચડી જશે તો આ દુનિયાનો સર્વનાશ કે વિનાશ નક્કી જ છે !” હર્ષવર્ધન રાયસંગને વધુ માહિતી આપતાં જણાવે છે.
“તો ! મહારાજ ! મારા માટે શું આજ્ઞા છે ?” રાયસંગ સવિનય પૂછે છે.
“જી ! આ બાતમી પ્રિન્સ પ્લૂટો સુધી પહોંચાડનાર આપણાં મહેલમાંથી જ કોઈ છે, તમારે તે દગાબાઝ અને વિશ્વાસઘાતી વ્યક્તિને શોધવાનો છે, જેથી આપણે તેને સખતમાં સખત સજા ફટકારી શકીએ, જેથી ક્યારેય કોઈ વ્યક્તિ મારી સાથે કે મારા રાજ્ય સાથે વિશ્વાસઘાત કે રાજદ્રોહ કરતાં પહેલાં એકવાર નહીં પરંતુ હજારવાર વિચારવો જોઈએ !” હર્ષવર્ધન રાયસંગને હુકમ આપતાં કહે છે.
“જી ! મહારાજ મને હવે આખી બાબત સમજાય ગઈ છે, હવે તમે એકદમ બેફિકર બની જાવ, એ રાજદ્રોહી કદાચ પાતાળમાં પણ છુપાયેલો હશે તો ત્યાંથી શોધીને હું તેને તમારા ચરણોમાં ધરી દઇશ, આ મારુ તમને વચન છે !” કમરે રહેલ તલવાર પર પોતાની હથેળી મુકતાં - મુકતાં રાયસંગ બોલે છે.
ત્યારબાદ રાયસંગ હર્ષવર્ધનને આપેલ કાર્યમાં પોતાનો જીવ રેડી દે છે, અને દેશદ્રોહીને શોધવા માટે દિવસ રાત એક કરી દે છે, ધીમે ધીમે એક, બે , ત્રણ એમ એક પછી એક દિવસો વીતવા માંડે છે, જ્યારે આ બાજુ પ્રિન્સ પ્લૂટો પોતાની વિશાળ સેના સાથે સૂર્યપ્રતાપગઢ તરફ આગળ વધી રહ્યો હતો.જેમ જેમ દિવસો વીતી રહ્યાં હતાં તેમ - તેમ રાજા હર્ષવર્ધનની ચિંતાઓમાં પણ વધારો થઈ રહયો હતો, હાલ રાજા હર્ષવધને મનોમન નક્કી કરેલું હતું કે પેલો રાજદ્રોહી ભલે મારુ કોઈ અંગત જ કેમ નાં હોય, તેમ છતાંય હું તેને આકારમાં આકરી સજા ફટકારીશ..
આ બાબતનાં ચાર દિવસ બાદ..
રાજા હર્ષવર્ધન અને શંકરાચાર્ય સાથે પોતાનાં રાજખંડમાં બેસેલાં હતાં, બરાબર એ જ સમયે રાયસંગ હાંફળા ફાંફળા થતાં થતાં રાજખંડમાં પ્રવેશે છે, તેની આંખોમાં હાલ ખુશી અને લાચારી બંને એકસાથે છવાયેલા દેખાય રહ્યાં હતાં, તેનાં ચહેરા પર માયુસીનાં વાદળો છવાયેલાં હતાં.
“શું ! થયું ! રાયસંગજી ?” હેરાનીભર્યા અવાજે હર્ષવર્ધન પૂછે છે.
“મહારાજ ! તમે મને જે આદેશ આપેલ હતો તે આદેશ મે પૂરો કરેલ છે, અને..!” રાયસંગ આટલું બોલીને અટકે છે.
“તો ! કોણ છે એ રાજદ્રોહી ?” ગુસ્સામાં લાલધુમ થતાં રાજા હર્ષવર્ધન મ્યાનમાંથી તલવાર બહાર કાઢતાં અધવચ્ચે બોલે છે.
“મહારાજ ! એ રાજદ્રોહી બીજું કોઈ નહીં પરંતુ.. મહારાણી સુલેખા પોતે જ છે !” રાયસંગ હળવાં અવાજે બોલે છે.
“રાયસંગજી ! તમે શું બોલી રહ્યાં છો એનું તમને ભાન છે ?” ગુસ્સા સાથે હર્ષવર્ધન પૂછે છે.
“જી ! મહારાજ ! હું ખોટો હોય તો ! તમારી “ગરુડા” તલવાર અને મારુ માથું !” પોતાનું માથું રાજા હર્ષવર્ધનનાં ચરણોમાં ઝુકાવતા બોલે છે.
આ જોઈ રાજા હર્ષવર્ધનને રાયસંગ પર ગર્વની લાગણી થઈ આવી, જ્યારે બીજી તરફ તેને પોતાની રાણી સુલેખા પર ધૃણા સાથે ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, હાલ પોતે ખૂબ જ મોટી દુવિધામાં પડી ગયેલ હતો, કારણ કે એક તરફ પોતાની ધર્મપત્ની હતી તો બીજી તરફ પોતે કડક ન્યાયનીતી માટે સારી એવી ખ્યાતિ ધરાવતાં હતાં, આથી પોતે પોતાની લાગણીઓ પર કાબૂ રાખીને ગુસ્સા સાથે રાણી સુલેખાને પોતાની નજર સમક્ષ તાત્કાલિક હજાર કરવાં માટેનો હુકમ કરે છે. થોડીવારમાં સૈનિકો સુલેખાને લઈને રાજખંડમાં આવે છે. સુલેખાને જોતાં જ હર્ષવર્ધનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, અને મ્યાનમાંથી ગુરડા તલવાર બહાર કાઢે છે, અને સુલેખાનું સર ધડથી અલગ કરવાં માટે આગળ વધે છે.
“જી ! હું ચોક્કસ આપની ગુનેગાર છું પરંતુ મારી પાસેથી આ બાબત ફોહલાવી અને ભોળવીને કઢાવવામાં આવેલ છે.” સુલેખા હર્ષવર્ધનને વાસ્તવિકતા જણાવતાં બોલે છે.
હાલ રાજા હર્ષવર્ધનની આંખો પર એટલી હદે ગુસ્સો છવાયેલો હતો કે તે સુલેખાની એકપણ બાબત સાંભળવા માટે તૈયાર હતો નહીં, ગુસ્સો જાણે કાળ બનીને તેનાં ચહેરા પર રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, હાલ હર્ષવર્ધનને માત્રને માત્ર પોતાની મહાનતા, કીર્તિ, આબરૂ, ઇજ્જત, રુઆબ, માન જ દેખાય રહ્યું હતું.
“ઊભો રહે ! વસ્ત !” - શંકરાચાર્ય પોતાનાં આસન પરથી ઊભા થઈને હર્ષવર્ધનને અધવચ્ચે જ અટકાવતાં - અટકાવતાં બોલે છે.
સાંભળતાની સાથે જ હર્ષવર્ધન એકાએક થંભી જાય છે, તલવાર પકડેલો હાથ ઊંચો જ રહી જાય છે, ગુરુદેવે શાં માટે પોતાને આવી રીતે એકાએક અટકાવ્યો ? આ જાણવા માટે પોતે ગુરુદેવ સમક્ષ વિસ્મયતાપૂર્વક જોવાં માંડે છે.
“વસ્ત ! ક્ષત્રિય ધર્મ તને આવું કરવાં માટે ક્યારેય સમંતી નહીં આપતો, ઊલટાનું કોઈ સ્ત્રી મુસીબતમાં હોય તો તેનો જીવ બચાવવો એ ક્ષત્રિય ધર્મ છે. હાલ તારો ગુસ્સો વ્યાજબી છે પરંતુ જો તું આવું કરીશ તો તારો ક્ષત્રિય ધર્મ લાંજશે, માન્યું કે રાણી સુલેખા ગુનેગાર છે, પરંતુ તારે એ બાબત કદાપિ નાં ભુલવી જોઈએ કે સુલેખા રાણી પછી છે પણ એ પહેલાં તે એક સ્ત્રી છે..!” - શંકરાચાર્ય હર્ષવર્ધનને ધર્મનો પાઠ શીખવતાં જણાવે છે.
“તો હું કરું તો પણ શું કરું ?” હર્ષવર્ધન લાચારી ભરેલાં અવાજે પૂછે છે.
“વત્સ ! તારે હવે કાંઈ કરવાની જરૂર નથી, હવે જે કરીશ એ હું કરીશ !” શંકરાચાર્ય પોતાનાં આસન પરથી ઊભાં થતાં થતાં બોલે છે.
ત્યારબાદ શંકરાચાર્ય પોતાની બાજુમાં રહેલ કમંડળ ઉઠાવે છે, અને તેમાં રહેલ પવિત્ર પાણી પોતાની હથેળીમાં લે છે, અને પોતાની બંને આંખો બંધ કરીને મનોમન કોઈ મંત્રોચ્ચાર કરે છે, મંત્રોચ્ચાર કર્યા બાદ શંકરાચાર્ય પોતાની હથેળીમાં રહેલ પેલું પવિત્ર પાણી રાણી સુલેખા પર છાંટે છે, જેવુ આ પવિત્ર પાણી રાણી સુલેખાનાં શરીરને સ્પર્શે છે, એ સાથે જ તેનું પૂરેપૂરું શરીર આરસની નાની મૂર્તિમાં ફેરવાય જાય છે, સુલેખા પોતાનાં મનમાં રહેલ વાત હર્ષવર્ધનને જણાવી ના શકી એને લીધે એ મૂર્તિમય બનેલી સુલેખાની આંખો દુધિયા રંગનાં ક્રિસ્ટલમાં પરિણમે છે, જે જોતાં એવું લાગી રહ્યું હતું કે આ મૂર્તિ રૂપી સુરેખા હમણાં જ કાંઇક બોલશે.
આ બાજુ રાજા હર્ષવર્ધન એક બાજુ ખૂબ જ દુખી હતો કારણ કે તેની રાણી હાલ શંકરાચાર્યએ આપેલ શ્રાપને લીધે આરસની મૂર્તિમાં ફેરવાય ગઈ હતી, જ્યારે બીજી તરફ પોતે ક્ષત્રિય ધર્મની માન, મયાર્દા, આબરૂ અને પ્રતિષ્ઠા બચાવવામાં સફળ રહ્યો હતો, પરંતુ તે એ બાબતથી તો એકદમ અજાણ જ હતો કે વાસ્તવમાં સુલેખા ગુનેગાર હતી જ નહીં.
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"