4.
(શિવરુદ્રાને આર્કીયોલોજીસ્ટ તરીકે પોસ્ટીંગ મળતાં, તે ગાંધીનગર(ગુજરાત) ખાતે હાજર થવાં માટે પોતાનાં ઘરેથી પરિવારજનોનાં આશીર્વાદ લઈને ઈસ્માઈલની ટેક્ષી દ્વારા પોતાનાં ઘરેથી દિલ્હી રેલવેસ્ટેશને જવાં માટે રવાનાં થાય છે, અને થોડીવારમાં શિવરુદ્રા દિલ્હી રેલવેસ્ટેશને પહોંચી જાય છે, અને પોતાની ટીકીટ અગાવથી જે ટ્રેનમાં બુક કરાવેલ હતી, તે ટ્રેનમાં પોતાનો બધો સામાન લઈને પોતાની સીટ પર બેસી જાય છે, હાલમાં શિવરુદ્રા પોતાનાં જીવનની આર્કીયોલોજીસ્ટ તરીકે નવી શરૂઆત તો કારી રહ્યો હતો, પરંતુ તેની સાથોસાથ તે પોતાનાં જીવનની એક અસંખ્ય રહસ્યોથી ભરેલક સ્સફરની શરૂઆત પણ કરી રહ્યો હતો, તે બાબતે ખુદ શિવરુદ્રા પણ અજાણ હતો….)
શિવરુદ્રા એ બાબતથી ખૂબ જ સારી રીતે પરિચિત હતો કે દિલ્હીથી અમદાવાદ પહોંચવામાં તેને પંદરથી સોળ કલાક જેટલી લાંબી મુસાફરી ખેડવાની હતી….જેની માનસિક તૈયારી સાથે જ શિવરુદ્રા આ ટ્રેનમાં બેસેલ હતો….
શિવરુદ્રા દિલ્હીથી નીકળ્યો ત્યારે બપોરનાં બે વાગી ચૂક્યાં હતાં, અને તે અમદાવાદ બીજે દિવસે સવારનાં છ વાગ્યાની આસપાસ પહોંચશે….આથી શિવરુદ્રા પોતાની સાથે પોતાને ગમતી બે ત્રણ નોવેલ સાથે લઈ ગયેલ હતો...જેમાં ધ ઊટી, ધ મિસ્ટરીયસ ડાર્ક ફોરેસ્ટ અને સોલાંગવેલીનો સમાવેશ કરેલ હતો, આ બાજુ ટ્રેન ઉપડી, તો બીજી બાજુએ શિવરુદ્રા એ "ધ ઊટી" નોવેલ કે જે એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર લવસ્ટોરી હતી, તે વાંચવાનું શરૂ કરે છે….ધીમે - ધીમે શિવરુદ્રા આ નોવેલનાં એક પછી એક એમ પ્રકરણો વાંચતો જાય છે, અને ધીમે - ધીમે તે આ નવલકથામાં ઓતપ્રોત થઈને ખોવાઈ જાય છે…..શિવરુદ્રા આ નોવેલ વાંચવામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે, કે હાલમાં તેની આસપાસ શું ઘટી રહ્યું હતું, તેનો તેને કંઈક ખ્યાલ રહેતો નથી…..!
સમય બપોરનાં 4 કલાક…
શિવરુદ્રા હજુપણ પેલી નોવેલ વાંચવામાં વ્યસ્ત હતો, એવામાં ટ્રેન હળવેકથી બ્રેક લગાવીને પ્લેટફોર્મ પર ઉભી રહી…ટ્રેનમાં બ્રેક લાગી હોવાથી શિવરુદ્રા નોવેલની દુનિયામાંથી ઝબકારા સાથે બહાર આવી જાય છે, આથી કયું સ્ટેશન આવેલ છે….? તે જાણવાં માટે શિવરુદ્રા ટ્રેનની બહાર નજર કરે છે, એવાંમાં શિવરુદ્રાનું ધ્યાન પ્લેટફોર્મ પર લટકાવેલા પીળા રંગના બોર્ડ પર પડે છે….જેમાં મોટાં કાળા અક્ષરે લખેલ હતું…."પવિત્ર મથુરા નગરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે…!" - આથી શિવરુદ્રાને ખ્યાલ આવી ગયો કે હાલ તે મથુરા આવી પહોંચેલ છે, આ એ જ મથુરા નગરી કે જેનો મહાભારત અને ગીતા જેવાં આપણાં ધાર્મિકગ્રંથોમાં ભરપૂર મહિમા વર્ણવેલ છે.
મથુરાની હવામાં જાણે કણે કણમાં કૃષ્ણ ભક્તિ ફેલાયેલ હોય તેવું લાગી રહ્યું હતું….આ એ જ મથુરાનગરી હતી કે જેનાં એક કારાગૃહ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો, તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું, શ્રી કૃષ્ણ તેમનાં માતા-પિતાનાં આઠમાં સંતાન હતાં, કૃષ્ણની પહેલાં તેમનાં ૬ ભાઈઓને તેમનાં મામા કંંસે ક્રૂરતાપુર્વક પોતાની મૃત્યુનાં ભયથી મારી નાખ્યાં હતાં, શ્રી કૃષ્ણનાં જન્મ પછી તેમનાં માતા-પિતાએ કંસ તેમનાં આઠમાં સંતાનને મારી ન નાખે, તે માટે દેવિશક્તિ દ્વારા પ્રેરાતા શ્રી કૃષ્ણને કારાગૃહ માંથી બહાર કાઢીને પોતાનાં મીત્ર નંદજીનાં ઘરે મુકવા નીકળ્યા, પણ ગોકુળ અને મથુરાની વચ્ચે યમુના નદી પાર કરવાની હતી, આઠમની રાત્રે વરસાદ વરસી રહ્યો હતો અને યમુનાજીનું પાણી ભગવાન શ્રી કૃષ્ણનાં પગ સ્પર્શ કરવાં ઉછાળો મારી રહ્યું હતું, તેથી શ્રી કૃષ્ણનાં પીતાએ તેમને ટોકરીમાં માથા ઉપર રાખ્યાં હતાં અને નદી પાર કરી રહ્યા હતાં, એવામાં તો શ્રી કૃષ્ણનાં પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઇ ગયા…
ત્યાર બાદ તેઓ નંદજીનાં ઘરમાં ગયાં અને તેમના મીત્રને વાત કરી અને શ્રી કૃષ્ણને યશોદાજીની પાસે મુકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાનાં કારાગૃહમાં પરત ફરે છે, એવામાં દ્વારપાળ દ્વારા કંસ ને આઠમી સંતાનનાં જન્મની જાણ થતા કંસ કારાગૃહમાં આવી પહોંચે છે, અને દેવકીનાં નવજાત શીશુને મારવાં તેમણે તે શીશુ બાળકી હોવાની જાણ હોવાં છતાં પણ તેણે તે બાળકીને મારવાં દીવાલ સાથે પછાડીને મારવા માટેનો પ્રયાસ કર્યો, પણ તે બાળકી દેવી માઁ દુર્ગા હતા તે કંસનાં હાથથી છૂટીને આકાશમાં પ્રગટ થયાં અને કંસ ને કહ્યું કે તારો કાળ તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવુ કહીને આકાશમાં અલોપ થઇ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદા રીતે ઓળખાય છે…..
આ બધાં જ દ્રશ્યો જાણે એકપછી એક શિવરુદ્રાની નજર સમક્ષ ખડા થઈ રહ્યાં હોય તેવું હાલ શિવરુદ્રા અનુભવી રહ્યો હતો...જેનું એક કારણ એ પણ હતું કે શિવરુદ્રાનાં પરીવારમાં દરરોજ ધાર્મિકગ્રંથોનું પાઠનકાર્ય થતું હતું, અને શિવરુદ્રા દરરોજ એ ધાર્મિકગ્રંથોનું પઠન એકદમ ધ્યાન દઈને, શાંત અને સ્થિર મન રાખીને સાંભળતો હતો, આમ જાણે મથુરા પહોંચતા જ શિવરુદ્રાનું મન એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ કરી રહ્યું હોય તેવું હાલ શિવરુદ્રા મહેસુસ કરી રહ્યો હતો…
બરાબર એ જ સમયે શિવરુદ્રાનાં કાને ટ્રેનની વીસલનો અવાજ સંભળાયો… અને થોડીવારમાં એ ટ્રેન ફરી પાછી પોતાનાં ટ્રેક પર દોડવાં લાગી….જ્યારે આ બાજુ શિવરુદ્રા ફરી પાછો પેલી નોવેલ વાંચવામાં વ્યસ્ત બની ગયો….શિવરુદ્રાએ નોવેલ વાંચવાની શરૂઆત કરી તેની માંડ પંદર કે વીસ જ મિનિટ થઈ હશે...એવામાં શિવરુદ્રાનાં કાને એક વૃદ્ધ વ્યક્તિનાં બોલવાનો ખરડાયેલો અવાજ સંભળાયો….
"બેટા….મથુરા કા પ્રસાદ ખાઓંગે…?" - પોતાનો હાથ લંબાવતા એ વૃદ્ધ વ્યક્તિ બોલ્યાં.
આથી શિવરુદ્રા પોતાની નજર નોવેલમાંથી પેલાં વૃધ્ધ વ્યક્તિ તરફ ફેરવે છે...જેવી શિવરુદ્રાની નજર પેલાં વૃદ્ધ વ્યક્તિ પર પડે છે...એ સાથે જ શિવરુદ્રાની આંખો પહોળી થઇ જાય છે….કારણ કે શિવરુદ્રાની સામે બીજુ કોઈ નહીં પરંતુ પોતે જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો...ત્યારે રસ્તામાં જે અઘોરી બાબા મળ્યાં હતાં, આ એ જ અઘોરીબાબા હતાં, કે જેઓએ શિવરુદ્રાને પેલી રહસ્યમય વસ્તુઓથી ભરેલ પેલી થેલી આપેલ હતી….આ જોઈ શિવરુદ્રાનાં અચરજનો કોઈ જ પાર ના રહ્યો….આથી શિવરુદ્રા દ્વારા આપોઆપ પેલાં અઘોરીબાબાને પુછાય ગયું….
"બાબા ! આપ યહાં….?" - શિવરુદ્રા પોતાની નોવેલ બંધ કરતાં - કરતાં પૂછે છે.
"હા...પ્રભુ….હમારા તો ક્યાં હે...હમ તો મહાકાલ કે ભક્ત હે...ઓર પુરી દુનિયાં મેં યહાં વહાં ભટકતે રેહતે હે, ઓર મહાકાલ કા જાપ જપતે રહતે હે….ઓર પ્રભુ આપ….?" - શિવરુદ્રાની સામે જોઇને પેલાં બાબા પૂછે છે.
ત્યારબાદ શિવરુદ્રા તે બાબાને માંડીને સવિસ્તારપૂર્વક બધી જ બાબતો જણાવે છે, અને પેલાં બાબા પણ શિવરુદ્રા દ્વારા જણાવવામાં આવી રહેલ એક એક બાબતો ધ્યાનપૂર્વક સાંભળે છે, આખી વાત સાંભળ્યા પછી બાબા ઉપર તરફ જોતાં - જોતાં બોલે છે.
"આખીરકાર વો વકત આ હી ગયાં…જીસકા મુજે ઓર પુરી સનાતન દુનિયા કો જરૂરત થી….અબ પુરી દુનિયા મેં સે પાપ કા વિનાશ હો જાયેંગે ઓર પુણ્ય કી સ્થાપના હોંગી…..!" - પેલાં બાબા ખુશ થતાં - થતાં બોલ્યાં.
"પર...બાબા આપને અભી જો કુછ બોલા વો અભી ભી મેરી કુછ સમજમે નહીં આ રહા હે….!" - શિવરુદ્રા મૂંઝાયેલાં અવાજે બોલે છે.
"પ્રભુ...વો અબ આપકો સમજને કોઈ જરૂરત નહીં….આપને દિલ્હી સે ગુજરાત કા એક સફર તો શરૂ કિયા હી થા….પર ઉસકે સાથોસાથ આપકે દુસરે સફર કી ભી વહી સે હી શરુઆત હો ચુકી હે….ભોલે...શમ્ભુ….!" - બાબા ખુશ થતાં - થતાં બોલ્યાં.
"પર...બાબા….!" - શિવરુદ્રા મુંઝાયેલાં અવાજે બોલે છે.
"પ્રભુ...આપ ઉસકી ચિંતા ના કરે….આપકો આપકા રાસ્તા ખુદ પ્રક્રિતી ઓર ખુદા દેખાયેંગે…."જિનકો રાખે સાઈયાં માર શકે ના કોઈ…." - શિવરુદ્રાને અધવચ્ચે જ અટકાવતાં બાબા બોલે છે.
હાલ શિવરુદ્રા એકસાથે ઘણાં બધાં પ્રશ્નોથી ચારેબાજુએ ઘેરાયેલો હતો...બાબા જે કાંઇ તેને જણાવી રહ્યાં હતાં, તેમાં તેને કંઈ જ સમજાય રહ્યું ન હતું….અને બાબાએ તેને અધવચ્ચે જ બોલતાં - બોલતાં અટકાવી દીધેલ હતો….આથી શિવરુદ્રાની તે બાબાને વધુ પૂછવા માટે હિંમત ચાલી નહીં….આથી શિવરુદ્રા ફરી પાછો પેલી નોવેલ વાંચવામાં વ્યસ્ત થઈ જાય છે….હાલ ભલે શિવરુદ્રા નોવેલ વાંચી રહ્યો હોય...પરંતુ તેનાં મનમાં હજુપણ વિચારોની ગડમથલ ચાલી રહી હતી….તેનાં પ્રશ્નોનો હાલ શિવરુદ્રા પાસે જવાબ હતાં નહીં….અને કદાચ પેલાં બાબા પાસે પણ ના હોય તેવું બની શકે….!
સાંજનાં લગભગ 7 વાગ્યાંની આસપાસ..
ટ્રેન પ્લેટફોર્મ નજીક આવતાં ધીમી પડે છે, વાતાવરણમાં ચારેબાજુએ ધીમે - ધીમેં અંધકાર છવાઈ રહ્યો હતો, સૂર્યનારાયણ જાણે પોતાની ફરજ નિભાવીને ગર્વ સાથે પોતાનાં ઘરે પરત પાછા ફરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, તો બીજી દિશામાં સોમદેવે જાણે આ સૃષ્ટિને પ્રકાશમય બનાવવાની જવાબદારી પોતાનાં માથે સોંપી હોય, તેમ ચારેબાજુએ પોતાની શીતળ રોશની ફેલાવી રહ્યાં હતાં, આખી દુનિયા કૃત્રિમ લાઈટોથી ઝગમગી રહી હતી…
એવામાં શિવરુદ્રા પોતાની નજર બારીની બહાર તરફ ફેરવે છે...જ્યાં પીળા રંગનાં બોર્ડ પર મોટા અક્ષરે લખેલ હતું…"ઇન્દ્રગઢ…"
"પ્રભુ….અચ્છા તો હમ ચલતે હે….હમારી મંઝીલ આ ગયી હે….!" - પેલાં બાબા પોતાની સીટ પરથી ઊભાં થતાં - થતાં બોલે છે.
"હા ! બાબા…!" - શિવરુદ્રા પેલાં બાબા તરફ પોતાની નજર ફેરવતાં અને માથું હલાવતાં બોલે છે.
"યે… તુમ...અપને પાસ રખો…યે મુશ્કેલ વક્તમેં તુમકો સહી રસ્તા દિખાયેનગી….!" - શિવરુદ્રાને એક પોટલી આપતાં - આપતાં પેલાં બાબા બોલે છે.
“યે ક્યાં હે બાબા ?” શિવરુદ્રા હેરાનીભર્યા અવાજે બાબાની સામે જોઈને પૂછે છે.
"યે…..યે… તો હમારે મહાકાલ કા શૃંગાર હે….!" - બાબા હસતાં - હસતાં બોલે છે.
"મતલબ….!" - શિવરુદ્રા વધુ મૂંઝાતા બાબાની સામે જોઈને પૂછે છે.
"મતલબ...પ્રભુ….ઇસ મેં સ્મશાન કી ભસ્મ હે...જો હમારે મહાકાલ અપને પૂરે બદન પે લાગતે હે….!" - બાબા સ્પષ્ટતા કરતાં બોલે છે.
"જય...મહાકાલ...હર….હર….મહાદેવ…...ભોલે…...શમ્ભુ…!" - આટલું બોલી બાબા ઇન્દ્રગઢ સ્ટેશને ઉતરી જાય છે.
આ બાજુ શિવરુદ્રાને પોતાની સાથે હાલમાં શું બની રહ્યું છે..એ કંઈ સમજમાં નહોતું આવી રહ્યું….આ બાબા કોણ છે…? આ બાબા મને શાં માટે મદદ કરે છે…? એમણે આપેલ આ સ્મશાનની ભસ્મ મને શું કામમાં આવવાની છે…? આ ભસ્મ વળી મને મુશ્કેલીઓનાં સમયમાં કેવી રીતે મદદરૂપ સાબિત થશે….?.....અને છેલ્લે તેનાં મનમાં એક જ પ્રશ્ન ઉપસ્થિત થયો...કે આખરે હકીકતમાં હું કોણ છું…."શિવરુદ્રા" કે પછી પેલાં બાબા કે જે મને "પ્રભુ" કહીને સંબોધતા હતાં….એ પ્રભુ….?" - આવા અનેક વિચારો શિવરુદ્રાનાં મનમાં દોડી રહ્યાં હતાં, તો બીજી બાજુ શિવરુદ્રા હાલ જે ટ્રેનમાં બેસેલ હતો...તે ટ્રેન હાલ પાટ્ટા પર એકદમ ઝડપથી દોડી રહી હતી….
શિવરુદ્રાએ ઘણુંબધું વિચાર્યું પણ હાલમાં તેનાં મનમાં જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયેલાં હતાં, તેમાંથી એકપણ પ્રશ્નનો ઉત્તર હાલ શિવરુદ્રા પાસે હતો નહીં...આથી શિવરુદ્રાએ "જે કંઇ થશે...તે જોયું જશે…!" - એવું વિચારીને વધુ વિચારો કરવાનું બંધ કરી દીધું….અને પેલાં બાબાએ આપેલ "ભસ્મવાળી પોટલી" તેણે પોતાનાં બેગમાં બાબાએ તેને અગાવ જે વસ્તુઓ આપી તેની સાથે સાચવીને મૂકી દીધી…..
હાલ બહારની તરફ ઘનઘોર અંધકાર છવાઈ ગયેલ હતો, તેવો જ એક અંધકાર હાલ શિવરુદ્રાનાં મનમાં પણ છવાયેલ હતો, વાતાવરણમાં ચારેબાજુએ એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી, બારીમાંથી છુછવાટાં મારતો પવન ફૂંકાય રહ્યો હતો….બારીમાંથી આવી રહેલાં ઠંડા પવનને લીધે શિવરુદ્રાને થોડુંક ઘેન ચડ્યું...આથી શિવરુદ્રા પોતાની સીટ પર લાંબા પગ કરીને ઊંઘી જાય છે…..!
પરંતુ હાલ શિવરુદ્રાએ બાબતથી તદ્દન અજાણ હતો કે તેનું ભવિષ્ય હાલમાં તેનાં મન અને બહાર છવાયેલા અંધકાર કરતાં પણ વધુ ઘનંઘોર હશે….અને ભવિષ્યમાં આ અંધકાર તે પોતે જ દૂર કરવાનો છે.
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"