Shivarudra .. - 2 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | શિવરુદ્રા.. - 2

Featured Books
Categories
Share

શિવરુદ્રા.. - 2

2.

( શિવરુદ્રા પોતાની કોલેજમાં ફેરવેલ પાર્ટી પૂર્ણ કરીને રીલિવ થઈ પોતાનો બધો જ સામાન લઈને પોતે જે કેબ બુક કરાવેલ હતી, તેમાં બેસવા જાય છે, આ દરમ્યાન તેની આંખો સમક્ષ ત્યાં વિતાવેલ બધી યાદો તરી આવે છે, બરાબર એ જ સમયે ત્યાં શ્લોકા આવી પહોંચે છે, અને શ્લોકા શિવરુદ્રાને પોતાનાં દિલની વાત કરે છે, અને પ્રોપોઝલ રજૂ કરે છે, અને શિવરુદ્રા શ્લોકોની પ્રપોઝલનો સ્વીકાર કરી લે છે…..ત્યારબાદ કેબ ડ્રાઇવર પોતાની કેબ શિવરુદ્રાનાં શહેર તરફ ભગાવે છે)

શિવરુદ્રા હાલમાં પણ કારની સીટ પર પોતાનું માથું ટેકવીને સુતેલ હતો… બરાબર એ જ સમયે ઇસ્માઇલ એકાએક જોરદાર બ્રેક મારે છે...આથી શિવરુદ્રા ઊંઘમાંથી સફાળો જાગી જાય છે….

"શું ! યાર ! શું કરો છો તમે….?" - શિવરુદ્રા થોડાક ગુસ્સા સાથે બોલે છે.

"સાહેબ ! આગળ થોડું ટ્રાફિક છે...અને એક બાઈકવાળો અચાનક આપણી કાર આગળ આવીને ઉભો રહ્યો એટલે મારે એકાએક બ્રેક લગાવવાની જરૂર પડી…..!" - ઇસ્માઇલ ખુલાસો કરતાં બોલે છે.

"ઓકે...હવે ધ્યાન રાખજો...પરંતુ આ ટ્રાફિક શેનો છે….?" - શિવરુદ્રા પોતાનાં કપાળ પર હાથ ફેરવતાં - ફેરવતાં ઇસ્માઇલને પૂછે છે.

"સાહેબ ! મને લાગે છે કે આગળ ચેકપોસ્ટ પર બધી ગાડીઓનું કોઈ કારણોસર ચેકીંગ થઈ રહ્યું હોવાથી હાલ આટલું બધું ટ્રાફિક જામ થયેલ છે…!" - કારની બહાર નજર કરતાં - કરતાં ઈસ્માઈલ જણાવે છે.

"ઓકે…!" - આટલું બોલી શિવરુદ્રા ડ્રાઇવર સીટની પાછળનાં રેકઝીન કવરમાં રહેલ છાપું બહાર કાઢીને વાંચવા માંડે છે.

શિવરુદ્રા છાપામાં રહેલ હેડલાઈનો પર નજર ફેરવવા લાગે છે, બરાબર એ જ સમયે ટેક્ષીનાં બારીનાં કાચ પર કોઈ વ્યક્તિ પોતાનાં બંનેવ હાથ દ્વારા ઠપકારે છે….આથી શિવરુદ્રા છાપાં પરથી પોતાની નજર ટેક્ષીની બારીનાં કાચ તરફ નજર કરે છે….જેવી શિવરુદ્રા પોતાની નજર બારી પર કરે છે, એ સાથે જ તે એક - બે પળ માટે એકદમથી ગભરાય જાય છે….કારણ કે બારીની બહાર એક અઘોરી સાધુ ઉભેલ હતાં, જે પોતાનાં બંનેવ હાથ બારીનાં કાચ પર ઠપકારી રહ્યાં હતાં, તેની આંખો મોટી મોટી અને ડરામણી લાગી રહી હતી, તેના ચહેરા પર ભસ્મ લગાવેલ હતી, લાંબા - લાંબા વાળ હતાં, કપાળનાં ભાગે ભસ્મ અને ચંદનનો ચાંદલો કરેલ હતો....ગળામાં રુદ્રાક્ષની મોટી મોટી માળાઓ પહેરેલ હતી, કાંડા અને બાવડા પર રુદ્રાક્ષની માળાઓ પહેરેલ હતી, એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં ચિપીયો હતો.

આથી શિવરુદ્રાએ પોતાનું પાકીટ બહાર કાઢીને બારીનો કાચ નીચે કરી પેલાં અઘોરી સાધુને 100 રૂપિયાની નોટ આપવાં માટે પોતાનો હાથ કારની બારી બહાર લંબાવે છે….પેલાં અઘોરી સાધુ શિવરુદ્રાનો હાથ પકડીને પોતાનાં માથા પર મૂકે છે, અને બોલે છે કે…..

"પ્રભુ…! મારે તમારા આ રૂપિયાની મારે જરૂર નથી...મારે તો માત્ર તમારા આશીર્વાદની જરૂર હતી, તમારે તો આ દુનિયાને બચાવવાની છે, પાપનો અંત કરીને પુણ્યની સ્થાપના કરવાની છે, અધર્મ પર ધર્મનો ધ્વજ ફરકાવવાનો છે……"- પેલાં અઘોરી સાધુ શિવરુદ્રા સામે પોતાનાં બે હાથ જોડતાં બોલે છે.

"મને કંઈ સમજાયું નહીં….બાબા….!" - શિવરુદ્રા પોતાનું માથું ખંજવાળાતા - ખંજવાળાતા બોલે છે.

"પ્રભુ….બની શકે...કે તમને હાલ હું જે કાંઈ જણાવી રહ્યો છું...તેનાં પર વિશ્વાસ ના આવી રહ્યો હોય...પરંતુ જેમ જેમ સમય પસાર થશે...તમને અલગ - અલગ અનુભવો થશે….તેમ તેમ તમને વાત પર વિશ્વાસ આવતો જશે…..!" - પેલાં અઘોરી સાધુ શિવરુદ્રા હાથમાં એક નાની એવી જોળી આપતાં - આપતાં બોલે છે.

"જી….બાબા….!" – જોળી પોતાનાં હાથમાં લેતાં - લેતાં શિવરુદ્રા બોલે છે.

"અલકનિરંજન….હરહર ભોલે….શિવ...શંભુ….!" - આટલું બોલીને પેલાં અઘોરી સાધુ ત્યાંથી ચાલતાં થઈ જાય છે…

બરાબર આ જ સમયે પેલું ટ્રાફિક ખુલી જવાથી ઈસ્માઈલ પોતાની ટેક્ષી ફરી રસ્તા પર ભગાવે છે....જ્યારે આ બાજુ શિવરુદ્રાનાં મનમાં વિચારોની ટ્રેન દોડવા માંડે છે….કે આ અઘોરી સાધુ કોણ હશે…? તે મને પ્રભુ એવું શાં માટે સંબોધન કરી રહ્યાં હતાં…? શાં માટે તેણે મારો હાથ પોતાનાં માથા પર મૂકીને આશીર્વાદ લીધાં…? હું કેવી રીતે પાપોનો અંત કરીને પુણ્યની સ્થાપના કરીશ….? હું કેવી રીતે અધર્મ પર ધર્મનો ધ્વજ ફરકાવીશ….? શું એ અઘોરી સાધુ મને જે કાંઈ જણાવી રહ્યાં હતાં….તે ખરેખર સાચું હશે….? તેમને મને આ નાની જોળી આપી એમાં શું હશે….? - આવા અનેક પ્રશ્નો હાલ શિવરુદ્રાને ચારે તરફથી ઘેરી રહ્યાં હતાં, આથી શિવરુદ્રા એકદમ ઝડપથી પેલાં અઘોરી સાધુએ આપેલ પેલી જોળી આતુરતાપૂર્વક બેબાકળો થતાં - થતાં ખોલે છે….

અઘોરી સાધુએ આપેલ પેલી જોળી ખોલતાંની સાથે જ શિવરુદ્રાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ, કારણ કે એ જોળીમાં એક વર્ષો જૂનો સિક્કો હતો...અને તે સિક્કા પર પહાડ, ગુફા, રસ્તા જેવી આછી પ્રતિકૃતિ દેખાય રહી હતી, આ ઉપરાંત હથેળીમાં સમય જાય તેટલું મોટું લોખંડનું ગોળ એક તાવીજ જેવું કંઈક હતું….જેનાં પર સ્ટાર જેવો સિમ્બોલ હતો, અને એ સ્ટારની બરાબર વચ્ચોવચ ત્રિશુળ અને રુદ્રાક્ષ કોતરાયેલ હતું….આ ઉપરાંત તેમાં રુદ્રાક્ષની હાથમાં, બાવડા પર અને ગળામાં પહેરવા માટેની પાંચેક માળાઓ હતી…આ ઉપરાંત એક હજારો વર્ષો જૂનો કાગળ હતો.. જેમાં આપણી સંસ્કૃત કે જે દેવોની ભાષા તરીકે જણાતી છે, એ ભાષામાં કંઈક લખેલ હતું….અને તે કાગળ પર પર્વતો, નદીઓ, સિંહ, નંદી, આકાશ, જેવી ઘણીબધી આકૃતિઓ દોરેલ હતી, અને એ કાગળનાં નીચેનાં એક ખૂણા તરફ એક મહલે જેવી કૃતિ દોરેલ હતી.. જેનાં પર લખેલ હતું…."વિક્રમાદિત્ય..!" આ બધું જોઈને શિવરુદ્રાની નવાઈનો પાર ના રહ્યો.

બરાબર આ જ સમયે શિવરુદ્રાનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો...આથી શિવરુદ્રા પોતાનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી બહાર કાઢીને કોલ રિસીવ કરતાં બોલે છે.

"હેલ્લો….!"

"હેલ્લો ! હું શ્લોકા…!"

"યસ ! શ્લોકા બોલ….!"

"પહોંચી ગયાં તમે ઘરે…?"

"ના ! હું હજુ ઓન ધ વે છું…!"

"ઓકે...તો કેટલાં વાગ્યાંની આસપાસ તમે ઘરે પહોંચશો…?"

"આઈ થિંક…..રાઉન્ડ અબાઉટ વન એન્ડ હાફ અવરમાં હું ઘરે પહોંચી જઈશ…!" - શિવરુદ્રા પોતાનાં કાંડાપર રહેલ ઘડિયાળમાં નજર કરતાં - કરતાં બોલે છે.

"ઓકે...ધેન...ટેક કેર...અને હા ઘરે પહોંચીને એક કોલ કરી દેજો મને…!" - શ્લોકા પ્રેમપૂર્વક બોલે છે.

"યસ….સ્યોર….!" - શિવરુદ્રા શ્લોકોની વાત સાથે સહમત થતાં - થતાં બોલે છે.

"ઓકે….બાય…!"

"બાય…!" - આટલું બોલી શિવરુદ્રા કોલ ડિસ્કનેકટ કરી દે છે.

શિવરુદ્રા ફરી પાછો પોતાની સીટની બાજુમાં પડેલ ન્યૂઝપેપર ઉઠાવે છે….અને ફરીપાછો ન્યૂઝપેપર વાંચવામાં વ્યસ્ત થઈ જાય છે.

"સાહેબ ! એક વાત પૂછું….? જો તમને વાંધો ના હોય તો….?" - ઈસ્માઈલ હિંમત કરતાં પૂછે છે.

"યસ…!" - શિવરુદ્રા પોતાનું માથું ઝુકાવતાં બોલે છે.

"સાહેબ…! તમે અને શ્લોકા મેમ એકબીજાને કેટલાં સમયથી પ્રેમ કરો છો…?" - હિંમત કરતાં ઈસ્માઈલ પૂછે છે.

"વેલ…હાલ એ બાબત વિશે કહેવું થોડું મુશ્કેલ છે...કારણ કે કદાચ શ્લોકા મને છેલ્લાં બે વર્ષથી પ્રેમ કરતી હશે….જે બાબતનો મને ખુદને આજે જ ખ્યાલ આવ્યો….!" - શિવરુદ્રા ઈસ્માઈલને જણાવતાં બોલે છે.

"સાહેબ ! જેવી રીતે શ્લોકામેમ તમને પ્રેમ કરે છે….તમે પણ શ્લોકામેમને એટલો જ અને એવી રીતે પ્રેમ કરો છો….?" - ઈસ્માઈલ હવે ધીમે - ધીમે આગળ ઊંડાણમાં ઉતરતાં - ઉતરતાં શિવરુદ્રાને પૂછે છે.

"હાલ….તમારા આ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી….કદાચ તમારા પ્રશ્નનો જબાવ "ના" પણ હોઈ શકે...અથવા "હા" પણ હોઈ શકે….!" - શિવરુદ્રા પોતાનાં કપાળ પર હાથ ફેરવતાં - ફેરવતાં બોલે છે.

"સાહેબ ! મને કંઈ સમજાયું નહીં….!" - ઇસ્માઈલ મૂંઝાયેલા અવાજે બોલે છે.

"જો...હાલ મને ખબર નહીં...કે હું શ્લોકાને પ્રેમ કરું છું કે નહીં….મને પણ હજુ એ બાબતની નવાઈ લાગી રહી છે કે મેં એ સમયે એકપણ પ્રકારની હાના-કાની કર્યા વગર શાં માટે શ્લોકાની પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો….? કદાચ એવું પણ બની શકે...કે એ સમયે શ્લોકોની આંખોમાં રહેલ નિર્દોષતા, લાગણી અને પ્રેમને લીધે મેં તેની પ્રપોઝલનો સ્વીકાર કરી લીધેલ હોય….તો બીજી બાજુ એવું પણ બની શકે...કે મારો તો આજે કોલેજનો છેલ્લો દિવસ હતો, જો હું કદાચ શ્લોકાનાં પ્રપોઝલનો અસ્વીકાર કરીને આવ્યો હોત…તો પછી મારી કોલેજ છોડ્યા પછી શ્લોકા કેવાં પગલાંઓ લેશે…..? એ બાબતની બીક કે ડરને લીધે પણ મેં શ્લોકાની પ્રપોઝલનો સ્વીકાર કરી લીધેલ હોય એવું પણ બની શકે….!" - શિવરુદ્રા મૂંઝાયેલાં અવાજે બોલે છે.

"તો...શું તમે શ્લોકામેમને હાલ લવ નહીં કરતાં….?" - અચરજ ભરેલાં અવાજે ઈસ્માઈલ શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે.

"હાલ...હું એનાં વિશે કઈ કહી શકુ તેમ નથી….બટ હા હું એટલું તો ચોક્કસથી કહીશ...કે શ્લોકામાં એવી તો કોઈ બાબત ચોક્કસ હતી, જે તેને કોલેજની અન્ય તમામ છોકરીઓ કરતાં અલગ તારવી રહી હતી...એકદમ મોહક, સુડોળ શરીર, એકદમ શાંત સ્વભાવ, એકદમ નિખાલસ અને નિર્દોષ…કોઈપણ પ્રકારનાં કપટભર્યા વગરનો એકદમ માસુમિયત ભરેલ ચહેરો….વાત વાતમાં નાના બાળકોની માફક મોઢું ચડાવવાની આદત...અને થોડુંક મનાવતાની સાથે તરત જ પાછી ખિલખિલાટ હસવાની તેની એ આદત શ્લોકાને બધાં કરતાં અલગ તારવી રહી હતી…..મેં શ્લોકાને જ્યારે પહેલી વખત મારા કલાસમેટ દ્વારા થતાં રેગીંગમાંથી બચાવી હતી...ત્યારથી હું તેને પસંદ કરવા લાગ્યો હતો….પરંતુ શ્લોકા મારી "પસંદ" છે કે "પ્રેમ" - એ બાબત હું હાલ હજુપણ નક્કી નથી કરી રહ્યો…..!" - શિવરુદ્રા પોતાનાં મનમાં ચાલતી ગડમથલ ઈસ્માઈલને જણાવતાં બોલે છે.

"સાહેબ ! શ્લોકામેમ તમારી પસંદ નહી….પરંતુ તમારો પ્રેમ જ છે….!" - ઈસ્માઈલ આત્મવિશ્વાસ સાથે શિવરુદ્રાની આંખોમાં જોઈને બોલે છે.

"તમને….એ કેવી રીતે ખબર...કે શ્લોકા મારી "પસંદ" નહીં પરંતુ "પ્રેમ" છે….?" - નવાઈ સાથે શિવરુદ્રા ઈસ્માઈલને પૂછે છે.

"સાહેબ ! હું કદાચ ઉંમરમાં તમારા કરતાં સાતેક વર્ષ મોટો હોઈશ...અને મેં અત્યાર સુધી પૂરેપૂરી દુનિયા ફરી લીધેલ છે, અને હું દરેક પ્રકારનાં માણસોને મળેલ છું...કારણ કે આ જ મારો વ્યવસાય છે, દરરોજ મારી આ ટેક્ષીમાં ઘણાં બધાં લોકો બેસે છે….મારા અનુભવનાં આધારે તમને જણાવી રહ્યો છું….કે શ્લોકામેમ તમારો પ્રેમ છે….જે તમારા ખોળામાં રહેલ ગુલાબ સાબિત કરી આપી છે…..!" - આટલું બોલી ઈસ્માઈલ પોતાનું સમગ્ર ધ્યાન ટેક્ષી ચલાવવામાં એકત્રિત કરી દે છે.

જ્યારે આ બાજુ શિવરુદ્રા ઈસ્માઈલે પોતાને જે બાબતો વિશે જણાવ્યું હતું...તેનાં વિશે વિચારવા લાગે છે….એવામાં શિવરુદ્રાની નજર છાપામાં રહેલ રાશી ભવિષ્ય પર પડે છે, આથી શિવરુદ્રા તરત જ "મીન" રાશિ પર નજર કરે છે….જેમાં લખેલ હતું કે…."તમારા જીવનમાં નવાં આયામો ઉમેરાશે….અજાણી અદભુત વ્યક્તિ સાથે મુલાકાતનો યોગ છે...મુસાફરીનો યોગ છે….તમારા જીવનમાં સફળતા તમારા દ્વારે આવીને ઉભી રહેશે….વર્ષોથી અટકી પડેલાં સંબંધો આજે પાંગરશે….મિત્રોથી દુર થવાનો યોગ છે…." - આ રાશિ ભવિષ્ય વાંચતાની સાથે જ શિવરુદ્રા એવું અનુભવી રહ્યો હતો કે જાણે આ રાશિફળ તેનાં માટે જ લખાયેલ હોય… તેનાં રાશિફળમાં રહેલ બધી બાબતોમાંથી મોટાભાગની બાબતો સાચી પડેલ હતી….આથી શિવરુદ્રાને હવે ધીમે - ધીમે એ બાબતનો ખ્યાલ આવી રહ્યો હતો કે હાલ પોતાની સાથે જે કોઈ ઘટનાઓ ઘટી રહી હતી….એ વિધીનાં લેખ કે કુદરતની કરામત જ હતી….હવે ધીમે - ધીમે શિવરુદ્રાને ઈસ્માઇલની વાતો પર પણ વિશ્વાસ આવી રહ્યો હતો કે…"શ્લોકા પોતાની "પસંદ" નહીં પરંતુ પોતાનો "પ્રેમ" જ છે….!"

એવામાં ઈસ્માઈલ પોતાની કારમાં બ્રેક લગાવીને કાર ધીમી પાડતાં બોલે છે….

"સાહેબ….! તમારી મંઝીલ આવી ગઈ છે….!"

"ઓહ…!" - શિવરુદ્રા નવાઈ સાથે બોલે છે..

શિવરુદ્રા વિચારોમાં એટલી હદે અટવાયેલો હતો કે ક્યારે પોતાનું શહેર...કે પોતાનું ઘર આવી ગયું….એ તેને ખ્યાલ જ ના રહ્યો….ત્યારબાદ શિવરુદ્રા ઈસ્માઈલને કારનું ભાડું ચૂકવે છે, અને આભાર માને છે….જ્યારે આ બાજુ ઈસ્માઈલ પોતાનાં ખિસ્સામાંથી વિઝીટિંગ કાર્ડ કાઢીને શિવરુદ્રાને આપતાં કહે છે કે….

"સાહેબ ! આ મારું કાર્ડ છે….તમારે જ્યારે પણ મારી ટેક્ષીને જરૂર હોય તો મને માત્ર એક કોલ કરજો હું અડધી રાતે પણ મારી ટેક્ષી લઈને આવી પહોંચીશ….!" - કાર્ડ શિવરુદ્રા હાથમાં આપતાં ઈસ્માઈલ બોલે છે.

"હા ! સ્યોર….!" - વિઝીટિંગ કાર્ડ પોતાનાં ખિસ્સામાં મુકતા - મુકતા શિવરુદ્રા બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા અને ઈસ્માઈલ ડેકીમાંથી સામાન બહાર કાઢે છે, અને શિવરુદ્રા પોતાનો બધો સામાન લઈને તેનાં ઘરમાં જવાં માટે આગળ વધે છે, જ્યારે આ બાજુ ઈસ્માઈલ પોતાની કારમાં સેલ્ફ મારીને રસ્તા પર ફરી પોતાની કાર દોડાવે છે….ધીમે - ધીમે ઈસ્માઈલની એ કાર અંધારામાં દેખાતી બંધ થઈ જાય છે….ખબર નહીં પરંતુ ઇસ્માઇલને મળ્યાં બાદ શિવરુદ્રા એવું અનુભવી રહ્યો હતો કે જાણે પોતે પોતાનાં કોઈ અંગતને મળેલ હોય….આવું શાં માટે પોતે અનુભવી રહ્યો હતો...એ બાબતનો શિવરુદ્રાને ખ્યાલ નહોતો આવી રહ્યો.

પછી શિવરુદ્રા પોતાનો બધો સામાન લઈને ઘરમાં પ્રવેશે છે, ઘરનાં બધાં જ સભ્યો શિવરુદ્રાનું ભાવભીનું સ્વાગત કરે છે, ત્યારબાદ શિવરુદ્રા ફ્રેશ થવાં માટે જાય છે, અને ફ્રેશ થયાં બાદ શિવરુદ્રા વર્ષો બાદ પોતાનાં પરિવારજનો સાથે ડિનર કરવાં માટે બેસે છે….આ સમયે શિવરુદ્રાને એક અલગ જ પ્રકારનો આનંદ આવી રહ્યો હતો, ત્યારબાદ તે બધાં પરીવારજનો સાથે બેસે છે, અને એકાદ કલાક બાદ સુવા માટે પોતાનાં રૂમમાં જાય છે, આખા દિવસની દોડાદોડી અને થાકને લીધે શિવરુદ્રા થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે….પરંતુ શિવરુદ્રા એ બાબતથી એકદમ અપરિચિત હતો કે નજીકનાં જ ભવિષ્યમાં તેની આ ઊંઘ હરામ થવા જનાર હતી…..

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"