(નિવાન સિયા ની વિરુદ્ધ પ્રૂફ શોધી ને પોલીસ ને આપી , સિયા ને અરેસ્ટ કરાવે છે...પછી તે અવની ને પણ આહના પાસે બોલાવી લે છે,હવે આગળ.....)
આહના હોસ્પિટલમાં છે ,તેની હાલત માં કોઈ સુધારો અવ્યો નથી.... અવની પણ ત્યાં પહોચી જાય છે.... અને નિવાન ને મળે છે.... નિવાન ના ચેહરા પર અવની ને ખુબ દુઃખ દેખાય છે...
તે રાત્રે અવની અને નિવાન હોસ્પિટલમાં આહના ના રૂમ માં જ રોકાય છે...,
......................
રાત ના બે વાગી ગયા છે...રૂમ માં સાવ ચુપકીદી જેવું વાતાવરણ છે,
અવની ના આંસુ પણ બંધ નથી થતા..........
અવની અને નિવાન આહના ના બેડ પાસે બેઠા હોય છે....કોઈ ને ઊંઘ પણ નથી આવતી....
આ સમયે અવની અચાનક નિવાન ને પૂછે છે,
"નિવાન , આહના ઠીક તો થઈ જશે ને...!!
તે જલ્દી કોમા માંથી બહાર આવી જશે ને...?
નિવાન , મને ખુબ જ ચિંતા થાય છે..."
આ સાંભળી ને નિવાન થોડી
વાર ચૂપ રહ્યો...
પછી તેની આંખ માંથી એક આસું ટપકયુ...😢
"અવની, આહના ની આ હાલત મારા થી નથી જોવાતી...,હું જ્યારે તેને આ હાલત માં જોઉં છું ત્યારે મને ખુબ જ પસ્તાવો થાય છે,અને મારી જાત પર ગુસ્સો આવે છે,
આ બધો મારો જ વાંક છે,બધું મારા લિધે જ થયું છે,
આહના ની આ હાલત માટે ક્યાંક ને ક્યાંક હું જ જવાબદાર છું...
જ્યારે હું આહના ની આવી સ્થિતિ જોઉં છું,તો મારું દિલ અગ્નિ થી સમસમી ઉઠે છે...અને તે જ અગ્નિ થી મારી આંખો માં આંસુ લાવે છે..
અવની, મને માફ કરી દે...હું ખૂબ દિલગીર છું..."
આટલું બોલી ને નિવાન ખૂબ જ રડવા લાગ્યો......
અવની નિવાન ની આંખો માં જોતી રહી...તેને નિવાન ની આંખો માં સચ્ચાઈ,આહના પ્રત્યે પ્રેમ અને અફસોસ સાફ દેખાતા હતા...
અવની એ નિવાન ને પહેલા તો થોડી વાર શાંતિ થી રડી લેવા દીધો, પછી જેવો નિવાન શાંત થયો કે તરત તેણે નિવાન ને પૂછ્યું...
"નિવાન, મને આજે તારી આંખો માં આહના પ્રત્યે ખૂબ પ્રેમ દેખાય છે...,
નિવાન, જો તું અટલો બધો આહના ને પ્રેમ કરતો હતો તો તે આહના ને જણાવ્યું કેમ નહિ...!!
અને તેને દગો દઈ સિયા સાથે લગ્ન શા માટે કર્યા...??
આજે તો તારે મને જવાબ આપવો જ પડશે...."
નિવાન થોડી વાર ચૂપ રહ્યો...,
પછી તેણે આહના ની સામે જોયું ...અને તેની આંખો ફરીથી ભીની થઈ ગઈ....
"અવની...આ ખૂબ મોટી કહાની છે..,મને એ નથી સમજાતું કે શરૂઆત ક્યાંથી કરું..!!"
"અવની....,હું નાનપણ થી જ આહના ને ઓળખું છું...અને અમે બન્ને ખૂબ સારા મિત્રો પણ હતા...
અમારા બન્ને ના ફાધર પણ ખૂબ સારા મિત્રો હતા...,
અમે બન્ને નાનપણ થી જ સાથે હતા એટલે અમે એકબીજા ને ખૂબ સારી રીતે ઓળખી ગયા હતા...
કોને શુ ગમે છે?
કોને શુ ભાવે છે?
કોને ક્યાં જવું ગમે છે?
અમને એકબીજા ની ઘણી બધી વાતો ખબર હતી...
અને અમારા બન્ને ના ફાધર એ પણ અમને સાથે એક જ સ્કૂલ માં ભણાવ્યા... એટલે અમારી દોસ્તી પણ ખૂબ ગાઢ બની ગઈ હતી ....
એકબીજા ની મદદ કરવામાં અને સાથે રહી ને મસ્તી મજાક માં ક્યારે મને આહના પ્રત્યે પ્રેમ થઇ ગયો...,એ ખબર જ ન રહી...
પણ જ્યારે મને પ્રેમ થયો ત્યારે અમે 10th માં હતા...
આહના તો ભણવા માં ખૂબ જ હોંશિયાર હતી , તેને મારા પ્રેમ ની કાઈ ખબર ન હતી....તે તો મને તેનો બસ ખાસ ફ્રેન્ડ માનતી.....
મેં પણ વિચારી લીધું હતું કે અત્યારે હજુ અમારી ઉંમર પ્રેમ કરવાની નથી...તેથી આ વાત હું આહના ને સ્ટડી પૂરું થાય પછી જ કરીશ....
પણ જ્યારે 10th ની exam ચાલતી હતી ત્યારે જ મારા મમ્મી નું અવસાન થયું...પછી હું સાવ ભાંગી પડ્યો...
અમારી ઘરે કામ કરવા આવતા લતા માસી એ મને ખૂબ સંભાળ્યો...,
આ સમય એવો હતો કે જ્યારે હું સાવ ભાંગી પડ્યો હતો...મારુ ધ્યાન ક્યાંય પરોવાતું નહોતું...હું માંડ કરી ને 10th માં પાસ થયો...પછી તો મને મારી મમ્મી વગર ક્યાંય ગમતું જ નહીં...આહના મારી આ હાલત જોતી અને મને હસાવવા નો, મારી સાથે રમવાનો ખૂબ પ્રયત્ન કરતી, પણ હું ઉદાસ જ રહેતો...મને આહના પ્રત્યે નો પ્રેમ પણ ભુલાઈ ગયો હતો...મને મમ્મી જ યાદ આવ્યાં કરતી...,
એવું થવા ના કારણે મારા પપ્પા મને સિંગાપોર લઈ આવ્યા, અહીંયા અમારો બિઝનેસ હતો, પપ્પા અહીં આવ્યા કરતા...પણ મમ્મી ના ગયા પછી અમે અહીંયા સાવ રહેવા જ આવતા રહ્યા....લતા માસી ને પણ અહીંયા લઈ આવ્યા...
અહીં ના કલ્ચર અને મિત્રવર્તુળ ના લીધે હું ફરીથી મારી રીયલ લાઈફ માં જીવવા લાગ્યો...,
મેં 11th અને 12th અહીં સિંગાપોરમાં જ કમ્પ્લીટ કર્યું...
અહીંયા મારા કલાસ માં મારી સાથે મારી કલાસમેટ સિયા હતી...
અને સાથે તે મારી ખાસ ફ્રેન્ડ પણ હતી....
એ બે વર્ષ માં હું તેને સારી રીતે ઓળખી ગયો હતો...
તે ખૂબ જિદ્દી સ્વભાવ ની હતી...તેને જે જોઈતું હોય તે જો તેને ન મળે તો તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી...
તે મારી સારી એવી ફ્રેન્ડ હતી પણ આહના થી વધુ નહિ....,
આહના તો કંઈક અલગ જ હતી...
મેં આ બે વર્ષ માં ક્યારેય આહના ની અને મારી વાત સિયા ને નહોતી જણાવી....કદાચ એ જ મારી સૌ થી મોટી ભૂલ હતી...જો મેં આહના વિશે સિયા ને પહેલે થી જ જણાવી દીધું હોત તો કઈ થાત જ નહીં...
12th ના end માં સિયા એ મને કહી દીધું કે તે મને ખૂબ પ્રેમ કરે છે...
અને ત્યારે હું કઈ ન કરી શક્યો...મેં તેને કહી દીધું કે મારે થોડો ટાઈમ જોઈએ છે...
પછી કોલેજ મારે ઇન્ડિયા કરવાની હતી....તેથી મેં સિયા ને કહી દિધુ કે હું તેને આનો જવાબ ઇન્ડિયા થી આવી ને જ આપીશ...
પણ આ તો સિયા હતી....તે પોતાની જિદ્દ છોડે તેમ નહોતી...
હજુ મારે ઇન્ડિયા જવાની વાર હતી , ત્યારે તે રોજ મારા ઘરે આવવા લાગી...મારા પપ્પા અને લાતમાસી પણ તેને ઓળખવા લાગ્યા હતા...પણ મેં બધા ને કહી દીધું હતું કે અમે બન્ને બસ સારા મિત્રો જ છીએ... બીજું કંઈ નથી....
એકદિવસ સિયા ને મારા રૂમ માંથી આહના નો ફોટો મળી ગયો...અને તેને મારા પર શક ગયો...તેણે એ ફોટો મારા પપ્પા ને જઇ ને બતાવ્યો અને પૂછ્યું કે એ કોણ છે...!
મારા પપ્પા ને તો એમ જ હતું કે સિયા મારી સારી ફ્રેન્ડ છે.... તેમને સિયા મને પ્રેમ કરે છે એ વાત ની ખબર નહોતી...
તેથી તેમણે તો આહના વિશે બધું જણાવી દીધું...
અને મારા પપ્પા એ સિયા ને એમ પણ કહ્યું કે તેમનું અને આહના ના પપ્પા નું સપનું છે કે તે મારા અને આહના લગ્ન કરાવે...!!!
સિયા થી આ સહન ન થયું...
તેણે મને જણાવી દીધું કે ઇન્ડિયા જા તો ભલે જા,પણ આહના થી દુર રહેજે...
મને પણ ગુસ્સો આવ્યો... મેં પણ કહી દીધું કે હું આહના ને પ્રેમ કરું છું,તને નહિ...એટલે દૂર તો હું તારાથી રહીશ, આહના થી નહિ....
આ સાંભળી ને સિયા ની જિદ્દ વધી ગઈ,અને તેણે મને ધમકી આપી કે જો હું આહના સાથે રહ્યો કે મેં તેને મારા પ્રેમ વિશે કહ્યું, કે લગ્ન કર્યા.....તો તે આહના ને નહિ છોડે....
મને આહના ની ચિંતા થવા લાગી , કેમકે હું સિયા ને ઓળખતો હતો...તે પોતાની જિદ્દ પુરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઇ શકતી હતી...
તેથી મેં નક્કી કરી લીધું કે હું આહના ને એ ક્યારેય નહીં જણાવુ કે હું તેને ખૂબ પ્રેમ કરું છું...અને તે મને પ્રેમ કરી શકે તેવો કોઈ મોકો તેને નહિ આપું, બને તેટલો તેનાથી દૂર જ રહીશ...તેથી તેને એમ જ થાય કે નિવાન તેને માત્ર એક મિત્ર જ માને છે, બીજું કંઈ નહીં...
આ બધું મેં તેને બચાવવા માટે જ કર્યું...
પણ છતાંય અમારી કિસ્મત માં સાથે રહેવાનું જ લખ્યું હોય એમ અમારા બન્ને ના પપ્પા એ અમારા લગ્ન અમને પૂછ્યા વગર જ નક્કી કરી દીધા...
લગ્ન પહેલા હું એક વખત આહના ને મળવા માંગતો હતો...અને શાંતિ થી બધી વાત કરવા માંગતો હતો કે જો તે મારી સાથે લગ્ન કરશે તો તે ખૂબ મુસીબતો માં રહેશે, સિયા તેને શાંતિ થી જીવવા નહિ દે...તેથી તે મારી સાથે લગ્ન ન કરે તે જ તેના માટે સારું રહેશે....પણ હું તેને પ્રેમ કરતો હતો..., તે તો કરતો જ રહીશ.., માત્ર લગ્ન નહિ કરીએ...જેથી આહના ની જિંદગી બચી જાય...
પણ હું લગ્ન પહેલા આહના સાથે સરખી વાત જ ન કરી શક્યો...
હું તેને બચાવવા માટે એ લગ્ન રોકવા માંગતો હતો પણ તે પહેલાં જ મારા પપ્પા નું અવસાન થયું અને તેણે જતા જતા પણ એ જ ઈચ્છા વ્યક્ત કરી કે મારા અને આહના ના લગ્ન થાય...
પછી તો આ લગ્ન કરવા પડે તેમ જ હતા...,
આ બધું બહુ જલ્દી માં થઈ ગયું...
લગ્ન ની આગલી રાતે સિયા નો કોલ આવ્યો...અને તેણે મને કહી દીધું કે આ લગ્ન ન કરતો નહિતર પરિણામ સારું નહિ આવે...
મેં પણ સિયા ને કહ્યું કે આ મારી મજબૂરી બની ગઈ છે...મારે આહના સાથે લગ્ન કરવા જ પડશે , મને પણ આહના ની ચિંતા છે.....આહના ની જીંદગી માં કોઈ મુસીબત આવે તેવુ હું પણ નથી ઈચ્છતો....પણ આ લગ્ન તો કરવા જ પડશે....
આ સાંભળી સિયા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ...તેણે મને બીજી ધમકી આપી કે,
લગ્ન પછી તો હું આહના ને લઈ ને સિંગાપોર જ આવવાનો હતો, તેથી જો મેં લગ્ન પછી પણ મારા પ્રેમ વિશે આહના ને કઈ પણ કહ્યું કે કઈ પણ તેને ખબર પડવા દીધી તો તે આહના ને નહિ છોડે...
અને તેણે કહી દીધું કે તે મારી સાથે લિવ ઇન રિલેશનશિપ માં રહેશે..., જો આહના પૂછે તો કહી દેજે કે અમે બન્ને એક બીજા ને ખૂબ પ્રેમ કરીએ છીએ..,અને જો આહના આ વાત નો વિરોધ કરે તો તેને ઘર ની બહાર કાઢી મુકજે.....
મને તો શું કરવું ને શુ ન કરવું તેની કઈ ખબર જ નહોતી પડતી....
મેં લતા માસી ને બધી વાત કરી તો લતા માસી એ મને કહ્યુ કે...જો તું આહના ને સાચો પ્રેમ કરતો હોય તો એના માટે અને એના સારા માટે આવું મોટું કદમ ઉઠાવીશ તો પણ તે સાચા પ્રેમ માટે નું સમર્પણ જ કહેવાશે....
તેથી મેં આહના ની જિંદગી માટે તેની સાથે એવું કરવાનું નક્કી કર્યું ,
મેં તો વિચાર્યું હતું કે જ્યારે હું આહના ને એ જણાવીશ ત્યારે જ તે મને છોડી ને હંમેશા માટે જતી રહેશે...
પણ જેવું વિચાર્યુ હતું તેનાથી સાવ જુદુ જ થયું....
આહના નું એ સમર્પણ જ મને તેના મારા પ્રત્યે ના પ્રેમ ને બતાવતું હતું,મને આહના પ્રત્યે ખૂબ માન થઈ આવ્યું....પણ છતાંય હું કઈ કરી ન શક્યો તેના માટે...
હું સિયા ની સાથે રહેતો , તે જોઈ ને આહના ને ખુશી થતી...કેમકે તેને તેમાં મારી ખુશી દેખાતી....પરંતુ હકીકત કઈક અલગ જ હતી, જે આહના નહોતી જાણતી...
લતા માસી ને બધી જ ખબર હતી પણ મેં જ તેને ના કહી હતી...કેમકે જો આહના ને આ વાત ની જાણ થઈ જાય તો તો તે સિયા સાથે ઝઘડો કર્યા વગર ન રહે...અને જો તે સિયા સાથે ઝઘડો કરે તો સિયા કોઈ પણ સંજોગો માં તેનો બદલો લે...
આજે એ જ થયું...સિયા અને આહના નો ઝઘડો થયો.... કારણ કઈક બીજું હતું પણ ઝઘડો ખૂબ વધી ગયો...અને સિયા એ આહના નો બદલો લેવા જ આ એક્સિડન્ટ કરાવ્યું...
મારે આ જ દિવસ ની રાહ હતી કે ક્યારે સિયા અમારી વચ્ચે થી ચાલી જાય....પણ તેના માટે આહના ને આવડું મોટું બલિદાન આપવું પડ્યું....
આ બધા માટે હું જ જવાબદાર છું....
પણ એ વાત ની તો મને પણ નહોતી ખબર જે તે મને જણાવી હતી,અવની....
"કઈ વાત....??"
"એ જ કે, સિયા મારી પ્રોપર્ટી માટે મારી સાથે રહેતી હતી...
અને તે તેના ભાઈ સાથે મળેલી હતી...
આ તો તે મને એ રેકોર્ડિંગ સંભળાવ્યું હતું ત્યારે મને ખબર પડી...કે સિયા નો પ્લાન આવો હતો...
પણ હવે એ પ્લાન સક્સેસ નહિ જાય , કેમકે તે મને જે રેકોર્ડિંગ સેન્ડ કર્યું હતું તે રેકોર્ડિંગ મેં પોલીસ ને સંભળાવ્યું અને સિયા ની સાથે સાથે તેના ભાઈ ને પણ મેં અરેસ્ટ કરાવ્યો....
હવે કોઈ નો ભાર નથી આપણા પર.....
બસ...આહના ઠીક થઈ જાય....."
અવની સાંભળતી રહી....અને નિવાન બોલતો જ રહ્યો....
જ્યારે નિવાન એ બોલવાનું પૂરું કર્યું ત્યારે...અવની પાસે કઈ કહેવા માટે શબ્દો જ નહોતા....
તે માત્ર એટલું બોલી કે...
"નિવાન..., મારે ગર્વ કોના પર કરવો એ જ મને તો નથી સમજાતું....
કેમકે અત્યાર સુધી હું એમ જ સમજતી રહી કે આહના નું હૃદય તેના પ્રેમ પાછળ ખૂબ જ સમર્પિત છે...
પણ તારું તારા પ્રેમ પ્રત્યે નું સમર્પણ કઈ ઓછું નથી....
તમારો આ નિસ્વાર્થ પ્રેમ જોઈ ને મને ખુબ જ આનંદ થાય છે...બસ આહના જલ્દી થી ઠીક થઈ જાય...."
.............................
કોમા માં રહેલી આહના ની ખુલ્લી આંખો માંથી એક આંસુ સરી પડ્યું....જાણે કે તે બધું સાંભળી શકતી હતી......
....................... .................