Dedicated Heart - 6 in Gujarati Love Stories by Tulsi Bhuva books and stories PDF | સમર્પિત હૃદય... - 6

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સમર્પિત હૃદય... - 6

(અવની નિવાન ને બધું જ જણાવી દે છે...અને સિયા નું રેકોર્ડિંગ પણ નિવાન ને સંભળાવે છે...નિવાન બધું સાંભળે છે... તે કાઈ બોલતો જ નથી...જ્યારે અવની આહના ના પ્રેમ વિશે નિવાન ને કહે છે ત્યારે નિવાન ની આખો ભીની થાય છે પણ તે કઈ બોલી નથી શકતો.. તે રાત્રે નિવાન અવની ને મેસેજ કરી ને પોતાની હકીકત જણાવવા નું કહે છે કે તે જ્યારે લંડન થી પાછો આવશે ત્યારે સંપૂર્ણ હકીકત અવની અને આહના ને જણાવશે...હવે આગળ....)

બીજા દિવસે નિવાન વહેલી સવાર ની ફ્લાઇટ હોવાથી વહેલો ઉઠી ને ફ્રેશ થઈ ને નીચે આવ્યો, ત્યાં તે રસોડા માં પાણી પીવા ગયો ત્યારે તેણે ડાઇનિંગ ટેબલ પર જોયું તો તેનો બ્રેકફાસ્ટ રેડી હતો....
તે હલકું મુસ્કુરાઈ ને આંખો બંધ કરી ને બોલ્યો..."આહના..."

ત્યાં તે આજુબાજુ આહના ને ગોતવાનો પ્રયાસ કરે છે પણ આહના મળતી નથી...તેને પુરી ખાતરી હતી કે આટલું જલ્દી ઉઠી ને તેના માટે બ્રેકફાસ્ટ રેડી કરવા વાળી આહના જ હોય...
(અને ખરેખર તે આહના જ હતી...તે દૂર ઉભી ઉભી નિવાન ને જોઈ ને જ ખુશ થતી હતી અને પછી ઘર ના બીજા કામ કરવા લાગી)

નિવાન ખુશ થઈ ને જલ્દી જલ્દી બ્રેકફાસ્ટ કરી ને એરપોર્ટ માટે રવાના થઇ જાય છે...

........................................................

"લતા માસી....મેં ગેસ પર દૂધ મૂક્યું છે , હું અહીંયા કામ કરૂં છું તમે દૂધ નું ધ્યાન રાખજો..."

"હા...આહના બેટા, પણ તું રહેવા દે, હું તે બધું કામ કરી નાખીશ..."

"ના...લતા માસી હવે તમારે આરામ કરવાની ઉંમરે આટલું કામ ન કરવું જોઈએ..."

લતા માસી....નિવાન ના ઘરે કામ કરવા વાળા માસી હતા... નિવાન ની માં નું મૃત્યુ થયું ત્યાર પહેલા ના લતા માસી તેમના ઘરે કામ કરવા આવતા...નિવાન ની માં ના મૃત્યુ પછી ઘર માં કોઈ સ્ત્રી ન હતી અને નિવાન નો ઉછેર એક સ્ત્રી ના હાથે થવો ખૂબ જરૂરી હતો...એટલે નિવાન ના પપ્પા એ જ તેમના પત્ની ના મૃત્યુ પછી લતા માસી ને હંમેશા માટે પોતાના ઘરે રાખી લીધા...લતા માસી ના પરિવાર માં આમેય કોઈ સંતાન ન હતું અને તે વિધવા હતા...એટલે તે હમેંશા માટે નિવાન ના ઉછેર કરવા અને તેને માં ની કમી પુરી કરવા તે તેના ઘરે આવતા રહ્યા...
નિવાન તો પહેલે થી જ તેને માં ની જેમ જ સમજતો...
નિવાન અને આહના ના લગ્ન ની વાત સાંભળી ને જ લતા માસી ખૂબ ખુશ થઈ ગયા હતા...
અને આહના ના આવ્યા પછી તો જાણે એની પોતાની દીકરી જ આવી હોય એવું તેને લાગતું...
લતા માસી ને સિયા જરાય પસંદ નહોતી...કેમકે સિયા ક્યારેય લતા માસી ને આદર કે સન્માન ન આપતી...
દરેક વડીલ ને પોતાના થી નાના બાળકો થી આદર ની અપેક્ષા હોય છે...પણ લતા માસી તેવી કોઈ અપેક્ષા ન રાખતા , પરંતુ તેને ક્યારેક સિયા ની વાતો નું ખૂબ દુઃખ થતું...સિયા લતા માસી ને ઘર ની નોકરાણી સમજી ને જ તેની સાથે વર્તન કરતી પરંતુ આહના અને નિવાન માટે તે ખૂબ સારા વડીલ હતા...
લતા માસી ને પહેલે થી જ નિવાન અને આહના ની જોડી ખૂબ ગમતી...
લતામાસી અને આહના નું ખૂબ બનતું...
માત્ર લતા માસી એવા હતા કે જેના લીધે આહના ને ક્યારેય એકલું ન લાગતું...તેની સાથે પોતાની માં ની જેમ જ રહેતા...અને તેને હમેશા આશ્વાસન આપતાં...
પરંતુ એક વાત એવી હતી જે લતામાસી એ આહના ને નહોતી જણાવી...અને એ વાત હતી, નિવાન ની સાચી હકીકત...
તેને ક્યારેક એમ થતું કે,લાવ ને આહના ને બધું જ સાચું જણાવી દઉં...પણ તેને નિવાને ના પાડી હતી...તેથી તે કઈ જણાવી પણ નહોતા શકતા....

તે આહના ને હમેશા સમજાવતા કે "એક દિવસ બધું ઠીક થઈ જશે, ભગવાન પર ભરોસો રાખ...અને તારા પ્રેમ પર ભરોસો રાખ...સમય આવ્યે બધું આપમેળે જ ઠીક થઈ જશે..."

.............................................

સવાર ના 10:30 વાગ્યે સિયા ઉઠી ને નીચે આવી..., નિવાન હતો નહિ એટલે જાણે કે ઘર પર તેનું રાજ હોય તેમ તે દરેક નોકરો સાથે દુર્વ્યવહાર કરવા લાગી...

ઘર ના દરેક નોકરો માંથી કોઈ ને પણ સિયા પસંદ નહોતી...
દરેક જણ ને આહના પર દયા આવતી...પણ કોઈ કઈ ન કરી શકતું કે ન કઈ બોલી શકતું....બધા મૂંગા મોઢે સહન કરી લેતા....

આજે તો હદ થઈ ગઈ સિયા ની.....

"એ ડોશી..., મેં તને કહ્યું નથી ? કે હું ઉઠું એટલે કોફી મારા રૂમ પર પહોંચી જવી જોઈએ...આજે કેમ નહોતી પહોંચી...
તને એક પણ કામ ઠીક થી યાદ નથી રહેતું...હવે તને કામ પર રાખવી જ ન જોઈએ...હવે તારી ઉમર થઈ ગઈ છે...નિવાન આવે એટલે તેને કહેવું છે કે આ ડોશી ને કાઢી નાખે કામ પાર થી...."

આહના થી આજે લતા માસી સાથે નો આવો દુર્વ્યવહાર સહન ન થયો, તેના થી બોલાઈ ગયું...
"સિયા..,લતા માસી ને તું'કારે ન બોલાવ..., તે આપણા વડીલ છે....વડીલ સાથે આવી રીતે વાત કરવાની...?કોઈ સંસ્કાર જેવું છે કે નથી? તે નિવાન ની માતા સમાન છે, એટલે તું તેમની સાથે આવું વર્તન ન કરી શકે.."

સિયા પણ ઓછી ન હતી કે આહના બોલે અને સિયા સાંભળી લે...

તેણે પણ બોલવા નું શરૂ કર્યું...

બન્ને વચ્ચે ઝઘડો વધતો જ ગયો....

લતા માસી આહના ને કહેવા લાગ્યા કે "હવે છોડ ને બેટા, કોઈ ના કહેવા થી શુ ફરક પડે!હવે તું કઈ બોલતી નહિ...તે ભલે બોલતી..."

"ના, માસી...આમ કેમ તે દરેક વખતે તમને અપશબ્દો કહી શકે?...આજે મને ન રોકો..."

ખૂબ લાંબા સમય સુધી તે બન્ને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો....

થોડા સમય પછી ઘર માં સાવ ચૂપકીદી છવાઈ ગઈ....

.........................................................

બીજા દિવસે.... ,

સિયા ને આહના પર હદ થી વધુ ગુસ્સો આવ્યો હતો...
તે ગઈ કાલ ના ઝઘડા ને ભૂલી નહોતી શકતી...
તેને કોઈ પણ કિંમત માં આહના નો બદલો લેવો હતો...

તેણે ઘર ના ડ્રાઇવર ને એક દિવસ ની છુટ્ટી આપી દીધી અને પોતાના કોઈ માણસ ને ડ્રાઇવર બનવા બોલાવ્યો....

આજે ઘર માં ઘણી વસ્તુ ઓ ખૂટતી હતી...કમનસીબે આહના આજે જ બજાર માં વસ્તુ ઓ લેવા જવાનું વિચારતી હતી....

તે લતામાસી ને જણાવી ને બજાર જવા નીકળી ગઈ...

આહના કાર ના ડ્રાઇવર ને જોયો તો તેને કઈક અલગ જ ચહેરો જોયો હોય તેવું લાગ્યું...

આહના એ તેને પુછ્યુ કે, તે કોણ છે?
તો ડ્રાઈવર એ પણ કહી દીધું...કે માલિકે (નિવાને) તેને હજુ બે દિવસ પહેલા જ કામ પર રાખ્યો છે...

આહના વધુ કોઈ પ્રશ્ન કરતી નથી અને કાર માં બેસી જાય છે...

બીજી તરફ.....
સિયા નો સવાર નો ઉઠવાનો સમય થઈ ગયો હતો...તેથી લતામાસી તેની કોફી લઈ ને તેના રૂમ માં આપવા માટે જતા હતા..., ત્યારે તેણે જોયું કે સિયા તો ક્યાર ની ઉઠી ગઈ હતી...અને કોઈ સાથે વાતો કરી રહી છે...
આ ફોન પર ચાલતી દરેક વાત લતામાસી એ સાંભળી... અને વાત સાંભળી ને તેના પેટ માં ધ્રાસકો પડ્યો...

સિયા તેના કોઈ બીજા માણસ સાથે વાત કરી રહી હતી,
તે વાત કંઈક આવી હતી....,
"હું તને જે કહી રહી છું, તે ધ્યાન થી સાંભળ....
મેં તારા દોસ્ત ને જ ડ્રાઈવર તરીકે રાખ્યો છે , તે કાર નું તારે એક્સિડેન્ટ કરાવવાનું છે...
અને તે પણ અત્યારે જ...
એક્સિડન્ટ કરાવ્યા પછી તું ત્યાથી ભાગી જજે..., તારા દોસ્ત ની મદદ કરવા માટે પણ ઉભો ન રહેતો...
અને જો આ કામ તે વ્યવસ્થિત કર્યું , તો હું તને પુરા 3 લાખ આપીશ..."

લતામાસી બધીજ વાત સમજી ગયા....તેને સમજાઈ ગયું...કે એ ગાડી માં આહના જ બેઠી હશે....
એ જલ્દી જલ્દી નીચે આવે છે, અને આહના ને કોલ કરવાનો પ્રયત્ન કરે છે,
પરંતુ...આહના નો ફોન ''નેટવર્ક કવરેજ ક્ષેત્ર ની બહાર" બોલતો હતો...
લતા માસી ને વધુ તો કઈ આવડતું નહોતું...પણ એક વખત આહના એ જ તેને કોલ લગાવતા શીખવ્યું હતું...
લતા માસી નિવાન ને કોલ કરે છે... પરંતુ નિવાન તો લંડન માં પોતાની બિઝનેસ મિટિંગ માં વ્યસ્ત હતો, તેનો ફોન પણ સાયલેન્ટ હતો....તેથી તેની સાથે પણ લતા માસી વાત ન કરી શક્યા...
લતા માસી ની ચિંતા ખૂબ વધી રહી હતી...
તે સિયા ને આવું કામ કરવા નું રોકવા પણ નહોતા જઇ શકતા, કેમકે જો તે સિયા ને રોકવા જાય તો સિયા ને ખબર પડી જાય કે લતા માસી બધું જ જાણે છે, અને તે લતા માસી સાથે કંઇક કરી બેસે...અને આવું ન થવું જોઈએ કેમકે, લતામાસી જ એકમાત્ર ગવાહ હતા એ વાત નો....

.................................

એક કલાક પછી એક્સિડન્ટ ના સમાચાર મળ્યા...
આહના નું એક્સિડન્ટ ખૂબ જ ગંભીર રીતે થયું હતું...
તેને તરત જ હોસ્પિટલ ખસેડવા માં આવી...
લતામાસી પણ ત્યાં પહોંચ્યા,અને સિયા પણ ખોટો દેખાડો કરવા ત્યાં પહોંચી ગઈ...
લતા માસી જાણતા હતા કે સિયા આહના ની ચિંતા કરવાનું ખોટું નાટક કરે છે....
છતાં તે ચૂપ જ રહ્યા...

બીજી તરફ...,
નિવાન ની મિટિંગ્સ માંથી તે ફ્રી થયો ત્યારે તેણે પોતાનો
મોબાઇલ હાથ માં લીધો....તેણે જોયું તો 10 misscalls.....
એ પણ ઘર ના ફોન માંથી....
તેને કઈક ગડબડ હોય તેવું લાગ્યું...
તેણે તરત જ ઘર ના ફોન માં ફોન કર્યો...
ઘર નો ફોન લતામાસી પાસે હતો, તેણે તરત જ કોલ માં નિવાન ને બધી જ વાત કરી...
(પરંતુ આ કામ પાછળ સિયા નો હાથ છે તે તેણે ન જણાવ્યું...)
નિવાન ના પેટ માં ધ્રાસકો પડ્યો, તેની આંખો ફાટેલી રહી ગઈ...અને તેમાંથી એક આસું સરી ગયું....

તેણે લતામાસી ને જણાવી દીધું કે 'હું હમણાં જ આવું છું..."
અને તે મિટિંગ્સ,બિઝનેસ,લંડન...બધું જ છોડી ને સિંગાપોર આવવાની તૈયારી કરવા લાગ્યો...

તેના બિઝનેસ પાર્ટનર એ તેને પૂછ્યું,
"mr.agraval, why are you leave these meetings like this??
You know, this is very important to you..."

"no, sir..! i have to go.... it is not important than my wife, my wife is my first priority...and now, she is in danger...so, i should go there...please, don't stopping me...sorry.. "

નિવાન ના બિઝનેસ પાર્ટનર ને પણ તેના પ્રત્યે ગર્વ થઈ આવ્યું...

...................................................

નિવાન તે બપોર ની ફ્લાઇટ માં જ સિંગાપોર આવે છે,અને એરપોર્ટ થી સીધો હોસ્પિટલ જવાનું વિચારે છે....
ત્યારે તે પોતાનો સામાન ઘરે પહોંચાડવા માટે તેના ડ્રાઇવર ને કોલ કરે છે...તો તેનો ડ્રાઈવર કહે છે કે તે તો એક દિવસ ની છુટ્ટી પર છે...સિયા મેડમ એ તેને છુટ્ટી પર મોકલ્યો છે....,

આ સાંભળી ને નિવાન બધું જ સમજી ગયો...અને પછી તે ઘર ના કોઈ બીજા ડ્રાઈવર ને કોલ કરી ને તેનો સામાન ઘરે પહોંચાડે છે અને પોતે હોસ્પિટલ જાય છે ....
હોસ્પિટલ જઇ ને સીધો તે આહના ના રૂમ તરફ દોડે છે,
ત્યારે સિયા તેને અટકાવે છે..., પરંતુ આ વખતે નિવાન સિયા ને પણ ધક્કો મારી દે છે...અને આહના પાસે જાય છે...

રૂમ માં દાખલ થતાં જ તે આહના તરફ જુએ છે...
આહના બેભાન અવસ્થા માં પડેલી હતી...આ જોઈ ને નિવાન ને ખૂબ જ દુઃખ થાય છે...તે ત્યાં ઉભેલા ડોક્ટર ને પૂછે છે...

"ડોક્ટર.... શું થયું છે આહના ને...!!તે ઠીક થઈ જશે ને...??"

ત્યાં જ આહના ના રિપોર્ટ આવ્યા...

"આહના ના brain પર ખૂબ ગંભીર ઇજા થઇ છે...તેના બન્ને હાથ માં ફ્રેકચર છે...અને અત્યારે તેઓ બેભાન અવસ્થા માં નહિ પણ કોમા માં છે...તે કોમા માંથી ક્યારે બહાર આવશે એ કંઈ કહી શકાય નહિ...તેમનું બચવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે, છતાંય અમે અમારાથી બનતી પુરી કોશિશ કરીશું..."

નિવાનને તો આ સાંભળી ને જાણે કે તેના પર આકાશ તૂટી પડ્યું હોય તેવું લાગયું....
તે આહના ની પાસે બેસી ગયો...,
તેને આહના નો હાથ પોતાના હાથ માં લીધો,અને તે રડવા લાગ્યો....આજે તેને મન ભરી ને રડવું હતું...તે ખૂબ જ રડ્યો....
"આહના .....મને માફ કરી દે, આના માટે ક્યાંક ને ક્યાંક તો હું જ જવાબદાર છું...., મને માફ કરી દે આહના..."

તેનો રડવાનો અવાજ બહાર બેઠેલા લતામાસી એ સાંભળ્યો
એટલે તે પણ અંદર આવ્યા...તેણે નિવાન ના ખભે હાથ મુક્યો અને નિવાન ને અશ્વાસન આપ્યુ...

"નિવાન, તું આમ રડીશ તો કેમ ચાલશે?
તારે હિંમત નથી હરવાની... તારે મજબૂત બનવું પડશે...તું જ હિંમત હારી જઈશ તો આહના પણ હિંમત હારી જશે....
હજુ તો તે કેટલાય સપના જોયા છે...એ સપનાઓ નું શું...?"

"પણ...આહના જ ન હોય સાથે, તો મારા સપનાઓ શુ કામના....?"

આ સવાલ નો જવાબ તો લતામાસી પણ ન આપી શક્યા ....
થોડા સમય માટે સાવ ચુપકીદી છવાઈ ગઈ....
પછી નિવાન અચાનક ઉભો થઇ ને બોલ્યો....
"આ જેણે પણ કર્યું છે, હું તેને નહિ છોડું....,
મને ખબર છે કે આની પાછળ કોનો હાથ છે.."

લતા માસી પણ તેને તે સમયે બધું જ જણાવી દે છે...કે આ બધો સિયા નો પ્લાન હતો....

નિવાન ના ગુસ્સા નો પાર ન રહ્યો...તે ગુસ્સા માં જ રૂમ ની બહાર ગયો...અને સિયા પાસે પહોંચ્યો ....સિયા ત્યાં ઉભી હતી....તે ખોટો દેખાડો કરવા માટે પૂછવા લાગી,
"નિવાન, શું કહ્યું ડોક્ટરે...?રિપોર્ટ નોર્મલ છે ને...!!''

નિવાન ને તેનો ખોટો દેખાડો જોઈ ને વધુ ગુસ્સો આવ્યો...તેણે સિયા ને બે થપ્પડ મારી....અને પોલીસ ને તરત જ ફોન કરી ને બોલાવી લીધી...
થોડીક જ વાર માં પોલીસ ત્યાં પહોંચી ગઈ....

પોલીસ ના પહોંચતા જ નિવાન એ જણાવી દીધું કે, સિયા એ જ આહના નું એક્સિડન્ટ કરાવ્યું હતું...

સિયા પોતાને બચાવવા માટે મોટે મોટે થી બોલવા લાગી...
"ઇન્સ્પેક્ટર, આ વ્યક્તિ ખોટું બોલે છે,એની પાસે કાંઈ પ્રૂફ નથી...તે મને જેલ મોકલવા માટે આવું ખોટું મારૂ નામ આપે છે...પહેલા તમે તેની પાસે થી આ વાત નું પ્રૂફ માંગો..."

નિવાન પણ બોલે છે કે...
"મને ખબર જ હતી કે તું પ્રૂફ માંગવા નું કહીશ , સિયા...!!
એટલે મેં પહેલે થી જ પ્રૂફ તૈયાર રાખ્યું હતું..."

............................................

નિવાન પાસે શું પ્રૂફ હશે....???
આહના બચી શકશે કે નહીં.....!!
શુ છે નિવાન ની સાચી હકીકત...??
કોમેન્ટ કરી ને જરૂર જણાવશો..............