(અવની થોડા દિવસ માટે આહના ને ઘેર આવે છે,ત્યાં તે બધી પરિસ્થિતિ જુએ છે,અને આહના અને નિવાન ને એક કરવાનું મનોમન નક્કી કરે છે,ત્યાં જ તેને સિયા ની લાલચુ અસલિયત ની જાણ થાય છે અને તે સિયા ની બધી જ વાત પાછળ થઈ મોબાઈલ માં રેકોર્ડ કરી લે છે...આ રેકોર્ડિંગ તે આહના અબે નિવાન ને સંભળાવવા માંગતી હોય છે...હવે આગળ......)
સવારે , અવની રસોડા માંથી નીકળી ને તરત જ નિવાન ને કોલ કરે છે,
"હલો,નિવાન તું હજુ ઓફિસે ન ગયો હોય તો આજે મારે તારૂ ખૂબ important કામ છે, મને મળ અત્યારે જ..."
"હા,અવની હું આજે ઓફિસે જવાનો જ નથી , કાલ થી એક month માટે મારી લંડન બિઝનેસ ટ્રીપ છે એટલે આજે બધું તૈયાર કરવાનું છે..."
"ઓહ....તો તો મારે તને આ વાત આજે જ જણાવવી પડશે,તું જલ્દી નિચે આવ..."
નિવાન જલ્દી જલ્દી નીચે આવે છે..."શુ કામ હતું એટલું ઈમ્પોર્ટન્ટ કે અત્યારે જ બોલાવવો પડ્યો..?"
અવની નિવાન ને બધી વાત જણાવવા માંગે છે પણ તેને ખબર નથી પડતી કે ક્યાંથી શરૂઆત કરે...!!
"નિવાન...જો હું તને કોઈ દુઃખ આપવા કે કોઈ વહેમ માં રાખવા નતંગી માંગતી...મને સચ્ચાઈ ખબર પડી ગઈ છે તો મારે જતા પહેલા જ તને જણાવવી જરૂરી હતી..."
"સચ્ચાઈ...???કેવી સચ્ચાઈ...??...
તું ચાલ મારી સાથે પાછળ ગાર્ડન માં....અહીંયા જો સિયા મને તારી સાથે જોઈ જશે તો અમારે પાછો ઝઘડો શરૂ થઈ જશે..."
અવની અને નિવાન ઘર ની પાછળ ના ગાર્ડન માં જાય છે...ત્યાં જઈ એક બાંકડા પર બન્ને બેસે છે...
''અવની...તું ગભરાઈ ન જા...શાંતિ થી જણાવ... કે શું પ્રોબ્લેમ છે...?''
"નિવાન...પહેલા મને એક પ્રશ્ન નો સાચો જવાબ આપ..,
તું સાચે સિયા ને ખૂબ પ્રેમ કરે છે...??"
આ સાંભળી નિવાન ની આખો પહોળી થઇ ગઇ...અને તેની આખો માં પાણી આવી ગયા...તે બાંકડા પર થી ઉભો થઇ ગયો...અને પાછળ ફરી ને બોલ્યો...
"આ કેવો સવાલ છે અવની...!! ofcourse કરું છું..."
"નિવાન, મને એ કહેતા ખૂબ દુઃખ થાય છે કે તે ખૂબ ખોટા વ્યક્તિ ને પ્રેમ કરી લીધો..."અવની ઉભી થઇ ને નિવાન સામે આવી ને બોલી.
"તને એવું કેમ લાગે છે...?
સિયા સારી જ છોકરી છે..."નિવાન આશ્ચર્ય થઈ જોવાનું નાટક કરી ને બોલ્યો.
"એ સારી નથી,નિવાન...એ તને દગો આપવા માંગે છે...એ તને કોઈ પ્રેમ બ્રેમ નથી કરતી...એ માત્ર નાટક છે...તને ફસાવવા નું અને તારી પ્રોપર્ટી પર પોતાનો હક જાતાવવા નું..."અવની એક સાથે જ બધુ બોલી ગઈ.
નિવાન માત્ર અવની ને સાંભળતો જ રહ્યો...
"નિવાન, આજે સવારે મેં સિયા ને તેના કોઈ ભાઈ સાથે વાત કરતા જોઈ અને બધું જ સાંભળ્યું...સાથે સાથે મારા મોબાઈલ માં રેકોર્ડ પણ કર્યું..."
એટલું કહી અવની નિવાન ને બધું રેકોર્ડિંગ સંભળાવે છે...
નિવાન બધું સાંભળે છે...પણ જાણે તેને આ બધી વાત ની પહેલે થી જ ખબર હોય તેમ તેના ચહેરા પર કોઈ હાવભાવ દેખાતો નથી...આ જોઈ ને અવની ને આશ્ચર્ય થાય છે,તેના થી રહેવાતું નથી એટલે તે પૂછી લે છે...
"નિવાન , તને કઈ ફરક નથી પડતો કે આ તારી સાથે દગો કરી રહી છે..."
નિવાન કઈ જ બોલતો નથી...
નિવાન ને નિઃશબ્દ જોઈ ને અવની ને તેના પર ગુસ્સો આવે છે...અને તેના થી બોલાઈ જય છે..
"નિવાન,તને તે છોકરી દગો આપી રહી છે છતાંય તું એને જ પ્રેમ કરે છે...તને એટલો બધો વિશ્વાસ છે એના પર...
જ્યારે બીજી બાજુ કોઈ તારા પ્રેમ ખાતર પોતાની આખી જિંદગી કુરબાન કરી દે છે છતાંય તને તે પસંદ નથી...પ્રેમ તો દૂર , તું તેને ઘર ની નોકરાણી ની જેમ રાખે છે...મને શરમ આવે છે કે તારા જેવા મિત્ર છે મારી જીંદગી માં...
મારુ તો ઠીક છે...હું તો આજે નહીં તો કાલે જતી રહીશ પણ મારી એ ફ્રેન્ડ નું શું જે તારી નોકરાણી બની ને પણ તારી સાથે જિંદગી વિતાવવા માટે તૈયાર છે...!
માત્ર તે તને પ્રેમ કરે છે એ જ તેનો વાંક છે..."
નિવાન આ સાંભળી ને એકદમ સ્તબ્ધ થઈ જાય છે...
તેની આંખો માં મોટા મોટા આસું દેખાઈ આવે છે...
આ જોઈ ને અવની ને ભાન આવે છે કે તે ઘણું બધું બોલી ગઈ છે...
થોડી વાર કોઈ કઈ બોલતું નથી...શાંતિ છવાઈ જાય છે...
"અવની, આહના સાચે જ મને પ્રેમ કરે છે?"
અવની તેની આખો પણ નિવાન સામે મિલાવી શકતી નથી...તે માત્ર "હા" બોલી ને ત્યાંથી દોડી ને જતી રહે છે...
"અવની , મારી પુરી વાત તો સાંભળ...ક્યાં જાય છે?
આહના ને આ રેકોર્ડિંગ ક્યારેય ન સાંભળવતી...please..."
અવની એ સાંભળી ને ત્યાંથી જતી રહે છે...
અવની અંદર જઇ ને વિચારે છે...કે એનાથી કઈક ઊલટું સિધુ તો નથી બોલાઈ ગયું ને...!
આ તરફ નિવાન બગીચા માં એકલો હોય છે...ત્યારે તે પોતાના આસું રોકી શકતો નથી...તે ખૂબ જ રડે છે...
"અવની, મારે તને હકીકત કેમ જણાવવી...?
મને માફ કરજે અવની, આહના...મારો જ વાંક છે પણ હું તમને સચ્ચાઈ કઈ રીતે જણાવુ...!!"
એટલું બોલી ને નિવાન ફરીથી રડવા લાગે છે...
........................................
થોડી વાર આમ જ રડ્યા બાદ, નિવાન ઉપર પોતાના રૂમ માં જાય છે...અને પોતાનો સામાન કાલ સવાર ની ફ્લાઇટ માટે પેક કરે છે...
તે આખો દિવસ ચૂપ રહે છે,કંઈ બોલતો જ નથી...
રાતે સૂતી વખતે તે નક્કી કરે છે...''લંડન થી પાછા આવી ને આહના ને હું બધી હકીકત જણાવી દઈશ...!"
...........................................
બીજા દિવસે વહેલી સવારે નિવાન પોતાની લંડન ની ફ્લાઇટ માં જતો રહે છે અને અવની પણ આજે તેના હસબન્ડ નું કામ પૂરું થઈ જવાથી ઓસ્ટ્રેલિયા પાછી જવાની છે....
અવની ને ખૂબ ઈચ્છા હતી તે સિયા નું રેકોર્ડિંગ આહના ને સંભળવવાનું...પણ તેને નિવાન ની વાત યાદ આવે છે અને તે મન માં વિચારે છે...
"નિવાને જ્યારે છેલ્લે છેલ્લે આહના ને આ વાત જણાવવાની ના કહી ત્યારે મને પણ તેની વાત માં આહના માટે ચિંતા જણાતી હતી...શુ સાચે મારે નિવાન ની વાત માની ને આહના ને આ રેકોર્ડિંગ ન સંભળાવવું જોઈએ...!?"
અવની આટલું વિચારતી જ હોય છે ત્યાં તેને જવા નો સમય થઇ જાય છે...આહના તેને છેલ્લી વાર મળે છે અને બન્ને એકબીજા ને છેલ્લી વાર ભેટી લે છે...પછી અવની આહના ને પોતાનું ધ્યાન રાખવા કહી ને જતી રહે છે...
અવની ના ચહેરા પર ના હાવભાવ જોઈ ને આહના ને થોડું સમજ માં આવે છે કે અવની તેનાથી કંઇક છુપાવી રહી છે...પણ જતી વખતે તે કોઈ વાત જાણવા નહોતી ઇચ્છતી...તેથી તે પણ અવની ને પોતાનું ધ્યાન રાખવાનું કહી ને તેને વિદાય આપે છે...
........................................
અવની અને તેનો હસબન્ડ ઓસ્ટ્રેલિયા પોતાને ઘેર પહોંચે છે
બીજા દિવસે અવની ને નિવાન ને મેસેજ કરવાની ઈચ્છા થાય છે કે તેણે આહના બે સિયા વિશે કંઈ નથી જણાવ્યું...
પણ તે મેસેજ કરી શકતી નથી...તેની ચિંતા વધતી જતી હોય છે , ત્યાં જ નિવાન નો મેસેજ આવે છે.....
"અવની, don't worry about aahna,
હું લંડન થી પાછો આવીશ ત્યારે આહના ને બધી હકીકત જણાવી દઈશ, જે હકિકત થઈ તુ પણ અજાણ છો...અને એ હકીકત તને પણ જણાવીશ..."
.................................................
શુ હશે નિવાન ની સાચી હકીકત...?
શુ હશે નિવાન અને સિયા નું રાઝ..?
કોમેન્ટ કરી ને જરૂર જણાવશો....