Sapna Ni Udaan - 17 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 17

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 17

અમિત અને રોહન ટોર્ચ લઈ ને જંગલ માં આગળ વધી રહ્યા હતા. પણ ત્યાં આજુ બાજુ કઈ પણ દેખાતું નહોતું . વળી જંગલી જાનવરો ના અવાજ આવી રહ્યા હતા.

આ જંગલ માં એક આદિવાસી ની કોમ રહેતી હતી. તેઓ રાત્રે શિકાર પર નીકળતા હતા. તેઓ એ અલગ અલગ જગ્યા એ શિકાર માટે જાળ પાથરેલી હતી. જે અંધારામાં ધ્યાન માં પણ ના આવે. હવે બન્યું એવું કે અમિત અને રોહન તે જગ્યા એ થી પસાર થતા હતા. તે બંને નો પગ ત્યાં બાંધેલી દોરી માં ફસાય જાય છે અને ત્યાં વૃક્ષ પરથી બે જાળ આવે છે અને તે બંને તેમાં ફસાય જાય છે.

તે બંને ખુબ કોશિશ કરે છે પણ તેમાંથી નીકળી શકતા નથી. ત્યાં તે જાળ ઉપર ચડવા લાગે છે અને તે બંને તે વૃક્ષ પર લટકી જાય છે. આદિવાસી ના થોડાક સભ્યો ને લાગ્યું કે જાળ માં કોઈ પ્રાણી ફસાયું છે તેથી તેઓ એ તે દોરડું ખેચ્યું હતું. જેથી તે શિકાર ભાગી ના શકે. પણ તેમને શું ખબર કે પ્રાણી ની જગ્યાએ અમિત અને રોહન ફસાઈ ગયા છે. તે આદિવાસી ત્યાં પહોંચે છે અને જોવે છે કે આ તો પ્રાણી નથી પણ માણસ છે.

છતાં તેઓ અમિત અને રોહન ને પકડીને પોતાના કસબા પર લાવે છે. અને તેઓ તેમને એક વૃક્ષ સાથે બાંધી દે છે. અમિત અને રોહન ની આંખ લાગી ગઈ હતી. તેમને ખબર જ નહોતી કે તે બંને આદિવાસી ના કસબા પર પહોંચી ગયા હતા. જ્યારે તે બંને આંખ ખોલે છે તો જોવે છે કે તેની ફરતે કેટલા બધા આદિવાસીઓ ઊભા હતા . જે કદાચ તેમની આંખ ખોલવાની જ રાહ જોતા હતા.

ત્યાં સામે એક ખૂબ જ વૃષ્ઠ પૃષ્ઠ વ્યક્તિ ઉભો હતો. તેને માથા પર પીછાં નો બનેલો તાજ પહેર્યો હતો. તે કસબા નો રાજા જેવો લાગતો હતો. હવે તે અમિત અને રોહન ને કંઇક પૂછે છે પણ તેમની ભાષા તે બંને ને સમજ માં આવતી નથી. અમિત અને રોહન પણ તેમને પોતાની વાત જણાવે છે પણ તેઓ ને પણ કશું સમજાતું નથી.

ત્યાં ધીમે ધીમે પ્રકાશ ફેલાવા લાગે છે. કદાચ સવાર પડી ગઈ હતી. ત્યાં તેમના દેવ ની ખૂબ જ મોટી પ્રતિમા હતી. જેવો સૂર્ય નીકળ્યો તે લોકો એ ઢોલ નગારા વગાડવાનું શરૂ કર્યું. પછી બધા તે પ્રતિમા ફરતે નાચગાન કરવા લાગ્યા. કદાચ આજે તે લોકો નો તહેવાર હતો. અમિત અને રોહન આ બધું જોઈ રહ્યા હતા. હવે એક આદિવાસી નો વ્યક્તિ આવ્યો અને અમિત અને રોહન ને બાંધેલા દોરડા છોડી નાખ્યાં. તેથી તે બંનેને લાગ્યું કે કદાચ તેમને આ લોકો એ મુક્ત કર્યા છે. તે બંને ત્યાંથી નીકળવા જતા હતા ત્યાં તે આદિવાસી તેમની ફરતે ઘેરો બનાવી ઊભા રહી ગયા.

પછી પહેલો રાજા તે બંને પાસે આવ્યો અને તેમને તિલક કર્યા. અને અમિત અને રોહન નો હાથ પકડી તે દેવ પાસે લઈ ને આવ્યા. આ બધું જોઈ એવું લાગતું હતું કે તેમના આ તહેવાર ના દિવસે તે અમિત અને રોહન ની બલી આપવા માંગતા હતા. તે બંને હવે સમજી ગયા કે અહીંથી ગમે તેમ કરીને હવે નીકળવું પડશે નહિ તો ક્યારેય પ્રિયા નો ચહેરો નહિ જોઈ શકે. અમિત એ રોહન ને ઈશારા થી ત્યાંથી ભાગવાનું કહ્યું.

તે બંને એ એકસાથે તે રાજા ને પગ ઉપાડી જોર થી માર્યું. એવામાં તે બંને નો હાથ તે રાજા ના હાથ માંથી છુટી ગયો. અને બંને એકસાથે ભાગવા લાગ્યા. જે આદિવાસી વચ્ચે આવે તેને તેઓ મારતા જાય . આમ હેમખેમ બંને તે જગ્યા થી દુર આવી પહોંચ્યા. તે બંને ખુબ થાકી ગયા હતા. પણ તેમની પાસે સમય નહોતો . તે થોડીકવાર માટે ત્યાં આગળ એક ઝાડ હતું તેની નીચે બેઠા. ત્યાં રોહન ની નજર આગળ જમીન પર કંઇક ચમકતું હતું તેના પર પડી. તે ઉભો થઈ જોવા ગયો. તે જોતાં તે તરત બોલ્યો,

" ડૉ. અમિત જલ્દી આવો આ જોવો . "
અમિત એ તરત આવીને જોયું તે બોલ્યો," આ તો પ્રિયા ની રીંગ છે જે મેં તેમને તે દિવસે પહેરાવી હતી!!"
રોહન : " તો એનો મતલબ તે અરોરા પ્રિયા ને અહીંથી જ લઈને ગયો હોવો જોઈએ."
અમિત : " હા , આપણે આ રસ્તે જ આગળ જવું જોઇએ , કદાચ પ્રિયા આપણને અહીં મળી જાય."

તે બંને તે રસ્તા પર દોડવા લાગ્યા. હવે બીજી બાજુ પ્રિયા ખૂબ પરેશાન હતી. તે અમિત અને રોહન ની જ રાહ જોતી હતી. ગૌતમ અરોરા તેની પાસે આવી ને કહે છે," લે આ સાડી પહેરી લે થોડા જ સમય માં આપણા લગ્ન છે. "
પ્રિયા : ," હું તારી આપેલી કોઈ પણ સાડી પહેરવાની નથી."
અરોરા : " તું પહેરે છો કે હું પહેરાવું?"
પ્રિયા. : " દૂર રહેજે મારાથી ખબરદાર મને હાથ પણ લગાડ્યો છે તો !!!"
અરોરા ધીમે ધીમે તેની પાસે આવે છે .
પ્રિયા : હું પહેરું છું.. તું દૂર રહે મારાથી.
અરોરા : ગુડ ગર્લ.
પ્રિયા : પણ પહેલા મારા હાથ અને પગ તો ખોલ.
અરોરા તેને ખોલે છે અને સાડી આપી ત્યાંથી ચાલ્યો જાય છે.

પ્રિયા તૈયાર થઈ જાય છે. પણ તેના મનમાં કંઇક ચાલી રહ્યું હતું. તે અહીંથી ભાગવાનું વિચારી રહી હતી. તે ધીમે ધીમે તે રૂમ ની બહાર જાય છે. ત્યાં કોઈ હતું નહિ . આ સમયે બે ગુંડા ત્યાં આવી જાય છે. તે પ્રિયા ને પકડવા જાય છે. પ્રિયા ત્યાં બાજુમાં એક દંડો પડ્યો હતો તે લે છે અને તે બંને ના માથા પર મારે છે. તે બંને ત્યાં જ બેભાન થઈ જાય છે. હવે તે આગળ ના હોલ માં જાય છે પણ ત્યાં જુવે છે કે અરોરા ત્યાં તેના લગ્ન ની તૈયારી કરી રહ્યો હતો. તેણે એક પંડિતજી ને લગ્ન કરાવવા બોલાવ્યા હતા. હવે પ્રિયા અહીંથી નીકળી શકે તેમ હતી નહિ.

અરોરા પંડિતજી સાથે પાછળ ફરીને વાત કરી રહ્યો હતો. પ્રિયા આ લાભ લઈ ત્યાંથી બહાર નીકળવા જાય છે. તે જેવી દરવાજા ની બહાર નીકળવા જાય છે ત્યાં અરોરા તેને પાછળ થી રોકી લે છે અને તેને પકડી ને લગ્ન ના મંડપ એ લયાવે છે.અને તેને ધક્કો મારી મંડપ માં બેસાડી દે છે. તે પણ ખુદ બેસી જાય છે. પંડિત જી હવે લગ્ન ની વિધિ શરૂ કરી દે છે. પંડિત જી જે પણ વિધિ કહે પ્રિયા તે કરતી નહોતી. આ જોઈ અરોરા તેનો હાથ પકડી પરાણે તેને તે વિધિ કરાવે છે.

અમિત અને રોહન ને દૂર થી એક મોટું ખંડહર જેવું ઘર બતાય છે. તે વિચારે છે કે પ્રિયા કદાચ અહી જ હોવી જોઇએ. તે બંને વિચારે છે કે પોલીસ ને અહીં આવવા કહી દઈએ. પણ આ જંગલ માં નેટવર્ક જ આવતું નહોતું. પોલીસ ની ટીમ પણ જંગલ માં આવી પહોંચી હતી. તેમને ત્યાં વ્યક્તિ ના ચાલવાના પગલાં દેખાયા. તેથી તેઓ તેનો પીછો કરતા કરતા આગળ વધી રહ્યા હતા.

હવે ફેરા ની વારી આવે છે. અરોરા પ્રિયા ને ખેંચીને ફેરા ફરવાની કોશિશ કરે છે. પણ પ્રિયા પોતાની જગ્યા પરથી હલતી નથી . પ્રિયા હવે ત્યાં બાજુમાં એક નાળિયેર પડ્યું હતું તે લઈ જોરથી અરોરા ના માથા પર મારે છે.અરોરા ને તો ચક્કર ચડી જાય છે. ખૂન પણ વહેવા લાગે છે. પ્રિયા ત્યાંથી ભાગવા જાય છે તો અરોરા પાછો તેને પકડી લે છે અને તેને ઉંચકી લે છે. હવે તે પ્રિયા ને ઉંચકી ને ફેરા ફરવા લાગે છે પણ તે એક ફેરો પૂર્ણ કરે તે પહેલા અમિત અને રોહન ત્યાં પહોંચી જાય છે.

આ જોતા અરોરા પ્રિયા ને નીચે ઉતારે છે અને બોલે છે," ઓહ .. તો અહી પણ પહોંચી ગયા બંને તમે થોડીક વાર તો મને પ્રિયા સાથે એકલા રહેવા દ્યો . પણ ચાલો કંઈ વાંધો નહિ આજ પછી અમે બંને સાથે જ રહેવાના છીએ ને."

અમિત : " સાથે તો ત્યારે રહીશ ને જ્યારે તું જીવતો રહીશ."
રોહન. : અમે તારા ઈરાદા ક્યારેય પૂર્ણ થવા નહિ દઈએ. અમે બંને છીએ ત્યાં સુધી પ્રિયા ને કોઈ પણ નુકસાન પહોંચાડી શકે નહિ."

આ સાંભળી અરોરા પોતાના ગુંડાઓ ને સામાં મોકલે છે. રોહન અને અમિત તે બધાને ખૂબ મારે છે. લાગ જોઈ ને અમિત અરોરા ની નજીક આવે છે અને તેને પકડી ને મારવા લાગે છે. તે બંને વચ્ચે ખૂબ ભીષણ લડાઈ થાય છે. બીજી બાજુ રોહન બીજા ગુંડાઓ ની પીટાઈ કરે છે. તે બંને એકલા જ તે બધા પર ભારે પડે છે.

આ સમયે પોલીસ પણ શોધતા શોધતા ત્યાં પહોંચી જાય છે. તે બધા ગુંડા અને ગૌતમ અરોરા ને પકડી લે છે. અરોરા ને પોલીસ લઈ જાય છે તે જતા જતા બોલે છે કે,
" તમને ત્રણ ને તો હું છોડીશ નહિ. ક્યારેક તો જેલ માંથી છૂટિશ ને પછી જોજો તમારી જિંદગી નર્ક ના બનાવી દવ તો મારું નામ પણ ગૌતમ અરોરા નહિ"

અમિત : " જા જા હવે તારી ધમકી થી અમે ડરતા નથી."
પછી પોલીસ અરોરા ને ત્યાંથી લઈ જાય છે.

પ્રિયા હવે દોડતી આવી ને અમિત અને રોહન ને ભેટી પડે છે અને રડવા લાગે છે.
અમિત : " પ્રિયા તમે રડો મા , આ બધું મારા કારણે જ થયું છે હું તમને એકલો મૂકીને ગયો એટલે જ આ થયું "
રોહન : નહિ ડૉ.અમિત આમાં તમારો દોષ નથી. દોષ તો પેલા અરોરા નો છે. જેણે આવી નીચ હરકત કરી.

પછી ત્રણેય ઘરે જાય છે. અને સમય જતા પોતાના દિવસો પહેલાની જેમ વિતાવવા લાગે છે. ત્રણેય સાથે ખૂબ જ ખુશ હતા. પણ શું આ ખુશી વધુ સમય સુધી ટકી શકશે? જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '


To Be Continue...