My collection in Gujarati Short Stories by હર્ષા દલવાડી તનુ books and stories PDF | મારો સંગ્રહ

Featured Books
Categories
Share

મારો સંગ્રહ

‍‍





શબ્દ .પરિ શુદ્ધ પ્રેમ

પ્રકાર.માઇક્રોફિક્શન

શીર્ષક. અનુભવ

*પરિ શુધ્ધ પ્રેમ એટલે શું વિજયભાઈ કૃતિ પૂછી રહી હતી ત્યારે વિજયભાઈ એ જવાબ આપ્યો પરિ શુધ્ધ પ્રેમ એટલે કૃષ્ણ રાધા કરતાં મીરાં ની ભક્તિ એ મારા વિચારો મુજબ છે.**અને એક દિવસ રસ્તે જતી માગણ ધોધમાર વરસાદ મા પલડતી હતી ત્યારે એક નાનકડા ગલુડિયાને પોતાના સાડીના પાલવ થી ઢાંકવાનું નિરર્થક પ્રયત્ન કરી રહી હતી એ મેં જોયેલો નજર સમક્ષ અનુભવ હતો અને એ પણ પરિ શુધ્ધ પ્રેમ જ હતો.*

હર્ષા દલવાડી તનુ
જામનગર
૨૫૫/૮/૨૦

સાહિત્ય સંગ્રહ સ્પર્ધા

વિષય .ચિત્ર પરથી

પ્રકાર.માઇક્રોફિક્શન

શીર્ષક. આછા સપનાં

આજ ઘણા સમય પછી મને મારી જાતને નિહાળવાનો તક મળી હતી. અરીસો પણ પૂછી રહ્યો હતો કે "આ તું જ સુમન છે?"જે હમેશાં ખિલખિલાટ હસતી રમતી ખીલેલા ફૂલની માફક રેહવાની આદત અને હવે બધુંય કરમાયેલ ફૂલની જેમ જીવન જીવવાનું.આજની સાંજમાં બધા જોયેલા સપનાં એક સાથે માનસપટ પર તરવરવા લાગ્યા હતા. ત્યાં જ એ સપનાઓમાં રાત્રિના ઝગમગતા દીવડાઓ જેવી લાઈટનો પ્રકાશ થયો અને સપનાં અદ્રશ્ય થઈ ગયા.
હર્ષા દલવાડી તનુ
જામનગર
૨૯/૮/૨૦

શબ્દ .સુંદરતા

પ્રકાર .માઇક્રોફિક્શન

*માધવી કોલેજની હરણી જેવી ચંચળ, અલ્લહડ ક્યાંય પગ વાળીનેબેસે નહીં. સુંદરતા તો ભગવાને મનભરીને આપી હતી. પરંતુ આજ એ સુંદરતામાં અમાસ જેવું ગ્રહણ લાગી ગયું હતું.*

હર્ષા દલવાડી તનુ

જામનગર
૧/૯/૨૦

વિષય .ચિત્ર પરથી

પ્રકાર. માઇક્રોફિક્શન

શીર્ષક.વાદળોની પાછળ

વિરાટ આજ ફરી એકવાર ધારાને મળવા માટે જેલમાં ગયો હતો ત્યાં ધારાની હાલત જોઈને ડઘાઈ ગયો હતો અને તેને મનોમન નકકી કરી લીધું હતું કે આજ ગમે તે થાય વિદ્યાને પેલા ઝવેરી ને સોંપી દેશે .,પરંતુ વરસતા વરસાદમાં વિદ્યાને સાથે એની માં ને પલળતા જોઈને વિરાટ બન્નેને પોતાના ઘરે લઈ આવ્યો .

હર્ષા દલવાડી તનુ
જામનગર
૫/૯/૨૦

વિષય. વ્હાલમ

પ્રકાર.માઇક્રોફિક્શન

શીર્ષક. *રાહ*

તમે વ્હાલનો દરિયો મારા વ્હાલમ વાલિડા
*આજ રેડિયો પર આ સરસ મજાનું ગીત સાંભળતાં રશ્મિની આંખોમાં અનરાધાર અશ્રુધારા વહેવા લાગી હતી ત્યારે જ ધીરજ આવી બોલ્યો રશ્મિ અનેતુરંત રશ્મિ ધીરજને ભેટી પડી.*

હર્ષા દલવાડી તનુ
જામનગર
૮/૯/૨૦

વિષય. અવિશ્વાસ

પ્રકાર.લેખ

આજનો વિષય ખૂબ જ સરસ છે *અવિશ્વવાસ*આ અવિશ્વાસ શબ્દ એટલે શું?તો તુરંત જ એક વિરુધાર્થી શબ્દ મળે અવિશ્વાસ નું ઉલટું વિશ્વાસ . પરંતુ આ વિશ્વાસમાં "અ'લાગે જ કેમ? વિશ્વાસ રાખવો જરૂરી છે પરંતુ એ વિશ્વાસમાં શુ એવું ભળે છે કે ત્યાં "*અ"*લાગી જાય છે. વિશ્વાસ મનુષ્યના જીવનનું પરિબળ છે એ પરિબળ સંબધો માટે હોય છે. સંબંધોનું સમીકરણ જયારે ગૂંચવાઈ જાય છે ત્યારે વિશ્વાસમાં"*અ"*લાગે છે અને અવિશ્વાસ નો પાયો નખાય છે. અને આ પાયો જો મજબૂત બની જાય ત્યારે મનુષ્યના જીવનમાંથી વિશ્વાસ નામનો હકારાત્મક વલણ રહેતું નથી અને દરેક સંબંધોને અવિશ્વાસના ત્રાજવામાં તોળે છે અને નકારાત્મક વિચારો સાથે પોતાના જીવનમાં અને પોતાના આસપાસના લોકો માટે દુઃખ ઉત્પન્ન કરે છે.

મારી નજરે અવિશ્વાસ એટલે આ એક વિચાર છે. જે જીવનનું અસ્તિત્વ મિટાવવા એક ઘાતક બૉમ્બ છે.

હર્ષા દલવાડી તનુ.
જામનગર
૧૧/૯/૨૦

વિષય ચિત્ર પરથી

પ્રકાર માઇક્રોફિક્શન

શીર્ષક છત્રી

અરે સાંભળો છો કે કહેતા રંભા બા રસોડામાંથી બહાર આવ્યા અને હાથમાં છત્રી લઈ દરવાજા પાસે ગયા અને એ તુરંત જ અચાનક થોભી ગયા હતા .

હર્ષા દલવાડી તનુ
જામનગર

૧૨/૯/૨૦

વિષય ચિત્ર પરથી વાર્તા

શીર્ષક ..આવ્યો પુરષોત્તમ માસ

પ્રકાર .માઇક્રોફિક્શન

*હે બા આ પુરષોત્તમ માસમાં વ્રત, દાન કરવાથી જીવન સુધરે છે?**હા દીકરા પણ આજ તું કેમ સવાલ કરે છે?બા આ વખતે પણ પુરષોત્તમ માસ આવે છે એટલે*

હર્ષા દલવાડી તનુ
જામનગર
૧૯/૯/૨૦

શબ્દ. શિલ્પકાર

પ્રકાર. માઇક્રોફિક્શન

શીર્ષક. આભાર

એક માટીનો પિંડો પોતાનો આકાર જોઈ બોલી ઉઠ્યો
*હે ભગવાન તું શિલ્પકાર છે?તો આભાર માનું છું મને જીવન આપ્યું અને જીવન જીવવાની કળા શીખવી.*

હર્ષા દલવાડી તનુ
જામનગર
૨૨/૯/૨૦

શબ્દ. ચિત્ર પરથી વાર્તા

પ્રકાર .માઇક્રોફિક્શન

શીર્ષક. સંસ્મરણ

આજ આ બારીનો ખૂણો મને તારી ખૂબ યાદ અપાવે છે. યાદ છે તને આ જ બારીમાં બેસીને આપણે એક સપનું જોયું હતું તારા હાથમાં ચા નો કપ હતો અને તે કહ્યું હતું કે હસુ તારા માટે એક ઘર બનાવવું છે જેમાં હું મારી કલ્પનાઓ રૂપી રંગ અને સજાવટ કરી રહી હતી અને તું મને ચિડવતો હતો ત્યારે ગુસ્સામાં તને હું ખોઈ બેઠી.

હર્ષા દલવાડી તનુ
જામનગર
૨૨૬/૯/૨૦

શબ્દ. નિષ્પક્ષતા

પ્રકાર .લેખ

નિષ્પક્ષતા શુ છે નિષ્પક્ષતા?.
આ શબ્દ દરેક વ્યક્તિને જીવનમાં વણાયેલી માળા ના મણકા સમાન છે .કઈ રીતે!? તો મારી નજરે જોઈએ તો ઘરના સભ્યો થી લઈને સમાજ માટે. આ શબ્દ કઈ રીતે ઉપયોગ લેવામાં આવે છે. ગમતી વ્યક્તિની વાત ખબર હોય કે ખોટી છે અને એ વાત ને ટેકો ના આપવામાં આવે એ નિષ્પક્ષતા.
જેમકે કોઈપણ વાતનો નિર્ણય લેવામાં આવે પરંતુ જ્યાં સુધી બન્ને પક્ષની વાત બરાબર રજૂઆત કરવામાં આવે નહીં અને એક તરફી ન્યાય આપી દેવામાં આવે ત્યારે અન્યાય ના બીજ રોપાય છે અને એ અન્યાય નું પરિણામ કુટુંબ,સમાજ અને દેશને પણ ભોગવવું પડે છે.
જેમકે મોટું ઉદાહરણ છે મહાભારતના યુદ્ધમાં ધુતરાષ્ટ્ર નો મોહંધ પુત્ર પ્રેમ એ સમજ્યા હત તો એટલો મોટો વિનાશ ટાળી શકાય હત.આ મોહ માયા જ કોઈને પણ નિષ્પક્ષતા તરફ જતા રોકે છે.
હર્ષા દલવાડી તનુ
જામનગર
2.10.20

શબ્દ. કંકુ

પ્રકાર માઇક્રોફિક્શન

શીર્ષક. ચાંલ્લો

મંગુ ને નવડાવો એ પથ્થર થઈને પડી છે અંદર ઓરડામાંથી જશોદા બેનનો અવાજ આવ્યો અને મંગુનો હાથ પકડીને બહાર ફળિયામાં લાવવામાં આવી હતી અને એને નવડાવી આજ ફરીથી કંકુ નો ચાંલ્લો કરવામાં આવ્યો હતો.

હર્ષા દલવાડી તનુ
જામનગર
6/10/20

વિષય.ચિત્ર પરથી વાર્તા

શીર્ષક. ખાલી માટલું.

આજ આશાના મનમાં ઉમંગનાં વમળો વલોવાઈ રહ્યા હતા એનું આવું અણ છાજતું વર્તન જોઈને એની માં એ કહ્યું આશા શું છે કેમ અત્યારે સાંજના સમયે તૈયાર થઈ રહી છે?ત્યારે આશા એ જવાબ આપ્યો મા આ પાણીનું માટલું ખાલી થયેલ છે તો ભરી લાવું? અને આશા એ ખાલી માટલું લઈને જતી રહી.

હર્ષા દલવાડી તનુ
જામનગર
10/10/20

વિષય.મન

પ્રકાર .માઇક્રોફિક્શન

શીર્ષક. નસીબદાર

આજ સવારના સમાચાર વાંચીને *મનમાં*કંપારી છૂટી ગઈ હતી અને પછી તુરત જ ભગવાન ને*મનોમન*પ્રાર્થના કરવા લાગી હતી કે સારું થયું એ સમયે નિરાલી ત્યાં ના હતી. હું ખૂબ નસીબદાર છું.

હર્ષા દલવાડી તનુ
જામનગર
13/10/20

શીર્ષક. ખાલીપો

પ્રકાર .લેખ

છે આજ અહીં એકાંત કોઈ ન જુએ મનની દ્વાર

રહ્યો સૂરજ પણ એકલો જોઈએ એને સાંજનો સાથ.

આજ. શીર્ષક છે ખાલીપો શુ હોય છે?ખાલીપો આ શબ્દ સાથે એક ધારણા જોડાય ગઈ છે કે ખાલીપો માત્ર વૃદ્ધાવસ્થાને હોય છે. પરંતુ મારા વિચાર મુજબ આ શબ્દ કોઇપણ વ્યક્તિ ના જીવનમાં આવી શકે છે ,બાળક થી લઈને યુવાનો, વૃદ્ધાસ્થામાં. તમને બધાને સવાલ થશે કે બાળક વયે ખાલીપો?? હા જોઈએ તો બાળક વયે જયારે એને હૂંફ, સ્નેહ ,ઉમળકાની જરૂરિયાત હોય ત્યારે એ ઉણપ બાલ્યાવસ્થામાં ખાલીપણું ઉદભવે છે..ઉદાહરણ તરીકે જોઈએ તો પરિવારમાં પહેલું સંતાન ખુશીનું મોટું કારણ હોય છે અને એનો ઉછેર ખૂબ લાડકોડથી થવા લાગે છે અને અમુક સમયે પરિવારમાં બીજા સંતાનના આગમનથી બધા બીજા સંતાન તરફ વધારે ધ્યાન આપવા લાગે છે અને પહેલા સંતાનને ઘણી સુચનાઓ ,નિયમો અને અજાણતા સોંપવામાં આવતી જવાબદારી જે બાળકને એક ખાલીપો નું ઉદગમ થવા લાગે છે અને એ ખાલીપો એના જીવનના ઘણા તબક્કે કડવી યાદ બનીને રહી જાય છે. એ જ રીતે યુવાસ્થામાં કોઈ ગમતી વ્યક્તિ નું. મૂકીને જવું, અથવા નોકરીમાં, વ્યવસાય માં થતાં કડવાં અનુભવો એ ખાલીપોનું કારણ બને છે.

હર્ષા દલવાડી તનુ
જામનગર
16.10.20

શબ્દ. તહેવારોનું મહત્વ

પ્રકાર.લેખ

ખીલતી હતી ઋતુમાં તું એક ઘડી
આજ સમય નથી તું હસતી નથી.

""*તહેવાર આ શબ્દ મનુષ્યના જીવન સાથે એટલો વણાય ગયો છે કે જો આ તહેવાર શબ્દ ના હોય તો જીવનના દરેક વ્યક્તિ રંગ બેરંગ લાગે જીવન સૂકું રણ સમાન અને ભેંકાર અંધકાર જેવું લાગે છે.* તહેવાર શું છે આ તહેવાર અને શું એનું મહત્વ છે?એ વિશે હું મારી વિચારસરણી અહીં લખવાની કોશિશ કરું છું. મારા વિચાર મુજબ જોઈએ તો તહેવાર એ મનુષ્ય જીવનમાંથી આવતો સ્ટ્રેસ દૂર કરવાનું એક સખત અને સ્પષ્ટપણે પરિબળ છે. અચાનક કોઈ તમારા ઘરે આવી જાય અને એને જોઈને જે મનમાં ઉત્સાહ થાય એની માટે અનેકો લાગણીઓનું ઘોડાપૂર વહેવા લાગી જાય અને એ તકને યાદગાર બનાવવા માટે જે હર્ષોલ્લાસ થાય છે તે તહેવાર છે. આ તહેવારો ના દિવસોમાં જેમ ઘરની સાજ સજ્જા થાય છે એ જ રીતે મનના ખૂણામાં પડેલી રાગ,દ્વેષ,જેવી ધૂળને સાફ કરી એ તહેવારો ની દરેક ક્ષણને પોતાની કરી લેવાની રીત એ તહેવારોનું મહત્વ છે. આજના સમયમાં તહેવારોનું મહત્ત્વ એટલે દેખાદેખી પોતાના સ્ટેટસ મેન્ટેન કરવાની ઘેલછા ,એ ઘેલછા પાછળ દોડવાનું અને છેલ્લે ફરી એકવાર મનમાં કર્કશતા, કડવાશ અને એક ખાલી બળાપો .આ તો જીવનમાં તહેવારોનું મહત્વ નથી.

હર્ષા દલવાડી તનુ
જામનગર

30/10/20

➖➖➖➖➖➖➖
*શબ્દ :- * ટપાલપેટી
➖➖➖➖➖➖
*પ્રકાર :- *માઇક્રોફિક્શન
➖➖➖➖➖
*તારીખ:-10/11 //2020*
➖➖➖➖➖➖➖
*વાર :- * મંગળવાર
➖➖➖➖➖
*ગામનું નામ :- * જામનગર
➖➖➖➖➖➖➖

વાહ વાહ!કરતી દ્રષ્ટિ આ આલીશાન બંગલા ના દરવાજો ખોલી રહી હતી કે તેની નજર એ મોટા દરવાજા ની જમણી બાજુએ ટાંગેલી એક ટપાલપેટી પર પડી એ ટપાલપેટી ખોલી જોઈ તો તેમાં એક પત્ર હતો તે
પત્ર ખોલીને વાંચ્યો અને ખૂબ રડવા લાગી હતી.

હર્ષા દલવાડી તનુ
જામનગર

પ્રકાર.માઈક્રોફિક્શન

વાર.મંગળવાર

ગામ.જામનગર

શબ્દ. કહેવતો પરથી વાર્તા

તારીખ.29 ડિસેમ્બર 20

ગુજરાતી કહેવત..વડ જેવા ટેટા બાપ એવા બેટા

*દોલત સિંહ વગદાર મોભદાર વ્યક્તિ. અરે ગોપાલ તું અહીં.!જો તને કંઈ પણ કામ હોય તો નરસિંહ ને કહેજે ચપટીમાં કરી દેશે. ગોપાલ.. હા!બાપજી દયામણું મોં કરી બોલ્યો*
*વડ જેવાં ટેટા બાપ એવા બેટા*

હર્ષા દલવાડી તનુ

સ્પર્ધકનું નામ- હર્ષા દલવાડી તનુ
➖➖➖➖➖➖➖
*શબ્દ :- * ભોજન
➖➖➖➖➖➖➖
*પ્રકાર :- *માઇક્રોફિકશન
➖➖➖➖➖
*તારીખ:- * ૫/૧/૨૦૨૧
➖➖➖➖➖➖➖
*વાર :- * મંગળવાર

*દોલત રાધે અને ગોવિંદ આ ત્રણેય ભેગા મળીને છોકરાવ જમાડવાનો ભોજન સમારંભ ગોઠવ્યો છે ત્યાં એકાએક બધાને ભોજન પીરસાઈ ગયું હતું અને બીજી વખત થાળી આગળ ધરીને દોલતને કહ્યું હજુ એક લાડુ આપોને ત્યાં તુરંત તેની સામે આવી રાધે બોલ્યો તું અમને ભોજન પીરસ અમે પણ ભુખ્યા છીએ...*

*હર્ષા દલવાડી તનુ*
*જામનગર*
➖➖➖➖➖➖➖
*ગામનું નામ..જામનગર