vat mara fulavar dda ni - 4 in Gujarati Love Stories by CA Aanal Goswami Varma books and stories PDF | વાત મારા ફુલાવર ના દડા ની - 4

Featured Books
Categories
Share

વાત મારા ફુલાવર ના દડા ની - 4

વાત મારા ફુલાવર ના દડા ની

ભાગ -૪

એક વાર કાકા ન હતા અને હું બીમાર પડ્યો ત્યારે રેશમા અને દીપ્તિ કાકી જ મને હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યારે દોઢ દિવસ મને ખુબ પ્રેમ થી રાખ્યો હતો બેય જણાએ.

હવે કાકા એ તો લગ્ન ની ઉતાવળ કરવા માંડી હતી પણ મને કોઈ ઉતાવળ ન હતી એટલે હું પાછળ ઠેલ્યા કરતો હતો. વળી હવે તો કાકા અને મારા પ્રયત્ન અને બે અલગ અલગ જગ્યાએ લારી ઓ ને કારણે પૈસે ટકે સારી એવી બરકત થઇ હતી. અમે હવે ભાડાની ઓરડી ને બદલે વસાહત ની બાજુમાં આવેલા હાઉસિંગ સોસાયટી ના ફ્લેટ માં એક ફ્લેટ લઇ લીધો થયો અને એક એકટીવા પણ લીધું હતું. મને બાઈક અને ગાડી ચલાવતા પણ આવડતી અને મારે બાઈક જ લેવું હતું પણ કાકા એ કહ્યું કે એકટીવા હોય તો સામાન ની આવન જાવન પણ થઇ શકે એટલે મેં વધારે કઈ ના કીધું. કાકા એ રેશમા પાસે જ એકટીવા ની પૂજા કરાવી હતી.

ત્યારે હું એને જે રીતે જોતો હતો એ કદાચ કાકા એ જોયું હશે. એ રાતે કાકા એ કહેલું કે જો બંસી હવે ૬ મહિના માં મારે તારા લગ્ન લેવા જ છે અને પછી તું અને તારી ઘરવાળી અહીંયા રહેજો હું ગામડે તારી માં પાસે રહીશ. અને જો મને મારા સંસ્કારો પર ભરોસો છે પણ ઘરાક આપણા ભગવાન છે અને એમને એના સિવાય નો કોઈ દરજ્જો ના હોય એટલે એ બાજુ વિચારવું પણ નહિ . મને એ વખતે થોડું ઓછું ગમ્યું હતું પણ આજે સમજાય છે કે મારા અભણ કાકા એ મને થોડા માં ઘણું સમજાવી દીધું હતું.

આ પછી કાકા એ એકદમ યુદ્ધ ના ધોરણે મારા માટે છોકરી જોવાનું શરૂ કરાવી દીધેલું. એક સાંજે ધંધા પર હતો ત્યારે રેશ્મા નો ફોન આવ્યો કે કે મને મળવા માંગે છે. તેને ખબર હતી કે હું ધંધો મૂકીને નહિ આવું એટલે મને વસ્તી કરીને આવવાનું કહ્યું.

રેશમા એ મને અવિનાશ ને મળાવ્યો અને કહ્યું કે એ અવિનાશ ની જોડે લગ્ન કરવા માંગે છે પણ દીપ્તિ કાકી અને કાકા ના પડે છે. તો શું હું એને મદદ કરીશ? ખબર નહિ કેમ પણ મને એને મળીને થોડું વિચિત્ર લાગ્યું. ત્યારે તો એમ લાગ્યું કે મને રેશમા ગમે છે એટલે આવું થતું હશે.મેં એને વચન આપી દીધું કે હું ચોક્કસ મદદ કરીશ.આખરે મારે તો એને ખુશ જ જોવી હતી.

હું બીજા દિવસે બપોરે કાકી ને મળવા ગયો અને જાણી એ સમયે ગયો જયારે રેશ્મા ઘરે ના હોય. કાકી સાથે વાત કરતા ખબર પડી કે એ રેશમા જોડે ફક્ત એટલે લગ્ન કરવા માંગતો હતો એ રેશમા કાકા કાકી ની એક માત્ર છોકરી હતી અને એમની બધી મિલકત રેશમા ની જ હતી. આ વાત કદાચ કાકા કાકી પોતાના અનુભવ ને આધારે જાણી ગયા હતા અને એટલે જ એમણે ના પાડી હતી.

હવે હું ધર્મ સંકટ માં ફસાયો. એક તરફ રેશમા હતી જેની ખુશી મારા માટે બધું હતી તો બીજી તરફ દીપ્તિ કાકી જે મને હંમેશા માંતુલ્ય વાત્સલ્ય આપતા રહ્યા હતા એટલે હું શું કરું એ સમજી નોહ્તો શકતો. દશ એક દિવસ વિચાર્યા પછી અને બંને વિશે રેશમા પાસે થી જાણ્યા પછી મને સમજાયું કે એ છોકરો રેશમા નો ઉપયોગ કરી રહ્યો હતો અને આગળ પણ કરશે જ. મેં વાતવાત માં રેશમા પાસેથી જાણી લીધું કે એ લોકો રેશમા ના એકટીવા માં જ ફરતાં. એ ભણવામાં પણ ડોબો હતો અને ક્યાંય ફિલ્મ કે રેસ્ટોરન્ટ માં જાય ત્યારે પણ રેશમા જ પોતાના પૉકેટમની માંથી પૈસા આપતી. એ પોતે ગરીબ છે પણ રેશમા ને ખુબ ચાહે છે અને એના વગર નહીં જીવી શકે એને લાયક બનેશે આવા વાયદા કરી ને રેશમા ની લાગણી ઓ જોડે રમતો હતો.

મેં એક ચાલ રમવાનું નક્કી કર્યું. મેં રેશમા અને અવિનાશ ને કહ્યું કે હું તમારી મદદ કરીશ અને પછી મેં વિદાય લીધી. બીજે દિવસે મેં રેશમા ને ઘર ની બહાર નીકળતા જોઈ એટલે હું દીપ્તિ કાકીના ઘેર ગયો અને એમને માંડી ને વાત કરી. અને અમે બંને એ એક નાટક કરવાનું નક્કી કર્યું. મને ખુબ ખરાબ પણ લાગી રહ્યું હતું કે હું રેશમા ના વિશ્વાસ ને દગો આપી રહ્યો છું. મને એ પણ ખબર હતી કે હું આ બધું મારા રેશમા માટે ના ઝુકાવ માટે નથી કરી રહ્યો. મારો કોઈ નિજી સ્વાર્થ નથી આમાં. પણ એ વખતે જ રેશમા ઘરમાં આવી ગઈ અને એણે મારા છેલ્લા શબ્દો "કાકી તમે ચિંતા ન કરો હું અને રેશમા અને અવિનાશ ને એક નહિ થવા દઉં" એ સાંભળી લીધા અને એટલે એને મારા પર ખૂબ ગુસ્સો કર્યો અને મને કહ્યું કે અવિનાશ સાચું કહેતો હતો તું મારી દોસ્તી ને લાયક જ નથી. શાકવાળા ની દોસ્તી નહિ સારી એવું એણે મને કહ્યું હતું પણ મેં જ ના માન્યું અને તારા પર વિશ્વાસ મુક્યો. આ સાંભળીને મારી આંખોમાં બહુ વર્ષે આંસું આવ્યા. કદાચ એણે પણ ખરાબ લાગ્યું હશે એટલે એણે મને રાતે ફોન કરીને માફી પણ માંગી પણ ત્યાર સુધી તો હું નક્કી કરી ચુક્યો હતો કે એણે મને શાકવાળો કહ્યો એનું મને દુઃખ નથી પણ જે રીતે અવિનાશ અત્યારથી રેશમા ને પોતાના શુભચિંતકો થી દૂર કરી રહ્યો છે એ પરથી નક્કી છે કે એ રેશમા ને આગળ કોઈ ની સાથે નહિ મળવા દે અને એના પૂરા પૈસા પોતાને નામ કરીને એને છોડી દેશે.

અને મેં મારા કામ ને અંજામ પણ આપી દીધો. મને એ તો ખબર હતી કે રેશમા એ દિવસ ના બનાવ વિશે અવિનાશ ને વાત નહિ જ કરે અને એટલે જ મેં જાણી ને અવિનાશ ને ફોન કર્યો અને એને વાત વાત માં કહ્યું કે મારે તો રેશમા ના ઘરે થી પાછલા ૬ મહિના ના શાક ના પંદર હજાર રૂપિયા લેવાના બાકી છે. પછી અજાણ બનતા બોલ્યો કે કદાચ રેશમા પોતાના બચાવેલ પોકેટમની માંથી તારી પાછળ પૈસા ખર્ચતી હશે જેથી તું એને અમીર સમજીને પરણી જાય પણ અસલ માં તો એમ નું ઘર કર્જમાં ડૂબેલું છે અને એમની પાસે શાકવાળા ને પણ આપવાના પૈસા નથી. આ સાંભળી ને અવિનાશ ના પગ નીચે થી જમીન ખસી ગઈ.

વધુ આવતા અંકે ………………………………………………..