ભાગ : બીજો
રીનાબેન એ સૌ પ્રથમ પાર્થિવને ગમતાં ફોર્મલ કપડાંનાં શોપ માં ગયા અને પાર્થિવ ને મનગમતા રંગ નાં શર્ટ અને એને અનુરૂપ પેન્ટ પીસ લીધાં. પાર્થિવ તો એક જ જોડી લેવા નું કહેતો હતો પણ રીનાબેન કહે કે ના રે એક તો નહીં ઓછાં માં ઓછી ત્રણ તો લેવાની જ છે. સાથે સાથે હરેશ ભાઈ એ પણ રીનાબેન ની પસંદગી ની ફોર્મલ કપડાં ની બે જોડ પોતાનાં માટે લીધી.
હરેશ ભાઈ કહે, “ અમને બંને ને આટલું વ્હાલ થી લેવરાવે છે તો અમે પણ તારાં શોપિંગ માં તને આટલાં જ વ્હાલ થી બધું લેવરાવશું.” રીનાબેન માટે પણ સુંદર ટોપ, કુરતી પેન્ટ પેર, જેગીસ, ટી- શર્ટ, વગેરે લીધું.
શૉપિંગ પૂરું કરી સૌ જમવા માટે સુંદર રેસ્ટોરન્ટ માં જાય છે પોતપોતાની મન પસંદ વાનગી મંગાવી ફેમિલી તસવીર સાથે ભોજન પૂરું કરી ઘરે આવે છે.
થોડાં દિવસો માં સૌએ સાથે મળીને નક્કી કરી લીધું કે Bcs (Micro) પર અભ્યાસ કરીશું. જુનાગઢની સરકારી કોલેજ માં સુંદર ગુણ હોવાથી સરળતા થી પ્રવેશ મળી ગયો.
કોલેજ નાં પહેલાં વર્ષ ની શરૂઆત થઈ, પાર્થિવ બહુ જ ગંભીરતા અને સાચી લગન થી ખૂબ સરસ અભ્યાસ કરી રહ્યો હોય છે. તેનાં મિત્રો પણ તેની જેમ જ ભણવા વિષયક માં ખૂબ ગંભીર અને હોશિયાર. આ ઉંમર જ કંઈક એવી છે કે વિજાતીય આકર્ષણ હંમેશા ચોક્કસ દિશા માં જતાં માણસ ને દખલ પહોંચાડવા આવી જાય છે. એવું નથી કે સૌના જોડે આમ જ થાય ઘણાં એવાં હીરલાઓ પણ જડશે જે અભ્યાસ ક્ષેત્ર અને પ્રણય ક્ષેત્ર ને એકી સાથે માણી ને બંને માં યોગ્ય સફળતા હાંસિલ કરી હોય. પણ પાર્થિવ નાં જીવન માં આ ઘટના કંઇક અલગ જ રૂપ ધારણ કરવા જઈ રહી હતી.
વિષયો અને તેનાં પ્રેક્ટિકલ જ્ઞાન માટે લેબ માં ગ્રુપ પાડી દેવા માં આવ્યાં. દરેક ગ્રુપ માં પાંચ વિદ્યાર્થી પાર્થિવ પોતાનાં ગ્રુપ નો સંચાલક તરીકે સૌની સમિતિ થી નિમાય છે.
પાર્થિવ નાં ગ્રુપ ને તે પોતે, દિશા, રાગિણી, દીપ, રવિ આમ પાંચ લોકો હતાં. ધીમે ધીમે આ લેબ પ્રેક્ટિકલ માં સાથે પ્રયોગો અને વિષયોનું જ્ઞાન લેતા સૌ ખૂબ સારાં મિત્રો બની ગયાં વળી બધાં એક જ શહેર નાં જુનાગઢ એટલે મજા બમણી થઈ ગઈ.
નાના – મોટા તહેવારો, પારિવારિક પ્રસંગોમાં સૌ સાથે મળીને ઉજવણી કરતાં. દરેક નાં પરિવાર માં સૌને જાણ હતી કે આ મિત્રો નું સર્કલ એટલે “ હમ પાંચ “. અને થયું પણ એવું જ પરિવાર નાં લોકો એ શીર્ષક પણ “ હમ પાંચ “ આપી દીધું.
કોલેજ માં, પ્રાધ્યાપક સૌ “ હમ પાંચ “ તરીકે જ ઓળખે.
હમ પાંચ પણ એક થી એક ચડિયાતા સૌ કોલેજ આયોજીત પરીક્ષા માં સુંદર ગુણ લાવી સાથે મળીને પરિણામ ની ઉજવણી કરતાં.
જોત જોતામાં એક વર્ષ પૂરું થઈ ગયું. મિત્રો વચ્ચેની દોસ્તીયારી ગાઢ બનવા લાગી. એક દિવસ દિશા કંઈક ચિંતા માં હોય એવું જણાતાં પાર્થિવ તેની પાસે જઈને બેસે છે અને તે કેમ ચિંતા માં છે એ વિષય અંગે વાત કરવાનું કહે છે. દિશા તેને જણાવે છે કે કોલેજ માં વાત નહીં થાય આપણે સાંજે પાંચ વાગે મધુવન બગીચા માં જઈ ને માલીશું ત્યારે રૂબરૂ બધી વાત કરીશ.
કોલેજ પૂરી કરી સાંજ નાં સમયે પાંચ વાગે પાર્થિવ બગીચે આવી દિશાની રાહ જોવે છે એવામાં થોડીવાર માં દિશા આવે છે. પાર્થિવ તેને ચાલી રહેલી ચિંતા વિશે પૂછે છે દિશા તેને વિગતવાર જણાવે છે કે આજ થી ત્રણ મહિના પહેલા ફેસબુક માં આપની જ કોલેજ માં ભણતો છોકરો દિનેશ તેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મેં સાહજિક રીતે સ્વીકારી કે કોલેજ માં સાથે છીએ એ અર્થે ધીમે ધીમે દિનેશ નાં મેસેજ આવવા લાગ્યા શરૂઆત માં અભ્યાસ બાબતે ચર્ચા કરતો એટલે લાગ્યું કે મિત્ર રૂપે સારો છે ભણતર વિષયમાં એકબીજાં ની મદદ માં જરૂર આવશે. ધીમે ધીમે મિત્રતા સારી બની એટલે મસ્તી મજાક થતાં પણ ધીમે ધીમે તેનાં વર્તન માં ખરાબ ભાવ જન્મી રહ્યો હોય એવું જણાતું આવતું હતું. એક દિવસ તેને મને વિડિયો કોલ કર્યો મને થયું આમ જ ખબર અંતર પૂછવા માટે કર્યો હશે પણ એ વિચાર તદન ખોટો સાબિત થયો. દિનેશ મને વિડીયો કોલ કરી... દિનેશ મને... દિનેશ છે ને.. આટલું કહેતાં દિશા રડવાં લાગે છે.
પાર્થિવ જેટલો ભણવામાં ગંભીર હતો એટલો જ સંબંધો ની માવજત માં ગંભીર હતો. સ્વભાવે શાંત પણ ખૂબ લાગણીશીલ એટલે દિશા ને આ રીતે જોઈને તે થોડા ભાવુક થઈ ગયો કહ્યું કે તું વાત કર શું થયું આમ રડીશ નહીં મને જરા પણ નથી ગમતું કે તું આ રીતે રડે, તને સદાય મેં હસ્તે ચહેરે જોઈ છે. દિશા આગળ જણાવે છે કે વીડિયો કોલ કરી પેલા કેમ છો કેમ નહીં કરી તેણે અર્ધ નગ્ન હાલતમાં તેના અંગો દેખાડવાં લાગ્યો અને બીજી અણગમતી હરકતો કરવાં લાગ્યો આ જોઈ હું ડરી ગઈ અને મેં તરત વિડિયો કોલ કાપી નાખ્યો મને આ ઘટના બાદ એક અઠવાડિયું સરખી નિંદર ના આવી જેમ તેમ મેં મને સ્વસ્થ કરી. ત્યાર bad તેનો કોલ આવતો મેં તેને ના પાડી દીધી કે આજ પછી મને કોલ ના કરે, તેના મેસેજ પણ મેં બંધ કરી દીધાં સોશિયલ મિડિયા માં પણ તેને કાઢી નાખ્યો તેમ છતાં કોલેજ થી ઘરે જાવ ત્યારે ઘણીવાર એ રસ્તે આવી મને એ ઘટના અંગે વાત કરતો અને તેની સાથે મિત્રતા થી આગળ વધી પ્રેમ કરવા માટે દબાણ કરતો પણ હું તેને ઘણીવાર ના પાડી ચૂકી છું તેમ છતાં તે આજે પણ મને હેરાન કરી રહ્યો છે. જો હું તેને હા નહીં પાડું તો તેને અર્ધ નગ્ન હાલતમાં મારી સાથે બનાવેલો વિડિયો વાયરલ કરી દેશે. આ રીતે દિનેશ મને છેલ્લા દસ દિવસ થી હેરાન કરી રહ્યો છે હું શું કરું, કોને કહું..?, મન માં ને મન માં મુંઝાવ છું. તે મને પૂછ્યું તો લાગ્યું કે તું વાત ને સમજી એટલે તારી પાસે હળવી થઈ.
આટલું કહેતાં જ દિશા રડતાં રડતાં પાર્થિવ ને બાથ ભરી જાય છે.
પાર્થિવ માટે ચાલી રહેલી આ ક્ષણ બહુ જ નવીન છે. દિશા ની વાત અને તેનાં આંસુ પોતે જોઈ ના શક્યો તેને દિશા ને પીઠ પર હાથ ફેરવતાં કહ્યું તું ચિંતા ના કર અમે સૌ છીએ ને આપણે ઉકેલ શોધી કાઢીશું. દિશા તરત બોલી સૌ નહીં માત્ર તું એટલે તું જ મને બીજાં કોઈ પર વિશ્વાસ નથી અને આ વાત તું કોઈને નહીં કહે તને મારાં સોગંદ. પાર્થિવ એ પણ જણાવ્યું કે આ વાત આપની વચ્ચે જ સીમિત રહેશે.
દિશા પાર્થિવ નાં આલિંગન માંથી બહાર આવે છે પણ પાર્થિવ હજી આલિંગન રૂપી સ્પર્શ માંથી બહાર નથી નીકળી શક્યો.
(ક્રમશઃ)