Prapose - A Starting Of Love - 2 - last part in Gujarati Love Stories by Piyush Dhameliya books and stories PDF | પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની - 2 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની - 2 - છેલ્લો ભાગ

છ મહિના સુધી મારા મિત્રો એ આ બધું નિહાળ્યુ. અંતે તેઓએ મારી હિંમત બાંધી. અને મને બને એટલું ઓછા સમયમાં પ્રપોઝ કરવા પ્રોત્સાહિત કર્યો. એક દિવસ હું લાઇબ્રેરીમાં જઈ ચડ્યો. કારણકે તેણી પોતાનો વધારા નો સમય લાઇબ્રેરીમાં બેસીને વાંચવામાં પસાર કરતી હતી. હું તેની સામેની ખુરશીમાં જઈને બેઠો. મેં વાંચવા માટે બુક્સ તો કાઢી પરંતુ મારું ધ્યાન કઇ વાંચવામાં લાગે થોડું. હું વારંવાર તેના તરફ જોયા કરું

કઈ કામ છે મારુ ? અચાનક એક અવાજ આવ્યો...

હું આજુબાજુમાં જોવા લાગ્યો. અને એ અવાજને શોધવાનો પ્રયત્ન કરતો હોય એવો દેખાવ કર્યો.

અહીંયા, અહીંયા, હું જ છું, હું જોઉં છું, તમે લાઇબ્રેરીમાં આવ્યા પછી વાંચવામાં ઓછું અને મારા સામે વધારે ધ્યાન આપી રહ્યા છો.

ના ના, એવું કશું જ નથી હું... હું તો... બસ..... આમ જ... મારે શું કામ હોય... મેં ઉતાવળે જવાબ આપી દીધો.

“એટલે, હું છેલ્લા છ મહિનાથી જોઈ રહી છું. કે તમે મને દરરોજ ફોલો કરો છો. કોલેજમાં, કેન્ટીનમાં, યુનિવર્સિટીમાં, વર્ગમાં તો તમારું ધ્યાન કંઈક બીજ હોય છે. મારા ઘરની આસપાસ પણ, મેં તમને જોયા છે. અને આજે અહીંયા પણ આવી ગયા.” શું, વાત શું છે ??? મને એવું લાગે છે કે તમે મને કંઈ કહેવા માંગો છો...

“શી….” અવાજ આવ્યો લાઈબ્રેરીયન અમને શાંતિ જાળવવા કહેતા હતા.

આપણે બગીચામાં જઈને વાત કરીએ ??? તેણી એ પૂછ્યું...

હા, ચોક્કસ... શા માટે નહીં !!! મેં કહ્યું.

(બગીચામાં એક ઝાડ નીચે બેંચ પર)

“આઇ લવ યુ” તેણીએ કહ્યું.

શું ??? મે તે શબ્દો સારી રીતે સાંભળ્યા હતા. છતાં હું ફરીથી સાંભળવા માગતો હતો.

હા, હું તમને ચાહું છું. તેણે જવાબ આપ્યો

પરંતુ , મને કંઈ સમજાયું નહીં, સમજાય તેમ વાત કરને મેં કહ્યું.

હું તમને છેલ્લા છ મહિનાથી પ્રેમ કરું છું. મે જ્યારે તમને પ્રથમ વખત નિહાળ્યા હતા. ત્યારથી જ, તમે જ્યારે પેલા સિનિયર લોકોને ચેલેન્જ આપી હતી. ત્યારે હું ત્યાં આસપાસ જ હતી. મને તમારી પર્સનાલિટી અને તમારી સ્ટાઇલ ગમી ગઈ. બીજા દિવસે કોલેજ આવતા સમયે તમે પેલા ગરીબ છોકરાને જે મદદ કરી હતી. તે જોઈ મને તમારામાં સહાનુભૂતિ અને અન્ય પ્રત્યે ની લાગણી નો ભાવ મને ગમ્યો. ત્યારથી હું તમારી જબરી ફેર બની ગઈ. અને મને તમે ગમવા લાગ્યા. હું દરરોજ તમને જોવા માટે વર્ગમાં અને કેન્ટીનમાં આવતી હતી. અને એ ખાતરી કરી કે તમારા જીવનમાં અન્ય કોઈ છોકરી તો નથી ને!!!!! અને થોડા દિવસો પછી... તમે, મને ફોલો કરવાની શરૂઆત કરી. ત્યાર પછીથી મારે તમને જોવા માટે તમારી પાછળ આવવાની જરૂર ના રહી. હું તમને એકટીવા ના સાઈડ ગ્લાસ માંથી જોઈ લેતી. વર્ગમાં બ્લેક બોર્ડ ની ઉપરના અરીસામાંથી તમને જોઈ લેતી. ઘરની બાલ્કનીમાં હું તમારી જ વાટ જોતી. તમને જોઇને હું મનમાં ને મન માં જ રાજી થતી હતી. આવી રીતે તમારો મને ફોલો કરવાનો અર્થ એ હતો કે તમે પણ મને ચાહવા લાગ્યા છો. પરંતુ હું રાહ જોઈ રહી હતી કે ક્યારેય તમે મને સામે ચાલીને પ્રપોઝ કરો. પરંતુ આમ ન થયું.

હું હિંમત ન કરત, અને તને પ્રપોઝ ન કરત, તો શું તુ પ્રપોઝ કરે ? મેં વચ્ચે થી પૂછી લીધું.

નહિ, હું થોડો સમય રાહ જોત, જેમ રાધા શ્યામ ની રાહ જોઈને બેઠી હતી તેમ બેઠી રહેત. અને અહીં મારા કેસમાં તો મને ખબર હતી કે મારો શ્યામ મારા સિવાય કોઈનો નહીં થાય. વહેલા કે મોડો તે માત્ર મારો જ શ્યામ છે.

“તો આજે કેમ પ્રપોઝ કર્યું ?” મેં ફરીથી સવાલ કર્યો.

આજે તમે મને લાયબ્રેરીમાં મળવા માટે આવ્યા. હું, ત્યારે જ સમજી ગઈ હતી, કે તમે શું વાત લઈને આવ્યા છો. પરંતુ તમે તમારી વાત રજુ કરી શકતા નહોતા. અને હું પણ ઉતાવળી થઇ ગઈ. અને એટલેજ મેં પ્રથમ પ્રપોઝ કરી દીધું. અરે, તમે મને પ્રેમ તો કરો છો ને ??? તેણીએ પૂછ્યું.

કેમ ? આવું કેમ પૂછ્યું.. હમણા તો કહેતી હતી કે મારો શ્યામ ફક્ત મારો જ છે. તેના જીવનમાં બીજી કોઈ રાધા નથી. તો આવો શંકાસ્પદ સવાલ કેમ ? મેં વાતને લંબાવી... મે મન માં વિચાર્યું કે લાવ ને એને થોડી સતાવું અને પછી પ્રપોઝ કરું.

એટલે શું ? તમારા મનમાં મારા માટે કોઇ લાગણી નથી ? તેણીએ પણ સવાલ કર્યો.

ના, મારે તો માત્ર એક દોસ્ત જોઈતી હતી. મારા મન મંદિરમાં તો રુકમણી ના સ્વપ્નો છે. મેં આજ સુધી કોઈ રાધા ને પ્રેમ કર્યો જ નથી. મારે તો માત્ર એક સખીને જરૂર હતી. જે મારા મનના ભાવ ને સમજી શકે, મારા દરેક નિર્ણયમાં એનો અભિપ્રાય આપી શકે, મારા ખોટા કામોમાં મને રોકી શકે, મને જરૂર પડ્યે સાચો માર્ગ બતાવી શકે, અને સાથ આપી શકે. આમ ને વાતને લાંબી ખેંચી.

“તેના ચહેરા પરના હાવભાવ જોવા જેવા હતા.” તે ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર ચાલી ગઈ.

અરે સાંભળ, ઉભી તો રે, મેં રોકવાની ખૂબ જ કોશિશ કરી. પરંતુ તે ત્યાંથી ચાલી ગઇ અને પાછું વળીને પણ ના જોયુ.

મને મારી ભૂલ સમજાઈ. મને થયું કે હું બધું જ બરાબર કરી નાખીશ. કાલે પાછી કોલેજ આવે ત્યારે હું બધી જ સાચી વાત તેણીને જણાવી દઈશ. પરંતુ એ કાલ આવી જ નહીં. હું બીજા દિવસે એને શોધતો જ રહ્યો. સતત એક અઠવાડિયા સુધી તે કોલેજમાં ન દેખાઈ. મારા મેસેજ કે ફોન ના પણ કોઈ જવાબ ન આપ્યો.

હું દરરોજ કોલેજ માં જતો. અને વર્ગમાં ન બેસી કોલેજ નાં દરવાજા પાસે તેની રાહ જોયા કરતો. આવું ને આવું લગભગ એક અઠવાડિયું ચાલ્યું હશે.તેણી કોલેજના આવતી. આ જોઈ મને મારા પર ધ્રુણા થવા લાગી. કે “મેં આ શું કર્યું”. મારા મનમાં ઘણા બધા સવાલો ઊભા થયા. ક્યાંક તેણીએ કોલેજ તો નહીં બદલી નાખી હોય ને !!! કે કદાચ અજુગતું કે કઈક ખોટુ પગલુ..... ના.. ના.. એવું કશું નહી થયુંહોય મને મારા પ્રેમ પર પૂર્ણ વિશ્વાસ છે. તે આવશે, આવશે, ને આવશે જ . મારા માટે આવશે, હું મારા જીવનના અંત સુધી એની રાહ જોઈશ. આવું મેં મન માં વિચાર્યું.

સાત દિવસની લાંબી અને અસહનિય રાહ જોયા પછી મારી આ રાહનો અંત આવ્યો. એક દિવસ તે કોલેજ પાછી આવી. માફી માગવા માટે મેં તેને બોલાવી. પરંતુ તેણીએ મને જોયો જ ના હોય એમ ગણકારી આગળ વધી. અને જાણતા કે અજાણતા જ મને નકાર્યો. ક્ષણભર તો એવું લાગ્યું કે જાણે તેણી મને ઓળખતી જ ના હોય. બે કલાકના લેક્ચર પૂર્ણ થયા બાદ તે બહાર આવી. બહાર આવતાની સાથે જ મેં તેનો હાથ પકડી અને ખેંચી. ફરીથી બગીચાના એજ ઝાડની નીચે એ જ બાંકડે લઈ ગયો. મેં તેની આંખોમાં આંખો પરોવી જોયું. તેની આંખોમાં મેં મારા પ્રત્યેની નફરત ની લાગણી મેં અનુભવી.અને મેં કાર્ય પણ એવું જ કર્યું હતું ને. મેં તેને આટલા દિવસ કોલેજમાં ન આવવાનું કારણ પૂછ્યું. તેણી એ કહ્યું જાવ તમે તમારી રુકમણી પાસે, તમારે આ રાધા નું શું કામ તમારે મન તો રુકમણી જ તમારો પ્રેમ છે. આટલું બોલતા એના હોઠ પર હલકી સ્માઈલ આવી. તેણે એ છુપાવવાનો પ્રયત્ન કર્યો. ને આ સ્થિતી બનતા જ હું સમજી ગયો ચોક્કસ આ કોઈ નાટક જ છે. રિસાઈ ને કોલેજ ન આવવું એ પણ એક નાટક જ છે. એવો મને આભાસ થયો. અને હું આખીય વાત સમજી ગયો. પરંતુ મનોમન નક્કી કર્યું કે હવે વાત ને બહુ લાંબી નથી કરવી. પ્રપોઝ કરી જ નાખવું. આ સાથે મને હાશકારો થયો. ચાલો, તેણીને કઈ થયું તો નથી. મે ઊંડો શ્વાસ લીધો.

મેં કહ્યું ચાલ તો તને હુ તને મારિ રુકમણી ને મળાવું. તે ચોકી ગઈ. શું કહ્યું તમે ? હું કશું જ કહ્યા વગર તેનો હાથ પકડી ને એક ખાલી વર્ગ માં લઇ ગયો અને અરીસા સામેં ઉભી રાખી દીધી. અને કહ્યું જો આ છે મારી રુકમણી. કે “જેને મેં પહેલા દિવસ થી જ પ્રેમ કર્યો છે”. “જેને મેં મારા જીવ થી પણ વધુ ચાહી છે”. તે અરીસો જોઇને સ્તબ્ધ થઇ ગઈ. તે જેવી પાછી ફરી કે તરત જ મેં મારા ગોઠણ પર બેસીને તેને પ્રપોઝ કરી. અને મેં તેને એક પ્રેમ નું ફૂલ (ગુલાબ) આપ્યું. એટલામાં મારા મિત્રો બીજા અન્ય વિદ્યાર્થીઓ સાથે ત્યાં આવી પહોચ્યા.થોડીજ વાર માં વર્ગ શરુ થવાનો હતો. ત્યારબાદ તેણીએ મારું પ્રપોઝલ સ્વીકાર્યું અને મને ગાલ પર એક કિસ કરી. અને તેણીએ બધાની સમક્ષ સૌની હાજરીમાં કહ્યું: તે દિવસે તેણીના રિસાઈ ને ગયા ગયા બાદ તે એકપણ દિવસ કોલેજ આવવાનું ચુકી નથી. પરંતુ તે કોલેજ આવી ને મારાથી છુપાઈને રહેતી.તેણે કહ્યું : હું તમારી નજર માં ના આવું તેમ દુર બેસીને તમને જોયા કરતી. હું તે જ દિવસે સમજી ગઈ હતી કે તમે આમ જ વાત ને લાંબી કરો છો. અને મને સતાવી રહ્ય છો. કેમ કે મને પહેલા થી જ તમારા મિત્રો એ બધી વાત કરી દીધી હતી તે દિવસ બાબતે. એટલે જ મેં પણ નક્કી કરી લીધું હતું કે મારે પણ તમને થોડા સતાવવા. અને તારા મારા પ્રત્યેના અનહદ પ્રેમ નો આનંદ લેવો. અને મારે એ પણ જાણવું હતું કે તમે મને પામવા માટે શું કરી શકો છો. પરંતુ આખરે હું મારી જાત ને રોકી ના શકી.અને આજે તમારી સામે આવી ગઈ.મને માફ કરજો. મારે આમ નહિ કરવું જોઈતું હતું.મેં તમારા પ્રેમ નું અપમાન કર્યું છે. આમ કહી તે મને ભેટી પડી. અને રડવા લાગી. મેં તેણીને શાંત પાડી. અને કહ્યું કઈ વાંધો ની. મેં પણ એક ભૂલ કરી હતી. તે મને માફ કર્યો અને મેં પણ તને માફ કરી.

ત્યાર પછી અમો બંને એકબીજા ના સાથી રહ્યા.કોલેજ પૂર્ણ કાર્ય પછી પરિવાર અને માતાપિતા ની સહમતી થી અમો એ અમારું વૈવાહિક જીવન શરુ કર્યું. અને આજે આમારા લગ્ન ને એક વર્ષ પૂર્ણ થયું. આજે અમે એકબીજા ને એકબીજા કરતા પણ વધુ પ્રેમ કરીએ છીએ. આમોને આજે પ્રેમ વરસાવવા માટેનું એક બહાનું પણ મળી ગયું છે. અમારા પ્રેમ ની નિશાની. તે દિવસ ના પ્રપોઝ પછી અમારા પ્રેમ માં ઉણપ આવી નથી.

વાંચનાર મિત્રો ને મારી એક અંગત સલાહ છે કે જો તમે પણ કોઈને પ્રેમ કરતા હોવ તો તેમને પ્રપોઝ કરતા વાર ન લગાવતા. અને પોતે કરેલા પ્રેમ માં ક્યારેય સંશય કે શંકા ને સ્થાન ન આપવું જોઈએ.કારણ કે તે હંમેશા સંબંધ તોડતા હોય છે. બધાનું નસીબ આપની આ વાર્તા ના કપલ જેવું ના હોય ને !!! આ દુનિયામાં ઘણા પ્રેમ અધૂરા રહી જતા હોય છે. તેની માટે આપને કોઈને દોષ પણ ના આપવો જોઈએ. મારા પ્રેમી મિત્રોને હું કહેવા માંગું છું કે પોતાના પ્રેમ ને સફળ બનાવવા માટે ખોટા પગલા પણ ના ભરવા જોઈએ. પ્રેમ ની દોર માં બાંધવા જઈ રહેલા બંને કપલ ની તથા તેઓના માતાપિતાની સહમતી પણ હોવી જ જોઈએ. કેમ કે માતા પિતા ક્યારેય પોતાના બાળકો નું ખરાબ ના ઇચ્છતા હોય. મિત્રો પ્રેમ માત્ર વૈવાહિક જીવન પહેલા થવો જરૂરી નથી. વૈવાહિક જીવન માં પ્રવેશ કાર્ય બાદ પણ એકબીજા વચ્ચે પ્રેમ ની રચના થઇ શકે છે.

આભાર