સ્વીકાર્ય
આ વાર્તા નો ભાવ કોઈ ધર્મ, જાતિ કે વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ માત્ર મારી કાલ્પનિક વાતોમાંથી એક છે જે સત્ય ઘટના પર આધારિત નથી.
ઋણ
હું ખરેખર દિલથી જેનો આભાર માનું છું એવા મારા પરમ મિત્ર તથા સુખ દુ:ખ ના ભાગીદાર અને સગા ભાઈની જેમ પ્રેમ કરતા એવા મારા મિત્ર શ્રીમાન ભાવેશભાઈ રાઠોડ તથા હું જેઓનો સહૃદય આદર અને સન્માન કરું છું એવા મારા પરમસખી અને જેમને હું મોટા બહેન માનું છું એવા શ્રીમતી સાધના બહેન નો હૃદયપૂર્વક આભાર કે જેવો મને આ વાતો લખવા તથા વિચારવા માટે હંમેશા પ્રેરણા પૂરી પાડે છે અને જેઓ મારી સાથે રહીને કે મારાથી દૂર રહીને પણ મારા અંતરના ઊંડાણમાં ભાવનાઓ, લાગણીઓ, પ્રેમ તથા શબ્દો નો સંચય કરતાં રહે છે. તેઓનો ખુબ ખુબ આભાર
આ એ સમયની વાત છે જ્યારે હું કૉલેજમાં ભણતો હતો. મારા કોલેજના લગભગ છ મહિના વીત્યા હશે. ત્યાં અચાનક જ મારા પપ્પાનું ટ્રાન્સફર થયું. આ સાથે મારી પણ કોલેજ બદલાય અને મારું પણ ટ્રાન્સફર થયું. ટ્રાન્સફર પછી નવી કોલેજ નો મારો પહેલો દિવસ હતો. હું ઘણુંજ નર્વસ હતો મારા મનમાં ઘણા સવાલો હતા. શું થશે ? મારા નવા મિત્રો કેવા હશે ? ત્યાં મારું રેગીંગ તો નહીં થાય ને ? મારા સિનિયર સ્વભાવના કેવા હશે આવા અનેક અજીબ એવમ વિચિત્ર વિચારો મગજમાં ફરતા હતા. હું ઘરેથી કોલેજ જવા નીકળ્યો. પહેલા રીક્ષા, પછી બસ, આમ વાહનો બદલતા બદલતા હું કોલેજ તરફ રવાના થયો. જેમ જેમ કોલેજ નજીક આવતી ગઇ તેમ તેમ મારા હૃદયના ધબકારા વધતા ગયા.
આખરે હું કોલેજ પહોંચી ગયો. મારી કોલેજ નો ગેટ જોઈને જ હું હેબતાઇ ગયો. અરે બાપ રે.... આવડો મોટો ગેટ !!! હું તો ગેટ વટાવી કોલેજમાં અંદર દાખલ થયો. આમ તેમ થોડા આંટા ફેરા માર્યા પછી અંતે મારે ત્યાં બેસેલા એક ગ્રુપ નો સહારો લેવો પડ્યો, પ્રિન્સિપલ સર ની ઓફિસ શોધવા માટે,. હું એ ટોળા નજીક ગયો અને સાહજિક ભાવથી પૂછ્યું...
"Excuse me; can you please, show me a principal's office..."
એટલામાં અમારા સિનિયર નું એક ટોળું ત્યાં આવી પહોંચ્યું. અરે ઓ... અંગ્રેજી ઓલાદ , કહી મને સંબોધ્યો. તેઓની ભાષા તોછડી હતી. વાણીમાં કોઈ જ પ્રકારનો માન-સન્માન કે આદરભાવ હતો. જોયા માંજ પૈસાદાર કુટુંબના છોકરા લાગતા હતા. એવું નથી કે પૈસાદાર છોકરાઓ બધા જ આવા હોય. પરંતુ જ્યારે પૈસા નો નશો માથે ચડે કે પૈસાનું અભિમાન ચડે ત્યારે માણસથી આવી ભૂલો થતી હોય છે. અને તે ત્યાર પછી તેઓ જીવનમાં ઘણા પછતાય પણ છે. આ સાંભળી હું ગભરાઇ જ ગયો. વિચાર્યું કે આખરે જેની બીક હતી એ જ થયું. રેગિંગ... પરંતુ મેં હિંમત કરી અને જવાબ આપ્યો
"Hey listen, listen carefully. Please keep away from me. and don't play any task with me. Otherwise you people will be very sorry."
તો શું તું પ્રિન્સિપલ સાહેબને ફરિયાદ કરીશ, એમ ? તેમાંથી એક બોલ્યો
ના, આવડા નાનકડા કાર્યમાં તેઓની શી જરૂર ? તમારા બધા માટે તો હું એકલો જ કાફી છું.
એમ, તો શું કરી લઈશ અમારુ? તું અમારા ઉસ્તાદને ચેલેન્જ આપે છે ? તું શું સમજે છે અમારા ઉસ્તાદ તારાથી ડરી જશે ? મજાક છે કે ? તેઓમાંથી એક બોલ્યો
ખરેખર તો આવા ગ્રુપમાં એકાદ માણસ તો આવા હોય જ છે. જેઓ ખોટી રીતે વાતને ઉશ્કેરતા હોય છે. મેં તેઓના ઉસ્તાદ સામે જોયું. જોતા લાગ્યું કે આ ભાઈ સાહેબ થોડા મૂર્ખ પ્રકારના છે. તો, આની જ મજાક બનાવી દઈએ તો,. તો ત્યાર પછી આખી કોલેજમાં મારો કોઈ લોકો ચાળો લે નહિ...
મેં કહ્યું : હા, હું ચેલેન્જ આપું છું, તમારા ઉસ્તાદને. ચેલેન્જ એ છે કે “હું જે બંધ આંખોએ કરું તે તમારે ખુલ્લી આંખે કરી બતાવો અને જો આમ ન થાય તો આજથી કૉલેજના છેલ્લા દિવસ સુધી તમે મારા બોડીગાર્ડ. કોલેજમાં કોઈ પણ મને પરેશાન કે સતાવે નહીં તેનું ધ્યાન રાખવાનું” બોલો છે મંજુર ???
હા મંજુર છે અનન્યાએ (એ ગ્રુપની એક છોકરી) વિચાર્યા વગર સીધી શરત સ્વીકારી લીધી. ઉસ્તાદ તમે ચિંતા ના કરશો અમને વિશ્વાસ છે કે તમે જ જીતશો...
તુરંતજ મે નીચે નમી એક મુઠ્ઠી ધૂળ ઉપાડી, આંખો બંધ કરી, અને આંખો પર ધૂળ નાખી.. ત્યાર પછી મોં સાફ કરી મેં કહ્યું કે ચાલો, હવે તમારો વારો. મેં જે મુજબ કર્યું તે મુજબ તમારે અનુસરવાનું છે .તેમણે હાર સ્વીકારી. એટલા માજ કોલેજ ની ઘંટડી વાગે છે.. બધા વિદ્યાર્થીઓ વર્ગ તરફ ચાલતા થયા. તે ગ્રુપ મને પ્રિન્સિપાલની ઓફિસ સુધી પહોંચાડી ગયા. મેં પ્રિન્સિપલ સાહેબને નવા પ્રવેશ અંગેની વાત કરી. ત્યારબાદ અમે બંને ( હું અને સાહેબ ) વર્ગમાં ગયા. અને પ્રિન્સિપલ સાહેબે વર્ગમાં મારી ઓળખાણ કરાવી. આમ કોલેજ નો પહેલો દિવસ પૂર્ણ થયો.
બીજા દિવસે જ્યારે હું ફરીથી કોલેજમાં ગયો. ત્યારે હજુ વર્ગો શરૂ થવાની થોડો સમય હતો. ત્યાં મારી નજર બગીચા માં બેસેલી એક છોકરી પર પડી. એકદમ શાંત, પોતાના વિચારોમાં મશગુલ, એક હાથની આંગળી થી વાળની લટોને ગોળ ગોળ ફેરવતી, મનમાં ને મનમાં મલકાતી, એની આંખોમાં એવી ચમક કે જાણે ચંદ્રમા નું તેજ ઓછું પડે. તેણી ને જોતા જ મને તે ગમી ગઈ. મારા નવા બનેલા મિત્ર મને જણાવ્યું કે તેણી પણ અમારા જ વર્ગમાં હતી. અને તેણી અન્ય કોલેજમાં સ્પોર્ટ્સ ચેમ્પિયન રહી ચૂકી છે તથા છ માસીક કસોટીમાં પ્રથમ ક્રમાંક ધરાવતી હતી. અને તેણીને સ્પોર્ટ્સ બેઝ પર આ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. આ સાંભળી હું તેની તરફ વધુ આકર્ષાયો. હું તેણીને મારા મનની વાતો જઈને કહી શક્યો નહીં. આવું ( છુપાઈ છુપાઈને તેણીને જોવાનું અને જો કોઈ અન્ય તેણીની સામે જુએ તો સામ, દામ, દંડ, ભેદ નો ઉપયોગ કરી તેને સમજાવવો ) લગભગ છ મહિના ચાલ્યુ. આમ ને આમ છ મહિના વીતી ગયા.
(( મિત્રો આ વાર્તા માં આગળ શું થાય છે તે જાણવા માટે બીજો ભાગ વાંચવાનું ભૂલશો નહિ...))