Strange story sweetheart .... 19 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની....19

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની....19

પ્રિયાએ રૂમમાં જઈ ટી. વી. ચાલુ કર્યું ને પોતાની ફેવરિટ સિરિયલ જોવા માટે બેસી ગઈ. સિરિયલ જોવામાં મશ્ગૂલ હતી ને એને પોતાનાં નામની બૂમ સંભળાય. અચરજ સાથે એણે આંખોં ઉંચી કરી ને બોલી,
"સુશીલ આજે વહેલો આવી ગયો......"

"પ્રિયા...., પ્રિયા....."

"આવી......"

પ્રિયા ટી.વી. બંધ કરી બહાર આવી.

"આ જો..., હું શું લઈને આવ્યો...છું...?"

"શું...."

"મોબાઈલ....ફોન....."

"શું વાત કરે છે... !!!!!"

"મમ્મી - પપ્પાને બહાર બોલાવ....."
"હા.....,"

પ્રિયા મમ્મી પપ્પાને બહાર બોલાવી લાવે છે.

"મમ્મી...., આ જો....., મોબાઈલ ફોન...., પપ્પા....આનાથી ગમે ત્યારે આપણે કોઈની પણ સાથે વાત કરી શકીએ છીએ."

"હેં....., સાચે....જ....!!!!" મમ્મી આશ્ચર્યથી બોલ્યાં.

"હા...., મમ્મી.... "

"સરસ...." પપ્પા ફક્ત એટલું જ બોલ્યાં.

"પ્રિયા...હજી શહેરમાં માત્ર સો પીસ જ આવ્યાં છે ને એમાંથી મેં એક ખરીદી લીધો. આઉટ ગોઈંગ માટે એક મિનિટનાં પંદર રૂપિયા ને ઈન કમીન્ગ માટે એક મિનિટનાં અઢાર રૂપિયા...લાગે...."

"હા....એ વિશે મેં છાપામાં વાંચ્યું.....હતું... . " પ્રિયા બોલી.

મોબાઈલ ફોન જોઈને સુશીલનાં માતા - પિતા અંદર જતાં રહ્યાં. સુશીલ અને પ્રિયા જમવા બેસ્યા. પ્રિયાનું પેટ ભરેલું હતું એટલે એણે એકદમ જ થોડુંક ખાધું. જમીને બંને જણ થોડીવાર સુધી મોબાઈલ ફોન વિશે વાતો કરતાં રહ્યાં.

બીજાં દિવસે કમલેશભાઈનો ફોન આવ્યો, પ્રિયાનાં સાસુએ ફોન ઉઠાવ્યો.

"હૅલો....."

"હૅલો....જય શ્રી કૃષ્ણ....હું....કમલેશ....બોલું...."

"જય શ્રી કૃષ્ણ.....કમલેશભાઈ....કેમ છો?......મજામાં....માયાબેનની તબિયત કેવી....છે.....?"

"હા..., હું મજામાં.....માયાની તબિયત આમ તો સારી...જ...છે...પણ...ડૉક્ટરે...જરા...થોડો...સમય...બૅડ રેસ્ટ કરવાની સલાહ આપી છે."

"અચ્છા....,અચ્છા......,બોલાવું....હં....પ્રિયા વહુને....."

"હા....,"

"પ્રિયા...વહુ....ઓ...પ્રિયા....વહુ......"

"હં.....મમ્મી....."

"તારાં...ભાઈ...એટલે કે....કમલેશ ભાઈનો ફોન....છે...."

"આવી... મમ્મી...."

લગભગ અડધો કલાક સુધી પ્રિયા કમલેશ જોડે ફોન પર વાત કરે છે. પછી ફોન મૂકી સુશીલ ઉઠે એની પહેલાં એની બધી તૈયારી કરવા લાગી ગઈ. સુશીલ ઉઠીને બહાર આવ્યો. એની સાથે ચા પીતાં પીતાં પ્રિયાએ પોતાની વાત કહેવાની શરૂ કરી,
"મોટાભાઈનો ફોન આવ્યો હતો. થોડાંક દિવસ રોકાવા માટે બોલાવે છે. માયાભાભીની તબિયત થોડી નરમ - ગરમ રહે છે."

"હા..., હા...., જઈ આવ. ડ્રાઈવરને કહી દઉં છું. તને લઈ જશે."

"મમ્મી..., પપ્પાને એકવાર પૂછી જોઈએ."

"એ લોકો પણ તને કંઈ ના નહિ કહેશે તેમ છતાં પૂછવું હોય તો પૂછી લેજે." એમ કહી સુશીલ બાથરૂમમાં જતો રહ્યો.

પ્રિયાનાં સાસુ પૂજા રૂમમાંથી બહાર આવ્યા એટલે પ્રિયાએ એમને વાત કરી.

"હા.. ,હા..., અમને શું વાંધો હોય એમાં....જઈ આવ..., થોડાંક દિવસ."
આ સાંભળી પ્રિયા ખુશ થઈ ગઈ. સુશીલનાં ગયાં પછી એ જમીને ભાઈનાં ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. ડ્રાઈવર ગાડી લઈને તૈયાર ઉભો જ હતો. પ્રિયાએ રસ્તામાંથી મિઠાઈ લીધી. થોડોક નાશ્તો લીધો ને એકાદ કલાક પછી પહોંચી. પ્રિયાને આવેલી જોઈને માયાભાભી ખૂબ જ ખુશ થઈ ગયાં. પ્રિયાને મૂકી ડ્રાઈવર પરત જતો રહ્યો. એનાં ગયાં પછી નણંદ - ભાભી વાતે વળગ્યા તે છેક કમલેશ આવ્યો ત્યાં સુધી વાતો જ કરતાં રહ્યાં. પ્રિયાને જોઈ કમલેશ પણ ઘણો હરખાઈ ગયો.

"આવી...ગઈ...બેના..."

"હા...., મોટાભાઈ...."

પ્રિયા કમલેશને પાણી પીવા માટે આપે છે. પાણી પી ને કમલેશ બહાર જતો રહ્યો.

"ક્યાં ગયાં....મોટાભાઈ....?"

"એ....પાર્સલ લેવા માટે ગયાં છે...."

"પાર્સલ.....???"

"હા.....અમે નક્કી જ કરીને રાખ્યુ હતું કે જે દિવસે તમે આવશો એ દિવસે ખાવાનું બહારથી લઈ આવશું તો એ લેવા માટે ગયાં છે...."

"ઘરે હું બનાવી લેત ને....., નકામું બહારથી મંગાવ્યું..તમારી સાથે વાતો કરવામાં ધ્યાન જ ન રહ્યું નહિ તો ....ને પાછું ત્યાં તો રંજનબેન બધું સંભાળી લે છે એટલે હમણાંથી રસોઈ કરવાની આદત છૂટી ગઈ છે એટલે રસોઈ બનાવવાનું યાદ આવ્યું જ નહિ...."

"સવારે મેં અને તમારાં ભાઈએ નક્કી જ કરીને રાખ્યું હતું નહિ તો હું જ તમને કહી દેત ને....."

"હું સામાન અંદર રૂમમાં મૂકી આવું છું." એવું માયાભાભીને કહી પ્રિયા અંદર જતી રહી. કેટલાં વખત પછી પોતાનાં રૂમમાં આવી હતી. થોડીક વાર માટે તો એ પોતાનાં અતીતમાં જતી રહી. પોતાનાં જુનાં દિવસો એની આંખ સામે તરી રહ્યાં હતાં. ભૂતકાળમાં એ ખોવાઈ ગઈ.

(ક્રમશ:)