CHECK MATE. - 17 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 17

Featured Books
Categories
Share

ચેકમેટ - 17


મિત્રો આગળના પાર્ટમાં જોયું કે આલય સૃષ્ટિના જન્મદિવસ પર તેમના ઘરે ગયો હોય છે જે રિધમ મહેતાને બિલકુલ પસંદ નથી હોતું છતાં પણ સૃષ્ટિ તેના જન્મદિવસની ઉજવણી કરવા ડેલહાઉસી જાય છે.જ્યાં રસ્તામાં એમને એકસિડેન્ટ થાય છે.
જેમાંથી સૃષ્ટિ હવે ધીરે ધીરે રિકવર થઈ રહી છે પરંતુ આલય સ્થળ પરથી જ ગાયબ છે....હવે આગળ

"સર હું રસ્તામાં જ હતી અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. મેં રિધમને કોન્ટેક્ટ કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તેમનો ફોન નોટ રિચેબલ હતો...હું ઘટના સ્થળ પર પહોંચી ત્યારે માત્ર એમ્બ્યુલન્સ હતી જે નીકળવાની તૈયારીમાં હતી.કારની હાલત જોઈને એવું લાગ્યું કે જો અહીં આ હાલત છે તો મારી સૃષ્ટિ અને આલયની શું હાલત હશે... લોકોના ટોળા વિખરાઈ ગયા હતા.હું એમ્બ્યુલન્સમાં બેસી ગઈ.સૃષ્ટિ લોહીલુહાણ થઈને બેભાન હતી.

હું કોઈને કશું પૂછવાના કે કહેવાના હોશમાં જ નહોતી.થોડી વારમાં સ્વસ્થ થઈને મેં ડોક્ટરને પૂછ્યું કે "સાહેબ આમની સાથે બીજા બે જણ હતા..એક આલય અને બીજું કોણ હતું ખબર નથી..પણ એ છોકરાઓનું શું થયું એમને ક્યાં એડમિટ કર્યા છે.

મારે એમના પેરેન્ટ્સને જાણ કરવી પડશે.."
"બેન સ્વસ્થ થાવ...અમને અકસ્માત સ્થળ પર માત્ર અને માત્ર તમારી દીકરી જ મળી છે અન્ય કોઈ વ્યક્તિ કે એમનો સામાન પણ મળ્યો નથી.અને પ્લીઝ પેશન્ટ ઇઝ સિરિયસ તો અત્યારે વાતો બંધ કરીયે..."ઓક્સિજન ચાલુ કરી દેવામાં આવ્યો હતો તેમજ જરૂરી ફસ્ટ એડ ચાલુ કરી દીધી હતી.
થોડીક જ મિનિટોમાં સિમલા હોસ્પિટલમાં પહોંચીને તાબડતોડ ઇમરજન્સી રૂમ માં શિફ્ટ કરી....બસ સાહેબ ત્યારની મારી સૃષ્ટિ આમ જ સૂતી છે..."

"તો પછી ત્યાંથી અહીંયા દેહરાદૂન કેમ શિફ્ટ કરી સૃષ્ટિને.

"સર પપ્પા હવે નોર્મલ છે.મને લાગે છે આપણે આ વાત અત્યારે અટકાવવી પડશે..જો આપને વાંધો ના હોય તો"
વાતને વચ્ચેથી અટકાવતા જ મોક્ષા બોલી.

ઓકે..ઠીક છે મોક્ષા હું આવું છું એમની પાસે ચાલો...."

મનોજભાઈની તબિયત હવે સુધારા પર આવી ગઈ છે.તેથી ચિંતાનું કોઈ કારણ નહોતું.

વાત ચાલુ હતી અને ઇન્સ્પેક્ટર મોહિંત્રેનો ફોન આવ્યો...
ઇન્સ્પેક્ટર મોહિંત્રે એમને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવાનું કહે છે.રાજપૂત સાહેબ એમની પાસે થોડોક સમય માંગે છે અને એક જરૂરી કામમાં ફસાઈ ગયા હોવાનું કહે છે.અને બે કલાકમાં ત્યાં પહોંચી જશે એવો વાયદો કરે છે.

"આંટી મારે નીકળવું પડશે..આપ બેસો અહીં ...હું ટેક્સી કરીને જતો રહીશ."કહીને મિ. રાજપૂત સિમલા પોલીસ સ્ટેશન જવા નીકળી જાય છે અને સાથે મોક્ષાને મનોજભાઈનું ધ્યાન રાખવાનું પણ કહેતા જાય છે.
મનોજભાઈના રૂમમાં,મોક્ષા તથા મૃણાલિની બહેન બંને જણા બેઠા હોય છે.

મનોજભાઈ સ્વસ્થ હોવા છતાં આંખો બંધ કરીને બેડ પર બેકરેસ્ટના સહારે બેઠા હોય છે.
થોડીક જ વારમાં કેન્ટીનમાંથી ફ્રુટ જ્યુસ આવે છે.કમને પણ ઘૂંટડો ગળે ઉતારવો જ રહ્યો એવું માનીને મનોજભાઈ જ્યુસ પી ને આરામ કરતા હોય છે ત્યાં જ વનિતાબેનનો અમદાવાદથી વિડીઓ કોલ આવે છે.મનોજભાઈ એકદમ જ બનાવટી હાસ્ય મોઢા પર લાવીને ફોન ઉપાડે છે.અને બેડ પરથી ઉઠીને બાટલા સહિત સોફા પર બેસી જાય છે.

"હેલો, કેમ છો તમે? ત્યાં કેમ છે બધું..એકસાથે પ્રશ્નોનો મારો ચલાવતા વનિતાબેનને "બસ મારી ક્વેશન બેંક" કહીને હસીને ચૂપ કરાવે છે મનોજભાઈ.

"જો આ મૃણાલિનીબહેન અને મોક્ષા સાથે બહાર આવ્યો છું એમના રિલેટિવના ઘરે.ઘરમાં રહીને કંટાળો આવતો હતો.
"મોક્ષા ક્યાં છે? શુ થયું આપણા આલયનું? ક્યારે મળશે મારો દીકરો?

"બસ જો વનિતા, રાજપૂત સાહેબ પોલીસ સ્ટેશન જ ગયા છે.

બહું જ નજીક આવી ગયા છે કેસની તો તું ચિંતા ના કર.લે પહેલા તું મૃણાલિની બહેન સાથે વાત કર એમની સાથે વાત કરીને તને મન હળવું થશે."કહીને મિસિસ મહેતાને ઇશારાથી એમના સોફાની બાજુમાં બેસવાનું કહે છે મનોજભાઈ અને ફોન એમના હાથમાં આપે છે.

બંને વચ્ચે ઔપચારિક વાતો પુરી થયા બાદ મૃણાલિની બહેન આલયના મળી જવાની હૈયા ધારણ આપે છે.મોક્ષા સાથે પણ વાત કરીને એમના જીવને ટાઢક વળે છે.અને ફોન મૂકે છે..ત્યાં જ
ડોક્ટર રજત એ રૂમમાં પ્રવેશે છે.અને ત્યાં જ એક ભયાનક ચીસ સંભળાય છે.બધા દોડીને ત્યાં જાય છે...

આલીશાન હોસ્પિટલના સ્પેશ્યલ રૂમમાં વીઆઇપી ટ્રીટમેન્ટ ભોગવતી સૃષ્ટિ પોતાની પુરી આંખો ખોલીને સૂતી હોય છે.
"સૃષ્ટિ, દીકરા હું મમ્મા... બેટા મારી સામે જુવો."

"આલય ઉઠ જો આ લોકો...નો પ્લીઝ રહેવા દો એને મારી સાથે અરે !!જુવો તો ખરા એને વાગ્યું છે પ્લીઝ હમણાં એમ્બ્યુલન્સ આવશે..નો પ્લીઝ એને છોડી દો..આલય પ્લીઝ રીએક્ટ...."કહીને ફરીથી એક ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે.

મિત્રો મોક્ષાએ ચીસ કેમ પાડી અને કોણ આલયને પકડીને બધાની વચ્ચેથી લઈ જાય છે તે માટે ચેકમેટ વાંચવી જ રહી.














"