promise day in Gujarati Anything by મુકેશ રાઠોડ books and stories PDF | પ્રોમિસ ડે

Featured Books
Categories
Share

પ્રોમિસ ડે

પ્રોમિસ ડે.
_મુકેશ રાઠોડ

નમસ્કાર મિત્રો.

આજે હું આપની સમક્ષ એક વાત રજૂ કરવાં જઈ રહ્યો છું.આજે બધા ને ખબર જ હશે કે આજ ના દિવસને " પ્રોમિસ ડે" તરીખે માનવામાં આવે છે.પણ આપે વિચાર કર્યો કે પ્રોમિસ ડે ની શરૂવાત ક્યાંથી થઈ હશે કે શું કામ આને મનાવવામાં આવતો હશે?.અને જેણે સૌથી પહેલા આ દિવસ મનાવ્યો હશે એને આની જરુર કેમ ઊભી થઈ હશે?.આપે વિચાર કર્યો છે આ બાબતે?.

ચાલો આજે હું અહી મારો વિચાર રજૂ કરું છું.અહી મારો મત પ્રેમના ઈજહાર પર સાત દિવસ ચલતા જુદા જુદા દિવસો માના ' પ્રોમિસ ડે' ઉપર મારો વિચાર વ્યક્ત કરું છું .એ પણ પ્રેમના સંદર્ભમાં જ.બીજી કોઈ વાતમાં પ્રોમિસ લેવું કે આપવું એવું નહિ.અહી હું એક બીજા પ્રેમ કરતા પ્રેમીઓના સંદર્ભમાં જ' પ્રોમિસ ડે' ની વ્યાખ્યા આપુ છું.
" પ્રોમિસ" એટલે ગુજરાતીમાં એનો અર્થ ' વચન ' થાય.
એટલે મારી ભાષામાં વાત કરું તો " વચન આપવાનો દિવસ" અથવા વચન લેવડાવવા નો દિવસ " .કોઈ આપણી પાસે વચન માંગે છે કે તું પ્રોમિસ કર ફલાણું- ફલાણું આમ કરીશ .

પણ શું તમને ખબર છે? કે આપડે બીજા પાસે પ્રોમિસ લેવડાવી એટલે એનો મતલબ એ થાય છે કે આપણને એ વ્યક્તિ ઉપર પૂરો વિશ્વાસ નથી.અથવા એ વ્યક્તિ આપણું અંગત નથી.તો શું તમે જેને ચાહો છો એના ઉપર એટલો પણ વિશ્વાસ નથી કે એ તમને છેલ્લે સુધી તમારો સાથ દે છે કે નહિ.અથવા એ તમારું કામ કરશે કે નહિ.
આપનો વિશ્વાસ ડગમગવા લાગે ત્યારે જ આપણને પ્રોમિસ ની જરૂર પડતી હોય છે.બાકી પોતાના અને અંગત વ્યક્તિને કોઈ દિવસ આપડે પ્રોમિસ લેવડાવતા નથી. તો શું પ્રેમમાં વિશ્વાસનું હોવું જરૂરી નથી ?. વિશ્વાસ વગરનો પ્રેમ શું કામનો!!.તમને સામેના પત્રમાં ક્યાંક ને ક્યાંક એવો ડર રહેલો છે કે કદાચ એ મને છોડી દેશે તો?.કદાચ એ મને ભૂલી જશે તો ?
વગેરે જેવા સવાલોનો ડર આપડી અંદર રહેલો હોય છે .ત્યારેજ આપણને પ્રોમિસ ની જરૂર પડતી હોય છે.બાકી આપણ ને પૂરો વિશ્વાસ હોય કે સામેની વ્યક્તિ આપડી જ છે ,કે તે ગમે તે પરસ્થિતિમાં મને છોડી દેશે નહિ ,ત્યાં આપણને ક્યારેય પ્રોમિસ ની જરૂર પડતી નથી.
મારું માનવું એવું છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એના ઉપર એટલો વિશ્વાસ તો હોવો જ જોઇએ.અથવા તો તમારા પ્રેમમાં કોઈ ખોટ છે એવું હું કહીશ.સામેના પાત્રને તમે સંપૂર્ણ તમારું બનાવી શક્યા નથી એમ કહું તો કશું ખોટું નથી.
અને જ્યાં સંપૂર્ણ પ્રેમ નથી ત્યાં જ પ્રોમિસ ની જરૂર પડે છે.
પ્રેમમાં કોઈ દિવસ પ્રોમિસ ની જરૂર પડતી નથી એવું મારું માનવું છે.કેમકે પ્રેમની શરૂવાત જ વિશ્વાસથી થાય છે .અને જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રોમિસ શબ્દ આવતો જ નથી. હા જ્યાં પ્રેમને બદલે નારી વાસના જ છે ત્યાં પ્રોમિસ શબ્દ જરૂર આવે છે. કેમ કે ત્યાં બંને એક બીજાના પૂરક હોય છે, પર્યાય નહિ.
કેમકે ત્યાં બંને ને એક બીજાની જરૂર હોય છે.એક - બીજાની જરૂરિયાત સંતોષવા જ પ્રેમ હોય છે.અને અટેલ જ ત્યાં સતત ડર રહેતો હોય છે કે ક્યાંક મને છોડી દેશે તો? ક્યાંક મારી જરૂરિયાત નહિ સંતોષાય તો . વગેરે વગેરે.
જ્યારે સાચા પ્રેમમાં બંને નું સાથે હોવું જરૂરી નથી.એક - બીજા વગર પણ પ્રેમ થઈ શકે છે.દૂર રહીને પણ પ્રેમ થઈ શકે છે.અને એટલેજ એમાં સામેની વ્યક્તિ ને ખોવાનો ડર રહેતો નથી.સાચા પ્રેમમાં એ સાથે હોય તો પણ છું ને ના હોય તો પણ શું, બહુ ફરક પડતો નથી.એ માત્ર વ્યક્તિ ને ચાહે છે. એના શરીરને નહિ.એટલે એ પાસે કે સાથે નો હોય તો પણ હંમેશા પ્રેમ રહે છે .

આશા રાખું તમને મારો આ લેખ ગમ્યો હશે.અથવા મારા આ વિચારોથી કોઈની પણ લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી ચાહું છું.અહી પેહેલા જ મે કહી દીધું છે કે હું મારો મત રજૂ કરું છું.
અહી હું મારી કલમને વિરામ આપું છું.ફરીવાર કોઈ નવા ટોપક સાથે ફળી મળીશું.ત્યાં સુધી રજા લેવું.
નમસ્કાર 🙏.

આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો જી. કોઈ સુચન હોય તો અવશ્ય જણાવજો.આપનો સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા સાથે જય ભારત.