આગેવાની ની ચકાસણી માટેની પ્રશ્નાવલી
તમારા રસ અને વ્યકિતત્વ મુજબ નીચેના પ્રશ્નોને ૧ થી ૧૦ ગુણ આપી ઉત્તર આપો.
મારું નામ.........................
મારું સરનામું.................
મારું જ આર્થિક નો પર્યાય............
(અ) વ્યકિતત્વના પાસાઓ
1. શું મારું કોઈ પણ કામ નાણાકીય બાબતો પર સંપૂર્ણપણે આધારિત છે.
2. શું હું ? દરેક સંજોગોમાં કામનું યોગ્ય આયોજન કરીને તેનો જશ સંસ્થાને આપું છું.
કામ કરવાની દાનત :
1. શું હું કઠોર પરિશ્રમ કરવા પ્રતિબધ્ધ છું.’
2. શું મારી પાસે કોઈને દિશાસૂચન કરવાની આવડત છે.
3.શું હું કંટાળાજનક કામો પાછળ પૂરતો સમય આપું છું.
4. શું જ્યારે જરૂર હોય ત્યારે વધુ કલાકો કામ પાછળ આપું છું.
5.શું હું શીખવાની ઈચ્છા પ્રદર્શીત કરૂં છું - જે વ્યાવસાયિક રીતે વિકાસ સાધવા માટે જરૂરી છે
તૈયારી બતાવવી :
1.શું હું કોઈ પણ કામ કરવા માટે તૈયારી બતાવું છું.
2.શું હું મર્યાદિત દિશાસૂચન અને નિરિક્ષણ વચ્ચે પણ સારું કામ કરી શકું છું
3. શું મારામાં વ્યવસ્થિત આયોજન કરવા માટે પૂરતો આત્મવિશ્વાસ છે.
4. શું હું નેતૃત્વની ધારણા બોજારૂપ ન હોય તેવા કામ તરીકે કરી શકું છું.
5. શું હું અનુસરણ કરી શકું છું.
6. શું મારામાં રચનાત્મક કાર્યક્ષમતા છે.
સ્વીકાર :
1.શું હું દરેક પ્રકારના લોકોને મળીને તેમની સાથે સારી રીતે કામ પાર પાડું છું.
2. શું હું અન્યના મંતવ્યોને સાંખી શકું છું.
3. શું હું બીજાની કાર્યક્ષમતાને અસર કરે તે પ્રકારના કોઈ પૂર્વગ્રહ ધરાવું છું. '
4. શું હું વિવિધ પ્રકાર ની કાર્યવિધીઓને સફળતાથી પાર પાડી શકું છું.
5.શું હું સૌજન્ય સાથે વિવેચનને ખમી શકે છે ,
પ્રેમાળ અને મૈત્રીપૂર્ણ :
૧.શું મારું વ્યકિતા એપને આનંદ આપનારૂ છે,
૨. શું મારી પાસે નિરાશમાં પણ ખુશમિજાજી બની રહેવાની આવડત છે,
૩. શું મને મારા પોતાના કરતા અન્ય લોકોમાં વધુ રસ છે
4. શું હું ધંધાકીય અને નગર આગેવોનો દ્વાકા સ્વીકાર્ય છે.
૫.શું મારામાં રમૂજ વૃત્તિ છે,
ઉત્સાહ :
૧ શું મારામાં સંસ્થાકીય કાર્ય પ્રત્યે હકારાત્મક અભિગમ છે,
૨ જ્યારે અન્ય લોકો કાર્ય પૂતિમાં થયેલી પ્રગતિથી નિરાશ હોય ત્યારે પણ શું હું મારો ઉત્સાહ
ટકાવી રાખી શકું
3 શું હું દરેક કાર્યને સરળતાથી લઉં છું,
૪ શું હું અન્યોને પ્રોત્સાહિત કેવી રીતે કરવો તે જાણું છું.
તટસ્થતા :
૧ શું મારામાં એ સમજણ છે કે કામના સમયે બધા જ અનુયાયીઓને કેન્દ્રમાં રાખીને
તેમણે કરેલા કાર્ય માટે તેમને સરાહવા જોઈએ .
૨ શું હું જાતે કાર્ય કરવાને બદલે સમુહ કાર્યને પ્રોત્સાહન આપું છું.
(બ) અભિગમ અને ક્ષમતાઓ :
યોજનાનું કૌશલ્ય :
૧ શું હું મારા કામની સરસ, સૂવ્યવસ્થિત યોજના બનાવું છું.
૨ શું હું સંસ્થાની પ્રગતિ માટે અન્યના વિચારોને ઉપયોગમાં લઉં છું.
3.શું હું સંસ્થા માટે વાસ્તવિક ધ્યેય નિર્ધારીત કરૂં છું.
સંસ્થાકીય કૌશલ્ય :
૧ શું મને કોઈપણ બાબતની વિગતમાં સંપૂર્ણ રસ હોય છે ખરો .
૨ શું હું આયોજનની બધી ગતિવિધીઓને લગતી ઘણી બધી માહિતીઓને સાથે રાખીને
અંતિમ શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે સક્ષમ છું,
લેખન કૌશલ્ય :
૧ શું હું સારો પત્રવ્યવહાર કરૂં છું. શું હું સારો whatsapp કે email કરું છું
૨ શું મારી નોંધણીઓ, પત્રિકાઓ અને લેખિત માહિતી રસપ્રદ અને સમજી શકાય તેવી હોય છે.
3 શું હું સ્થાનિક ઉપયોગ માટે સારા પ્રચારની વિગતો તૈયાર કરૂં છું.
વકૃત્વ કૌશલ્ય :
૧ શું હું નાના સમુહોમાં વાત કરતી વખતે મારી જાતને સરળ અને અસરકારક રાખું છું.
૨ જ્યારે સમુહ મોટા હોય ત્યારે પણ તે જ પ્રમાણે રહી શકું છું.
૩ ખૂબ અગત્યના સમુહ હોય ત્યારે હું સરળ અને અસરકારક રહી શકું છું.
શારિરીક ક્ષમતા :
૧ શું હું માનસિક અને શારિરીક દબાણ વખતે પણ સારી રીતે કામ કરી શકું છું.
૨ શું હું સમયસર કામ પર પહોંચવાનું, વિગતો મેળવવાનું અને મિટીગને લગતું દબાણ ખમી શકું છું
3 શું મારે વારંવાર માંદગીના લીધે કામ પરથી રજા લેવી પડે છે.
જ્યાં સુધી તમને ઈચ્છીત સ્તર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે નેતૃત્વના કૌશલ્યો મેળવવા માટે પ્રયત્ન કરતા જ રહેવો જોઈએ અને તેને વિકસાવતા રહેવું જોઈએ .
મુલ્યાંક્ન :
0-075 ખૂબ નબળું
076-125 નબળું પણ વિકાસ કરી શકાયઃ
126- 200 સારુ
201 - 300 - ખૂબ સરસ
301 - 375 શ્રેષ્ઠ
આશિષ શાહ
9825219458
MADwAJS