Let's celebrate કે આપણે માણસ છીએ...
જેનીશ અને મિહિર બને નાનપણના ખાસ મિત્રો હતા. બંને વચ્ચે ની મિત્રતા એવી જાણે દો જીસ્મ એક જાન. બંને સ્કુલ હોય કે કોલેજ બંને એક સાથે જ રહેતા. પરંતુ બંનેનો સ્વભાવ ઘણો અલગ અલગ. જેનીશ એકદમ ખુશમિજાજ અને પ્રેમાળ છોકરો. દરેક વાતને ખૂબ હળવાશથી લેવાની એને ટેવ હતી. લાઈફ માં આવતા ઉતાર ચઢાવ ને ખૂબ સહજતાથી સ્વીકારી સમજીને ખૂબ મજા થી લાઈફને માણતો. જ્યારે મિહિર સાવ ધીર ગંભીર વ્યક્તિ હતો. જીવનમાં આવતી નાની નાની તકલીફોને ખૂબ ગંભીરતાથી તેને લેવાની આદત. હંમેશા કોઈ ઊંડી ચિંતામાં ડૂબેલો રહેતો. અને હંમેશા જેનીશ સામે પોતાની લાઈફ વિશે ફરિયાદ કરતો ને કેહેતો " યાર મારી સાથે જ કેમ આવુ થાય છે" " ભગવાન મને જ કેમ આટલું ટેન્શન આપે છે" " મારી લાઇફમાં જ કેમ આટલા બધા પ્રશ્નો આવે છે." જેનીશ હંમેશા તેને એક જ વાક્ય કહેતો કે " યાર આપણે માણસ છીએ એટલે બધું થાય પ્રશ્નો આવે, ટેન્શન થાય એમાં મુંજાવાનું નહિ. આપણે માણસ છીએ let's celebrate"...
મિહિર સામે અકળાય ને જવાબ આપતો કે શું યાર તું કાયમ એક જ વાત બોલ્યા કરે કે આપણે માણસ છીએ let's celebrate. આટલી બધી તકલીફો આટલા બધા જીવનમાં આવેલા પ્રોબ્લેમ સાથે celebrate કરવું કેમ?. ક્યારેક તો એવું લાગે કે માણસ છીએ એ જ બહુ મોટો ગુનો છે. અને તું! માણસ છીએ એ બાબતે સેલિબ્રેટ કરવું છે તારે.
જેનીશ હસીને જવાબ આપતો અરે ગાંડા માણસ છીએ એટલે જ તો આ બધા પ્રશ્નો આવે છે જીવનમાં. એ જ તો ખુશીની વાત છે. એમાં ચિંતા કરવાથી પ્રશ્નોના ઉકેલ નથી આવના. જો હું તને સમજાવું તે ક્યારેય પશુ પંખીને ક્યારેય પણ ચિંતા કરતા જોયા છે. હું મારી ગલીના કૂતરાને રોજ બે રોટલી ખવડાવું છે. પણ જ્યારે હું બહાર ગામ જાવ ત્યારે એ બિચારું કૂતરું એવી ચિંતા નથી કરતું કે આ સાલું આ બે દિવસ બહારગામ જશે તો મને ખવડાવશે કોણ? . એનામાં પણ જીવ છે એનામાં પણ લાગણીઓ છે. પરંતુ તે ક્યારેય પણ કૂતરાને ચિંતા કરતા જોયો? એને ભગવાન ઉપર વિશ્વાસ છે કે મારા જમવાની વ્યવસ્થા ભગવાને કરી જ નાખી હશે. કોઇતો એવું આવશે જે બે રોટલી જમાડી જશે. હું બહારગામ જતો હોવ ત્યારે એ કૂતરાને ખબર પડી જાય કે આ ક્યાંક જાય છે. મારી પાસે આવશે મારી બેગ સુંગશે અને પૂછળી પટ પટવતો મને જતો જોયા રાખશે જાણે એમ કહેતો હોય કે આવજે દોસ્ત ખૂબ મજા કરજે. લાઈફને મોજથી માણજે. તે ક્યારે જોયું કે કોઈ કૂતરાને તેની પ્રેમિકા છોડીને જતી રહી હોય ને એ દારૂ પીને દેવદાસ બની ને પડ્યો હોય. તે ક્યારેય હાથીને ડિપ્રેશન માં આવી ગયો હોય એવું સાંભળ્યું છે. આ બધું માણસોને જ થાય લ્યા. આ તો આપણાં માણસ હોવાની નિશાની છે. જ્યારે શ્રી કૃષ્ણ એ માણસ તરીકે આવતર લીધો હતો ને ત્યારે એમના જીવનમાં પણ ઘણા પ્રશ્નો આવ્યા હતા. પરંતુ તેમને દરેક પ્રશ્નોનો ઉકેલ સહજતાથી જીવનનો આનંદ માણતા માણતા ઉકેલ્યા છે. શ્રી કૃષ્ણ એ આપણા જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ ભગવાન હોવા છતાં પણ માણસ આવતરમાં અનેક તકલીફો માંથી પસાર થયા હતા. એમના જીવનમાં પણ અનેક દર્દો આવ્યા પણ એમને મન મોટું રાખીને દરેક દર્દ સહન કરી લીધા. તો આપણા જીવનમાં પણ પ્રશ્નો આવે જ તકલીફો આવે જ એમાં મુંઝાવાનું ના હોય. જીવનમાં આવતા દરેક પ્રશ્નો પોતાની સાથે ઉકેલ લઈને જ આવે છે. પરંતુ આપણે થોડી પણ તકલીફ આવતા એટલી બધી ચિંતામાં સરી પડીએ છીએ કે સામે પડેલો ઉકેલ પણ આપણને દેખાતો નથી હોતો. ચિંતાનું આવરણ આપણી બુદ્ધિ પર ફરી વળે છે જેથી આપણને ક્યારેક સામે પડેલો ઉકેલ પણ સમજાતું નથી. જ્યારે કેન્સર જેવી બીમારીનો ઈલાજ છે તો પછી જીવનમાં આવતા દરેક પ્રશ્નો ના ઉકેલ પણ હોય જ છે. બસ આપણે થોડી ધીરજ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવો જોઈએ. આપણે હંમેશા પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરવું જોઈએ. કઈ સમસ્યાને ગંભીરતાથી લેવી અને કઈ સમસ્યાને સરળતાથી લેવી એ આપણને નક્કી કરતા આવડવું જોઈએ. ૮૪ લાખ યોની માંથી પસાર થઈને માણસનો અવતાર મળતો હોય છે. શું આપણને કુતરા જેવી જિંદગી જીવવી ગમશે?. એટલે જ કહું છું કે આપણે માણસ છીએ. એ જ ખુશીની વાત છે. અને માણસના જીવનમાં જ પ્રશ્નો, સમસ્યા, તકલીફો ડિપ્રેશન આવવાના જ છે. તો પછી ચિંતા શું કામ કરે છે અલ્યા, ચલ જલ્દી મસ્ત ગરમાં ગરમ આદુવાળી ચા મંગાવ let's celebrate કે આપણે માણસ છીએ.....
સારાંશ
ભાગદોડ ભરી જીંદગીમાં ઉતાર ચડાવ તો આવવાનાજ છે આપણે જો દરેક વાતને ગંભીરતા થી લઈને જીવન વિતાવવાનું શરૂ કરી દેશું તો આપણે જિંદગીનો સાચો આનંદ માણવાનું જ ભૂલી જઈશું. હા ગંભીર જરૂર બનવું જોઈએ જો કોઈ એવી મોટી સમસ્યા હોય તો પણ સૌવ નાની નાની બાબતોમાં વધારે પડતી ચિંતા કરવી એ ખરેખર ખોટી વાત છે. જિંદગીને ભારની જેમ ઉપાડવા કરતા દરેક પડાવને હસતાં ચહેરે સામનો કરી આનંદ થી પસાર કરવી જોઈએ.
_ meera soneji